Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સોળમું પદઃ પ્રયોગ
[ ૩૩૩]
| १९ जीवा णं भंते ! किं सच्चमणप्पओगगई जाव कम्मगसरीरकायप्पओगगई ? गोयमा! जीवा सव्वे वि ताव होज्जा सच्चमणप्पओगगई वि, एवं तं चेव पुव्ववणियं भाणियव्वं, भंगा तहेव जाव वेमाणियाणं, से तं पओगगई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો શું સત્યમન પ્રયોગ ગતિવાળા છે યાવત્ કાર્મણ શરીર કાયપ્રયોગ ગતિવાળા છે? ઉત્તર-હે ગૌતમ! સર્વ જીવો સત્યમન પ્રયોગગતિવાળા પણ હોય છે, ઈત્યાદિ પૂર્વવતુ અનેક જીવોમાં સર્વ ભંગોનું કથન કરવું જોઈએ. આ રીતે નૈરયિકોથી લઈ વૈમાનિકો સુધી કહેવું જોઈએ. આ પ્રયોગગતિની પ્રરૂપણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રયોગગતિના ભેદ અને ૨૪ દંડકમાં પ્રાપ્ત થતી પ્રયોગગતિનું નિરૂપણ છે.
પ્રયોગના પંદર ભેદની જેમ પ્રયોગગતિના પણ પંદર ભેદ છે. પ્રયોગની જેમ જ સમુચ્ચય જીવોમાં પંદર પ્રકારની પ્રયોગગતિ હોય છે.
નારકી-દેવતામાં અગિયાર પ્રકારની પ્રયોગગતિ; પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિમાં ત્રણ પ્રકારની પ્રયોગ ગતિ, વાયુકાયમાં પાંચ પ્રકારની પ્રયોગ ગતિ; ત્રણ વિકસેન્દ્રિયમાં ચાર પ્રકારની પ્રયોગ ગતિ; તિર્યંચ પંચેન્દ્રિયમાં તેર પ્રકારની પ્રયોગ ગતિ અને મનુષ્યોમાં પંદર પ્રકારની પ્રયોગ ગતિ હોય છે. તતગતિ:| २० से किं तं भंते ! ततगई ? गोयमा ! ततगई जेणं जंगाम वा जाव सण्णिवेसं वा संपट्ठिए असंपए अंतरापहे वट्टइ । से तं ततगई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તતગતિ શું છે? ઉત્તર- હે ગૌતમ! તતગતિ એટલે જે ગામ અથવા શનિવેશ માટે નીકળેલી વ્યક્તિ તે સ્થાનમાં પહોંચી ન હોય, વચ્ચે માર્ગમાં ચાલતો હોય, તે સમયની ગતિને તતગતિ કહે છે. બંધન-છેદન ગતિઃ| २१ से किं तं भंते ! बंधणच्छेयणगई ? गोयमा ! बंधणच्छेयणगई जेणं जीवो वा सरीराओ, सरीरं या जीवाओ । से तं बंधणच्छेयणगई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે બંધન છેદન ગતિનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! શરીરથી મુક્ત જીવની અને જીવથી મુક્ત શરીરની ગતિને બંધન છેદન ગતિ કહે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં બંધન-છેદન ગતિનું નિરૂપણ છે. બંધનનું છેદન થવાથી જે ગતિ થાય તે બંધન-છેદન ગતિ છે. જીવને આયુષ્યકર્મનું બંધન હોય ત્યાં સુધી આ શરીરમાં રહેવું પડે છે. જ્યારે તે બંધન છૂટે ત્યારે શરીર જીવથી મુક્ત થાય અને જીવ શરીરથી મુક્ત થાય છે. જીવથી મુક્ત થયેલા શરીરની અને શરીરથી મુક્ત થયેલા જીવની જે ગતિ થાય, તેને બંધન છેદન ગતિ કહે છે.