Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 90
________________ ૧૫૧ આબાદ હિંદુસ્તાન ! * ગુલ: ૨૨૫ એકર જમીનદાર ગયે વર્ષે ૧૦૦ હેર હતાં, આ વર્ષે ૭૦ મરી ગયાં. ગયે વર્ષે પેદાશ ૧૨૦૦ રૂપિયા હતી. તેમાંથી ૫૦૦ સરકારને ભર્યા અને ૫૦૦ મજૂરે તથા ખેતી વગેરેના ખર્ચમાં ગયા, જીવવા માટે દેવું કર્યું.” મિ. જોશીએ ઈ. સ. ૧૮૯૪માં ભરાયેલી ઔદ્યોગિક પરિષદ આગળ વાંચેલા ભાષણમાં જણાવ્યું છે કે: ૧. ખેડૂત ઉપર કરને બોજો વધતો જ જાય છે. છેલ્લાં વીસ વર્ષમાં મહેસૂલ ૬,૩૬૬,૬ ૬ ૭ પાઉંડથી વધારીને ૯,૧૭૩,૩૩૪ પાઉંડ કરવામાં આવ્યું છે, એટલે કે તેમાં ૩૯ ટકાને વધારે કરવામાં આવ્યો છે. ૨. ખેડૂતના ખિસ્સામાં સૌથી મોટો અને ભય ઉપજાવે તેવો કાપ મૂકનાર તે શાહુકાર છે. ખેડૂતનું દેવું વધતું જ જાય છે. અને તે વધારે ને વધારે શાહુકારના પંજામાં સપડાતા જાય છે. આ દેવું થવાનું કારણ એક જ છે અને તે એ કે, સારામાં સારા વર્ષમાં પણ તેને ખેતરની પેદાશમાંથી પિતાની આજીવિકા જેટલું પણ નીકળતું નથી છતાં સરકાર તેની પાસેથી તેમાંથી મોટો ભાગ મહેસૂલ પેટે પડાવી લે છે. પરિણામે, તેને જીવતા રહેવા માટે જ શાહુકારના પંજામાં સપડાવું પડે છે. જ્યારે ખરાબ વર્ષ આવે છે, ત્યારે તેની મુશ્કેલીને પાર રહેતો નથી છતાં સરકારનું મહેસૂલ તે સારા વર્ષમાં ભરવાનું હોય છે તેટલું જ કાયમ હોય છે. દક્ષિણના ચાર જિલ્લાઓને દાખલો છે. તેમનું એક વર્ષનું મહેસુલ ૩૮૧, ૧૩૪ પાઉંડ છે અને તે જિલ્લાઓમાં ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૫ ખેડૂતનું વાર્ષિક દેવું સરેરાશ ૩૫૮,૦૦૦ પાઉંડ છે. એટલે કે, કુલ મહેસુલના ૯૩ ટકા જેટલો ભાગ ખેડૂત દેવું કરીને જ આપે છે. એ હિસાબે આખા ઇલાકાની ગણતરી કરીએ, તે ખેડૂતનું વાર્ષિક દેવું ૧,૬ ૬ ૬, ૬૬ ૭ પાઉંડ થાય અને તેના ઉપર વ્યાજનો દર સરેરાશ ૧૨ ટકા ગણીએ (જોકે ખરી રીતે ખેડૂત ૨૦ કે ૩૦ થી ઓછા ટકા વ્યાજ ભરતે નથી જ હોતે) તે દરવર્ષે ૨૦૦,૦૦૦ પાઉંડ ખેડૂતોને વ્યાજના જ ભરવા પડે છે. પરંતુ આ તે એક વર્ષનું નવું દેવું થયું; તેનું જૂ નું દેવું તે કાયમ જ હોય છે. મિ. ગુડબને ૯ જિલ્લાના તૈયાર કરેલા આંકડાઓ મુજબ આખા ઈલાકાનું જૂનું દેવું ૧૫,૦૦૦,૦૦૦ પાઉન્ડ છે. અને તેનું વ્યાજ દરવર્ષે ૩,૬૦૦,૦૦૦ પાઉંડા થાય. એટલે, જૂના અને નવા દેવાનું વ્યાજ ભેગું કરતાં ઇલાકાનું કુલ વાર્ષિક વ્યાજ ૩,૬૦૦,૦૦૦+૨ ૦૦,૦૦૦ = ૩,૮૦૦,૦૦૦ પાઉંડ એટલે કે ૬ કરોડ રૂપિયા થાય. . . . હવે જે તેમને જોઈતી મૂડી તેમને પાંચ કે છ ટકાએ જ મળતી હોત, તો તેમને દર વર્ષે ૩ કરોડ રૂપિયા વ્યાજના જ ભરવાના બચત, મુંબઈ ઇલાકામાં શહેરના લેકીએ સેવિંગ્સ બેંકમાં મૂકેલી રકમ ૩૦,૦૦૦,૦૦૦ રૂપિયા છે, અને તેનાથી પણ વધારે રકમ ગવર્નમેંટ સિક્યોરિટીઓમાં પડેલી છે. તેના ઉપર તેમને બહુ બહુ તે કુ કે ૭ ટકા વ્યાજ મળે છે. હવે આ સ્થિતિ જુઓ: એક જ ઈલાકામાં કે પિતાના ફાજલ રૂપિયા બેંકમાં કે સરકારને ત્યાં ૩ કે ૩ ટકાએ નકામા નાખી મૂકે છે; જ્યારે તે જ ઇલાકામાં ખેડૂતે બાર બાર ટકા વ્યાજ ભર્યો જાય છે. જે

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134