Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અગિયારમું પદ : ભાષા
[ ૧૪૫ ]
પદાર્થનો યથાર્થ બોધ થઈ જાય છે જેમ કે પૃથ્વી ખોદો, પાણી લાવો, ધાન્ય લઈ જાઓ. આ પ્રકારની ભાષાથી પદાર્થનો યથાર્થ બોધ થતો હોવાથી તે પ્રજ્ઞાપની ભાષા છે. પુવતિ પિUMવળી. પુથ્વી, અપુ અને ધાન્ય તે ત્રણ શબ્દો ક્રમશઃ સ્ત્રી, પુરુષ, નપુંસક આ ત્રણે લિંગવાચી છે. તે ભાષા પરલોકની સાધનામાં બાધક ન હોવાથી આરાધની છે, તે અસત્ય ભાષા નથી. વિથ... વ્યાકરણશાસ્ત્રના નિયમાનુસાર ત્રણે લિંગના શબ્દોનો પ્રયોગ કરનાર વ્યક્તિ પ્રજ્ઞાપની ભાષા જ બોલે છે કારણ કે લોક વ્યવહાર તે રીતે જ થાય છે. ભાષાનું સ્વરૂપઃ२९ भासा णं भंते ! किमादीया, किं पभवा, किं संठिया, किं पज्जवसिया? गोयमा ! भासा णं जीवादीया सरीरपभवा, वज्जसंठिया, लोगंतपज्जवसिया पण्णत्ता ।
भासा कओ य पभवइ, कइहिं च समएहिं भासती भासं। भासा कइप्पगारा, कइ वा भासा अणुमयाओ ॥ सरीरप्पभवा भासा, दोहि य समएहिं भासती भासं।
भासा चउप्पगारा, दोण्णि य भासा अणुमयाओ ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભાષાનું આદિ(મૂળ) કારણ શું છે? ભાષાનું ઉત્પત્તિ સ્થાન શું છે? ભાષાનું સંસ્થાન કેવું છે? ભાષાનો અંત ક્યાં થાય છે? ઉત્તર-હે ગૌતમ! ભાષાનું મૂળ કારણ જીવ છે. તેનું ઉત્પત્તિ સ્થાન શરીર છે. ભાષાનું સંસ્થાન વજ જેવું છે. લોકના અંતે તેનો અંત થાય છે.
ગાથાર્થ ભાષા કયાંથી ઉત્પન્ન થાય છે? ભાષા કેટલા સમયમાં બોલાય છે? ભાષાના કેટલા પ્રકાર છે અને કેટલા પ્રકારની ભાષા અનુમત–બોલવા માટે માન્ય છે?
ભાષાનું ઉદ્ભવસ્થાન શરીર છે. ભાષા એ સમયમાં બોલાય છે. ભાષાના ચાર પ્રકાર છે, તેમાંથી બે પ્રકારની ભાષા અનુમત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભાષા સંબંધી વિવિધ વિષયોનું નિરૂપણ છે. ભાષાનું મૂળ કારણ - ભાષાનું મૂળભૂત કારણ જીવ છે. જીવના તથાવિધ ઉચ્ચારણાદિના પ્રયત્નથી જ ભાષાની ઉત્પત્તિ થાય છે. નિર્જીવ પદાર્થમાંથી ભાષા ઉત્પન્ન થતી નથી. ભાષાનું ઉત્પત્તિ સ્થાન :- ભાષાનું ઉત્પત્તિ સ્થાન શરીર છે. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરથી જ ભાષાની ઉત્પત્તિ થાય છે, આ ત્રણમાંથી કોઈ એક શરીરના માધ્યમથી ભાષા બોલાય છે. ભાષાનું ઉત્પત્તિ સ્થાન શરીર હોવાથી સશરીરી જીવોને જ ભાષા હોય છે. ભાષાની સંસ્થાન :- ભાષાનો આકાર વજ સમાન હોય છે. (૧) જીવના વિશિષ્ટ પ્રયત્ન દ્વારા નીકળેલા ભાષાના પગલો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ જાય છે અને લોકનો આકાર વજ જેવો છે, તેથી ભાષાનું સંસ્થાન વજ સમાન કહ્યું છે. (૨) ભાષારૂપે પરિણત થઈને નિસરણ થતા પુદ્ગલો વજ આકારવાળા હોય છે.