Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૬ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
થાય છે? શું તેઓ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે યાવત્ દેવોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! નિરયિકોમાં ઉત્પન્ન થાય છે યાવત્ દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. १५० जइ णेरइएसु उववजंति किं रयणप्पभापुढविणेरइएसु उववजंति जाव अहेसत्तमापुढविणेरइएसु उववज्जति ? गोयमा ! रयणप्पभापुढविणेरइएसु वि उववज्जति जाव अहेसत्तमापुढविणेरइएसु वि उववति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો તિર્યંચ પંચેન્દ્રિયો મૃત્યુ પામીને તુરંત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, તો શું રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે યાવત અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે વાવત અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાં પણ ઉત્પન થાય છે અર્થાત્ સાતે નરકપૃથ્વીમાં જઈ શકે છે. १५१ जइ तिरिक्खजोणिएसु उववज्जति किं एगिदिएसु जाव पंचिंदिएसु ? गोयमा ! एगिदिएसुवि उववज्जंति जावपंचेंदिएसुवि उववज्जति । एवं जहा एएसिंचेव उववाओ, उव्वट्टणा वि तहेव भाणियव्वा । णवरं असंखेज्जवासाउएसु वि एते उववति । ભાવાર્થ-પ્રન–હે ભગવન્! જો તિર્યંચ પંચેન્દ્રિયો, તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે તો શું એકેન્દ્રિયોમાં કે યાવતુ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે યાવત્ પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે.
આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયના ઉપપાત અનુસાર જ તેની ઉદ્વર્તના પણ કહેવી જોઈએ પરંતુ ઉપપાતથી ઉદ્વર્તનામાં વિશેષતા એ છે કે તે અસંખ્યાત વર્ષાયુષ્કોમાં પણ ઉત્પન્ન થાય છે. १५२ जइ मणुस्सेसु उववज्जति किं सम्मुच्छिममणुस्सेसु उववजंति गब्भवक्कंतियमणुस्सेसु उववज्जति ? गोयमा ! दोसु वि उववज्जति । एवं जहा उववाओ तहेव उव्वट्टणा वि भाणियव्वा । णवरं अकम्मभूमग-अंतरदीवग-असंखेज्जवासाउएसु वि एते उववज्जति त्ति भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તો શું સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! બંનેમાં ઉત્પન્ન થાય છે. આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયના ઉપપાત અનુસાર જ તેની ઉદ્વર્તના પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે તે અકર્મભૂમિજ, અન્તર્કંપજ અને અસંખ્યાત વર્ષાયુષ્કમનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે, એમ કહેવું જોઈએ. १५३ जड देवेस उववज्जति किं भवणवासीस उववज्जति जावकिं वेमाणिएस उववज्जति? गोयमा ! सव्वेसु चेव उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! તિર્યંચ પંચેન્દ્રિય જો દેવોમાં ઉત્પન્ન થાય છે, તો શું ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થાય છે કે યાવત વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વ પ્રકારના દેવોમાં ઉત્પન્ન થાય છે. १५४ जइ भवणवासीसु उववज्जंति किं असुरकुमारेसु उववज्जंति जाव थणियकुमारेसु