Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સોળમું પદઃ પ્રયોગ
[ ૩૨૯ ]
અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૧૫) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ, અનેક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૧૬) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી અનેક આહારક શરીર કાયપ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, આ પ્રમાણે સોળ ભંગ થાય છે. સર્વે મળીને અસંયોગી–૧(શાશ્વત), દ્વિસંયોગીના-૮, ત્રિસંયોગીના- ૨૪, ચાર સંયોગીના-૩ર અને પાંચ સંયોગીના-૧૬, એમ કુલ ૧+૮+૨૪ + ૩૨ + ૧૬ = ૮૧ ભંગ થાય છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોના પ્રયોગ સંબંધી ભંગોનું નિરૂપણ છે. મનષ્યોમાં શાશ્વત પ્રયોગ– મનુષ્યોમાં પંદર પ્રયોગ હોય છે, તેમાંથી ચાર મનના પ્રયોગ, ચાર વચનના પ્રયોગ, ઔદારિક કાયપ્રયોગ, વૈક્રિય કાયપ્રયોગ અને વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ, આ અગિયાર પ્રયોગવાળા અનેક જીવો હંમેશાં હોય છે; તેથી અગિયાર પ્રયોગ શાશ્વત છે. મનુષ્યોમાં વિદ્યાધરો, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ અનેક મનુષ્યોને વૈક્રિય લબ્ધિ હોય છે. પંદર કર્મભૂમિ ક્ષેત્રની અપેક્ષાએ વિકુવર્ણા કરનારા જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે. તેથી વૈક્રિય કાયપ્રયોગી અને વૈક્રિયમિશ્ર કાયપ્રયોગી જીવો શાશ્વત છે. મનુષ્યોમાં અશાશ્વત પ્રયોગ– મનુષ્યોમાં ઔદારિક મિશ્ર કાયપ્રયોગ, કાર્પણ કાયપ્રયોગ, આહારક કાયપ્રયોગ અને આહારક મિશ્ર કાયપ્રયોગ, આ ચાર પ્રયોગ અશાશ્વત છે. મનુષ્યોમાં ઉત્પત્તિનો વિરહકાલ બાર મુહુર્તનો છે. તે વિરહકાલમાં એક પણ જીવ વિગ્રહગતિમાં હોતા નથી, તેથી તે સમયે કાર્પણ કાયપ્રયોગી મનુષ્યો હોતા નથી અને તે સમયે અપર્યાપ્તા મનુષ્યો પણ ન હોવાથી ઔદારિક મિશ્ર કાયપ્રયોગી હોતા નથી. આ રીતે ઉત્પત્તિ વિરહકાલની અપેક્ષાએ- (૧) ઔદારિક મિશ્ર કાયપ્રયોગ અને (૨) કાર્પણ શરીર કાયપ્રયોગ અશાશ્વત છે.
શ્રી ભગવતીસૂત્ર શતક–૮–૧ પ્રમાણે મનુષ્યોને પર્યાપ્તાવસ્થામાં પણ ઔદારિક મિશ્રકાયપ્રયોગ હોવાનું સ્પષ્ટ થાય છે. તે અનુસાર વૈક્રિય કે આહારક લબ્ધિનું સંહરણ કરીને મૂળ ઔદારિક શરીરમાં આવવાના સમયે ઔદારિક મિશ્ર કાયપ્રયોગ હોય છે. તેમ છતાં અત્યંત અલ્પ સમયના કારણે તે લબ્ધિ નિમિત્તક ઔદારિક મિશ્ર કાયપ્રયોગ પણ અશાશ્વત હોય છે. આ રીતે અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્ર કાયપ્રયોગી જીવો અને વૈક્રિય કે આહારક લબ્ધિની સંહરણ અવસ્થાના ઔદારિક મિશ્ર કાયપ્રયોગી જીવો, તેમ બંને મળીને પણ સદા પ્રાપ્ત થતા નથી. તેથી મનુષ્યોમાં ઔદારિક મિશ્ર કાયપ્રયોગ અશાશ્વત હોય છે.
આહારક શરીરી જીવોનું ઉત્કૃષ્ટ અંતર છ માસનું છે. આહારક શરીરના અંતરમાં આહારક કાયપ્રયોગી અને આહારક મિશ્ર કાયપ્રયોગી મનુષ્યો હોતા નથી.
આ રીતે મનુષ્યોમાં ચાર પ્રયોગ અશાશ્વત અને શેષ અગિયાર પ્રયોગ શાશ્વત છે. ભંગસંખ્યા- જ્યારે ઔદારિક મિશ્ર આદિ ચારે અશાશ્વતપ્રયોગી જીવો ન હોય ત્યારે ચાર મનના, ચાર વચનના અને ઔદારિક કાયપ્રયોગ, વૈક્રિય કાયપ્રયોગ અને વૈક્રિયમિશ્ર કાયપ્રયોગ; તે અગિયાર પ્રયોગવાળા મનુષ્યો ઘણા-ઘણાં હોય છે, તેથી તે શાશ્વતનો એક પ્રથમ ભંગ થાય છે. શાશ્વત સાથેના હિસંયોગી આઠ ભંગ– (૧) ઘણા જીવો અગિયાર પ્રયોગવાળા +(એક મનુષ્ય ઉત્પન્ન