Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દશમું પદ : ચરમ
છવ્વીસ ભંગોનું સ્વરૂપ –
(૧) એક ચરમ– દ્વિપ્રદેશી સંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે એક પ્રતરના બે આકાશ પ્રદેશ ઉપર એક શ્રેણીમાં સ્થિત થાય છે, ત્યારે એક પ્રદેશની અપેક્ષાએ બીજો અને બીજા પ્રદેશની અપેક્ષાએ પહેલો પ્રદેશ ચરમ કહેવાય છે. આ રીતે એક ચરમ રૂપ આ પ્રથમ ભંગ ઘટિત થાય છે.
(૨) એક અચરમ– અચરમ એટલે મધ્યમ. ચરમ વિના મધ્યમ શક્ય નથી, તેથી આ ભંગ શૂન્ય
છે.
(૩) એક અવક્તવ્ય– પરમાણથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય છે, ત્યારે તે ચરમ અથવા અચરમ શબ્દથી વાચ્ય થતો ન હોવાથી એક અવક્તવ્ય કહેવાય છે.
(૪) અનેક ચરમ– અચરમ વિના અનેક ચરમ શક્ય ન હોવાથી આ ભંગ શૂન્ય છે.
(૫) અનેક અચરમ- ચરમ વિના અચરમ શક્ય ન હોવાથી આ ભંગ શૂન્ય છે.
૧૦૧
(૬) અનેક અવક્તવ્ય– ચરમ-અચરમ વિના અનેક અવક્તવ્ય સંભવિત ન હોવાથી આ ભંગ શૂન્ય છે.
(૭) એક ચરમ, એક અચરમ- પાંચ પ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે એક
પ્રતરના પાંચ આકાશ પ્રદેશ પર આડી ઊભી શ્રેણી રૂપે સ્થિત થાય, ત્યારે તેમાં એક પ્રદેશ મધ્યમાં હોય છે અને તેની ચારે દિશામાં એક એક પ્રદેશ હોય છે. આ
રીતે સ્થિત તે સ્કંધોમાં મધ્યનો એક પ્રદેશ અચરમ કહેવાય છે અને ચારે દિશાના
ચાર પ્રદેશો ગોળાઈમાં એક પ્રતર પર સ્થિત હોવાથી એકત્વની વિવક્ષાએ એક ચરમ કહેવાય છે.
(૮) એક ચરમ, અનેક અચરમ- છ પ્રદેશી સંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે એક પ્રતરના છ આકાશ પ્રદેશ ઉપર આડી ઊભી શ્રેણી રૂપે સ્થિત થાય, ત્યારે
તેમાં બે પ્રદેશ મધ્યમાં હોય છે અને તેની ચારે દિશામાં એક-એક પ્રદેશ હોય છે. આ રીતે સ્થિત તે સ્કંધમાં મધ્યના બે પ્રદેશ અનેક અચરમ છે અને ચારે દિશાના એક-એક પ્રદેશ સાતમા ભંગની જેમ એકત્વ પરિણામે પરિણત હોવાથી એક ચરમ કહેવાય છે. આ રીતે આ ભંગ સાતમા ભંગની સમાન છે પરંતુ આ ભંગમાં મધ્યવર્તી બે અચરમ હોય છે.
(૯) અનેક ગરમ, એક અગરમ- ત્રણ પ્રદેશી સ્ક્રેપથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે એક પ્રતરના ત્રણ આકાશ પ્રદેશ ઉપર એક શ્રેણીમાં સ્થિત થાય, ત્યારે તેમાં મધ્યવર્તી એક પ્રદેશ અચરમ હોય છે અને તેની આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ રૂપ હોવાથી આ ભંગ ઘટિત થાય છે.
(૧૦) અનેક ચરમ, અનેક અચરમ– ચાર પ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જયારે એક પ્રતરના ચાર આકાશ પ્રદેશ ઉપર એક શ્રેણીમાં સ્થિત થાય, ત્યારે
તેમાં મધ્યવર્તી બે પ્રદેશ અનેક અચરમ હોય છે અને તેની આજુબાજુના બે પ્રદેશ અનેક ચરમ રૂપ હોવાથી આ ભંગ ઘટિત થાય છે. આ ભંગ નવમા ભંગની સમાન છે પરંતુ આ ભંગમાં મધ્યવર્તી અચરમ બે હોય છે.
•