________________
૧૪
શસપરિજ્ઞાનામે પ્રથમ અધ્યાયને છઠ્ઠો ઉદ્દેશ
સિદ્ધાંત આચારાગજીમાં પ્રારંભમાં જ આગળના પ્રકરણમાં સૂકમ એકેન્દ્રિય જીની દયા સંબધે મુનિને આચાર અત્યંત સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યો છે. હિન્દુસ્થાનમાં કઈ પણ ગ્રન્થના તાત્પર્યને નિર્ણય કરતા આ નીચેની વસ્તુઓ જોવામાં આવે છે ?
(૧) પ્રારંભ, (૨) અંત, (૩) વારંવાર નિરૂપણું, (૪) અપૂર્વ અથવા અદ્દભુત નિરૂપણું, (૫) પરિણામ, (૬) અર્થવાદ અથવા ગ્રન્થનુ અલંકાર દ્વારા સ્તુતિ કરતું નિરૂપણ અને ( તારા સંગતિ. આ સાત વસ્તુ લક્ષમાં લઈને ગ્રન્થનો ભાવાર્થ નકકી કરવાની રીત છે. અહીં સિદ્ધાતમાં આરંભ અને અદ્ભુત નિરૂપણ તેમજ પરિણામ એ ત્રણ વસ્તુઓ સમ અહિંસાને પણ કરે છે.
उपसर्गो--संहारो, अभ्यासोऽपूर्वता फलम, अर्थवादो पपत्तिश्य, लिंगं तात्पर्य निर्णये।
આમ સૂક્ષ્મ જીવોની દયા ભગવાને દર્શાવ્યા પછી, હવે ત્રસકાય છની દયા તેઓ દર્શાવે છે.
मूलम्-से बेमि संतिमे तसा पाणा, तं जहा-अंडया, पोयया, जराउमा, रसया, संसेयया,
संमुच्छिमा, उब्मियया, उववाहया, एस संसारेत्ति पवुच्चइ मंदस्स अवियाणओ ॥ ७॥
અર્થ– તે હું કહું છું, આ ત્રસ પ્રાણીઓ છે, જેમ કે અંડજ જીવે, પિતજ જી, જરાયુજ જીવે
(ાળમાં જન્મતા), રસજ છે, પરસેવામાં જન્મતા જીવ, સંમૂછિમ જી, વનસ્પતિમાં જન્મનારા છો, અને દેવનારક ઔપપાતિક જીવે, આ (સ્થાવર અને ત્રસરૂપ) સંસારનું ક્ષેત્ર છે તે વિવેકશન્ય અજ્ઞાનીને માટે (પરિભ્રમણનું) ક્ષેત્ર છે.
भूलम्-निझाइत्ता पडिले हित्ता, पत्रेयं परिणियाण सम्वेसि पाणाणं, सव्वेसिं भूयाणं, सव्वेसिं
जीवाण, सम्वेसिं सत्ताणं, अस्सायं अपरिणिव्याणं महव्मयं दुक्खं ति बेमि ॥सू ४८|
અર્થ:- વિચાર કરીને, સૂક્ષ્મ નિરીક્ષણ કરીને, (કહી શકાય છે કે, પ્રત્યેક જીવને સુખ સમાધાન ઈષ્ટ
છે. સર્વ વિકલૈંદ્રિયોને, સર્વ વનસ્પતિજીને, સર્વ પંચેન્દ્રિજીને, અને સર્વ એકેન્દ્રિય જીને માટે અશાતા અને અસમાધાન મહાયરૂપ અને દુ ખકર છે, એમ હું કહું છું.
ટિપ્પણ-બધા ને અશાતા અને અસમાધાન ભયકારી અને દુઃખરૂપ છે. તે જાણ્યા પછી
જે આઠ પ્રકારના જીવે જણાવ્યા તેની ટૂંકી ઓળખાણ કરવી વાજબી થશે. ૧ ઈંડાંમાંથી ઉત્પન્ન થનાર ૫ખી વગેરે, ૨ થેલી અથવા પિતથી ઉત્પન થનાર હાથી વગેરે, ૩. જરાયુ અથવા એરમાથી ઉત્પન થનાર ગાય, ભેંસ, મનુષ્ય વગેરે, ૪, રસોમાં ઉત્પન્ન થનાર નાના કીડાઓ