Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
હિતો ૩વવા તેણુ વટ્ટT:- નારકીમાં ઉપપાત પ્રમાણે ઉદ્દવર્તનાનું કથન કરવું. તેમાં વિશેષતા એ છે કે પ્રથમ નરકની ગતમાં અસંજ્ઞી તિર્યચનો અને સાતમી નરકનીગતમાં મનુષ્યનો નિષેધ કરવો.
તદ્દનુસાર સાતે નરકની ગતિમાં આગતિની જેમ જ ક્રમશઃ સંજ્ઞી તિર્યંચના એક-એક ભેદ ઘટતા જાય છે. તદનુસાર પહેલી-બીજી નરકના નારકી મારીને સંજ્ઞી તિર્યંચના પાંચ ભેદમાં જાય, ત્રીજી નરકના નારકી મારીને ભુજપરિસર્પને છોડીને સંજ્ઞી તિર્યંચના ચાર ભેદમાં જાય છે, ચોથી નરકના નારકી મારીને ભુજપરિસર્પ અને ખેચરને છોડીને સંજ્ઞી તિર્યંચના ત્રણ ભેદમાં જાય છે, પાંચમી નરકમાં નારકી મારીને ભજપરિસર્પ, ખેચર અને ચતુષ્પદ સ્થલચરને છોડીને સંજ્ઞી તિર્યંચના બે ભેદમાં જાય છે, છઠ્ઠી નરકના નારકી મારીને ભુજપરિસર્પ, ખેચર, સ્થલચર અને ઉરપરિસર્પને છોડીને સંજ્ઞી તિર્યંચના એક જલચરમાં જ જાય છે, સાતમી નરકના નારકી મરીને જલચર સ્ત્રીને છોડીને નપુંસકવેદી અને પુરુષવેદી જલચરમાં જ જાય છે. આ રીતે છ નરકના નારકી મારીને કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો અને સંજ્ઞી તિર્યચોમાં જાય છે. સાતમી નરકના નારકી એક સંશી તિર્યંચમાં જ જાય છે.
પ્રચલિત ગતાગતના થોકડામાં સાતે નરકની ગતિમાં પાંચે પાંચ સંજ્ઞી તિર્યંચના ભેદની ગણના કરી છે પરંતુ પ્રસ્તુતમાં નારકીના ઉપપાત પ્રમાણે જ ઉદ્વર્તનાનું અતિદેશાત્મક કથન છે તથા શ્રી ભગવતીસૂત્રમાં ગોશાલકના અને શ્રી જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીના દીર્ઘકાલીન ભવભ્રમણનું વિસ્તૃત વર્ણન છે. તેને જોતાં જણાય છે કે સાતે નરકની ગતિમાં ઉપપાત પ્રમાણે જ ઉદ્વર્તન થાય છે. ભવનપતિ દેવોની ગતિઃ१४२ असुरकुमारा णं भंते ! अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति ? कहिं उववजंति? किं णेरइएसु उववज्जंति जाव देवेसु उववज्जंति? गोयमा ! णो णेरइएसु उववज्जंति, तिरिक्खजोणिएसु उववज्जंति, मणुस्सेसु उववजंति, णो देवेसु उववति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો મૃત્યુ પામીને તુરંત ક્યાં જાય છે? ક્યાં ઉત્પન થાય છે? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે યાવત દેવોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી, તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં ઉત્પન્ન થતા નથી. १४३ जइ तिरिक्खजोणिएसु उववज्जति किं एगिदिएसु जावपंचेंदियतिरिक्खजोणिएस उववति? गोयमा ! एगिदियतिरिक्खजोणिएसु उववज्जंति, णो बेइंदिएसु जावणो चरिदिएसु उववज्जति, पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારદેવો જો તિર્યચોમાં ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિયોમાં થાવત પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે; બેઇન્દ્રિયો, તેઈન્દ્રિયો અને ચૌરેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી, પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. १४४ जइ एगिदिएसु उववजंति किं पुढविकाइयएगिदिएसु जाव वणस्सइकाइयएगिदिएसु उववज्जति ? गोयमा ! पुढविकाइयएगिदिएसु वि आउकाइयएगिदिएसु वि उववज्जति, णो तेउकाइएसु, णो वाउकाइएसु उववज्जति, वणस्सइकाइएसु उववज्जति । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! અસુરકુમારદેવો જો એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, તો શું પૃથ્વીકાયિક