Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સત્તરમું પદ લેશ્યાઃ ઉદ્દેશક-૪
[ ૪૦૫ ] णीललेसं काउलेसं तेउलेसं सुक्कलेस्सं पप्प जाव भुज्जो भुज्जो परिणमइ । ભાવાર્થ:- આ જ રીતે કાપોતલેશ્યા-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, તેજોલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યાને પામીને; આ જ રીતે તેજલેશ્યા- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, પાલેશ્યા અને શુક્લલશ્યાને પામીને; પદ્મવેશ્યા- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, શુક્લલેશ્યાને પામીને તે-તે રૂપે તેના જ સ્વરૂપે વારંવાર પરિણમે છે.
८ से णूणं भंते ! सुक्कलेस्सा किण्हलेस्संणीललेस्सं काउलेस्सं तेउलेस्सं पम्हलेस्सं पप्प जाव भुज्जो भुज्जो परिणमइ ? हंता गोयमा ! एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શુક્લલેશ્યા શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોવેશ્યા, પત્રલેશ્યાને પ્રાપ્ત થઈને તેના રૂપે, તેના વર્ણરૂપે, ગંધાદિરૂપે વારંવાર પરિણમે છે? ઉત્તર- હા, ગૌતમ ! તે-તે વારંવાર પરિણમે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં કૃષ્ણાદિ લેશ્યાઓના વિવિધ પ્રકારના પરિણમનની પ્રરૂપણા છે. લેશ્યા પરિણમન - પરિણમન = પરિવર્તન. એક વેશ્યાદ્રવ્યના પુદ્ગલોનું બીજી વેશ્યા દ્રવ્યના પુલ રૂપે તથા તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપે પરિવર્તિત થવાને, એક વેશ્યા દ્રવ્યોનું અન્ય લેશ્યાદ્રવ્ય રૂપે થતાં પરિણમનને વેશ્યા પરિણામ કહે છે.
નારકી અને દેવતાના ભવમાં દ્રવ્યલેશ્યા ભવપર્યત અવસ્થિત રહે છે. મનુષ્ય અને તિર્યંચભવમાં ભાવલેશ્યા પ્રમાણે દ્રવ્યલેશ્યામાં પરિવર્તન થયા કરે છે. પુદ્ગલના પરિણમનના સિદ્ધાંતાનુસાર એક લેશ્યા દ્રવ્યના પુદ્ગલો અન્ય વેશ્યાદ્રવ્યના પુદ્ગલોનો સંયોગ પામીને તે-તે સ્વરૂપે પરિણમન પામે છે.
લેશ્યાનું પોતાનું સ્વરૂપ છોડી અન્ય લેશ્યરૂપે પરિણત થવું અને વેશ્યાનું પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના અન્ય લેશ્યરૂપે પરિણત થવું, આ પરિણમનના બે સિદ્ધાંતોને અહીં બે દષ્ટાંત દ્વારા સમજાવ્યા છે– (૧) જેમ દૂધ, દહીંનો સંયોગ પામીને ક્રમશઃ દહીંના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત થઈને દહીં સ્વરૂપ બની જાય છે. અથવા જેમ શ્વેત વસ્ત્ર મજીઠીઓ આદિ કોઈ પણ રંગના પુગલોનો સંયોગ પામીને ક્રમશઃ તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત થઈને મજીઠીયા રંગ સ્વરૂપ બની જાય છે. તેમ કૃષ્ણલેશ્યાના પુદ્ગલો પણ નીલલેશ્યાના પુદ્ગલોનો સંયોગ પામીને ક્રમશઃ નીલલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રૂપે પરિણત થઈને નીલલેશ્યા બની જાય છે. તે જ રીતે નીલલેશ્યા-કાપોતલેશ્યા રૂપે; કાપોતલેશ્યા-તેજોલેશ્યા રૂપે; તેજોલેશ્યા-પઘલેશ્યા રૂપે અને પદ્મલેશ્યા-શુક્લલેશ્યા રૂપે પરિણત થઈ શકે છે.
(૨) જે રીતે એક વેશ્યા અન્ય વેશ્યા રૂપે પરિણત થાય છે તે જ રીતે કૃષ્ણલેશ્યા, નીલાદિ પાંચ લેશ્યામાંથી કોઈ પણ લેશ્યા પુગલોના સંયોગે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના પણ તરૂપે પરિણત થઈ શકે છે. જેમ વૈડૂર્યમણિ સફેદ દોરામાં પરોવતા સફેદ લાગે અને લાલ, પીળા આદિ જે રંગના દોરામાં પરોવીએ, તો તે રંગને ધારણ કરે છે. તેમ કૃષ્ણલેશ્યાના પુદ્ગલોને નીલલેશ્યા, કાપોતલેશ્યા આદિ જે લેશ્યાના પગલોનો સંયોગ થાય, તે લેશ્યા રૂપે દેખાવ માત્રથી પરિણત થઈ જાય છે.