Book Title: Abad Hindusthan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 22
________________ આબાદ હિંદુસ્તાન ! જે કારખાનાં વડે ઇંગ્લ`ડ અત્યારે પોતાની ઔદ્યોગિક ઉન્નતિ સાધીને દુનિયામાં અગ્રગણ્ય દેશ બની શક્યું છે, તથા જે કારખાનાંએ હિંદુસ્તાનના સર્વાં ઉદ્યોગહુન્નરાને ધૂળ મેળવ્યા છે, તે કારખાનાં બંગાળા અને કર્ણાટકમાંથી લૂટી આણેલા વિપુલ ધનભંડારને આભારી છે, પ્લાસીનું યુદ્ધ લડાયું તથા ત્યાર પછી હિંદુસ્તાનમાંથી ધનભંડાર લાગ્યા ત્યાર પહેલાં લૅકશાયરનાં રેઢિયા અને શાળા હિંદુસ્તાનના જેવાં જ સાદાં હતાં. અને ઇંગ્લેંડના અંધા ઉદ્યોગા પડતી હાલતમાં હતા. હિંદુસ્તાનથી લૂંટી આણેલી ધનસપત્તિ અને ઇંગ્લેંડના ઉદ્યોગોનો વિકાસ, એ બે વચ્ચે કા કારના સંબંધ છે. આવવા બ્રુક્સ ઍડમ્સ લખે છે: २० “ પ્લાસીના યુદ્ધ પછી તરત જ બંગાળની લૂટ લંડનમાં આવવા લાગી, અને તેની અસર એકદમ થઈ એમ દેખી શકાય છે. કારણું, અધા જ પ્રમાણભૂત લેખા કબૂલ કરે છે કે, ૧૯મી સદીને આગલા જમાનાથી જુદી પાડનાર યાંત્રિકયુગ ૧૭૬૦ની સાલથી શરૂ થયા. એઈન્સના કહેવા પ્રમાણે ઈ. સ. ૧૭૬૦ પહેલાં વૅકેશાયરમાં કાંતવા માટે વપરાતું `ત્ર લગભગ હિંદુસ્તાનના જેવું જ સાદું હતું. અને ૧૭૫૦ની સાલમાં ઈંગ્લેંડના લેાખડા ઉદ્યોગ, અળતણ માટે જંગલે! કપાઈ જવાથી પૂરેપૂરી પડતી દશામાં આવી ગયા હતા. તે વખતે ઇંગ્લેંડમાં વપરાતા લેાઢાના ૬ જેટલા ભાગ સ્વીડનથી આવતા હતા. “ પ્લાસીનું યુદ્ધુ ૧૭૫૭માં લડાયું, અને ત્યારબાદ જે ફેરફારા ઝપાટાબંધ થવા લાગ્યા, તેમની ગતિની તુલના Jain Education International અગ્રેજી રાજ્યના મૂળમાં ૧ ' કશાથી પણ થઈ શકે નહિ. ૧૭૬૦માં ટકાશાળે દેખા દીધી, અને લેહું ઓગાળવાની ભઠ્ઠીઓમાં લાકડાની જગાએ કાલસા આવ્યા. ૧૭૬૪માં હારશ્રીઝે ‘સ્પીની’ગ જેની’ શોધી કાઢી; ૧૭૭૬માં ક્રોમ્પ્ટને ‘સ્કૂલ' બનાવ્યું; તથા ૧૭૮૫માં કારાટે વરાળથી ચાલતી શાળના પેટટ લીધા. પણ આ બધામાં મુખ્ય એવી શોધ ૧૭૬૮માં વાટે વરાળથી ચાલતું એંજિન પૂરું કરીને કરી. પરંતુ ધ્યાનમાં રાખવાનું એ છે કે, આ બધાં યંત્રા જો કે તે વખતે શરૂ થયેલા ફેરફારોને પ્રગટ થવા માટે દ્વારરૂપ થયાં હતાં, પણ તે ફેરફારો કઈ તેમનાથી થયા ન હતા. “ આવી બધી શેાધા સ્વભાવે નિષ્ક્રિય હોય છે. કેટલીય અગત્યની શેાધા સૈકાઓથી થઈ ગયેલી હેાય છે; પણ તેમને ગતિ આપનાર શક્તિ એકત્રિત થવાની રાહ જોઈ ને તે અક્રિય પડી રહે છે. તે શક્તિ હંમેશાં નાણાંરૂપે એકઠી થવી જોઈએ અને તે નાણાં પણ એક જગાએ પડી રહેલાં નિહ, પરંતુ કરતાં હાવાં જોઈ એ. “ આ પ્રમાણે છાપવાની કળા યુરોપમાં આવી ત્યાર પહેલાં કેટલાય યુગેાથી ચીનમાં શેાધાયેલી હતી. સંભવિત છે કે રામના દારૂગાળાથી માહિતગાર હતા; તથા રિવોલ્વરે અને તેપા પણ ૧૫મા ૧૬મા સૈકામાં અસ્તિત્વમાં આવી ગઈ હતી. વૉટના જન્મ પહેલાં કેટલાય સમયથી વરાળ ઉપર અખતરા શરૂ થયા હતા. વૉટે કઈ વરાળયત્રની શોધ કરી ન હતી; તેણે તે તેને બજારમાં મૂકવા યેાગ્ય બનાવવામાં જ પેાતાની જિંદગી ખતમ કરી હતી. 'દુસ્તાનના ધનભંડાર ઇંગ્લંડમાં ઠલવાયે। અને તેને કારણે શાખના વ્યવહાર For Private & Personal Use Only www.jain litary ag

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134