Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૧
[ ૩૫૯]
गोयमा !जहा ओहिया, णवर-णेरइया वेयणाएमाईमिच्छद्दिट्ठिउववण्णगा य अमाइसम्मद्दिट्टि उववण्णगा य भाणियव्वा । सेसं तहेव जहा ओहियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણ લેશી બધા નૈરયિકો સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા છે? ઉત્તર- હે ગૌતમ ! જેવી રીતે સમુચ્ચય નૈરયિકોનું કથન કર્યું છે, તે જ રીતે કૃષ્ણલેશી નૈરયિકનું કથન પણ સમજી લેવું. વિશેષતા એ છે કે વેદનામાં મારી મિથ્યાદષ્ટિ ઉપપત્રક અને અમાથી સમ્યગ્દષ્ટિ ઉપપત્રક, આ બે પ્રકાર કહેવા જોઈએ. શેષ કર્મ, વર્ણ, લેશ્યા, ક્રિયા અને આયુષ્ય આદિનું સમસ્ત કથન સમુચ્ચય નારકીની જેમ જાણવું. | १९ असुरकुमारा जाव वाणमंतरा एते जहा ओहिया, णवरं- मणूसाणं किरियाहिं व तत्थ णं जे
ते सम्मद्दिट्टि ते तिविहा पण्णत्ता, तं जहा- संजया असंजया
ते संजयासंजया य, जहा ओहियाणं । जोइसिय-वेमाणिया आइल्लिगासुतिसु लेस्सासु ण पुच्छिति । एवं जहा किण्हलेस्सा चारिया तहा णीललेस्सा वि चारियव्वा । ભાવાર્થ- કૃષ્ણલેશી અસુરકુમારાદિદશ ભવનપતિ દેવો, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વાણવ્યંતર દેવોમાં સમાહારાદિનું કથન સમુચ્ચય અસુરકુમારની જેમ જાણવું જોઈએ, પરંતુ મનુષ્યોની ક્રિયામાં વિશેષતા છે– જે રીતે સમુચ્ચય મનુષ્યોનું ક્રિયા વિષયક કથન કર્યું છે, તેવી જ રીતે કૃષ્ણલેશી મનુષ્યોનું કથન કરવું યાવત્ 'તેઓમાં સમ્યગૃષ્ટિના ત્રણ પ્રકાર છે, સંયત, અસંયત અને સંયતાસંયત, ઈત્યાદિ કથન પૂર્વવત જાણવું જોઈએ અર્થાત્ મનુષ્યોમાં ક્રિયા વિષયક કથનમાં સરાગસંયત, વીતરાગ સંયત, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત આદિ ભેદ ન કરવા.
જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં કૃષ્ણ, નીલ અને કાપોત, આ ત્રણ લેશ્યાઓના વિષયમાં પૃચ્છા ન કરવી. આ રીતે જેમ કુષ્ણલેશી જીવોનો વિચાર કર્યો છે, તે જ રીતે નીલલેશી જીવોનો પણ વિચાર કરવો જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કૃષ્ણલેશી અને નીલલેશી જીવોમાં સમાન આહારાદિ વિષયોનું નિરૂપણ છે.
જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને છોડીને શેષ બાવીસ દંડકના જીવોમાં કૃષ્ણલેશ્યા અને નીલલેશ્યા હોય છે.
કૃષ્ણલેશી નૈરયિકોમાં વેદનાને છોડીને શેષ સમાહાર આદિ છ વિષયોનું કથન પૂર્વવતુ જાણવું અર્થાત્ મહાશરીરવાળા કૃષ્ણલેશી નારકી જીવો અધિક પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે, ઘણા પુદ્ગલોનું પરિણમન કરે છે, ઘણા પગલોને શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને છોડે છે અને અલ્પ શરીરી કૃષ્ણલેશી નારકીઓ થોડા પુગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે. થોડા પુદ્ગલોનું પરિણમન કરે છે.
પૂર્વોત્પન્ન કૃષ્ણલેશી નારકી અલ્પકર્મ, વિશુદ્ધ વર્ણ અને વિશુદ્ધ વેશ્યાવાળા હોય છે, પાદુત્પન્નક કૃષ્ણલેશી નારકીઓ મહાકર્મ, અવિશુદ્ધવર્ણ અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે. નવરં વેરા વેચાણ:- સમુચ્ચય નારકીમાં અસંજ્ઞીભૂત નારકીઓને અલ્પવેદના અને સંજ્ઞીભૂત નારકીઓને મહાવેદના હોય છે, તે પ્રમાણે કથન છે. પરંતુ કુષ્ણલેશી નારકી પાંચમી, છઠ્ઠી અને સાતમી