Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 130
________________ લોકેની ખરી આવક ૨૩૭ ૨૩૭ ૨૩૬ આબાદ હિંદુસ્તાન! વસ્તીનું પ્રમાણુ ઈગ્લેંડમાં ૧૨-૪ ટકા છે, ત્યારે બંગાળમાં ૩૭૯ ટકા છે. આ વસ્તુસ્થિતિનો અર્થ શું થાય છે તે વાઈસરોયના શબ્દોમાં જ કહું, - અત્યારની હિંદુસ્તાનની આર્થિક સ્થિતિ ઉપર વિચાર કરનાર કોઈ પણ માણસને શંકા નહિ રહે કે, આ દેશને ભારેમાં ભારે હાનિ કરનાર વસ્તુ એ છે કે, કે વધારે ને વધારે પ્રમાણમાં ખેતી ઉપર આધાર રાખનારા થઈ ગયા છે. તેને કારણે ખેડૂતોની સ્થિતિ વધુ બગડતી જાય છે, દુકાળનાં દુઃખો વધતાં જાય છે અને મજૂરીના ભાવ પડતા જાય છે. બીજી બાજુ વસ્તીનો માટે ભાગ અજ્ઞાનની છેલ્લી હદે આવી રહ્યો છે. કારણ કે, દુનિયાના દરેક દેશમાં માલૂમ પડશે કે, કારીગર લેકે ખેડૂતો કરતાં હંમેશાં વધારે બુદ્ધિમાન અને પ્રવીણ હોય છે. એટલે દેશમાં જેમ કારીગરની સંખ્યા ઘટતી જાય અને ખેડૂતની સંખ્યા વધતી જાય, તેમ તેમ દેશનું બુદ્ધિ તથા કુશળતાનું પ્રમાણ ઊતરતું જાય.” હિંદુસ્તાનના વેપારઉદ્યોગનો નાશ શાથી થયો એ વિષે પણ તે લેખક ચોક્કસ અભિપ્રાય ધરાવે છે. તે કહે છે કે, હિંદુસ્તાનમાં દેશના જ માલ ઉપર એવી ભારે ભારે રાહદારી જકાત નાખવામાં આવી હતી કે, તેના ઈજારાની જ પેદાશ દર વર્ષે ૪૪ લાખ રૂપિયા આવતી. બીજી બાજુ ઇંગ્લંડ જતા હિંદુસ્તાનના માલ ઉપર ૭૫ ટકા જેટલી અટકાયત જકાત નાખવામાં આવી હતી. આમ દેશની અંદર અને બહાર, આવા આવા અનેક એજાઓ અને પ્રતિબંધ વચ્ચે દેશના તમામ ઉદ્યોગ તદ્દન ગૂંગળાઈને કચરાઈ ગયા છે.” સરકારી મહેસૂલને અસહ્ય બજે ગોકળદાસ કહાનદાસ પારેખ જણાવે છે: “ખેડૂત વર્ગનાં અત્યારનાં સર્વ દુઃખનું મેટામાં મોટું કારણ મને મહેસૂલને અસહ્ય બોજો લાગે છે. . . . આ ઇલાકામાં કરવામાં આવેલા જુદા જુદા પાકના અખતરાઓના રિપોર્ટે ઉપરથી માલૂમ પડે છે કે, ખેડા જિલ્લામાં ઈ. સ. ૧૮૯૭–૯૮માં કરવામાં આવેલા નવ અખતરાઓમાંથી એકમાં, જ્યાં પાકને અંદાજ દશ આના હતા ત્યાં મહેસૂલને બજે કુલ પેદાશ ઉપર ૭૨ ટકા જેટલો અને તેવા બીજા દાખલામાં ૬૭ ટકા એટલે હતો. ભરૂચમાં ૩૧ અખતરા તે વર્ષ કરવામાં આવ્યા હતા. તેમાંના એકમાં મહેસૂલને બેજે ૪ર ટકા અને બીજા માં ૩૦ ટકાથી પણ વધારે હતું. આ છે દાખલાઓમાં પાકની કિંમતનો અંદાજ ૧૨ આના હતા, બીજામાં ૧૧ થી ૧૨ આના જેટલો, અને ત્રીજામાં ૯ થી ૧૦ આના હતા. “ખેડામાં ઈ. સ. ૧૮૯૬-૯૭માં ૯ અખતરા કર્યા હતા. તેમાં એક દાખલામાં મહેસૂલ બાજે ૯૬ ટકા, બીજામાં ૭૩ ટકા, ત્રીજામાં ૬૩ ટકા અને ચોથામાં ૫૦ ટકા જણાયું હતું. ઈ. સ. ૧૮૯૫-૯૬માં ભરુચમાં ૮ અખતરા કરવામાં આવ્યા હતા. તેમાંના એકમાં, જ્યાં પાકને અંદાજ ચાર આના હતું તેના ઉપર ૧૮૦ ટકા જેટલો મહેસૂલનો બે જણા હતા. ઈ. સ. ૧૮૯૪-૯૫માં અમદાવાદ જિલ્લામાં ૬ અખતરા કરેલા હતા. તેમાંના એક દાખલામાં કે જેના Jain Education International For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134