Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 132
________________ આબાદ હિંદુસ્તાન! જમીને છોડી દેવામાં આવે એ, મહેસૂલને બે કેટલો અસહ્ય છે તેને ચોક્કસમાં ચોક્કસ પુરાવો છે. મહેસૂલની રકમ સરકારે પૂરતી તપાસ કરીને જરાય કરાવી નથી હોતી, પરદેશમાં ચાલેલી લડાઈકે એવા કોઈ અસાધારણુ કારણે જ્યારે દેશની વસ્તુઓને ભાવ વધારે ઊપજતે હોય, ત્યારે જે વધારે પડતું મહેસૂલ કરાવેલું હોય છે, તે સામાન્ય સ્થિતિ પાછી આવતાં પણ કાયમ રહે છે. જેમકે, ગુજરાતનું મહેસૂલ અમેરિકામાં લડાઈ ચાલી અને તેને કારણે રૂ વગેરેના ભાવ વધારે ઊપજતા હતા તે વખત દરમ્યાન ઠરાવેલું છે. હવે તે તેટલા ભાવ વર્ષોથી કદી ઊપજતા નથી; છતાં મહેસૂલ તે તે વર્ષે કરાવેલું જ કાયમ રહ્યું છે. એટલું જ નથી પણ જુદાં જુદાં ભળતાં કારણો આપીને તેમાં વખતોવખત ઊલટે વધારો કરવામાં આવે છે. સરકાર મહેસૂલ વધારવાનાં કારણો નીચે પ્રમાણે આપે છેઃ - (૧) વસતીને વધારો (૨) ગામમાં નળિયાંવાળાં ઘરની, ઢોરની, અને વાહનોની વધેલી સંખ્યા (૩) રેલવે તેમજ પાકા રસ્તાઓને વધારો (૪) જમીનની કિંમતમાં વધારો (૫) પરદેશ નિકાસમાં વધારો વગેરે. પરંતુ ખરી રીતે તે કારણેથી ખેડૂતની આવક વધી છે એમ કાઈ રીતે ઠરાવી શકાય નહિ. જેમકે – વસતી વધવાનું કારણ લોકેાની વધતી જતી સંપત્તિ જ હોય છે તેમ નથી. જ્યાં લગ્ન કરવાને રિવાજ સર્વત્ર પ્રચલિત છે. ત્યાં વસતી વધ્યાં જ કરવાની. ઊલટું, વસતી વધવાથી અને જમીનનું પ્રમાણ તે પહેલાં જેટલું જ રહેવાથી ગરીબાઈમાં વધારો થાય છે. લોની ખરી આવક ૨૪૧ બીજુ, ગામમાં નળિયાંવાળાં ઘર વધે છે તેનું કારણુ ખેડૂતની રાજની સંપત્તિમાં વધારો થયો હોય છે એ એકલું જ નથી હોતું. પરદેશમાં લડાઈ વગેરે થવાથી એકાદ વર્ષ ભાવ ખૂબ મેટા ઊપજ્યા હોય, એટલે પણ તેમ અને. પણ તેથી દર વર્ષે તેવા મોટા ભાવ ઊપજતા નથી. એટલે તે એક વર્ષ ઉપરથી હંમેશને માટે મહેસૂલ વધારી મૂકવું એ ભૂલભરેલું છે. તે જ પ્રમાણે ઢેર અને વાહનનું પણ સમજવું. ધણુ દાખલાઓમાં તે ખેતી સિવાયની બીજી આવકથી અથવા તે ખેડૂત સિવાયના બીજા લોકોની વધેલી આવકને કારણે ઢોર, વાહન કે નળિયાંવાળાં ઘરની સંખ્યામાં વધારો થયે હોય છે. ખેડૂતોને તેની સાથે કશી જ લેવાદેવા નથી હોતી. વળી રેલવે વધવાથી ખેડૂતને ફાયદો જ થાય છે એમ ક્યાં છે? ઊલટું, તેને ભાડે ગાડાં ફેરવવાની જે આવક થતી હતી, તે બંધ થાય છે અને એ રીતે બળદ વગેરેનું ખર્ચ માત્ર ખેતરના કામ માટે જ વેઠવું પડે છે. એટલે ઉલટી ખોટ જાય છે. જમીનની કિંમત વધવાનું કારણ પણ જમીનની પેદાશ વધી હોય છે તે જ નથી હોતું. ઘણી વાર તે તેનું કારણ વસ્તીમાં થયેલ વધારે હોય છે, તથા પાસેના શહેરમાં ખેતી સિવાયની બીજી આવકથી વધેલી સંપત્તિ પણું હોય છે.* * આફ્રિકા વગેરેથી લોકો વધુ પૈસા કમાઈ લાવે અને પછી જમીન ખરીદવા ગમે તેવા ભાવ પણ આપે. તેથી જમીનની પેદાશ વધવાથી જમીનની કિંમત વધી છે એમ ન જ કહી શકાય. For Private Persone ly

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134