Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અગિયારમાં પદ: ભાષા
૧૭૩]
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વચનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! વચનના સોળ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) એકવચન (૨) દ્વિવચન (૩) બહુવચન (૪) સ્ત્રીવચન (૫) પુરુષવચન (૬) નપુંસકવચન (૭) અધ્યાત્મવચન (૮) ઉપનીતવચન (૯) અપની તવચન (૧૦) ઉપનીતાપનીતવચન (૧૧) અપનીતોપની તવચન (૧૨) અતીતવચન. (૧૩) પ્રત્યુત્પન્ન વચન (૧૪) અનાગત વચન (૧૫) પ્રત્યક્ષવચન અને (૧૬) પરોક્ષવચન. ८६ इच्चेयं भंते ! एगवयणं वा जाव परोक्खवयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा? ण एसा भासा मोसा? हंता गोयमा ! इच्चेयं एगवयणं वा जावपरोक्खवयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન! આ પ્રમાણે એકવચનથી, પરોક્ષવચન સુધીના ૧૬ પ્રકારના વચનને બોલતા જીવની ભાષા શું પ્રજ્ઞાપની છે? શું તે ભાષા મૃષા નથી ? ઉત્તર- હા, ગૌતમ ! આ પ્રમાણે એકવચનથી લઈ પરોક્ષ વચન સુધી ૧૬ પ્રકારના વચનને બોલતા જીવની ભાષા પ્રજ્ઞાપની છે, તે ભાષા મૃષા નથી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સોળ પ્રકારના વચન તથા તેની સત્યતાની પ્રરૂપણા છે. વચનના સોળ પ્રકારઃ- (૧) એકવચન- એક માટે વપરાતો વચનપ્રયોગ, એક સૂચક વિભકત્યન્તપદ, જેમકે–પુરુષ (એકપુરુષ) (૨) દ્વિવચન- બે માટે વપરાતો વચન પ્રયોગ, બે સૂચક વિભકત્યન્ત પદ, જેમ કે- પુરુષ (બે પુરુષ) (૩) બહુવચન- બેથી વધુ માટે વપરાતો વચન પ્રયોગ, ત્રણાદિ સૂચક વિભકત્યન્તપદ, જેમ કે પુરુષાર (ઘણા પુરુષો) સંસ્કૃત ભાષામાં દ્વિવચન પ્રયોગ અલગ છે. ગુજરાતી ભાષામાં એકવચન–બહુવચન બે જ પ્રયોગ છે. (૪) સ્ત્રી વચન- સ્ત્રીલિંગ વાચી શબ્દ, જેમ કે સ્ત્રીને આ સ્ત્રી છે. (૫) પુરુષવચન- પુરુષલિંગવાચી શબ્દ, જેમકે- અયે પુHIYઆ પુરુષ છે. (૬) નપુંસક વચન-નપુંસકલિંગ વાચક શબ્દ, જેમકે–રૂવં શુંલં આ કુંડ છે.(કુંડ શબ્દ સંસ્કૃતમાં નપુંસકલિંગી છે, ગુજરાતીમાં પુલિંગવાચી છે). (૭) અધ્યાત્મ વચનમનમાં કાંઈક અલગ વિચારી વચનથી કંઈક અલગ કહેવા ઇચ્છે પરંતુ અચાનક મુખમાંથી જે વિચાર્યું હોય તે જ બોલાય જાય, હૈયાની વાત હોઠે આવી જાય તે. (૮) ઉપનીતવચન- પ્રશંસા વાચક શબ્દ, જેમ કે- આ સ્ત્રી અત્યંત સુશીલ છે. (૯) અ૫નીત વચનનિંદાત્મક વચન, જેમ કે- આ કન્યા કુરૂપા છે. (૧૦) ઉપનીતાપની વચન- પહેલા પ્રશંસા કરીને પછી નિંદાત્મક શબ્દ કહેવા, જેમ કે- આ સુંદરી છે પરંતુ તે દુઃશીલા છે. (૧૧) અપનીતોપનીત વચનપહેલા નિંદા કરીને પછી પ્રશંસા વાચક શબ્દ કહેવા, જેમ કે- આ કન્યા જો કે કુરૂપા છે, પરંતુ તે અતિ સુશીલ છે. (૧૨) અતીત વચનભૂતકાળદ્યોતક વચન, જેમ કે– અરોકર્યું હતું. (૧૩) પ્રત્યુત્પન્નવચનવર્તમાનકાળ વાચક વચન, જેમ કે પતિ કરે છે. (૧૪) અનાગત વચન- ભવિષ્યકાળ વાચક શબ્દ, જેમકે વરિષ્યતિ કરશે. ૧૫) પ્રત્યક્ષવચન– સામે રહેલ વ્યક્તિ કે વસ્તુ માટે કહેવું. જેમકે– આ ઘર છે.(૧) પરોક્ષવચન– સામે ન હોય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે કહેવું જેમકે તે અહીંયા રહેતો હતો.
આ સોળ પ્રકારના વચન યથાવસ્થિત વસ્તુ વિષયક છે, તે કાલ્પનિક નથી, તેથી જ્યારે કોઈ આ