Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 559
________________ વિસમ્ પદ : અંતક્રિયા उव्वट्टित्ता तित्थयरत्तं लभेज्जा, जस्स णं रयणप्पभापुढविणेरइयस्स तित्थयरणाम-गोयाई कम्माई णो बद्धाइं जाव णो उदिण्णाइं; उवसंताई भवंति से णं रयणप्पभापुढविणेरइए हिंतो अणंतरं उव्वट्टित्ता तित्थयरत्तं णो लभेज्जा । से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ अत्थेगइए लभेज्जा अत्थेगइए णो लभेज्जा । I ૫૦૫ एवं जाव वालुयप्पभापुढविणेरइएहिंतो तित्थगरत्तं लभेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! શું રત્નપ્રભા પૃથ્વીના નૈરિયકો તે નરકમાંથી નીકળીને સીધા તીર્થંકર થઈ શકે છે ? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક જીવો તીર્થંકર થાય છે અને કેટલાક જીવો તીર્થંકર થતા નથી. પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે રત્નપ્રભા પૃથ્વીના નારકી સીધા મનુષ્ય જન્મ ધારણ કરીને કેટલાક જીવો તીર્થંકર થાય છે અને કેટલાક જીવો તીર્થંકર થતા નથી ? ઉત્તર– હે ગૌતમ ! જે રત્નપ્રભા-પૃથ્વીના નૈરયિકે પૂર્વ ભવમાં તીર્થંકર નામ-ગોત્રકર્મનો બંધ કર્યો છે, તીર્થંકર નામકર્મ સ્પૃષ્ટ, નિધત્ત, નિકાચિત કર્યું છે, પ્રસ્થાપિત કર્યું છે, નિવિષ્ટ, અભિનિવિષ્ટ કર્યું છે, અભિસમન્વાગત-ઉદયાભિમુખ અને ઉદયમાં લાવેલું છે, જેણે તીર્થંકર નામકર્મને ઉપશાંત કર્યું નથી, તેવા નારકી રત્નપ્રભા પૃથ્વી નરકમાંથી નીકળીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈ, તીર્થંકરપણું પામે છે. જે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકે તીર્થંકર નામકર્મનો બંધ કર્યો નથી યાવત્ તીર્થંકર નામકર્મને ઉદયમાં આવવા યોગ્ય કર્યું નથી અથવા જેનું તીર્થંકર નામકર્મ ઉપશાંત છે, તેવા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નરકમાંથીનીકળીને મનુષ્ય ભવમાં તીર્થંકર થતા નથી. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક તીર્થંકરપણું પામે છે અને કેટલાક પામતાં નથી. આ જ રીતે યાવત્ વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકો નરકમાંથી નીકળીને મનુષ્યભવ પ્રાપ્ત કરીને કેટલાક નારકીઓ તીર્થંકર થાય છે અને કેટલાક તીર્થંકર થતાં નથી. ३६ पंकप्पापुढविणेरइए णं भंते ! पंकप्पभापुढविणेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता નિત્યયરત્ત તમેના ? ગોયમા ! જો ફળકે સમઢે, અંતિિયં પુન રેન્ના / ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું ચોથી પંકપ્રભાપૃથ્વીના નારકી, શંકપ્રભાપૃથ્વી નરકમાંથી નીકળી સીધા મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને તીર્થંકર થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે શક્ય નથી, પરંતુ તે અંતક્રિયા કરી શકે છે. ३७ धूमप्पभापुढविणेरइए णं भंते ! अणंतरं उवट्टित्ता तित्थयरत्तं लभेज्जा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, विरतिं पुण लभेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું ધૂમપ્રભાપૃથ્વીના નૈરયિક ધૂમપ્રભા પૃથ્વી નરકમાંથી નીકળીને સીધા મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને તીર્થંકર થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી, પરંતુ તે સર્વવિરતિપણું પામી શકે છે. ३८ तमापुढविणेरइए णं भंते! अणंतरं उवट्टित्ता तित्थयरत्तं लभेज्जा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, विरयाविरइं पुण लज्जा ।

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580