Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સોળમું પદ : પ્રયોગ
અપ્લાયિકોથી લઈ વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે વાયુકાયિકોને પાંચ પ્રકારના પ્રયોગ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક શરીર કાયપ્રયોગ, (૨) ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ (૩) વૈક્રિય શરીર કાયપ્રયોગ (૪) વૈક્રિય મિશ્ર શરીર કાયપ્રયોગ અને (૫) કાર્યણ શરીર કાય- પ્રયોગ.
૧| નેવિયાળ ખં ભંતે! વિષે પત્રોને પળત્તે ? ગોયમા ! પબ્લિન્ને પગોને પળત્તે, तं जहा - असच्चामोसवइप्पओगे, ओरालियसरीर कायप्पओगे । ओरालियमीससरीरकायप्पओगे, कम्मासरीरकायप्पओगे । एवं जाव चउरिंदियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે ?
૩૧૫
ઉત્તર– હે ગૌતમ ! ચાર પ્રકારના પ્રયોગ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) અસત્યામૃષા વચન પ્રયોગ, (૨) ઔદારિક શરીર કાયપ્રયોગ (૩) ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગ અને (૪) કાર્યણ શરીરકાય પ્રયોગ. આ જ રીતે તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના પ્રયોગના વિષયમાં જાણવું જોઈએ. ६ पंचेदियतिरिक्खजोणियाणं णं भंते ! कइविहे पओगे पण्णत्ते ?
ગોયમા ! તેરસવિદ્દે પોને પળત્તે, તં નહીં- સત્ત્વમપ્પોને, મોસમળપ્પોને, सच्चा-मोसमणप्पओगे, असच्चामोसमणप्पओगे, एवं वइप्पओगे वि, ओरालियसरीरकायप्पओगे, ओरालियमीसासरीरकायप्पओगे, वेडव्वियसरीरकायप्पओगे, वेडव्वियमीसासरीरकायप्पओगे, कम्मासरीकायप्पओगे ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે ?
=
ઉત્તર– હે ગૌતમ ! તેર પ્રકારના પ્રયોગ હોય છે, તે આ પ્રમાણે – (૧) સત્યમનપ્રયોગ, (૨) મૃષા મનપ્રયોગ, (૩) સત્યમૃષા મનપ્રયોગ, (૪) અસત્યામૃષા મનપ્રયોગ, આ જ રીતે ચાર પ્રકારના (પથી૮) વચનપ્રયોગ, (૯) ઔદારિક શરીર કાયપ્રયોગ, (૧૦) ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ (૧૧) વૈક્રિય શરીર કાયપ્રયોગ, (૧૨) વૈક્રિય મિશ્ર શરીર કાયપ્રયોગ અને (૧૩) કાર્પણ શરીર કાયપ્રયોગ.
७ मणूसाणं णं भंते ! कइविहे पओगे पण्णत्ते ? गोयमा ! पण्णरसविहे पओगे पण्णत्ते। तं जहा - सच्चमणप्पओगे जाव कम्मासरीरकायप्पओगे । वाणमंतर जोइसिय वेमाणियाणं जहा णेरइयाणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! પંદર પ્રકારના પ્રયોગ હોય છે, તે આ પ્રમાણે છે– સત્યમનપ્રયોગથી લઈ કાર્મણ શરીર કાયપ્રયોગ. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોના પ્રયોગના વિષયમાં નૈરયિકોની સમાન જાણવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવોને પ્રાપ્ત થતાં પ્રયોગોનું નિરૂપણ છે.
સમુચ્ચય જીવ– સમુચ્ચય જીવમાં ૨૪ દંડકના સર્વ જીવોનો સમાવેશ થતો હોવાથી તેમાં ચાર મનના, ચાર વચનના અને સાત કાયાના કુલ પંદર પ્રકારના પ્રયોગ હોય છે.