Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 23
________________ આબાદ હિંદુસ્તાન! વધ્યો, ત્યાર પહેલાં ત્યાં આ શેને જરૂરી એ નાણાંરૂપી શક્તિસંચય હતા જ નહિ. જે વેટ ૫૦ વર્ષ પહેલાં જ જન્મ્યા હતા, તે તે પોતે અને તેની શોધ બંને સાથે જ નાશ પામ્યાં હોત. તે જમાનાને મહાનમાં મહાન શક્તિશાળી કારખાનાદાર બટન નિષ્ફળ નીવડવાની અણી ઉપર આવી ગયો હતો. એ પણ નકકી જ છે, બરનીંગહામના બેલ્ટનના કારખાના વિના વંટનું એંજિન કદીય અસ્તિત્વમાં આવી શકયું નહોત, પરંતુ ૧૭૬૦ પહેલાં બેટનના જેવાં કારખાનાં પણ ઊભાં કરવાં કે ચાલુ રહેવાં અસંભવિત હતાં. કારણકે મજૂરના મેટા જથાને એકત્રિત કરી શકે તેટલા મેટા પ્રમાણમાં મૂડી ભેગી થઈ ન હોય, ત્યાં સુધી બધા ઉદ્યોગ, નાના પ્રમાણમાં, સ્ટી છૂટી વ્યક્તિઓ–કે જે ઉદ્યોગ સાથે ખેતી કરીને નભતી હોય – તેમના વડે જ ચાલી શકે. સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી આજ સુધી કોઈ મૂડીએ, હિંદુસ્તાનની લૂંટમાંથી જેટલે ન આપે તેટલે આ નહિ હોય. કારણકે, લગભગ ૫૦ વર્ષ સુધી તે લૂંટમાં ઈગ્લેંડને કઈ ભાગીદાર ન હતા. ૧૬૯૪ થી પ્લાસીના યુદ્ધ (૧૭૫૭) સુધી તે લૂંટની ગતિ પ્રમાણમાં ધીમી હતી. પરંતુ, ૧૭૬ ૦ અને ૧૮૧૫ ની વચમાં તે તે વધીને વેગી તથા પ્રચંડ બની ગઈ.” ઈંગ્લંડના લોકેએ તે સમય દરમ્યાન કેટલી લૂંટ ધસડી આણી હશે તેને થોડો ખ્યાલ તે દેશની લોનની રકમ ઉપરથી આવી શકે. કારણકે, લેનને અર્થ કે પાસે ભેગી થયેલી ફાજલ મૂડી જ છે, એ બધા સમજી શકશે. ૧૭૫૬માં અંગ્રેજી રાજ્યના મૂળમાં કલાઈવ ઈંગ્લેંડ ગયે ત્યારે ઈંગ્લડે પ્રજા પાસે ૭૪,૫૭૫,૦૦૦ પાઉંડની લેન લીધેલી હતી, અને તેના પર તે ૨,૭૫૩,૦૦૦ પાઉડનું વ્યાજ ભરતું હતું. પણ ૧૮૧૫ માં તે લોનની રકમ વધીને ૮૬૧,૦૦૦,૦૦૦ પાઉંડ થઈ ગઈ અને તેનું વ્યાજ જ ૩૨,૬૪૫,૦૦૦ પાઉંડ થતું હતું.” આ પ્રમાણે ઇંગ્લંડની અસીમ લતનું મૂળ તેને હિંદુસ્તાન સાથે સંબંધ છે. અને અત્યારે પણ વસ્તુસ્થિતિ તેને તે જ છે– ભલે તેને સુધરેલી રીતે કહી બતાવવામાં આવતી હોય. “ હિંદુસ્તાનની લૂંટમાંથી જે નફો મળે તેટલો નફે દુનિયા શરૂ થઈ ત્યારથી કઈ થાપણુ ઉપર નહિ મળ્યો હોય,” એવું આપણે ઉપર વાંચી આવ્યા. હિંદુસ્તાનમાંથી ઘસડી આણેલી એ સંપત્તિનું પ્રમાણ કેટલું છે ? અત્યાર સુધી કોઈ તેને આંકડો યથાસ્થિત રીતે નકકી કરી શક્યું નથી, તેમજ હવે પણ કઈ તેને હિસાબ કાઢી શકે તેમ નથી. અત્યાર સુધી ઘણય લેખકોએ તેને અંદાજ કાઢવા પ્રયત્ન કર્યો છે. તે ઉપરથી એમ કહી શકાય કે, પ્લાસી અને બૅટલુંના યુદ્ધ વચ્ચેના સમયમાં અંગ્રેજોએ હિંદુસ્તાનમાંથી ૧૫ અબજ રૂપિયા ઘસડી આપ્યો છે. અત્યારે તે લૂટ સુધરેલી રીતે “કાયદાપૂર્વક ” કરવામાં આવે છે અને “બ્રિટિશ મૂડી, ” “બ્રિટિશ માલનું વેચાણુ” બ્રિટિશ અમલદારોના પગારે ” વગેરે સારા સારા શબ્દો લકના માથામાં મારવામાં આવે છે. પરંતુ વાત એકની એક જ છે—કે હિંદુસ્તાનને લૂંટવામાં આવે છે. કારણકે તે કહેવાતી બ્રિટિશ મૂડી, કે માલ, કે અમલદારે, હિંદુસ્તાન in Education in For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134