Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| વિસામું પદ : અંતક્રિયા
૫૦૯
નહીં પૂબાપુવીરતિન્દુરસ્તે.... – અહીં ચક્રવર્તી પદ પ્રાપ્તિના કારણ દર્શાવવા માટે તીર્થંકર પદ પ્રાપ્તિના કથનનો અતિદેશ કર્યો છે. તેનું તાત્પર્ય એ છે કે જે નારકીદેવતા પોતપોતાના ભવમાંથી નીકળીને મનુષ્ય જન્મ પામે છે. તેમાંથી જે જીવોએ પૂર્વભવમાં તીર્થકર નામકર્મની જેમ ચક્રવર્તી પદને યોગ્ય કર્મ બાંધ્યું હોય અને તે કર્મને સ્પષ્ટ, નિધત્ત, નિકાચિત કર્યું હોય તથા મનુષ્ય ભવમાં તે કર્મ ઉદયમાં આવી ગયું હોય અને તે કર્મ ઉપશાંત ન હોય, તો તે જીવ ચક્રવર્તીપદ પામી શકે છે અને જે જીવે પર્વભવમાં તથાપ્રકારના નામકર્મનો બંધાદિ ન કર્યો હોય, અથવા તે કર્મ ઉદયમાં ન આવ્યું હોય, તો તે
ના ચક્રવર્તી પદ પર નામકર્મનો બંધાદ હોય, તો તે જીવવું હોય તથા મા
નામકર્મની ઉત્તર પ્રવૃતિઓમાં એક પ્રકૃતિ તીર્થકર નામકર્મ છે પરંતુ ચક્રવર્તી નામકર્મ નામની પ્રકૃતિ નથી. તેથી ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ આદિ ઉત્તમ પદવીને યોગ્ય નામકર્મ તીર્થકર નામકર્મની અંતર્ગત છે, તીર્થકર નામકર્મના દલિકોની અને તેના તીવ્ર–મંદાદિ રસની તરતમતાથી ઉત્તમ પદવીઓ પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે સમુચ્ચય ચારે જાતિના દેવોનું કથન કર્યું છે. તેમાં પરમાધામી અને કિલ્વીષી દેવો એકાંત મિથ્યાત્વી છે. મિથ્યાત્વી જીવો મરીને કોઈપણ શ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરી શકતા નથી. તેથી ચારે જાતિના ૯૯ પ્રકારના દેવોમાંથી પંદર પરમાધામી દેવો અને ત્રણ કિલ્વીષી, આ અઢાર જાતિના દેવોને છોડીને કુલ ૮૧ જાતિના દેવો અને પ્રથમ નરકના નારકી, આ ૮૨ ભેદના જીવો મરીને ચક્રવર્તી પદને પામે છે. (૭) બળદેવ દ્વાર:
५० एवं बलदेवत्तं पि, णवरं- सक्करप्पभापुढविणेरइए वि लभेज्जा । ભાવાર્થ:- આ જ રીતે(ચક્રવર્તી પદની જેમ) બળદેવપદના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે શર્કરાષ્ટ્રભાષથ્વી (બીજી નરક)ના નૈરયિક પણ બળદેવપણું પામી શકે છે. વિવેચન :
પ્રથમ બે નરકના નારકી અને પૂર્વવત્ ૮૧ પ્રકારના દેવો કુલ૮૩ ભેદના જીવો મરીને મનુષ્યભવમાં આવીને બળદેવ પદને પામી શકે છે. (૮) વાસુદેવ દ્વાર:
५१ एवं वासुदेवत्तं दोहितो पुढवीहितो वेमाणिएहितो य अणुत्तरोववाइय-वज्जेहितो। सेसेसु णो इणढे समढे । ભાવાર્થ :- આ જ રીતે બે નરકમાંથી અને અનુત્તરપપાતિક દેવોને છોડીને શેષ વૈમાનિક દેવોમાંથી નીકળીને મનુષ્ય જન્મ પામીને જીવો વાસુદેવ પદ પામે છે. શેષ જીવો વાસુદેવ પદ પામી શકતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વાસુદેવની આગતિનું નિરૂપણ છે. પાંચ અનુત્તર વિમાનના દેવોને છોડીને ૧૨ દેવલોક નવ લોકાંતિક અને નવગ્રેવેયક, આ ૩૦ ભેદ વૈમાનિક દેવના અને પ્રથમ બે નરકના નારકી, કુલ સર પ્રકારના જીવો મરીને મનુષ્યભવમાં વાસુદેવ પદને પ્રાપ્ત કરી શકે છે. અન્ય સ્થાનમાંથી આવેલા