Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અગિયારમું પદ: ભાષા
[ ૧૩૯ ]
(૪) ના પિછવળી... યોનિ, ચંચળતા, અસ્થિરતા, મુગ્ધતા ઈત્યાદિ સ્ત્રીના લક્ષણો પ્રગટ કરનારી ભાષા સ્ત્રી પ્રજ્ઞાપની ભાષા છે. પુરુષ ચિહ્ન, કઠોરતા, દઢતા વગેરે પુરુષના લક્ષણને પ્રગટ કરનારી ભાષા પુરુષ પ્રજ્ઞાપની ભાષા છે. સ્ત્રી-પુરુષ બંનેના લક્ષણોના સદ્ભાવ અને અભાવ યુક્ત નપુંસકના લક્ષણને પ્રગટ કરનારી ભાષા નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે.
સ્ત્રી લિંગવાચી સર્વ શબ્દોમાં સ્ત્રીના લક્ષણો હોતા નથી પરંતુ પ્રસ્તુત સ્ત્રી પ્રજ્ઞાપની ભાષા સ્ત્રીના લક્ષણોથી યુક્ત છે. આ રીતે સ્ત્રી વગેરેના લક્ષણોનું બે પ્રકારે કથન થાય છે– (૧) શાબ્દિક વ્યવહારથી અને (૨) શાસ્ત્રગત લક્ષણોથી. આ બંને પ્રકારથી કથિત ભાષા પ્રજ્ઞાપની ભાષા છે. () વા ગારિ સ્થિવા..જાતિરૂપે સ્ત્રીલિંગવાચી શબ્દો, જેમ કે સત્તા. “સત્તા” શબ્દનો પ્રયોગ અસ્તિત્વ ધરાવતી સમસ્ત વસ્તુ માટે થાય છે. સત્તા શબ્દ જાતિવાચક સ્ત્રીલિંગ શબ્દ છે. તે જ રીતે જગતમાં જે જે પદાર્થોનો સદ્ભાવ છે તેના માટે “ભાવ” શબ્દનો પ્રયોગ થાય છે. “ભાવ” શબ્દ જાતિવાચક પુલિંગ શબ્દ છે. જે જે પદાર્થોમાં સામાન્ય ધર્મ છે તેના માટે “સામાન્ય’ શબ્દનો પ્રયોગ થાય છે. વસ્તુમાં રહેલા સમાન પરિણામને સામાન્ય ધર્મ કહે છે. પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ ગુણધર્મો હોય જ છે. સામાન્ય’ શબ્દ જાતિવાચક નપુંસકલિંગ છે.
આ રીતે સત્તા, ભાવ અને સામાન્ય શબ્દ જાતિવાચક સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસકલિંગના શબ્દો છે. તેનાથી સમસ્ત પદાર્થોનો બોધ થાય છે, તેથી તે પણ પ્રજ્ઞાપની ભાષા છે. (૬) ના નાડ઼ત્તિ આપવળી... સમગ્ર સ્ત્રી જાતિને આજ્ઞા કરનારી ભાષા જાતિરૂપે સ્ત્રી આજ્ઞાપની ભાષા છે. જેમ કે સ્ત્રીઓ પુરુષને અનુસરે છે. તે જ રીતે જાતિરૂપે પુરુષ આજ્ઞાપની અને જાતિરૂપે નપુંસક આજ્ઞાપની ભાષા પણ પ્રજ્ઞાપની ભાષા છે. (૭) ના ગાત્તિ પUાવળી... એક સાથે સમગ્ર સ્ત્રી જાતિના સ્વભાવનું પ્રતિપાદન કરનારી ભાષા જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની ભાષા છે. જેમ કે સ્ત્રીઓ સ્વાભાવિક રીતે તુચ્છ દષ્ટિવાળી, અભિમાની અને ચંચળ હોય છે. તે જ રીતે સમગ્ર પુરુષ જાતિના અને નપુંસક જાતિના સ્વભાવનું પ્રતિપાદન કરનારી ભાષા જાતિરૂપે પુરુષ પ્રજ્ઞાપની અને નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે. તેમાં કદાચ કોઈક સ્ત્રી કે પુરુષનો સ્વભાવ ઉપરોક્ત લક્ષણ અનુસાર ન પણ હોય; તેમ છતાં બહુલતાની અપેક્ષાએ કથન હોવાથી તે પ્રજ્ઞાપની ભાષા છે પરંતુ તે ભાષા અસત્ય નથી.
આ રીતે કોઈપણ લિંગ કે વચનમાં બોલાયેલી ભાષાથી વસ્તુતત્ત્વનો યથાર્થ બોધ થતો હોય અને તે ભાષા પર પીડાકારી કે પરલોક પ્રતિઘાતિની ન હોય, તો તે પ્રજ્ઞાપની ભાષા છે પરંતુ તે ભાષા અસત્ય ભાષા નથી. નવજાત બાળકો અને પશુ આદિની ભાષા:१० अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ बुयमाणे अहमेसे बुयामि अहमेसे बुयामीति ? गोयमा ! णो इणढे समढे, णण्णत्थ सण्णिणो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું નવજાત બાળક કે નવજાત બાલિકા બોલવાના સમયે એ પ્રમાણે જાણે છે કે હું બોલી રહેલ છું? ઉત્તર- હે ગૌતમ ! અવધિજ્ઞાની કે જાતિસ્મરણ જ્ઞાની આદિ વિશિષ્ટ જ્ઞાનવાળા સંજ્ઞી જીવો સિવાય તેમ શક્ય નથી.