Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
१०५ जइ तिरिक्खजोणिएहितो उववज्जंति किं एगिदियतिरिक्खजोणिएहितो उववजंति, जावपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति?गोयमा ! एगिदियतिरिक्खजोणिएहितो वि उववज्जति जावपंचेंदियतिरिक्ख-जोणिएहितो वि उववजंति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યંચમાંથી યાવત્ પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યચોમાંથી પણ ઉત્પન્ન થાય છે યાવતુ પંચેન્દ્રિય તિર્યચોમાંથી પણ ઉત્પન્ન થાય છે. १०६ जइ एगिदियतिरिक्खजोणिएहितो उववज्जति किं पुढविकाइएहितो जाववणस्सइ काइएहिंतो उववज्जति? गोयमा ! पुढविकाइएहितो वि जाव वणस्सइकाइएहितो वि उववति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો એકેન્દ્રિય તિર્યંચમાંથી ઉત્પન્ન થાય છે તો શું પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે કે યાવતુ વનસ્પતિકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિકોમાંથી યાવત્ વનસ્પતિકાયિકોમાંથી પણ ઉત્પન્ન થાય છે. १०७ जइ पुढविकाइएहितो उववज्जंति किं सुहमपुढविकाइएहितो उववज्जंति, बादरपुढविकाइएहिंतो उववज्जति? गोयमा ! दोहिंतो वि उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય, તો શું સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય કે બાદર પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! બંને પ્રકારના પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે. १०८ जइ सुहुमपुढविकाइएहितो उववज्जति किं पज्जतसुहुमपुढविकाइएहिंतो उववज्जंति, अपज्जत्त-सुहुमपुढविकाइएहिंतो उववज्जति । गोयमा ! दोहितो वि उववज्जंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! બંને પ્રકારના સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે. १०९ जइ बादरपुढविकाइएहितो उववज्जति किं पज्जत्तएहितो उववज्जंति, अपज्जत्तएहितो उववज्जति? गोयमा !दोहितो वि उववज्जति । एवं जाववणस्सइकाइया चउक्कएणं भेएणं उववाएयव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું પર્યાપ્યા બાદ પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! બંને પ્રકારના બાદર પૃથ્વીકાયિકોમાંથી ઉત્પન્ન થાય છે. આ જ રીતે વનસ્પતિકાયિકો સુધીના ચાર-ચાર ભેદ કરીને પૃથ્વીકાયના ઉપપાતના વિષયમાં કથન કરવું જોઈએ. ११० जइ बेइंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्तयबेइंदिएहिंतो उववजंति,