Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 83
________________ ૧૪૨ આબાદ હિંદુસ્તાન ! ૨. કુટુંબને માત્ર ખાધાખર્ચ અને કપડાંની રકમમાં જ ૨૬ રૂ. ૧૫ આ, ખૂટ્યા. ૩. શાહુકારે તેને એક પાઈ પણ ધીરવાની ના પાડી. કારણકે, તેની પાસે પાછલા ૬૦ રૂપિયા બાકી હતા. ૪. કુટુંબને અનાજની એટલી બધી તંગી આવી પડી કે, તેમને બાજરી પાકી પણ નહિ ત્યાર પહેલાં ખાવાની શરૂ કરવી પડી. ૫. તે માણસ પાસે પિતાને માટે જ સંયુક્ત પ્રાંતની કડકડતી ટાઢમાં એક કામળે ૫ણું ન હતું. તેનાં સ્ત્રી છોકરાની વાત તે જુદી. ૬. તેના ઘરના રાચરચીલાની કિંમત સરકારે ૨ રૂપિયા ઠરાવી છે. ૭. તે તેમજ તેને છોકરો બંને મજૂરી કરવા પણ જતા હતા; છતાં તેમને વર્ષને અંતે ૨૬ રૂ. ૧૫, આ.ની ખાધ આવી. પરંતુ દાઝવા ઉપર ડામ જેવું તે એ છે કે, આ દાખલો પેતાના પત્રમાં ટાંકીને તે પ્રાંતના લેફ. ગવર્નર સર ઍકલેંડ કેલવિને હિંદી સરકારને લખી જણાવ્યું છે : “ આ કુટુંબને તંગી વેઠવી પડતી હોય એમ લાગતું નથી.” (પા. ૧૮-૨૦) હીરાસિંધ : ઉંમર ૩૦ અને ભુબા. બંને ભાઈ એ છે તથા પરણેલા છે પણ તેમને છોકરાં નથી. કુટુંબનાં કુલ માણસ ૬ છે. “ સ્ત્રીઓ પાસે ઘરેણાં નથી. તેમનાં ખેતરને તેઓ પાકા કૂવામાંથી પાણી પાય છે.” આવક અને ખર્ચને હિસાબ કાઢતાં વર્ષને અંતે ૮ રૂ. ૨ આ. ૬ ૫. ખાધ આવે છે. છતાં સરકાર કહે છે કે, હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ' ૧૪૩ તે બંને ભાઈ ઓ “સારી સ્થિતિમાં છે એટલું જ નહિ પણ” તેમની સ્થિતિ જૈતના ચમાર કે નૌગામના ઠાકુર કરતાં ઘણે દરજજો ચડિયાતી છે. તેમની પાસે ધાતુનાં વાસણ પણ છે, તથા “ તેમની પાસે એક કામળો પણ છે.” - બાપરે ! સંયુક્ત પ્રાંતના છ માણસના કુટુંબ વચ્ચે એક કામળે ! શું સુખી માણસો છે ! ! સ્ત્રીઓને ઘરેણાં નથી તેથી શું થઈ ગયું? તેમના ઘરમાં ધાતુનાં વાસણો છે ! ઈશ્વરની મહેરબાનીથી બંનેને છોકરાં નથી.. (૫, ૬ ) ભિકરી: મજૂર. છનું કુટુંબ: ચાર મહિના માંદે રહ્યો. સ્ત્રી અને છોકરી ઘાસ વેચે છે. છોકરો મજૂરીએ જાય છે. છોકરાની વહુને “ખર્ચ ઓછું કરવા પિયેર મોકલી દીધી છે.” “ચોમાસામાં આખા ઘરને એક ટંક જ ખાવાનું મળતું હતું... બીજાં વર્ષોએ તેઓ ત્રણ ચાર રૂપિયા શિયાળામાં કપડાં માટે વાપરતાં. આ વર્ષે વાપરી શકયાં નથી.” તુંડાઃ બલવંતને છોકરો. પાંચ એકરને માલિક. “છોકરી પરણાવી ત્યારે ૧૨ રૂપિયા મળ્યા; તેમાંથી મહેસૂલ ભર્યું. અને શિયાળામાં કપડાં ન હોવાથી બળદની સાથે ખૂણામાં પડયો રહ્યો.” હવે આપણે એટાવા જિલ્લા તરફ જઈ એ. ત્યાંના કલેકટર મિ. એલેકઝાન્ડર પિતાની “તારવણીમાં” તે હિંદુસ્તાનના અને દુનિયાના લેકેને એટલું જ કહેવા માગે છે કે: “તપાસ માટે પસંદ કરેલાં ગામડાંમાં મોટા ભાગના ખેડૂતેને સામાન્ય રીતે ખેરાકની તંગી વેઠવી પડતી નથી. પણ જ્યારે ભાવ ચડી જાય છે, ત્યારે મજૂરોને Jain Education international For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134