Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદુસ્તાનની લૂંટઃ તેનું પ્રમાણ અને પરિણામ
આખી દુનિયામાં હિંદુસ્તાન જેવો એક પણ દેશ નહિ હોય ત્યાંની સરકાર પોતાની પ્રજાની સુખસમૃદ્ધિ વધ્યાં જ કરે તે માટે તનતોડ પ્રયત્ન નહિ કરતી હોય, ચેડાં વર્ષો અગાઉ જે દેશે હિંદુસ્તાનની સરખામણીમાં કંગાળ જંગલીએ હતા તે બધા અત્યારે વેપારઉદ્યોગમાં તેને ક્યાંય ટપી ગયો છે; માત્ર હિંદુસ્તાન જ દર વર્ષે ગરીબાઈ અને ભૂખમરામાં સપડાતું જાય છે.
હિંદુસ્તાનમાં એક સુધરેલામાં સુધરેલી પ્રજા રાજ્ય કરે છે; છતાં આવું કેમ બનતું જાય છે?
તેનું કારણ એક જ છે. અને તે એ કે, હિંદુસ્તાનનું રાજ્ય, તેના લોકોની સંપત્તિ કેમ વધે તે સિદ્ધાંત ઉપર નથી ચલાવવામાં આવતું; પરંતુ તે દેશના પૈસા ઘસડી જઈ પિતાની એટલે કે પરદેશી પ્રજા કેમ સંપત્તિમાન બને, એ સિદ્ધાંત ઉપર ચલાવવામાં આવે છે.
હિંદુસ્તાનની લૂંટ
૧૦૭ અત્યાર સુધી આપણે હિંદુસ્તાનમાંથી દર વર્ષે હંમેશને માટે પરદેશ ઘસડી જવામાં આવતા પૈસા વિષેને ઉલ્લેખ વારંવાર કરતા આવ્યા છીએ. પરંતુ આ પ્રકરણમાં તેનું પ્રમાણુ અને તેનાં પરિણામ જરા વધુ એકસાઈથી જોવાને પ્રયત્ન કરીએ.
ઈ. સ. ૧૮૯૮-૯ની સાલમાં હિંદુસ્તાનમાંથી માલ, ખજાને વગેરે બધું મળીને ૮૦,૦૮૬,૪૪૭ પાઉંડની નિકાસ થઈ હતી. જ્યારે, ભાલખજાન બધું મળીને પરદેશથી આયાત ૫૭,૫૩૧,૩૦૩ પાઉડની થઈ હતી. એટલે કે, એક વર્ષના વહેવારમાં જ દેશમાંથી હંમેશને માટે ૨૨,૫૫૫,૧૪૪ પાઉંડ એટલે કે ૩૪ કરોડ ૫૦ લાખ રૂપિયા પરદેશ તણાઈ ગયા હતા. એ રકમમાંથી મોટો ભાગ ઈગ્લેંડ જ ગમે છે. નીચે આપેલી “હોમાઈસ' (એટલે કે, હિંદુસ્તાન માટે ઈંગ્લંડમાં કરવામાં આવતા ખર્ચની રકમ)ની વિગતે ઉપરથી સમજી શકાશે કે, જે દેશમાં પરદેશીઓનું રાજ્ય ન હોત, તે તે રકમમાંથી ઘણા માટે ભાગ દેશમાંથી પરદેશ ચાલ્યો ગયો ન હોત. વિગત
રકમ પાઉડ ૧. દેવાના વ્યાજ ખાતે ઈંગ્લડ મેકલવી પડતી રકમ
૮,૭૨૯,૨૯૦ [ મેટા પરદેશી પગારદાર રાખીને, હદ ઉપરાંતનું પરદેશી લશ્કર રાખીને, તથા પિતાના વેપાર અને લશ્કરની જ સગવડ ખાતર જોઈ એ તે કરતાં વધારે રેલવેએ બાંધીને આ દેવું કરવામાં આવેલું છે. લેર્ડ સેલિબરી

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134