Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પંદરમું પદ ઃ ઇન્દ્રિય ઃ ઉદ્દેશક-૨
(૧૧) દ્રવ્યેન્દ્રિય ઃ– બે કાન, બે આંખ, બે નસકોરા, એક જીભ અને એક સ્પર્શેન્દ્રિય, તે આઠ દ્રવ્યેન્દ્રિય છે. (૧૨) ભાવેન્દ્રિય ઃ– શ્રોતેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયોથી થતા બોધમાં અંતરંગ કારણરૂપ ઇન્દ્રિયનો ક્ષયોપશમ, તે ભાવેન્દ્રિય છે.
૨૭૧
અગિયારમા અને બારમા બંને દ્વારોમાં અતીત, બદ્ધ અને પુરસ્કૃત ઇન્દ્રિયોનું વર્ણન છે અર્થાત્ સંસારી જીવો દ્વારા ભૂતકાળમાં પ્રાપ્ત કરેલી, વર્તમાનમાં પ્રાપ્ત અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારી ઇન્દ્રિયોનું એકવચન અને બહુવચનના માધ્યમે ચાર વિકલ્પો દ્વારા વિસ્તૃત નિરૂપણ છે.
(૧) ઇન્દ્રિયોપચય દ્વાર :
२ कइविहे णं भंते! इंदिओवचए पण्णत्ते ? गोयमा ! पंचविहे इंदिओवच पण्णत्ते, तं जहा- सोइंदिओवचए चक्खिदिओवचए घाणिंदिओवचए जिब्भिदिओवचए फासिंदिओवचए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઇન્દ્રિયોપચયના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ ! ઇન્દ્રિયોપચયના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોતેન્દ્રિયોપચય, (૨) ચક્ષુરિન્દ્રિયોપચય, (૩) ઘ્રાણેંદ્રિયોપચય,(૪) જિહેન્દ્રિયોપચય, અને (૫) સ્પર્શેન્દ્રિયોપચય.
३ णेरइयाणं भंते ! कइविहे इंदिओवचए पण्णत्ते ? गोयमा ! पंचविहे इंदिओवचए पण्णत्ते, तं जहा- सोइंदिओवचए जाव फासिंदिओवचए। एवं जाव वेमाणियाणं । जस इ इंदिया तस्स तइविहो चेव इंदिओवचयो भाणियव्वो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિકોના ઇન્દ્રિયોપચયના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકોના ઇન્દ્રિયોપચયના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિયોપચય યાવત્ સ્પર્શેન્દ્રિયોપચય આ જ રીતે અસુરકુમારોથી વૈમાનિક દેવો પર્યંતના ઇન્દ્રિયોપચયના વિષયમાં જેને જેટલી ઇન્દ્રિયો હોય તે પ્રમાણે કથન કરવું જોઈએ.
(૨-૩) નિર્વર્તના-સમય દ્વાર :
४ कइविहा णं भंते ! इंदियणिव्वत्तणा पण्णत्ता ? गोयमा ! पंचविहा इंदियणिव्वत्तणा पण्णत्ता, तं जहा- सोइंदियणिव्वत्तणा जाव फासिंदियणिव्वत्तणा । एवं णेरइयाणं जाव वेमाणियाणं । णवरं - जस्स जइ इंदिया अत्थि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઇન્દ્રિય નિર્વર્તના(નિવૃત્તિ)ના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિયનિર્વર્તનાના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિયનિર્વર્તના યાવત્ સ્પર્શેન્દ્રિયનિર્વર્તના.
આ રીતે નૈરિયકોથી લઈને વૈમાનિકો સુધી નિર્વર્તના-વિષયક પ્રરૂપણા કરવી જોઈએ. વિશેષતા એ છે કે જેને જેટલી ઇન્દ્રિયો હોય તેટલી ઇન્દ્રિયનિર્વર્તના કહેવી જોઈએ.
५ सोइंदियणिव्वत्तणा णं भंते ! कइसमइया पण्णत्ता ? गोयमा ! असंखिज्जसमइया अंतोमुहुत्तिया पण्णत्ता, एवं जाव फासिंदियणिव्वत्तणा । एवं णेरइयाणं जाव वेमाणियाणं ।