Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૯૦]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૨
અને મહાઋદ્ધિનું વર્ણન છે.
સામાન્ય રીતે પૂર્વ-પૂર્વેની કૃષ્ણાદિ લેશ્યાવાળા અલ્પદ્ધિક છે અને ક્રમશઃ ઉત્તરોત્તર વેશ્યાવાળા મહદ્ધિક છે. આ જ પ્રમાણે નૈરયિકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોના વિષયમાં, જે જીવોમાં જેટલી લેશ્યા હોય તે પ્રમાણે તેમાં અલ્પદ્ધિકપણું અને મહર્તૃિકપણું સમજી લેવું જોઈએ. ૨૬ મતિ – પ્રસ્તુત ઉપલબ્ધ સુત્ર પાઠમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ક્રમથી અલ્પદ્ધિક મહદ્ધિકનું કથન છે. પરંતુ વડુ મલિઆ પાઠથી એમ સૂચવ્યું છે કે અહીં કેટલાક આચાર્યોના મતે ૨૪ દંડકના ક્રમથી અલ્પદ્ધિક-મહર્તિકના કથનનો પાઠ છે. આ પ્રકારની સૂચના દેવર્ધ્વિગણિ આચાર્યના શાસ્ત્ર લેખનના સમયે સૂત્રપાઠોમાં કરવામાં આવી છે એવી પરંપરા સર્વ માન્ય છે.
છે બીજો ઉદેશો સંપૂર્ણ |