Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
गोयमा ! तीहिंतो वि उववज्जति । एवं जाव अच्चुओ कप्पो । एवं गेवेज्जदेवा वि, णवरं असंजतसंजतासंजतेहिंतो एए पडिसेहेयव्वा । एवं जहेव गेवेज्जगदेवा तहेव अणुत्तरोववाइया वि । णवरं इमं णाणत्तं संजया चेव । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! આનત દેવલોકના દેવો જો સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું સંયત સમ્યગ્દષ્ટિમાંથી, અસંયત સદષ્ટિમાંથી કે સંયતાસંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉપર્યુક્ત સંયત, અસંયત અને સંયતાસંયત, તે ત્રણ પ્રકારના સમ્યગદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અય્યત દેવલોકના દેવો સુધીના ઉપપાતના વિષયમાં આ જ પ્રમાણે જાણવું જોઈએ.
આ જ પ્રમાણે નવ રૈવેયક દેવોના ઉપપાતના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે રૈવેયક વિમાનના દેવોમાં અસંયત અને સંયતાસંયતની ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ.
ગ્રેવેયક દેવોની ઉત્પત્તિના કથનાનુસાર પાંચ અનુત્તર વિમાનોના દેવોની ઉત્પત્તિ જાણવી જોઈએ. તેમાં વિશેષતા એ છે કે સંયત મનુષ્યો જ અનુત્તરીપપાતિક દેવોમાં ઉત્પન્ન થાય છે. १३८ जइ संजतसम्मदिठ्ठिपज्जक्तसंखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतियमणुस्सेहितो उववज्जति किं पमत्त-संजत-सम्मद्दिट्ठिपज्जत्तहितो अपमत्तसंजतेएहिंतो उववज्जंति?
गोयमा ! अपमत्तसंजएहिंतो उववजंति, णो पमत्तसंजएहिंतो उववति । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! અનુત્તર વિમાનના દેવો જો સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્તામાંથી ઉત્પન્ન થાય છે કે અપ્રમત્ત સંયતમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! અપ્રમત્ત સંયતમાંથી ઉત્પન થાય છે, પ્રમત્ત સંયતમાંથી ઉત્પન્ન થતા નથી. १३९ जइ अपमत्तसंजएहितो उववज्जंति किं इड्डिपत्त अपमत्तसंजएहिंतो उववज्जति? अणिड्डिपत्त-अपमत्तसंजएहितो उववज्जंति? गोयमा ! दोहितो वि उववज्जति। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! અનુત્તરૌપપાતિક દેવો જો અપ્રમત્ત સંયતોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું ઋદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયતોમાંથી ઉત્પન્ન થાય છે કે ઋદ્ધિ અપ્રાપ્ત અપ્રમત્ત સંયતોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! ઋદ્ધિ પ્રાપ્ત અને અવૃદ્ધિ પ્રાપ્ત બંને પ્રકારના અપ્રમત્ત સંયતોમાંથી ઉત્પન્ન થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈમાનિક દેવોની આગતિનું નિરૂપણ છે.
નારકી, દેવતા, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છાિમ મનુષ્યો કોઈ પણ અપર્યાપ્ત જીવો વૈમાનિક જાતિના દેવોમાં ઉત્પન્ન થતા નથી. તે સિવાયના ગર્ભજ મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને વૈમાનિક જાતિના દેવોમાં ઉત્પન્ન થાય છે.