Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 549
________________ | વિસામું પદ : અંતક્રિયા | ૪૯૫ ] પ્રશ્ન- હે ભગવન! જે મનુષ્ય અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે શું તે મુંડિત થઈને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થાય છે? ઉત્તર- હે ગૌતમ! તેમાંથી કેટલાક પ્રવ્રજિત થાય છે અને કેટલાક પ્રવ્રજિત થતા નથી. પ્રશ્ન- હે ભગવન્! જે મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને અણગારધર્મમાં પ્રવ્રજિત થાય છે, શું તે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને કેટલાક પ્રાપ્ત કરતા નથી. પ્રશ્ન- હે ભગવન! જે મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે શું કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે? ઉત્તરહે ગૌતમ! કેટલાક કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે અને કેટલાક પ્રાપ્ત કરતા નથી. પ્રશ્ન- હે ભગવન! જે મનુષ્ય કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે શું સિદ્ધ, બુદ્ધ, મુક્ત યાવતુ સર્વદુઃખોનો અંત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે અવશ્ય સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરે છે. |१८ रइए णं भंते ! णेरइएहितो अणंतरं उव्वट्टित्ता वाणमंतजोइसिय- वेमाणिएसु उववज्जेज्जा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નારકી, નરકમાંથી નીકળીને શું સીધા વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. વિવેચના: પ્રસ્તુત સુત્રોમાં નારકી જીવો, ૨૪ દંડકોમાં ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે અને ત્યાં ધર્મ શ્રવણથી લઈને મુક્તિ સુધીના લાભને મેળવી શકે છે કે નહીં ? તેની છણાવટ છે. ઉત્પત્તિ :- નારકી મરીને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. શેષ દંડકમાં(દેવો, એકેન્દ્રિયો અને વિશ્લેન્દ્રિયોમાં) નૈરયિકો ઉત્પન્ન થતા નથી. તિર્યંચમાં ધર્મ શ્રવણાદિ - નરકમાંથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા કેટલાક જીવો કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરે છે અને કેટલાક જીવો ધર્મ શ્રવણ કરતા નથી. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ મનુષ્યોની જેમ પાંચ ઇન્દ્રિય અને મન હોવાથી કેટલાક હળુકર્મી જીવો તીર્થકરોના સમવસરણમાં અથવા સાધુ ભગવંતોના સાંનિધ્યમાં જઈને (૧) ધર્મ શ્રવણ કરે છે, ધર્મ શ્રવણનો સંયોગ પ્રાપ્ત થઈ જાય છે. જે જીવ ધર્મ શ્રવણ કરે છે તે જીવ તેની વિચારણા કરીને (૨) સમ્યકુબોધ(સમજણ) શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ અર્થાત્ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થતાં જ તેનું અજ્ઞાન જ્ઞાનમાં પરિણત થાય છે. તેથી (૪) મતિ–શ્રુતજ્ઞાનને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી (૫) શ્રાવક વ્રતનો સ્વીકાર કરે છે. વ્રતપાલનના પરિણામો વૃટિંગત થતાં કેટલાક જીવોને (૬) અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ થાય છે. તિર્યંચ પંચેન્દ્રિયને પાંચ ગુણસ્થાન હોવાથી તે જીવો શ્રાવક વ્રતનો સ્વીકાર કરી શકે છે. પરંતુ (૭) સાધુપણાનો સ્વીકાર કરી શકતા નથી અને સાધુપણાનો સ્વીકાર થતો ન હોવાથી તેને (૮) મન:પર્યવજ્ઞાન કે (૯) કેવળજ્ઞાન પ્રગટ થતું નથી અને (૧૦)તે જીવો સિદ્ધ થતા નથી. આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં ધર્મશ્રવણ આદિ છ બોલની પ્રાપ્તિ થાય છે. મનુષ્યમાં ધર્મશ્રવણાદિ - મનુષ્યો સ્વપુરુષાર્થથી ચૌદ ગુણસ્થાનોને પ્રાપ્ત કરી શકે છે તેથી સર્વ પ્રકારના ધાર્મિક આધ્યાત્મિક વિકાસને પ્રાપ્ત કરતાં તેઓ સિદ્ધિની પ્રાપ્તિ કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580