Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્ત્તક, ગણિ, ગણધર અથવા ગણાવચ્છેદકને ઉદ્દેશીને જે ગતિ થાય, તેને ઉદ્દિશ્ય પ્રવિભક્ત ગતિ કહે છે.
૩૪૨
५० सेकं तं भंते ! चउपुरिसपविभत्तगई ? गोयमा ! चउपुरिसपविभत्तगई - से जहाणामए चत्तारि पुरिसा समगं पट्ठित्ता समगं पज्जुवट्ठिया; समगं पट्ठित्ता विसमं पज्जुवट्ठिया; विसमं पट्ठित्ता समगं पज्जुवट्ठिया; विसमं पट्ठित्ता विसमं पज्जुवा । तं चपुरिसपविभत्तगई ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ચતુઃપુરુષ પ્રવિભક્ત ગતિ કોને કહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) કોઈ ચાર પુરુષોએ એક સાથે પ્રસ્થાન કર્યું અને એક સાથે જ પહોંચ્યા, (૨) ચાર પુરુષોનું એક જ સાથે પ્રસ્થાન થયું પરંતુ ભિન્ન-ભિન્ન સમયે પહોંચ્યા (૩) ચાર પુરુષોનું પ્રસ્થાન ભિન્ન-ભિન્ન સમયે થયું પણ એક સાથે પહોંચ્યા અને (૪) ચાર પુરુષોનું પ્રસ્થાન પણ ભિન્ન-ભિન્ન સમયે થયું અને ભિન્ન-ભિન્ન સમયે પહોંચ્યા. આ ચાર પુરુષોની ચતુર્વિકલ્પાત્મક ગતિને ચતુઃપુરુષ પ્રવિભક્ત ગતિ કહે છે.
શું છે નિત ભંતે ! વંદું ? ગોયમા ! વંશ- વનવ્વિા પળત્તા, તું બહાપટ્ટાયા, થંમળયા, તેસળયા, પવડળયા, સેતેં વંદ્
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! વક્રગતિ કોને કહે છે ? ઉત્તર– હે ગૌતમ ! વક્રગતિના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઘટ્ટનતા (૨) સ્તંભનતા, (૩) શ્લેષણતા અને (૪) પ્રપતનતા. આ વક્રગતિનું નિરૂપણ છે. ५२ से किं तं भंते ! पंकगई ? गोयमा ! पंकगई- से जहाणामए केइ पुरिसे सेयंसि वा पंकंसि वा उदयंसि वा कार्य उव्वहिया गच्छइ । से तं पंकगई ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પંકતિ કોને કહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ કાદવ, કીચડ કે જળમાં પોતાના શરીરને ટેકો આપીને જે ગતિ કરે, તે પંકગતિ છે.
५३ से किं तं भंते ! बंधणविमोयणगई ?
गोयमा ! बंधणविमोयणगई - जण्णं अंबाण वा अंबाडगाण वा माउलुंगाण वा बिल्ला वा कविट्ठाण वा भल्लाण वा फणसाण वा दाडिमाण वा पारेवताण वा अक्खोडाण वा चोराण वा बोराण वा तिंदुयाण वा पक्काणं परियागयाणं बंधणाओ विप्पमुक्काणं णिव्वाघाए णं अहे वीससाए गई पवत्तइ । से तं बंधणविमोयणगई। से तं विहायगई । से तं गइप्पवाए । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બંધનવિમોચન ગતિ કોને કહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! અત્યંત પાકેલા અને બંધનથી છૂટા(જુદા) પડેલા કેરી, આમ્રાતક, બિજોરા, બીલા, કોઠા, સીતાફળ, દાડમ, પારાવત, અખરોટ, ચોરાફળ(ચાર), બોર અને હિંદુક ફળોની નિર્વ્યાઘાત પ્રતિબંધ રહિત સ્વાભાવિક નીચે તરફ ગતિ થાય છે, તેને બંધન વિમોચનગતિ કહે છે. આ બંધન વિમોચન ગતિનું નિરૂપણ છે. આ રીતે વિહાયોગતિની પ્રરૂપણા અને ગતિ પ્રપાતનું વર્ણન પૂર્ણ થાય છે.