Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૬૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
સપાટીવાળા હોય છે. તેમાં મનુષ્યનું પ્રતિબિંબ પડે છે. ચક્ષુરિન્દ્રિય તે પ્રતિબિંબને જુએ છે.
સૂત્રકારે ત્રણ વિકલ્પથી પ્રશ્નો પૂછ્યા છે. દર્પણમાં જોનારી વ્યક્તિ (૧) શું દર્પણને જુએ છે (૨) પોતાના શરીરને જુએ છે કે (૩) પોતાના શરીરના પ્રતિબિંબને જુએ છે? તેનો ઉત્તર આપતા સૂત્રકાર જણાવે છે કે– (૧) દર્પણમાં જોનારી વ્યક્તિ દર્પણને જુએ છે, કારણ કે દર્પણ ચક્ષુગોચર એક સ્વતંત્ર પદાર્થ છે, તેથી દષ્ટા તેને સ્પષ્ટ રીતે જુએ છે. (૨) તે દર્પણમાં પોતાના શરીરને જોતા નથી, કારણ કે પોતાનું શરીર પોતાની પાસે જ છે, તે દર્પણમાં નથી. (૩) દર્પણમાં પડતા પોતાના શરીરના પ્રતિબિંબને જુએ છે. કારણ કે દર્પણમાં શરીર પ્રતિબિંબિત થઈ રહ્યું છે.
ઇન્દ્રિય ગોચર પ્રત્યેક પદાર્થો સ્થલ હોય છે. તે પૌલિક હોવાથી ચય-અપચય ધર્માત્મક હોય છે. સમયે સમયે પ્રત્યેક પદાર્થમાંથી પદાર્થની જ આકૃતિવાળા કિરણો પ્રવાહિત થાય છે. તે કિરણો જ પુદ્ગલની છાયારૂપ છે. તે છાયારૂપકિરણો દર્પણ આદિ તથા પ્રકારની સામગ્રીનો સંયોગ પામી પ્રતિબિંબનું રૂપ ધારણ કરી તેમાં પ્રતિબિંબિત થાય છે. દિવસે સૂર્યપ્રકાશમાં તે કોઈ પણ અભાસમાન(અપ્રકાશમાન) પદાર્થો પર પ્રતિબિંબિત થાય, તો તે શ્યામ વર્ણને અને રાતે ગાઢ કૃષ્ણ વર્ણને ધારણ કરે છે, પરંતુ દર્પણ આદિ ચળકતા પદાર્થોમાં પ્રતિબિંબિત થાય ત્યારે તે પદાર્થોનો જેવો વર્ણ હોય તેવો જ વર્ણ ધારણ કરે છે. આ રીતે દર્પણમાં જોનારી વ્યક્તિ પોતાના શરીર જેવા પ્રતિબિંબને ચરિન્દ્રિય દ્વારા જુએ છે. (૧૯-૨૦) કંબલ દ્વાર: છૂણા દ્વાર :५२ कंबलसाडए णं भंते ! परिवेढिय-परिवेढिए समाणे जावडयं ओवासंतरं फसित्ता णं चिट्ठइ विरल्लिए वि य णं समाणे तावइयं चेव ओवासंतरं फुसित्ता णं चिट्ठइ? हंता गोयमा ! कंबलसाडए णं आवेढिय-परिवेढिए समाणे, जावइयं तं चेव जाव चिट्ठए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આવેષ્ટિત–પરિવેષ્ટિત એટલે કે ઘડી કરેલી–સંકેલેલી કંબલ(સાલ) જેટલા આકાશ પ્રદેશોને સ્પર્શે છે, તેટલા જ આકાશ પ્રદેશને શું ફેલાવેલી(ખુલ્લી) કંબલ સ્પર્શે છે? ઉત્તર- હા, ગૌતમ! સંકેલેલું વસ્ત્ર જેટલા આકાશ પ્રદેશોને સ્પર્શીને રહે છે, તે જ રીતે ફેલાવેલું વસ્ત્ર પણ તેટલા જ આકાશ પ્રદેશોને સ્પર્શીને રહે છે અર્થાત્ સંકેલેલી કે ફેલાવેલી બંને અવસ્થામાં વસ્ત્ર, એક સરખા આકાશ પ્રદેશોને જ સ્પર્શે છે. ५३ थूणा णं भंते ! उड्डे ऊसिया समाणी जावइयं खेत्तं ओगाहित्ता णं चिटुइ तिरियं पि यणं आयया समाणी तावइयं चेव खेत्तं ओगाहित्ता णं चिट्ठइ? हंता गोयमा ! थूणा णं उड्डे ऊसिया तं चेव जाव चिट्ठइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! હં કે થાંભલો ઊભો હોય ત્યારે જેટલા ક્ષેત્રને અવગાહીને રહે છે, તે જ શું તિરછો કે આડો પડ્યો હોય ત્યારે પણ તેટલા જ ક્ષેત્રને સ્પર્શીને રહે છે? ઉત્તર- હા, ગૌતમ! ઠૂંઠું કે થાંભલો ઊભો હોય કે આડો પડ્યો હોય, ગમે તે અવસ્થામાં હોય, એક સમાન આકાશપ્રદેશોને સ્પર્શીને રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કંબલ અને હૂંઠાની વિવિધ અવસ્થામાં થતી આકાશ પ્રદેશોની સ્પર્શના અને ક્ષેત્રાવગાહનાની વિચારણા છે.
ફેલાવેલું વસ્ત્ર પ્રતર રૂપ છે અને સંકેલેલું વસ્ત્ર ઘનરૂપ છે. પ્રતર રૂપ વસ્ત્ર ફેલાયેલું હોવાથી મોટું