Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
[ ૩૧ |
अपज्जत्तयबेइंदिएहितो उववजंति? गोयमा ! दोहितो वि उववजंति । एवं तेइंदिय चउरिदिएहितो वि उववति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો બેઇન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો પર્યાપ્તા બેઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા બેઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! બંને પ્રકારના બેઇન્દ્રિય જીવોમાંથી ઉત્પન્ન થાય છે. આ જ રીતે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય તિર્યંચમાંથી પણ ઉત્પન્ન થાય છે. १११ जइ पंचेंदियतिरिक्खजोणिएहितो उववज्जति किं जलयरपंचेंदिएहिंतो उववजंति?
एवं जेहिंतो णेरइयाणं उववाओ भणिओ तेहिंतो एएसि पि भाणियव्यो । णवरं पज्जत्तगअपज्जत्तगेहितो वि उववजंति, सेसं तं चेव । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો પંચેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું જળચર પંચેન્દ્રિય તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે કે અન્ય સ્થળચરાદિ તિર્યચોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ!નૈરયિકોના ઉપપાતના વિષયમાં તિર્યંચ પંચેન્દ્રિયનું જે પ્રમાણે કથન કર્યું છે, તે પ્રમાણે તેનો પુથ્વીકાયિકોમાં પણ ઉપપાત કહેવો જોઈએ. વિશેષતા એ છે કે અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે, તેમ કથન કરવું જોઈએ, શેષ નિરૂપણ પૂર્વવત્ સમજવું જોઈએ. ११२ जइ मणुस्सेहिंतो उववज्जति किं सम्मुच्छिममणुस्सेहिंतो उववज्जति, गब्भवक्कंतिय मणुस्सेहिंतो उववज्जति? गोयमा ! दोहितो वि उववज्जति । ભાવાર્થ-અન–હે ભગવન્! પથ્વીકાયિકો જો મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સમુદ્ઘિમ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! બંને પ્રકારના મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. ११३ जइ गब्भवक्कंतियमणुस्सेहितो उववज्जति किं कम्मभूमग-गब्भवक्कंतियमणुस्सेहितो उववज्जति, अकम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति? सेसं जहा णेरइयाणं णवरं अपज्जत्तएहितो वि उववज्जंति। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે કે અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! શેષ કથન નૈરયિકોના ઉપપાતના સંબંધમાં કહ્યું છે તે જ રીતે પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોના સંબંધમાં સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે તેઓ અપર્યાપ્તા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી પણ ઉત્પન્ન થાય છે. ११४ जइ देवेहिंतो उववज्जंति किं भवणवासिवाणमंतर-जोइसिय-वेमाणिएहितो उववति? गोयमा ! भवणवासिदेवेहितो वि उववज्जंति जाव वेमाणियदेवेहितो वि उववज्जति ।