Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૫૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
રહે છે. તે કષાયો જીવના તથા પ્રકારના સ્વભાવથી જ એક સમય કે અનેક મુહૂર્ત પ્રમાણ રહેતા નથી. લોભકષાયીની કાયસ્થિતિ :- જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્તની છે. કોઈ જીવ ઉપશમ શ્રેણીમાં સૂક્ષ્મ લોભને ઉપશાંત કરીને વીતરાગ દશાને પ્રાપ્ત કરે, ત્યાર પછી ઉપશમ શ્રેણીથી પતિત થઈને દશમે ગુણસ્થાને આવે, ત્યાં એક સમય લોભનું વેદન કરીને તુરત જ કાલધર્મ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય અને દેવલોકમાં તેને ક્રોધ, માન કે માયા કષાયનો ઉદય થાય ત્યારે લોભકષાયની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. તે સિવાય જીવનો તથાપ્રકારનો સ્વભાવ છે કે તે એક સમયમાત્ર લોભકષાયનું વેદન કરીને કષાયાંતર ભાવને પ્રાપ્ત કરે છે. ક્રોધ, માન કે માયા માટે તેમ થતું નથી. તેમજ ઉપશમ શ્રેણીથી પતિત થયેલો જીવ ક્રોધ, માન કે માયાના ઉદય પછી એક સમયમાં જ કાલધર્મ પામે, તો પણ તે જીવને આગામી ભવમાં અંતર્મુહૂર્ત સુધી તે જ કષાયનો ઉદય રહે છે.
આ રીતે શ્રેણીને પ્રાપ્ત થયેલા જીવના મૃત્યુની અપેક્ષાએ અને શ્રેણીને અપ્રાપ્ત સંયત જીવ તથાપ્રકારના સ્વભાવે જ પરિણામોના પરિવર્તનથી પણ એક સમયમાં લોભકષાયનું વેદન કરી શકે છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી લોભકષાયનો ઉદય રહે છે. અકષાયીની કાયસ્થિતિ :- તેના બે પ્રકાર છે– (૧) ક્ષીણકષાયી જીવોની સ્થિતિ સિદ્ધોની અપેક્ષાએ સાદિ અનંતકાલની છે અને (૨) ઉપશાંત કષાયી જીવોની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે, કારણ કે અગિયારમા ગુણસ્થાનની સ્થિતિ જ તેટલી છે. કષાયની અપેક્ષાએ જીવોની કાયસ્થિતિ:જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ
કારણ સંકષાયી 1 x અનાદિ અનંત
અભિવી જીવોની અપેક્ષાએ – – – – – – – – – – – – – – | અનાદિ સાંત
ભવી જીવોની અપેક્ષાએ સાદિ સાંત સકષાયી | અંતર્મુહૂર્ત | અર્ધ પુદ્ગલ પરાવર્તન |ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરેલા જીવોની અપેક્ષાએ.
[તે જીવ તેટલા કાલમાં અવશ્ય મોક્ષે જાય છે. ક્રોધ, માન, માયા | અંતર્મુહૂર્ત |અંતર્મુહૂર્ત
ઉદય સ્વભાવથી લોભ કષાયી એક સમય અંતર્મુહૂર્ત
ઉદય સ્વભાવથી ક્ષીણ કષાયી X |સાદિ અનંત
સિદ્ધ ભગવાનની અપેક્ષાએ ઉપશાંત કષાયી | એક સમય અંતર્મુહૂર્ત
ઉપશમ શ્રેણીની અપેક્ષાએ. (૮) વેશ્યા દ્વાર :
६७ सलेस्से णं भंते ! सेलेस्से त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! सलेस्से दुविहे पण्णत्ते, तं जहा- अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए । ભાવાર્થ -પ્રન–હે ભગવન્! સલેશી જીવ કેટલા કાળ સુધી સલેશીપણે રહે છે? ઉત્તર-હે ગૌતમ! સલેશી જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત. |६८ कण्हलेस्से णं भंते ! कण्हलेस्से त्तिकालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तमब्भहियाई ।
*-અના અનંત ---અજવા