Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 94
________________ આબાદ હિંદુસ્તાન! ગરીબ થયા છે એમ તે ન જ કહી શકાય. વળી ૧૮૮૦માં એકર દીઠ અનાજની પેદાશ ૭૩૦ રતલ હતી. જ્યારે, ૧૮૯૮માં તે વધીને ૭૪૦ રતલ થઈ છે. કેટલાક દાખલામાં કદાચ સુધરેલી ખેતીને લઈને પણ તેમ બન્યું હશે; પરંતુ, બીજા ઘણી મોટી સંખ્યાને દાખલાઓમાં તે સરકારે વધારેલી નહેરો અને પાણીની સગવડને લીધે તેમ બન્યું છે.” વાઈસરોય સાહેબ ઉપર જે બેલ્યા છે, તે બધું સાચું છે કે નહિ તે હવે આપણે તપાસવું જોઈએ. તેઓ સાહેબ કહે છે કે, ઈ. સ. ૧૮૮૦માં ખેડાણ જમીન ૧૯૪,૦૦૦,૦૦૦ એકર હતી તે વધીને હાલમાં ૨૧૭,૦૦૦,૦૦૦ એકર થઈ છે. એટલે કે, તેમાં ૨૧,૦૦૦,૦૦૦ એકરને વધારો થયો છે. તે બંને આંકડાની બાબતમાં તેમણે ગણ્યું જ માર્યું છે. ફેમિન કમિશને આપેલા આંકડા પ્રમાણે ઈ. સ. ૧૮૮૦માં ખેડાણ જમીને ૧૯૪,૦૦૦,૦૦૦ એકર ન હતી પરંતુ ૧૮૨,૭૫૦,૦૦૦ એકર જ હતી. તથા ડિરેકટર જનરલ ઓફ સ્ટેટીકસે જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૯૮માં ખેડાણ જમીન ૨૧૭,૦૦૦,૦૦૦ એકર નથી, પણ માત્ર ૧૯૬,૪૯૭,૨૩૨ એકર જ છે. એટલે કે વાઈસરોય સાહેબે ૨ કરોડ દસ લાખ એકર જમીનની બેડી ગ૫ મારી છે. તેટલા એકરની કુલ પેદાશ, વાઈસરોય સાહેબના હિસાબે, એકરે ૭૪૦ રતલ પ્રમાણે ૧૫,૫૪૦,૦૦૦,૦૦૦ રતલ થાય; એટલે કે તે ૨ કરોડ સાઠ લાખ માણસની આખા વર્ષની ખાધાખરચી થઈ. ધન્ય છે હિંદુસ્તાનને, જેના રાજકર્તાઓ બબ્બે કરોડ માણસની આખા વર્ષની ખાધાખરચી માત્ર શબ્દને બળે જ ઉપજાવી શકે છે ! વાઈસરૉય સાહેબ વિદ્યા આપણે મૂળ વાત ઉપર આવીએ. આપણે જોયું તેમ ખેડાણું જમીનમાં ઈ. સ. ૧૮૮૦ થી ૧૮૯૮ની વચ્ચે વાઈસરોય સાહેબ કહે છે તેમ ૨૧,૦૦૦,૦૦૦ એકરને વધારો નથી થયો, પણ ૧૩,૭૪૭,૫૩૨ એકરને જ થયો છે. હવે વાઈસરેય સાહેબ એમ કહે છે કે જેટલી વસતી વધી છે, તેટલી જ જમીન પણ વધી છે; એટલે મૂળ જમીન ઉપર વધેલી વસતીને બેજે વધવાથી લોકો વધુ ગરીબ થયા છે એમ ન જ કહી શકાય. પણ વસ્તુસ્થિતિ સાચે જ તેવી છે? જરાય નહિ. ઈ. સ. ૧૮૮૦માં ખેડાણ જમીન ૧૮૨,૭૫૦,૦૦૦ એકર હતી. (ગણો ૧૮૩,૦૦૦,૦૦૦) અને વસ્તી ૧૯૧,૦૦૦,૦૦૦ માણસની હતી. એટલે કે, ૧૦૦ માણસ દીઠ ખેડાણ જમીન આશરે ૬ એકર હતી.* વળી જમીનના એકર વધવાથી ખેતીની પેદાશમાં વધારે થવો જ જોઈ એ એમ નથી. ઊલટું સામાન્ય રીતે ખેડાણ જમીન જેમ જેમ વધતી જાય છે, અને જંગલે, ચરા વગેરે ઓછાં થતાં જાય છે, તેમ તેમ જમીનને કસ ઘટતો જાય છે. દાખલા તરીકે ફેમિન કમિશન આગળ જુદી જુદી પ્રાંતિક સરકારે એ આપેલા આંકડા જુઓ: જેમ જેમ જમીનનું પ્રમાણ વધ્યું, તેમ તેમ પેદાશ ઘટી, એ વસ્તુ તેમાંથી સ્પષ્ટ જણાશે. પંજાબ ખેડાણ જમીન દર એકરે અનાજની પેદાશ વર્ષ (અનાજની) રતલ ૧૮૮૦ ૧૮,૫૦૦,૦૦૦ ૧૮૯૮ ૧૯,૧૮૪,૬૫૫ ૬૨૭ ઘટાડે ૧૮ રતલ Jain Education International For Private & Personale Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134