Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 560
________________ | ૫૦૬] શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું છઠ્ઠી તમ:પ્રભાપૃથ્વીના નૈરયિક છઠ્ઠી નરકમાંથી નીકળીને સીધા મનુષ્ય જન્મ પામીને તીર્થકર થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી, પરંતુ તે દેશવિરતિપણું એટલે શ્રાવકપણે પામી શકે છે. | ३९ अहेसत्तमापुढविणेरइए णं भंते ! अणंतरं उवट्टित्ता तित्थयरत्तं लभेज्जा ? गोयमा! णो इणढे समढे, सम्मत्तं पुण लभेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સાતમી અધઃ સપ્તપૃથ્વીમાંથી નીકળીને સીધા મનુષ્ય જન્મ પામીને તીર્થકર થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી, પરંતુ તે સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. |४० असुरकुमारे णं भंते ! अणंतरं उवट्टित्ता तित्थयरत्तं लभेज्जा? गोयमा ! णो इणडे समटे, अंतकिरियं पुण करेज्जा । एवं णिरंतरं जाव आउक्काइए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અસુરકુમાર દેવ અસુરકુમારમાંથી નીકળીને સીધા મનુષ્ય જન્મ પામીને તીર્થંકર થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી પરંતુ તેઓ અંતક્રિયા કરી શકે છે. આ જ રીતે નાગકુમારથી લઈ દશે ભવનપતિદેવો, પૃથ્વીકાયિક અને અપ્લાયિક સુધીના જીવો પોત પોતાના ભવમાંથી નીકળીને સીધા તીર્થંકરપણું પામતા નથી, પરંતુ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. | ४१ तेउक्काइए णं भंते ! तेउक्काइएहितो अणंतरं उव्वट्टित्ता तित्थयरत्तं लभेज्जा? गोयमा ! णो इणढे समढे, केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए । एवं वाउक्काइए वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું તેજસ્કાયિક જીવ, તેજસ્કાયિકોમાંથી નીકળીને સીધા મનુષ્યભવમાં જન્મ ધારણ કરીને તીર્થકર થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી, પરંતુ તે કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે છે. આ જ રીતે વાયુકાયિકોના વિષયમાં પણ જાણવું જોઈએ. |४२ वणस्सइकाइए णं भंते ! पुच्छा ? गोयमा ! णो इणढे समटे, अंतकिरियं पुण करेज्जा । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! શું વનસ્પતિકાયિક જીવો વનસ્પતિકાયમાંથી નીકળીને સીધા મનુષ્ય જન્મ પામીને તીર્થકર થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી, પરંતુ તેઓ અંતક્રિયા કરી શકે છે. | ४३ बेइंदिय-तेइंदियचउरिदिए णं भंते ! पुच्छा ? गोयमा ! णो इणढे समढे, मणपज्जवणाणं पुण उप्पाडेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! શું બેઇદ્રિય, તેઇદ્રિય અને ચૌદ્રિય જીવો ત્યાંથી નીકળીને સીધા મનુષ્યજન્મ પામીને તીર્થંકર થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી, પરંતુ તે જીવો મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ४४ पंचेदियतिरिक्खजोणियमणूस वाणमंत-जोइसिए णं भंते ! पुच्छा? गोयमा !णो इणढे समढे, अंतकिरियं पुण करेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, વાણવ્યંતર અને જ્યોતિષી દેવો ત્યાંથી નીકળીને સીધા મનુષ્યજન્મ પામીને તીર્થકર થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી, પરંતુ તેઓ અંતક્રિયા કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580