Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૧૪ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
શાન–અજ્ઞાન પરિણામ– નૈરયિકોને ભવ સ્વભાવથી જ અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન હોય છે, તેથી સમ્યગુદષ્ટિ નૈરયિકોને મતિ, શ્રત અને અવધિજ્ઞાન, તે ત્રણ જ્ઞાન પરિણામ તથા મિથ્યાદષ્ટિ નૈરયિકોને ત્રણ અજ્ઞાન પરિણામ હોય છે. ચારિત્ર પરિણામ :- ચોવીસ દંડકના જીવોમાંથી તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્ય સિવાય અન્ય કોઈપણ દંડકના જીવોમાં ભવ સ્વભાવથી જ ચારિત્ર પરિણામ હોતા નથી, તેથી નૈરયિકો અચારિત્રી છે. વેદ પરિણામ :- નૈરયિકોને તથા સમુદ્ઘિમ જીવો અને અસંજ્ઞી જીવોને એક નપુંસક વેદ જ હોય છે. નરયિકોમાં સ્ત્રીવેદ કે પુરુષવેદ નથી, એક નપુંસક વેદ જ છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
આ રીતે નૈરયિકોને દશ પ્રકારના પરિણામોના ૫૦ ઉત્તરભેદમાંથી ગતિ–૧, ઇન્દ્રિય-૫, કષાય-૪, વેશ્યા-૩, યોગ-૩, ઉપયોગ-૨, જ્ઞાન–૩, અજ્ઞાન–૩, દર્શન–૩, અચારિત્ર-૧, વેદ-૧ = કુલ ર૯ પ્રકારના પરિણામ હોય છે. ભવનપતિ દેવોમાં પરિણામો:१५ असुरकुमारा जहा णेरइया, णवरं- गईपरिणामेणं देवगइया, लेस्सा परिणामेणं कण्हलेसा वि जाव तेउलेसा वि, वेदपरिणामेणं इत्थिवेयगा वि पुरिसवेयगा वि, णो णपुंसगवेयगा । सेसं तं चेव । एवं जाव थणियकुमारा । ભાવાર્થ - અસુરકુમારોની પરિણામ સંબંધી વક્તવ્યતા નૈરયિકોની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તેઓ ગતિ પરિણામથી દેવગતિક હોય છે; વેશ્યા પરિણામથી પ્રથમ ચાર વેશ્યાહોય છે. વેદ પરિણામથી તેઓ સ્ત્રીવેદી છે, પુરુષવેદી છે પરંતુ નપુંસકવેદી નથી. શેષ કથન નારકી પ્રમાણે પૂર્વવત્ જાણવું જોઈએ. તે જ રીતે સ્વનિતકુમારો સુધીના દશે ભવનપતિ દેવોમાં પરિણામ સંબંધી પ્રરૂપણા કરવી જોઈએ. વિવેચન :
સુત્રોમાં દશ પ્રકારના ભવનપતિ દેવોના દશવિધ પરિણામોની પ્રરૂપણા નારકીઓના અતિદેશપૂર્વક કરી છે. નારકી અને ભવનપતિ દેવોમાં ત્રણ પ્રકારના પરિણામમાં તફાવત છે. ગતિ પરિણામ– ભવનપતિ દેવોમાં દેવગતિ પરિણામ હોય છે. લેશ્યા પરિણામ- નારકીમાં પ્રથમ ત્રણ અશુભ લેશ્યા હોય છે પરંતુ ભવનપતિ દેવોમાં પ્રથમની ચાર લેશ્યા હોય છે. વેદ પરિણામ- નારકી એકાંત નપુંસકવેદી હોય છે. દેવોમાં નપુંસક વેદ નથી. દેવોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ બે વેદ હોય છે.
આ રીતે ભવનપતિ દેવોમાં ગતિ–૧, ઇન્દ્રિય-૫, કષાય-૪, વેશ્યા-૪, યોગ-૩, ઉપયોગ-, જ્ઞાન–૩, અજ્ઞાન–૩, દર્શન–૩, અચારિત્ર-૧, વેદ-૨ = કુલ ૩૧ પ્રકારના પરિણામ હોય છે. પાંચ સ્થાવરમાં પરિણામો:१६ पुढविकाइया गइपरिणामेणं तिरियगइया, इंदियपरिणामेणं एगिदिया, सेसं जहा णेरइयाणं, णवरं लेस्सापरिणामेणं तेउलेस्सा वि, जोगपरिणामेणं कायजोगी, णाणपरिणामो