Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અઢારમું પદ : કાયસ્થિતિ
३६ तसकाइवपज्जत्तरणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहुत्ता ભાવાર્થ:- પ્રશ્ન—– હે ભગવન્! ત્રસકાયિક પર્યાપ્તા કેટલા કાલ સુધી ત્રસકાયિક પર્યાપ્તપણે રહે છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી ત્રસકાયિક પર્યાપ્તપણે રહે છે. વિવેચન :
૪૪૧
પ્રસ્તુત સૂત્રોમાં સકાયિક, પૃથ્વી આદિ ષટ્કાયિક અને અકાયિક જીવોની કાયસ્થિતિનું કથન છે. સકાયિક :– કાયાની અપેક્ષાએ સંસારી જીવોના છ ભેદ થાય છે. સકાર્ષિકમાં તે સર્વનો સમાવેશ થાય છે. તેની કાયસ્થિતિ અભવી જ્હોની અપેક્ષાએ અનાદિ અનંત અને ભગી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત હોય છે. સકાયિક અપર્યાપ્તાની ક્રાયસ્થિતિ :– સકાયિક અને પૃથ્વીકાય આદિ ષટ્કાયના અપર્યાપ્તા જીવોની કાયસ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે.
સકાયિક પર્યાપ્તાની કાયસ્થિતિ :– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમની છે. તે - લબ્ધિપર્યાપ્તા જીવોની અપેક્ષાએ થાય છે.
પૃથ્વીકાય આદિ ચાર સ્થાવરની કાયસ્થિતિ :– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે. પૃથ્વીકાય, અપ્લાય આદિ કોઈ પણ સ્થાનમાં જીવ નિરંતર અસંખ્ય ભવ કરે છે. તેથી તેની કાયસ્થિતિ અસંખ્યાતકાલની થાય છે. અસંખ્યાતકાલનું સ્પષ્ટીકરણ ક્ષેત્ર અને કાલથી કરી શકાય છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ છે અને ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. પૃથ્વી આદિ ચાર સ્થાવરના પર્યાપ્તાની કાયસ્થિતિ :– પાંચે સ્થાવર જીવો પર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ ઃ– સ્થિતિના નિરંતર આઠ ભવ કરે છે. પૃથ્વીકાયની એક ભવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨,૦૦૦વર્ષની છે, તેથી આઠ ભવની ૨૨૦૦૦×૮=૧,૭૬,૦૦૦ વર્ષ થાય. તે જ રીતે અખાયની એક ભવની સ્થિતિ ૭૦૦૦ વર્ષની હોવાથી આઠ ભવની સ્થિતિ ૫૬૦૦૦ વર્ષ, તેઉકાયની એક ભવની સ્થિતિ ત્રણ અહોરાત્રની હોવાથીઆઠ ભવની ૨૪ અહોરાત્ર અને વાયુકાયની એક ભવની સ્થિતિ ૩૦૦૦ વર્ષની હોવાથી આઠ ભવની સ્થિતિ ૨૪૦૦૦ વર્ષ થાય છે. તે જીવ જઘન્ય કે મધ્યમ સ્થિતિમાં પર્યાપ્તપણે અનેક ભાવ કરે, તો પણ તેની કાયસ્થિતિ તેનાથી અધિક થતી નથી.
તેથી પૃથ્વીકાય, અલ્કાય અને વાયુકાયના પર્યાપ્તા જીવોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષ અને તેજસ્કાયના પર્યાપ્તા જીવોની ઉત્કૃષ્ટ કાસ્થિતિ સંખ્યાતા અહોરાત્રની થાય છે.
મુદ્ધવીબાન- પૃથ્વીકાયની કાયસ્થિતિ અસંખ્યાતકાળની છે. તે કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્યાત લોકના આકાશપ્રદેશ પ્રમાણ છે. આ અસંખ્યાત કાળ માટે પુઢવીકાલ શબ્દ રૂઢ થયેલ છે. તેથી જ્યાં પુઢવીકાલ શબ્દ પ્રયોગ હોય ત્યાં પૃથ્વીકાયની કાયસ્થિતિ પ્રમાણ અસંખ્યાનકાળ ગ્રહણ થાય છે.
વનસ્પતિકાયની કાયસ્થિતિ ઃ– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે, કોઈ જીવ ભવભ્રમણ કરતાં સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદમાં નિરંતર જન્મ મરણ કરતા રહે તો, બંને મળીને અનંતકાલ વ્યતીત થાય છે. વનસ્પતિનો અનંત કાલ, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલપ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ તથા આવૃલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે.