Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૯૪
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
તે જ રીતે વૈમાનિક દેવોમાં ઉત્પત્તિ અને ઉદ્વર્તનના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે બંને પ્રકારના જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો માટે “ઉદ્વર્તન'ના સ્થાને “ચ્યવન' કરે છે તે પ્રમાણે શબ્દપ્રયોગ કરવો જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં વેશ્યાની અપેક્ષાએ ૨૪ દંડકવર્તી જીવોમાં ઉત્પત્તિ અને ઉદ્વર્તનાની પ્રરૂપણા છે. જીવ જે લેગ્યામાં મૃત્યુ પામે તે જ લેશ્વાસ્થાનમાં તેનો જન્મ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું કથન છે કે
अंतोमुत्तम्मि गए, अंतोमुहुत्तम्मि सेसए चेव ।
તેહિ હિં , રીવા રાચ્છતિ પહો | અધ્ય.૩૪/so. કોઈ પણ લેશ્યા પરિણામનું અંતર્મુહૂર્ત વ્યતીત થયા પછી અને અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે જ જીવન મત્ય થાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે જીવનને મરફ તcરે ૩વવMફ જે લેગ્યામાં મૃત્યુ પામે તે જ વેશ્યામાં તેનો જન્મ થાય છે. સલેશી નારકી–દેવોમાં ઉત્પત્તિ અને ઉદ્દવર્તન- કોઈ કૃષ્ણલેશી મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તે કૃષ્ણલેશી નરકમાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં ભવપર્યત તે જ દ્રવ્ય લેશ્યા રહે છે, કારણ કે તે જીવોને વેશ્યાનું પરિવર્તન થતું નથી. તેથી કૃષ્ણલેશી નારકીનું મૃત્યુ પણ કૃષ્ણલેશ્યામાં જ થાય છે. આ જ રીતે નીલલેશી નારકી નીલલેશ્યામાં અને કાપોતલેશી નારકી કાપોત લેશ્યામાં જ મૃત્યુ પામે છે.
આ જ નિયમ અનુસાર ભવનપતિ આદિ દેવોને પણ જન્મ અને મૃત્યુ સમયે તેમજ ભવપર્યત એક જ લેશ્યા હોય છે. તેથી દેવોને જન્મ સમયે જે વેશ્યા હોય તે જ લેગ્યામાં તેનું મૃત્યુ થાય છે.
નારકીઓ અને દેવોને ભવપર્યત દ્રવ્યલેશ્યામાં પરિવર્તન થતું નથી પરંતુ ભાવલેશ્યામાં અર્થાત્ આત્મપરિણામોમાં પરિવર્તન થઈ શકે છે. સલેશી મનુષ્ય-તિર્યંચમાં ઉત્પત્તિ અને ઉદવર્તન- મનુષ્ય અને તિર્યંચ જે લેગ્યામાં મૃત્યુ પામે તે જ લેશ્યામાં જન્મ ધારણ કરે છે પરંતુ તે જીવો જે લેગ્યામાં જન્મ ધારણ કરે તે જ વેશ્યામાં મૃત્યુ પામે તેવો એકાંતે નિયમ નથી કારણ કે તેના જીવનમાં મુહૂર્ત મુહૂર્ત લેશ્યાનું પરિવર્તન થયા જ કરે છે, તેથી કલેશ્યામાં ઉત્પન્ન પુથ્વીકાયિક જીવો, નીલલેશ્યા કે કાપોતલેશ્યાના પરિણામમાં મૃત્યુ પામી શકે છે અને ક્યારેક કૃષ્ણલેશ્યામાં પણ મૃત્યુ પામે છે. આ રીતે મનુષ્યો અને તિર્યંચોને પોતાની સંભવિત લેશ્યામાંથી કોઈ પણ એક લેક્ષામાં મૃત્યુ થઈ શકે છે, પરંતુ તિર્યચોમાં પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં તેજોલેશ્યા સંબંધી અપવાદ છે. તેડને ૩વવનફ, ગળો જેવાં તેનેબ૬-પૃથ્વી, પાણી અને વનસ્પતિ તેજોલેશ્યામાં જન્મ ધારણ કરે છે પરંતુ તેજોલેશ્યામાં મૃત્યુ પામતા નથી. તેજોલેશી દેવો પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો ત્યાં અપર્યાપ્તાવસ્થામાં તેજલેશ્યા હોય છે અને તે પર્યાપ્તાવસ્થામાં પ્રાપ્ત થતા પહેલાં જ વેશ્યા પરિવર્તન પામે છે, પછી જીવનપર્યત તે લેશ્યા હોતી નથી. પૃથ્વીકાયિકાદિ પોતાના ભવસ્વભાવથી જ તેજોલેશ્યાને યોગ્ય પુગલ ગ્રહણ કરી શકતા નથી, તેથી પૃથ્વીકાયિકાદિ જીવોને જન્મ સમયે તેજોવેશ્યા