Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અઢાર પદઃ કાયસ્થિતિ
૪૭૩.
ગતિમાં જે તેની ભવસ્થિતિ છે તે જ તેની કાયસ્થિતિ છે. નારકી-દેવતાની કાયસ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે.
| દેવીઓ બીજા ઈશાન દેવલોક સુધી જ હોય છે. તેની કાયસ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. તિર્યંચની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલની છે. કોઈ જીવ તિર્યંચગતિનું અંતર્મુહૂર્ત આયુષ્ય પૂર્ણ કરીને તુરંત નરકાદિ અન્ય કોઈ પણ ગતિમાં ઉત્પન્ન થાય તો તિર્યંચની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની થાય છે.
કોઈ જીવ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય કે તિર્યચપંચેન્દ્રિયમાં નિરંતર જન્મ-મરણ કરે તો તિર્યંચગતિમાં વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ અનંતકાલ વ્યતીત થાય છે, તેથી તિર્યંચની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંતકાલની(વનસ્પતિકાલની)થાય છે. તે વનસ્પતિકાલની સ્પષ્ટતા ક્ષેત્રથી અને કાલથી એમ બે પ્રકારે કરવામાં આવી છે. વનસ્પતિકાલ :- ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે. સમયે સમયે એક-એક આકાશપ્રદેશને બહાર કાઢતા અનંત લોક પ્રમાણ આકાશ પ્રદેશોનો અપહાર થાય, ખાલી થાય; તેટલો કાલ જાણવો. કાલથી અનંત ઉત્સર્પિણી કાલ પ્રમાણ અથવા અસંખ્યાત પુગલ પરાવર્તન પ્રમાણ છે. તે અસંખ્યાતની રાશિ આવલિકાના અસંખ્યાતમા ભાગ સમય પ્રમાણ છે અર્થાત્ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાત સમય વ્યતીત થાય છે. તેથી તેટલા પુદ્ગલ પરાવર્તન જાણવા. તિર્યંચાણીની કાયસ્થિતિ :- તેની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમની છે. કોઈ જીવ અંતર્મુહૂર્તનું તિર્યંચ આયુષ્ય ભોગવીને નરકાદિ કોઈ પણ ગતિમાં જન્મ ધારણ કરે તો તેની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે. નલિરિયા સત્ત૬ મવા કોઈ પણ જીવ સંશી તિર્યંચ અને મનુષ્ય ભવમાં નિરંતર સાત કે આઠ વાર ઉત્પન્ન થઈ શકે છે. તેમાં સાત ભવ ક્રોડપૂર્વના આયુષ્યના અને આઠમા અંતિમ ભવમાંદેવકુ આદિ ક્ષેત્રમાં યુગલિક થાય. ત્યાં યુગલિકની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમની છે. યુગલિક મરીને અવશ્ય દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેથી તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમની થાય છે. શાસ્ત્રકાર તેને અનેક કોડ પૂર્વ અધિક ત્રણ(અનેક) પલ્યોપમ કહે છે. મનુષ્ય-મનુષ્યાણીની કાયસ્થિતિ- મનુષ્યના ભવની પ્રાપ્તિ પણ નિરંતર સાત કે આઠ વાર થાય છે. તેથી મનુષ્ય-મનુષ્યાણીની કાયસ્થિતિ, તિર્યચ-તિર્યંચાણીની કાયસ્થિતિની જેમ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમની છે. સિદ્ધ જીવની કાયસ્થિતિ :- સિદ્ધ જીવ સાદિ અનંત હોય છે. સિદ્ધ પર્યાયની આદિ છે પણ અંત નથી, તેથી તેની સ્થિતિ સાદિ અનંત છે. અપર્યાપ્તા નારકી આદિની કાયસ્થિતિ :- કોઈ પણ જીવની અપર્યાપ્તાવસ્થા અંતર્મુહુર્ત રહે છે. ચારે ગતિના જીવો અપર્યાપ્તપણે અંતર્મુહૂર્ત સુધી રહે છે, તેથી અપર્યાપ્તાની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે. પર્યાપ્તા નારકી અને દેવ-દેવીની કાયસ્થિતિ :- તે તે જીવોની એક ભવની સ્થિતિમાંથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહુર્ત ન્યુન કરતાં પર્યાપ્તા નારકી આદિની કાયસ્થિતિ થાય. તે પ્રમાણે પર્યાપ્તા નારકી– દેવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન ૧૦,000 વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમની છે. પર્યાપ્તા દેવીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન પપ પલ્યોપમની છે. પર્યાપ્તાતિર્યચતિર્યંચાણી, મનુષ્ય-મનુષ્યાણીની કાયસ્થિતિ:- મનુષ્ય અને તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય