Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૨
परस्सरे रासभे सियाले विराले सुणए कोलसुणए कोकंतिए ससए चित्तए चिल्ललए जेयावण्णे तहप्पगारा सव्वा सा एगवऊ ? हंता गोयमा ! मणुस्से जाव चिल्लल जेयावणे तहप्पगारा सव्वा सा एगवऊ ।
૧૪૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્ય, ભેંસ, અશ્વ, હાથી, સિંહ, વાઘ, વરૂ, દીપડો, રીંછ, તરક્ષ-એક જાતના વાઘ, ગેંડો, ગધેડો, શિયાળ, બિલાડો, કૂતરો, શિકારી કૂતરો, લોમડી, સસલું, ચિત્તો અને ચિલ્લલકવન્ય હિંસક પશુ, આ અને આવા પ્રકારના જે અન્ય, જીવ સૂચક શબ્દો છે, શું તે બધા એકવચનવાળા શબ્દો છે ?
ઉત્તર—હા, ગૌતમ ! મનુષ્યથી લઈને ચિલ્લલક સુધીના પ્રાણીઓ અને તેવા પ્રકારના અન્ય પ્રાણીઓ સૂચક શબ્દપ્રયોગ એકવચનવાળા હોય છે. અન્ય જેટલા પણ જીવો સંબંધી વચનપ્રયોગ છે, તે બધા એકવચન છે. [२१ अह भंते ! मणुस्सा जाव चिल्ललगा जे यावण्णे तहप्पगारा सव्वा सा बहुवऊ ? हंता गोयमा ! मणुस्सा जावचिल्ललगा सव्वा सा बहुवऊ ।
.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યોથી લઈને ચિલ્લલકો અને તેવા પ્રકારના જે અન્ય પ્રાણીવાચી શબ્દો છે, શું તે બધા બહુવચનાન્ત શબ્દો છે ? ઉત્તર– હા, ગૌતમ ! મનુષ્યો યાવત્ ચિલ્લલકો અને અન્ય પણ તેવા પ્રકારના જે પ્રાણી વાચક શબ્દપ્રયોગ છે, તે બધા બહુવચનાંત શબ્દો છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભાષાપ્રયોગમાં પ્રયુક્ત એકવચન અને બહુવચનનું સાપેક્ષ કથન સ્પષ્ટ કર્યું છે. જ્યારે બહુસંખ્યક વસ્તુઓનો કે જીવોનો સંગ્રહરૂપે એકવચનમાં પ્રયોગ કરાય ત્યારે તે અનેકના બોધ કરાવનાર શબ્દ પણ એકવચન રૂપ હોય છે. જેમ કે આ સેનામાં હાથી, ઘોડા, રથ અને પદાતિ છે; આ વનમાં સિંહ, વાઘ, રીંછ, ચિત્તા આદિ હિંસક પશુ ફરે છે; વગેરે. ભાષાપ્રયોગમાં એકવચનાંત પદ છે.
જ્યારે બહુસંખ્યક વસ્તુઓની કે જીવોની બહુ સંખ્યાને પ્રમુખતા આપીને તે શબ્દોનો બહુવચનાંત પ્રયોગ કરવામાં આવે તો તે બહુવચન રૂપ હોય છે. જેમ કે આ સાર્થમાં મનુષ્યો અને વાહનો છે. સંક્ષેપમાં મનુષ્ય, અશ્વ વગેરે શબ્દો બહુસંખ્યક જાતિવાચક છે. તેમાં પ્રયોગ વિશેષથી એકવચનનો પ્રયોગ હોય તો તે ભાષા દષ્ટિએ એકવચન કહેવાય અને બહુવચનનો પ્રયોગ હોય તો તે ભાષા દષ્ટિએ બહુવચન કહેવાય. ત્રણે ય લિંગમાં પ્રયુક્ત થતી ભાષા :
२२ अह भंते! मणुस्सी महिसी बलवा हत्थिणिया सीही वग्घी विगी दीविया अच्छी तरच्छी परस्सरी रासभी सियाली विराली सुणिया कोलसुणिया कोकंतिया ससिया चित्तिया चिल्ललिया जायावण्णा तहप्पगारा सव्वा सा इत्थिवऊ ? हंता गोयमा ! मणुस्सी जाव चिल्ललिया जायावण्णा तहप्पगारा सव्वा सा इत्थिवऊ ।
ભાવાર્થ [ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યાણી, ભેંસ, ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, વરૂ(સ્ત્રી), દીપડી, રીંછણ, એક પ્રકારની વાઘણ, ગેંડી, ગધેડી, શિયાલણી, બિલાડી, કૂતરી, શિકારી કૂતરી, લોમડી, સસલી, ચિત્તા (સ્ત્રી), ચિલ્લલિકા અને આ પ્રકારના અન્ય સ્ત્રી જાતિવાચી જે શબ્દો છે, તે બધા શું સ્ત્રીલિંગી શબ્દો છે? ઉત્તર- હા ગૌતમ! મનુષ્યાણી યાવત્ ચિલ્લલિકા અને અન્ય આ પ્રકારના જે સ્ત્રી જાતિવાચી શબ્દો છે, તે બધા શબ્દો સ્ત્રીલિંગી શબ્દો છે.