Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૦૮
આબાદ હિંદુસ્તાન! ગણી શકાય. પણ તમના આસપાસ પરદેશીનું જડબું મોં કાડીને તૈયાર જ ઊભું રહેલું હોય છે.”
અને આ પ્રાંતમાં લેકેનું દેવું પણ ઘણું ભારે છે. “જે ૨૩ દાખલાઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, તેમાંથી ૧૮ દાખલાઓ દેવામાં સપડાયેલા જણાયા હતા....બીજા ૧૪ દાખલાઓમાંથી ૧૧ દેવામાં હતા. ... ત્રીજા અગિયાર દાખલાઓમાંથી બધા જ દેવામાં માલૂમ પડ્યા હતા...૧૮૪૭ ખેડૂતેમાંથી ૧૫૮૮ દેવામાં ડૂબેલા. હતા. . . . અને બહેનપુરના તહેસીલદાર તે અંદાજ કાઢે છે કે, તેના તહેસીલમાં ૧૦ માંથી ૯ જણાં દેવાદાર છે.”
પણુ આ પ્રાંતના લેકે ભારે વિચિત્ર ! ! તેઓ લગભગ કશું ખાધા વિના જ જીવી શકે છે. મજૂર કુટુંબની તપાસનું પરિણામ જણાવતાં એક દાખલો આપીને રિપોર્ટ કરનારા સાહેબ નવાઈ દેખાડતા કહે છે કે : “ગાના કુટુંબમાં એક સ્ત્રી અને બે નાનાં છોકરાં હતાં. તેઓ અઠવાડિયે ૧૨ ટોપલીઓ બનાવતાં. તે દરેકના ૨ રતલ ચેખા ઊપજતા. એટલે કે મહિને તેમને ૧૦૦ રતલ
ખાની કમાણી હતી. તેની કિંમત ૧ રૂપિયાથી પણ ઓછી થાય. આ કુટુંબ આટલી આવક ઉપર જીવતું તે હતું જ, પણ દર વર્ષે ૧ રૂપિયા જેટલી રકમ બચાવીને તેમાંથી જોઈતાં કપડાં પણ ખરીદતું હતું.”
વર્ષની કમાણી : ૧૨ રૂપિયા બાદ કપડાંને : ૧ રૂપિયો ખાવા માટે : ૧૧ રૂપિયા
વાઇસરૉય સાહેબ વિદ્યા
२०८ તેમાંથી ચાર જણ પેટ ભરતાં હતાં. એટલે કે દરેકને દર વર્ષે ખાધાખર્ચ માટે પ૨૮ પાઈ મળતી. એટલે કે દર મહિને ૪૪ પાઈ. એટલે કે રજની ૧ પાઈ
એટલે કે, આખા હિંદુસ્તાનમાં સમૃદ્ધમાં સમૃદ્ધ પ્રાંતના રહેવાસીને રેજની સવા પાઈ ખાધા ખર્ચ માટે મળતી હતી. પણ તે “સમૃદ્ધમાં સમૃદ્ધ પ્રાંતમાં ૧૯૦૦ ના દુકાળ વખતે આખી વસ્તીને ૪૦ ટકા ભાગ સરકારે આપેલી મદદ ઉપર જીવતે હતે. અને ૧૮૯૦ થી ૧૯૦૦ સુધીના ગાળામાં તે પ્રાંતમાં ભૂખમરાથી જ ૧૩ લાખ માણસે માર્યા ગયાં હતાં. કાં તે તે પ્રાંત. સમૃદ્ધ જ ન હતા, અથવા તે અંગ્રેજોના રક્ષક છત્ર તળે ૧૮૮૨ થી માંડીને ૧૯૦૦ સુધીમાં તે ચુસાઈ જઈને એટલો ગરીબ બની ગયું હોવો જોઈએ.
અજમેર મેરવાડા ઈ.સ. ૧૮૮રમાં આ પ્રાંતની સ્થિતિ વિષે અજમેરના તહેસીલદાર તપાસ કરી રિપેર્ટ લખે છે કે :
“એમાં જરાય શંકા નથી કે, ખેડૂતોની સ્થિતિ જરાય સંતોષજનક નથી. સામાન્ય રીતે દરેક કુટુંબમાં પાંચથી સાત માણસ હોય છે. અને દરેક કુટુંબ પાસે સરેરાશ ૯ વીઘાંથી માંડીને ૨૬ વીઘાં જેટલી જમીન હોય છે. છેલ્લાં વીસ વર્ષની ગણતરી ઉપરથી જણાય છે કે, કુટુંબની સરેરાશ આવક દર વર્ષે ૮૮ રૂપિયાથી લઈને ૨૩૬ રૂપિયા સુધીની હોય છે. એટલે કે, માથા દીઠ ૧ થી ૨ રૂપિયા જેટલી. પરંતુ આટલામાંથી લોકોનું જરાય પૂરું ન જ થઈ શકે. પરિણામે, પાક લણુઈ રહ્યા બાદ થોડા જ દિવસ તેમને
Jain Education International
For Private & Personal use only
www Bielinary

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134