Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
| ૧૦ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! શું રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. તે જ રીતે સાતમી નરક પૃથ્વી સુધીના નૈરયિકો સાંતર પણ ઉત્પન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ५२ असुरकुमारा णं भंते ! देवा किं संतरं उववज्जंति, णिरंतरं उववज्जति? गोयमा! संतरं पिउववज्जति.णिरंतरं पिउववज्जति । एवं जावथणियकुमारा संतरं पिउववज्जति, णिरंतरं पि उववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવો શું સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આ રીતે સ્વનિતકુમાર દેવો સુધી સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ५३ पुढविकाइया णं भंते ! किं संतरं उववज्जंति, णिरंतरं उववजंति? गोयमा !णो संतरं उववज्जति, णिरंतरं उववज्जति । एवं जाववणस्सइकाइया णो संतरं उववज्जंति, णिरंतरं उववति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો શું સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ!સાંતર ઉત્પન્ન થતા નથી, પરંતુ નિરંતર ઉત્પન્ન થાય છે. આ જ રીતે વનસ્પતિકાયિક સુધીના જીવો સાન્તર ઉત્પન્ન થતા નથી, પરંતુ નિરંતર ઉત્પન્ન થાય છે. ५४ बेइंदिया णं भंते ! किं संतरं उववज्जति,णिरंतरं उववज्जति? गोयमा ! संतरं पि उववज्जति, णिरंतरं पि उववज्जति । एवं जावपंचेंदियतिरिक्खजोणिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! બેઇન્દ્રિય જીવો શું સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આ જ રીતે પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી જાણવું જોઈએ. ५५ मणुस्सा णं भंते ! किं संतरं उववज्जति, णिरंतरं उववज्जति? गोयमा ! संतरं पि उववजति, णिरंतर पिउववज्जति । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યો શું સાતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ ! સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ५६ एवं वाणमंतरा जोइसिया सोहम्मईसाणसणंकुमास्माहिद-बंभलोयलंतग-महासुक्क सहस्सा-आणयपाणय-आरण-अच्चुयहेट्ठिमगेवेज्जग-मज्झिमगेवेज्जग-उवरिमगेवेज्जगविजयवेजयंतजयंतअपराजितसव्वटुसिद्धदेवा यसतरं पिउववज्जंति,णिरंतरं पिउववज्जति। ભાવાર્થ - આ જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી તથા સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર, આણત, પ્રાણત, આરણ, અશ્રુત, અધતન રૈવેયક, મધ્યમ ગ્રેવેયક, ઉપરિતન રૈવેયક,વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધદેવો સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે.