Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| છઠ્ઠ પદ : વ્યકાંતિ
[ ૩૩ ]
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો કલ્પપપન્ન વૈમાનિક દેવોમાંથી ઉત્પન્ન થાય છે તો શું સૌધર્મ કલ્પના દેવોમાંથી યાવત અમ્રુતકલ્પના દેવોમાંથી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સૌધર્મ અને ઈશાનકલ્પના દેવોમાંથી ઉત્પન્ન થાય છે, સનસ્કુમારથી અશ્રુત કલ્પસુધીના દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. આ જ રીતે અપ્લાયિકોની ઉત્પત્તિના વિષયમાં પણ જાણવું જોઈએ.
આ જ રીતે તેજસ્કાયિકો અને વાયુકાયિકોની ઉત્પત્તિના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે આ બંને સ્થાવરોમાં દેવો ઉત્પન્ન થતા નથી. વનસ્પતિકાયિકોમાં ઉત્પત્તિનું સંપૂર્ણ કથન પૃથ્વીકાયિકોની ઉત્પત્તિ અનુસાર જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સ્થાવર જીવોની આગતિનું નિરૂપણ છે.
નરકગતિને છોડીને શેષ ત્રણ ગતિના જીવો મરીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તેમાં બે દેવલોક સુધીના દેવો જ પૃથ્વી, પાણી અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકના દેવો પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થતાં નથી. તે દેવો પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે તેથી અહીં તેનો નિષેધ કર્યો છે. તે જ રીતે યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યો પણ પૃથ્વી આદિ સ્થાવરમાં ઉત્પન્ન થતા નથી.
આ રીતે પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સંજ્ઞી તિર્યચ, અસંશી તિર્યંચ, સંમૂર્છાિમ મનુષ્ય, કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ-ઈશાન કલ્પના દેવો મરીને પૃથ્વી, પાણી અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. પૃથ્વી, પાણી, વનસ્પતિમાં આગતિ ૭૪ ભેદની - તિર્યંચના ૪૬ ભેદ– પાંચ સ્થાવરના સુક્ષ્મ–બાદર અને તેના પર્યાપ્તા- અપર્યાપ્તા એ પ૪૨૪ ૨ = ૨૦ ત્રણ વિકસેન્દ્રિયના પર્યાપ્તા–અપર્યાપ્તા ૩૪ ૨ = ; પાંચ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને પાંચ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તા–અપર્યાપ્તા ૫૫૪૨ = ૨૦; આ રીતે ૨૦+૪+૨૦ = ૪૬. મનુષ્યના ૩ ભેદ– (૧) અસંજ્ઞી મનુષ્ય અપર્યાપ્તા (૨) ગર્ભજ કર્મભૂમિજ મનુષ્યના પર્યાપ્તા અને (૩) અપર્યાપ્તા.દેવના ૨૫ ભેદ– અસુરકુમારાદિ ૧૦ ભવનપતિ દેવો, ૮ વ્યંતર દેવો, ૫ જ્યોતિષી દેવો અને પ્રથમના બે દેવલોક. આ રીતે ૧૦+૮+૫+૨ = ૨૫.
સર્વ મળીને ૪૬૩રપ૦૭૪ ભેદના જીવો પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. આ સૂત્રમાં સાધારણ અને પ્રત્યેક વનસ્પતિના ભેદ કર્યા વિના જ સમુચ્ચય વનસ્પતિકાયની આગત દર્શાવી છે તેમ છતાં દેવોની આગત પ્રત્યેક વનસ્પતિકાયની અપેક્ષાએ છે, દેવો સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થતા નથી. તેઉકાય-વાયકાયમાં આગતિ ૪૯ ભેદની - કોઈપણ જાતિના દેવો મરીને તેઉકાય-વાયુકાયમાં ઉત્પન્ન થતા નથી, તેથી પૂર્વોક્ત ૭૪ ભેદમાંથી દેવોના ૨૫ ભેદોને બાદ કરીને શેષ ૪૯ ભેદ અર્થાત્ તિર્યંચના ૪૬ ભેદ અને મનુષ્યના ત્રણ ભેદ. આ રીતે બે ગતિના ૪+૩=૪૯ ભેદોના જીવો તેઉવાયુમાં ઉત્પન્ન થાય છે. વિકલેન્દ્રિય જીવોની આગતિઃ१२० बेइंदियतेइंदियचउरिंदिया एए जहा तेउवाऊ देववज्जेहिंतो भाणियव्वा ।