Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૭૪
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
कालं जाव अवड्डुं पोग्गलपरियट्टं देसूणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંસારપરિત્ત જીવ કેટલા કાળ સુધી સંસારપરિત્તપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી યાવત્ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ સુધી સંસારપરિત્તપણે રહે છે.
૨૦૮ અરિત્તે ખં ભંતે ! પુચ્છા ? ગોયમા ! અપત્તેિ દુવિષે પળત્તે, તું બહાकायअपरित्ते य, संसारअपरित्ते य ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અપિરત્ત જીવ કેટલા કાલ સુધી અપરિત્તપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! અપરિત્તના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) કાયઅપરિત્ત અને (૨) સંસાર અપરિત્ત. | १०९ कायअपरित् णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतकालं जाव वणस्सइकालो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કાયઅપરિત્ત કેટલા કાળ સુધી કાયઅપરિત્તપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી કાયઅપરિત્તપણે રહે છે.
तं
૨૦ સંસારબત્તેિ ન ભંતે ! પુચ્છા ? ગોયમા ! સંસારબપત્તેિ તુવિષે પત્તે, जहा - अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સંસાર અપરિત્ત કેટલા કાળ સુધી સંસારઅપરિત્તપણે રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! સંસારઅપરિત્તના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત અને (૨) અનાદિ સાંત.
१११ णोपरित्ते-णोअपरित्ते णं भंते! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નોપરિત્ત નોઅપરિત્ત કેટલા કાળ સુધી નોપરિત્ત નોઅપરિત્તપણે રહે છે? ઉત્તર– હે ગૌતમ ! તે સાદિ અનંત છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પરિત્ત, અપરિત્ત અને નોપરિત્ત નોઅપરિત્ત જીવોની કાયસ્થિતિની પ્રરૂપણા છે. પરિત્ત=સીમિત અથવા મર્યાદિત. પરિત્તના બે પ્રકાર છે. કાયપરિત્ત અને સંસારપરિત્ત.
કાયપરિત્ત :– કાય = શરીર. પરિમિત શરીરી અર્થાત્ પ્રત્યેક શરીરી જીવોને કાયપરિત્ત કહે છે. તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પુઢવીકાલ અર્થાત્ અસંખ્યાતકાળ સુધી કાયપરિત્તપણે રહે છે. જે કોઈ જીવ નિગોદથી નીકળીને પ્રત્યેક શરીરમાં ઉત્પન્ન થાય છે, ત્યાં અંતર્મુહૂર્ત સુધી કાયપરિત્તપણે રહીને પુનઃ સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય, તો કાયપરિત્તની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી કાયપરિત્ત નિરંતર રહે છે. અહીં અસંખ્યાતકાળ પૃથ્વીકાયની કાયસ્થિતિ જેટલો સમજવો જોઈએ. તે કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલપ્રમાણ અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોકપ્રમાણ છે. ત્યાર પછી તે જીવ અવશ્ય નિગોદમાં જાય અથવા મોક્ષે જાય છે.