Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અઢારમું પદ : કાયસ્થિતિ
કેવળજ્ઞાન શાયિક જ્ઞાન છે. તે આવ્યા પછી નાશ પામતું નથી, તેથી સિદ્ધ ભગવાનની અપેક્ષાએ તેની કાયસ્થિતિ સાદિ અનંતકાલની છે. મતિ-શ્રુતજ્ઞાનીની કાયસ્થિતિ :– સમ્યગ્દૃષ્ટિ જીવો જ જ્ઞાની કહેવાય છે અને દરેક જીવને ઓછામાં ઓછા મતિ-શ્રુતજ્ઞાન હોય છે તેથી સમ્યગ્દષ્ટિ જીવોની જેમ મતિ-શ્રુતજ્ઞાનીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક ૬ સાગરોપમની છે.
=
Fa
અવધિજ્ઞાનીની કાયસ્થિતિ :– જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ડ્ડ સાગરોપમની છે. કોઈ પણ જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય અને વિચારોની ચલ-વિચલતાથી અથવા થોપશમની વિચિત્રતાથી બીજા સમયે તેનું અવધિજ્ઞાન નષ્ટ થઈ જાય કે વિભગજ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય તો અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. તેમજ ક્યારેક કોઈ અવધિજ્ઞાનીનું બીજા સમયે જ મૃત્યુ થાય અને તે તિર્યંચપણે ઉત્પન્ન થાય તો નિયંચને જન્મ સમયે અવધિજ્ઞાન ન હોવાથી તેનું અવધિજ્ઞાન નાશ પામે છે ત્યારે પણ અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે.
કોઈ જીવ અપ્રતિપાતિ અવધિજ્ઞાન સહિત બે વાર અનુત્તર વિમાનમાં અથવા ત્રણ વાર બારમાં દેવલોકમાં ઉત્પન્ન થાય, તો અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમની સ્થિતિ થાય છે અને મનુષ્યના ભવની સ્થિતિની ગણના સાધિકમાં થાય છે.
મનઃપર્યવજ્ઞાનીની કાયસ્થિતિ :– જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની છે. અપ્રમત્ત અવસ્થામાં વર્તતા સંયતને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે એક સમયમાં જ મૃત્યુ પામે કે ઉદય અથવા ક્ષયોપશમમાં પરિવર્તન થાય તેથી મનઃપર્યવજ્ઞાન નષ્ટ થઈ જાય, ત્યારે મનઃપર્યવજ્ઞાનની જઘન્ય સ્થિતિ એક સમયની થાય છે. જયારે કોઈ મનુષ્ય નવ વર્ષની ઉંમરે સંયત બન્યા પછી અપ્રમત્તાવસ્થામાં મનઃપર્યવજ્ઞાન પ્રાપ્ત કરી ક્રોડપૂર્વ વર્ષના આયુષ્ય સુધી મનઃપર્યવજ્ઞાની રહે છે, ત્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની થાય છે.
સમુચ્ચય અજ્ઞાની તથા મતિ-શ્રુત અજ્ઞાનીની કાયસ્થિતિ :- મિથ્યાત્વી જીવોની જેમ તેના ત્રણ પ્રકાર છે—(૧) અનાદિ અનંત—અભવી જીવોની અપેક્ષા (૨) અનાદિ સાંત–ભવી જીવોની અપેક્ષા અને (૩) સાદિ સાંત-પડિવાઈ સમ્યગ્દષ્ટિની અપેક્ષા.
વિભગજ્ઞાનીની કાયસ્થિતિ :- જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક તેત્રીશ સાગરોપમની છે. જ્યારે કોઈ પંદ્રિય તિર્યંચ, મનુષ્ય કે દેવ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે અને પછી મિથ્યાત્વને પામે, ત્યારે મિથ્યાત્વની પ્રાપ્તિના સમયે મિથ્યાત્વના પ્રભાવથી તેનું અવધિજ્ઞાન, વિભગજ્ઞાનપણે પરિણમે છે. ત્યાર પછી બીજા જ સમયમાં તે વિમંગજ્ઞાની દેવ, તિર્યંચ પંચદ્રિય કે મનુષ્યનું મૃત્યુ થઈ જાય ત્યારે વિભંગજ્ઞાન એક સમય સુધી રહે છે.
મનુષ્ય કે તિર્યંચને જન્મથી વિભંગજ્ઞાન હોતું નથી, પર્યાપ્ત થયા પછી યથાયોગ્ય સમયે તેને વિભંગજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે, તેથી અહીં દેશોન ક્રોડપૂર્વ વર્ષનું કથન છે. ૩૩ સાગરોપમનું કથન સાતમી નરકની અપેક્ષાએ છે. આ રીતે મનુષ્ય, તિર્યંચ પર્યાપ્ત થયા પછી ક્યારેક વિભંગજ્ઞાન પ્રાપ્ત કરી ક્રોડપૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકના નારકીની ૩૩ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે, ત્યાં જીવનપર્યંત વિભંગ જ્ઞાન રહે, ત્યાંથી મૃત્યુ થાય ત્યારે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થતાં વિભગજ્ઞાન નાશ પામે. આ રીતે વિભંગજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક તેત્રીસ સાગરોપમ ઘટિત થાય છે. તિર્યંચ પંચદ્રિયને અપર્યાપ્તાવસ્થામાં કે વાટે વહેતા વિભંગજ્ઞાન હોતું નથી, તેથી વિભગજ્ઞાનની સ્થિતિ તેનાથી અધિક થતી નથી.