Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૭૩ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
(૮) લોભ સંશા - લોભ મોહનીય કર્મના ઉદયથી અપ્રાપ્ત સચેત અચેત પદાર્થોને પ્રાપ્ત કરવાની લાલસા તે લોભ સંજ્ઞા. ૯) લોક સંવા?-લોકરૂઢિનું અનુસરણ કરવાની વૃત્તિ અને લોકેષણા તે લોક સંજ્ઞા. સંસારના સુંદર, રુચિકર પદાર્થોને વિશેષરૂપે જાણવાની કે જોવાની તથા શબ્દો સાંભળવાની તીવ્ર અભિલાષા, તે પણ લોક સંજ્ઞા છે. (૧૦) ઓઘ સંજ્ઞા :- વિચાર્યા વિના ધૂનમાં ને ધૂનમાં કોઈ કાર્ય કરવાની વૃત્તિ કે પ્રવૃત્તિ ઓઘ સંજ્ઞા છે. અજ્ઞાન દશાથી વિવેક કે વિચારણા વિના આદત અને સંસ્કારને આધીન થઈને થતી પ્રવૃત્તિઓ, તે ઓઘ સંજ્ઞા છે. જેમ કે પ્રયોજન વિના જ હાથ પગ હલાવવા, ઉપયોગ વિના લીલા ઘાસ પર ચાલવું, પાન તોડવા, વૃક્ષ ઉપર ચઢવું વગેરે.
આ રીતે દશે સંજ્ઞાઓની વ્યાખ્યા પંચેન્દ્રિય જીવોની મુખ્યતાએ કરવામાં આવે છે. એકેન્દ્રિયાદિ અસંજ્ઞી જીવોમાં આ સર્વે ય સંજ્ઞાઓ અવ્યક્ત રૂપે હોય છે. ર૪ દંડકના જીવોમાં સંજ્ઞા :| २ रइयाणं भंते ! कइ सण्णाओ पण्णत्ताओ? गोयमा ! दस सण्णाओ पण्णत्ताओ, तं जहा- आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, माणसण्णा, मायासण्णा, लोभसण्णा, लोगसण्णा, ओघसण्णा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોમાં કેટલી સંજ્ઞા હોય છે? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોમાં દશ સંજ્ઞાઓ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) આહાર સંજ્ઞા (૨) ભય સંજ્ઞા (૩) મૈથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા (૫) ક્રોધ સંજ્ઞા (૬) માન સંજ્ઞા (૭) માયા સંજ્ઞા (૮) લોભ સંજ્ઞા (૯) લોક સંજ્ઞા અને (૧૦) ઓઘસત્તા. | ३ | असुरकुमाराणं भंते !कइसण्णाओ पण्णत्ताओ? गोयमा !दससण्णाओ पण्णत्ताओ। तंजहा- आहारसण्णा जावओघसण्णा । एवं जावथणियुकुमाराणं । एवं पुढविकाइयाणं वेमाणियावसाणाणं णेयव्वं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવોમાં કેટલી સંજ્ઞાઓ હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! અસુરકુમાર દેવોમાં દશ સંજ્ઞાઓ હોય છે. તે આ પ્રમાણે– આહાર સંજ્ઞા વાવ ઓઘ સંજ્ઞા. આ જ રીતે સ્વનિતકુમાર દેવો સુધી જાણવું જોઈએ, તેમજ પૃથ્વીકાયિકોથી વૈમાનિક પર્યતના પ્રત્યેક દંડકના જીવોમાં પણ આ દશે ય સંજ્ઞાઓ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકોના જીવોની સંજ્ઞાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સમુચ્ચયરૂપે ચોવીસ દંડકવર્તી સમસ્ત સાંસારિક જીવોમાં દશ દશ સંજ્ઞાઓ ઉપલબ્ધ હોય છે. એકેન્દ્રિય આદિ અસંજ્ઞી જીવોમાં આ સંજ્ઞાઓ અવ્યક્તરૂપે અને સંજ્ઞી પંચેન્દ્રિયોમાં તે સંજ્ઞાઓ વ્યક્ત અને સ્પષ્ટ રૂપે હોય છે. નારકીમાં સંજ્ઞાઓનું અલ્પબદુત્વ:| ४ णेरइया णं भंते! किं आहारसण्णोवउत्ता भयसण्णोवउत्ता मेहुणसण्णोवउत्ता परिग्गहसण्णोवउत्ता?