Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સત્તરમું પદ : લેશ્યા : ઉદ્દેશક-૩
૩૯૧
સત્તરમું લેશ્યા પદ : ત્રીજો ઉદ્દેશક
TaP/////////////////
ચોવીશ દંડકના જીવોમાં ઉત્પત્તિ અને ઉર્તનઃ
१ णेरइए णं भंते ! णेरइएसु उववज्जति ? अणेरइए णेरइएसु उववज्जति ? गोयमा ! णेरइए णेरइएसु उववज्जइ, णो अणेरइए णेरइएसु उववज्जति । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું નારકી નરકમાં ઉત્પન્ન થાય છે કે અનારકી નરકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! નારકી નરકમાં ઉત્પન્ન થાય છે, અનારકી નરકમાં ઉત્પન્ન થતો નથી. આ જ રીતે ભવનપતિથી લઈને વૈમાનિક સુધી પ્રત્યેક જીવની ઉત્પત્તિ સંબંધી કથન કરવું જોઈએ.
२ णेरइए णं भंते ! णेइएहिंतो उव्वट्टइ ? अणेरइए णेरइएहिंतो उव्वट्टइ ? गोयमा ! अणेरइए णेरइएहिंतो उव्वट्टति, णो णेरइए णेरइएहिंतो उव्वट्टइ । एवं जाव वेमाणिए, णवरं- जोइसिय-वेमाणिएसु चयणं ति अभिलाओ कायव्वो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરિયક નરકમાંથી ઉર્તન કરે છે અર્થાત્ નીકળે છે કે અનૈરિયક નરકમાંથી નીકળે છે ? ઉત્તર- હે ગૌતમ ! અનૈરયિક(નારકી સિવાયનો જીવ) નરકમાંથી નીકળે છે. નૈરિયક નરકમાંથી નીકળતો નથી.
આ જ પ્રમાણે વૈમાનિક સુધીના ચોવીસ દંડકમાં ઉર્તન સંબંધી કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે જ્યોતિષ્ક અને વૈમાનિકના વિષયમાં ‘ચ્યવન’ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્પત્તિ અને ઉર્તન સંબંધી ૠજુસૂત્રનયની અપેક્ષાએ પ્રરૂપણા કરી છે. ગેરફર ગેરતુ સવવજ્ગર્... નૈરયિક, નરકમાં ઉત્પન્ન થાય છે. વ્યવહારનયથી નારકી મરીને નરકમાં જન્મ ધારણ કરતા નથી. કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે પરંતુ ૠજુસૂત્ર નયની દૃષ્ટિએ નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે.
તેનો આશય એ છે કે જીવને નરકાયુષ્યનો ઉદય થાય ત્યારથી જ તે નૈરયિક કહેવાય છે. નરકમાં ઉત્પન્ન થનાર મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય જીવ પોતાનું મનુષ્ય કે તિર્યંચ ગતિનું આયુષ્ય પૂર્ણ કરીને મૃત્યુ પામે ત્યારથી જ તેના નરકાયુષ્યનો પ્રારંભ થઈ જાય છે અર્થાત્ વિગ્રહગતિમાં તેને નરકાયુષ્યનો જ ઉદય હોય અને ત્યારથી જ તે નારકી કહેવાય છે. આ રીતે ૠજુસૂત્રનયની દૃષ્ટિએ જીવ જ્યારે નરકમાં ઉત્પન્ન થાય, ત્યારે તેની નારક પર્યાયનો પ્રારંભ થઈ જવાથી તે નારક હોય છે. તેથી સૂત્રકારે કહ્યું છે કે નૈયિક, નરકમાં ઉત્પન્ન થાય છે; અનૈરયિક અર્થાત્ તિર્યંચાયુ કે મનુષ્યાયુનું વેદન કરનાર જીવ નરકમાં ઉત્પન્ન થતો નથી. આ જ રીતે ચોવીસે દંડકના જીવોમાં સમજવું.
અળેરણ ખેર હતો સદ્... અનૈયિક, નરકમાંથી ઉર્તન પામે છે અર્થાત્ નીકળે છે. જીવનું નરક ભવનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જ તેનું મૃત્યુ થાય અને તે જીવ નરકમાંથી નીકળે છે, નરકાયુષ્ય પૂર્ણ