Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 100
________________ ૧૭ આબાદ હિંદુસ્તાન ! કુટુંબનાં માણસોની સંખ્યા : ૧૪૫ પુરુષ, ૧૪૦ સ્ત્રીઓ, ૭૧ છોકરા અને ૬૯ છોકરીએ. એટલે કે, સરકાર કુલ પેદાશમાંથી ૫૦ ટકા જેટલે. ભાગ મહેસુલ તરીકે પડાવી લે છે. એકર દીઠ અનાજની પેદાશ ૧૫૩ રતલ છે. દર વર્ષે માથા દીઠ ખેતીની આવક રૂ. ૪-૧-૬ પડે છે. તેટલામાંથી તેમણે ખાધા ખર્ચ અને કપડાંલતાં વગેરે પૂરાં પાડવાનાં. લેકે જીવી રહ્યા હોય તે તે ઢોરોને કારણે. પરંતુ થોડાં વર્ષ ઉપર ઢોરની સંખ્યા ૩૦૦૦ જેટલી હતી તે ઘટીને ૧૦૫૫ થઈ ગઈ છે. અને તે ઘટાડાનું કારણ ત્યાંને પટવારી એ આપે છે કે, “રોગે વધ્યા છે અને ગૌચર જમીન ઓછી થઈ ગઈ છે.” એટાવાના કલેકટર મિ. ઍલેકઝાન્ડર, તહસીલદારે એ આપેલી વિગતે ઉપરથી તારણ કાઢીને લખે છે : “બધાં સામાન્ય વર્ષ દરમ્યાન, લેકે, વર્ષને ૩ ભાગ દેવું કરીને જ જીવે છે. અને કપરાં વર્ષો દરમ્યાન કાં તો તેમને દેવું વધારી મૂકવું પડે છે, યા તે ઘરેણાં, ઢોર, કે બીજું જે કાંઈ વેચી શકાય તેવું હોય, તે વેચી દેવું પડે છે. . . . એકાદ વર્ષ ખરાબ આવે તે તે લેકે ઉપર જણાવ્યું તે રીતે નભાવી લે છે, પરંતુ જો વર્ષો ઉપરાઉપરી ખરાબ આવે છે, તે તેમની સ્થિતિ એકદમ ભયંકર થઈ જાય છે. લેણદાર આગલું મોટું દેવું બાકી હોવાથી નવા રૂપિયા ધીરતે નથી. એટલે સામાન્ય રીતે દરેક ખેડૂતને અનાજની સખત તંગીથી ઘણું જ વેઠવું પડે છે. મથુરા જિલ્લામાં તે આવી તંગીને કારણે ઈ. સ. ૧૮૭૮ થી ૧૮૮૩ સુધીમાં ખેડૂતોની મેટી સંખ્યા - વાઇસરૉય સાહેબ વિદ્યા ૧૭૭ પિતાનાં ઘરબાર, રાચરચીલું છોડીને બીજા ભાગમાં કઈ સગાંવહાલાંની એથે રહેવા કે જ્યાં રેજી મળતી હોય ત્યાં મજૂરી કરવા ચાલી ગઈ છે.” શાહજહાનપુર વિષે લખતાં તેઓ જણાવે છે કે: જેની પાસે બિલકુલ જમીન નથી, અને જે માત્ર મજૂરી કરીને જ ગુજારો ચલાવે છે, તેવા લોકોની સ્થિતિ જોઈએ તેવી સંતોષકારક નથી. પુરુષ, તેની સ્ત્રી અને તેનાં છોકરાં બધાં જ કામ કરવા જાય તે પણ, તેઓ મહિને ૩ રૂપિયાથી વધારે કમાઈ શકતાં નથી. જ્યારે અનાજના ભાવ સસ્તા કે સાધારણ હોય, રોજી પણ નિયમિત મળતી હોય, તથા કુટુંબનાં બધાં માણસોની તબિયત કામ કરી શકે તેવી નીરોગી હોય, તે તેમની આવકમાંથી તેમને દહાડામાં એક ટંક, પૂરતું ખાવાનું મળી રહે, ઘાસ છાયેલું છાપરું તેમના માથા ઉપર કાયમ રહે, કંઈક સસ્તુ કાપડ પહેરવા મળી રહે, તથા કઈ કોઈ વાર એકાદ પાતળા કામળો તેઓ ખરીદી શકે. આ કુટુંબને ટાઢ અને વરસાદથી ખૂબ જ સહન કરવું પડે છે. કારણકે, તેમની પાસે પૂરતાં કપડાં હતાં નથી અને દેવતા સળગાવાય તેટલાં લાકડાં ખરીદી શકાય તેટલા પૈસા પણ હોતા નથી.” અલ્હાબાદ ડિવિઝનના કમિશ્નર મિ. લૅરેજો સાહેબ બાંદા અને હમીરપુર વિષે લખતાં જણાવે છે: અહીંના ગરીબ વર્ગો અને અર્ધા ભૂખમરા વચ્ચે જરા પણ અંતર નથી. પણ તેને ઉપાય છે ?” - તે જ વિભાગના કલેક્ટર મિ. વાઈટ જણાવે છેઃ

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134