Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 67
________________ ૧૧૦ આબાદ હિંદુસ્તાન ! એટલે કે, દર વર્ષે : ૭૫,૨૯,૭૯૮ પાઉંડ, સહેલી રકમ તરીકે ગણા : ૭૫,૦૦,૦૦૦ પાઉંડ, આખા ૧૯મા સૈકા દરમ્યાન કેટલું નાણું બહાર ઘસડાઈ ગયું છે, તે હવે જોઈ એ. ૧. મિ. મેાન્ટગેામરી માર્ટિનની ગણતરી પ્રમાણે ઈ. સ. ૧૮૦૦થી ૧૮૩૪-૩૫ સુધી ઇંગ્લંડે હિંદુસ્તાનમાંથી ઉઠાવેલું નાણું : વ્યાજ સાથે ૨. ૧૮૩૪-૩૫ થી ૧૯૦૦ સુધીની ઉપર જણાવેલી રકમઃ પાંચ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતાં પાઉંડ Jain Education International ૭૨ ૩,૦૦૦,૦૦૦ ૪,૧૮૭,૯૨૨,૭૩૨ કુલ ૪,૯૧૦,૯૨૨,૭૩૨ મેં વ્યાજના દર પાંચ ટકા જેટલા જ ગણ્યા છે. પરંતુ રેલવે કંપનીવાળા અંગ્રેજો આ દેશમાંથી જ પોતાની મૂડી ઉપર દર વર્ષે ૯૯ ટકા જેટલે નફા ઉઠાવી ગયા છે તે જોતાં, ઉપરની રકમ દેશમાં જ રહી હૈાત તે। દેશી લેાકેાને જરૂર વધારે દર મળ્યા હાત, હજુ ઉપરની રકમમાં થેાડા સુધારા કરવાના બાકી રહે છે. ઉપર મે ૧૮૩૪-૩૫ થી ૧૯૦૦ સુધીની રકમ અંદાજથી દર વર્ષે ૭,૫૦૦,૦૦૦ પાઉંડની ગણી છે. પરંતુ સરકારી આંકડા પ્રમાણે ૧૮૩૪-૩૫ થી ૧૮૯૮-૯૯ સુધીમાં હિંદીસરકારે ઇંગ્લેંડની ઇંડિયા ઑફિસને ૬૧૦,૩૮૯,૧૩૯ પાઉંડ ભર્યાં છે; ઉપરાંત ઘડિયા સેિ ઇંગ્લેંડમાં હિંદુસ્તાનની લૂંટ ૧૧૧ ૧૨૪,૨૬૮,૬૦૫ પાઉંડ દેવું કરીને લીધા છે. આ રકમેાના સમાવેશ આપણે ઉપર ગણેલી આયાત નિકાશની રકમેકમાં થતા નથી; એટલે તેમને આપણા હિસાબમાં ઉમેરી લેવી જ જોઈ એ. પાઉંડ ઉપર કરેલી ગણતરીના નવા ઉમેરવાનાઃ ૪,૯૧૦,૯૨૨,૭૩૨ ઇંડિયા ઍક્સિના, પાંચ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ તથા દેવું કરીને લીધેલા સહિતઃ ૧,૧૬૯,૨૪૯,૨૮૯ કુલ ૬,૦૮૦,૧૩૨,૦૨૧ એટલે કે, છેલ્લાં ૧૦૦ વર્ષમાં થઈ ને તેમણે કુલ ૯૧ અબજ રૂપિયા ઉપાડ્યા છે. આ હિસાબે દુનિયાના ગમે તેવા પૈસાદાર દેશ પણુ ચુસાઈ ને પૂણી જેવા થઈ જાય, તેમાં શી નવાઈ ! આ રકમ જ. દેશમાં જ રહી હોત, તથા દેશના બધા હુન્નર ઉદ્યોગ પરદેશીએએ જાણી જોઈ ને કચરી ન નાખ્યા હેત, તે તેના વડે હિંદુસ્તાન દેશ અત્યારે, વેપારહુન્નર, કળાકૌશલ્ય ` અને કેળવણી-સંસ્કારની કેટલી હદે પહોંચ્યા હાત, તેની કલ્પના કરી શકાતી નથી. ઉપરાંત, મેટા મેટા હિંદી વેપારીઓ અને ધેદારીઓની જગપ્રસિદ્ધ ઉદારતાને કારણે પ્રજાવતે તળાવ, મદિર, ધર્મશાળા, દવાખાનાં, રસ્તા, ઝાડ, સદાવ્રત વગેરે મારતે કેટલાં સુખશાંતિ મળ્યાં હાત, તેમજ મુસલમાન બાદશાહેાએ પેાતાની ડહાપણભરી રાજનીતિ વડે આખા દેશમાં મેાટી મેટી નહેરા વડે લાંબા લાંબા જળમાર્ગો કરી મૂકી, દેશનાં ખેતી, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134