Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ણમોકાર મહામંત્ર
सा विद्या या विमुक्तये
લેખક
પંડિત રતનચન્દ ભારિલ્લ શાસ્ત્રી ન્યાયતીર્થ, સાહિત્યરત્ન, એમ. એ., બી. એડ. પ્રાચાર્ય શ્રી ટોડરમલ દિ. જૈન સિ. મહાવિદ્યાલય જયપુર
ગુજરાતી અનુવાદ
સુરેશચન્દ્ર કે ગાંધી ગાંધી રેડીમેડ સ્ટોર્સ, મહાત્માગાંધી રોડ દાહોદ,
સહાયક :- કીર્તિ સી. શાહુ અમદાવાદ
પ્રકાશક
પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ
એ – ૪ બાપુનગર જયપુર ૩૮૨૦૧૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ સંસ્કરણ હિન્દી ૧૯૮૭
દ્વિતીય સંસ્કરણ હિન્દી ૧૯૮૮ તૃતીય સંસ્કરણ હિન્દી ૧૯૮૮ ગુજરાતી પ્રથમ સંસ્કરણ૧૯૯૦
અનુક્રમણિકા મોકાર મહામત્ર અરહુન્ત પરમેષ્ઠી સિદ્ધ પરમેષ્ઠી આચાર્ય ઉપાધ્યાય તથા સાધુ પરમેષ્ઠી સામાન્ય સાધુનું સ્વરૂપ આચાર્ય પરમેષ્ઠી ઉપાધ્યાય પરમેષ્ઠી સાધુ પરમેષ્ઠી ચત્તારિ મંગલ મંગળ-ઉત્તમ-શરણ
૪૭-૪૮-૪૯ ણમોકાર મહામત્રનું મહાભ્ય ણમોકાર મહામન્ત્ર-આદિ કે સાદિ મોકાર મગ્નનો પદક્રમ મોકાર મન્ત્ર તથા શબ્દશક્તિ ણમોકાર મગ્ન તથા મનોરથપૂર્તિ સમોકાર મ7નાં પાઠભેદ દ્રવ્ય કૃત તથા ણમોકાર મગ્ન ઉપસંહાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Hansa & Mahendra Shah - London, UK (in Loving memory of late Raishi Hansraj and Amratben Raishi Haria) who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Namokaar MahaMantra is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Version
Changes Number
001 28 May 2004 First electronic version.
Date
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧ :
પ્રકાશકીય
નમોકા૨ મંત્ર જૈનકુળમાં જન્મ લેવાવાળા આબાલ થી વૃદ્ધ બધાજ સ્ત્રી પુરૂષો બોલે છે. પરંતુ એવા કેટલા છે કે જેઓ આ મહામંત્રના અસલ-સ્વરૂપથી પરીચિત છે? આ તો આપણું ૫૨મ સૌભાગ્ય છે કે આપણને જન્મથી જ આવો મંગળમય મહામંત્ર સાંભળવાનો સુઅવસ૨ સહેજ-જ-મળેલ છે. આપણે આપણા કુળક્રમ અનુસાર આ નમોકારમંત્ર બાળપણથી જ બરાબર સાંભળતા તથા બોલતા રહ્યા છીએ. પરંતુ તેનાં વાસ્તવિક સ્વરૂપથી આજ પણ અજાણ અનભિજ્ઞ છીએ., અપરિચીત છીએ. તે કારણે પુણ્યોદયથી પ્રાપ્ત આ જન્મજાત ઉપલબ્ધિનો જેટલો લાભ આપણને મળવો જોઇએ તે મળી રહ્યો નથી.
એટલા કારણથી જ એવા સાહિત્યની ઘણા સમયથી પ્રતીક્ષા હતી જે નમોકા૨મંત્ર વિશે વિસ્તૃત જાણકારી આપી શકે.
હું આ “નમોકાર મહામંત્ર” પુસ્તકનું પ્રકાશન કરતાં અત્યંત હાર્દિક પ્રસન્નતાનો અનુભવ કરું છું.
પંડિત રતનચંદજી ભારિલ્લએ પ્રસ્તુત પુસ્તકમાં નમોકા૨ મંત્ર પર સર્વાંગીણ અધ્યયન કરી એક ઘણીજ મોટી આવશ્યકતાની પૂર્તિ કરી છે. અત્યાર સુધી નમોકાર મંત્ર પર કોઈ પુસ્તક ઉપલબ્ધ ન હતું જે જૈન સમાજને આ દિશામાં સાચું માર્ગદર્શન આપી શકે.
પ્રસ્તુત રચનામાં નમોકા૨ મંત્ર તથા તેમાં પ્રતિપાઘ પંચ પરમેષ્ઠીનાં સ્વરૂપનું વિસ્તૃત વિવેચન, મહામંત્રનું માહાત્મ્ય, તેનું અનાદિપણું, પદનો ક્રમ, મંત્રની શબ્દ શક્તિ, મંત્ર તથા મનોરથ - પૂર્તિ, નમોકા૨ મંત્રનો પાઠ ભેદ વગેરે અંશો પર તો આગમના આધારથી યુક્તિસંગત વિવેચન કર્યું તો છે. ઉપરાંત નમોકાર મંત્ર સંબંધી અનેક ભૂલભરેલી પ્રચલિત પરમ્પરાઓનું પણ સુન્દર સમાધાન યોગ્ય સ્થાને કર્યું જ છે. તે કારણે નમોકાર મંત્રના વિષયમાં ફેલાએલી ભ્રાંતિઓ તો દૂર થશે જ, પરંતુ વાસ્તવિક વિષયવસ્તુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨ :
સમજમાં આવતાં અંધશ્રદ્ધાનો અભાવ થઇ યથાર્થ શ્રદ્ધાભક્તિ નો ઉદ્દભવ તથા વિકાસ પણ થશે.
આ પુસ્તકનો સદભાવ શરૂઆતમાં તો “જૈનપથ પ્રદર્શક” નાં સંપાદકીય લેખોના રૂપમાં થયો હતો, જે વાંચતા એવી લાગણી થઇ કે આ લેખોનું પ્રકાશન પુસ્તકનાં સ્વરૂપમાં પણ થવું જોઇએ, કેમ કે જનસાધારણ માટે અત્યંત ઉપયોગી છે. તે જ લેખોની આ સંશોધિત તથા સંવર્ધિત કૃતિ છે. “જૈનપથ પ્રદર્શક” માં જેઓએ આ ભાગોમાં વાંચી છે. તેઓ પણ ફરી વાંચે, જુદા જુદા ભાગોમાં વાંચવા કરતાં એક સાથે સમગ્રરૂપથી વાંચવાનો આનંદ કંઇ અલગ જ હોય છે. વળી આમાં - તો પરિવર્ધન પણ ઘણું થયું છે.
સર્વાધિક ગૌરવની વાત એ છે કે આ પુસ્તકની હિન્દીમાં ત્રણ આવૃત્તિમાં કુલ ૧૮૬O૦ નકલ પ્રકાશિત થઇ ચુકી છે. એક વર્ષમાં અલ્પ સમયમાં આટલી મોટી સંખ્યામાં પ્રકાશન થવું તે જ આ પુસ્તકની લોકપ્રિયતા સૂચવે છે. લેખકની આ કૃતિ પણ “જિન પુજન રહસ્ય” ની જેમ જ અભિનંદન પાત્ર છે. ગુજરાતી ભાષામાં આ તેનું પ્રથમ પ્રકાશન છે.
પંડિત રતનચન્દજી ભારિલ્લ એક શાન્ત પ્રકૃત્તિના અધ્યાત્મ રૂપી સંપન્ન વિદ્વાન છે. જેઓ કોઇ પ્રપંચમાં પડ્યા સિવાય હંમેશ જિનવાણીની સેવામાં રહ્યા કરે છે. તત્ત્વપ્રચારની ગતિ-વિધિઓમાં ચુપચાપ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપતા રહે છે. તેઓ અમારી સંપૂર્ણ ગતિ વિધિઓના સંચાલક ડો.. હુકમચન્દ ભાટિલના વડિલ બંધુ તો છે જ ઉપરાંત એમનાં અંગત સહ્યોગીઓમાં પણ અગ્રગણ્ય છે.
આશા છે કે તેઓની આ કૃતિ સમાજને સાચી દિશાનું દર્શન કરાવશે. આ કૃતિ માટે અમો તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
- નેમચન્દ પાટની
મહામંત્રી પં. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩:
પોતાની વાત શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય;
મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય. અધ્યાત્મ જગતનાં ખ્યાતિ પ્રાપ્ત માનનીય વિદ્વાન પંડિત શ્રીજયચંદજી છાબડાએ ઉપરની પંકિતમાં કહ્યું છે કે સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા તથા વ્યવહારથી પંચ પરમેષ્ઠી. પરંતુ મોહી જીવ તેને તો જાણતો તથા ઓળખતો નથી. અને શરીર તથા સંયોગોની અનુકૂળતા ઉપરાંત ધન વૈભવની ઉપલબ્ધિમાં જ સુખ માને છે, એટલા માટે જ કોઇતો મણિ – મંત્ર - તંત્રની સાધના કરે છે, કોઇ દેવી દેવતાઓની આરાધના – ઉપાસના, કેમ કે તેઓતો એને જ સંયોગાની અનુકૂળતાનું સાધન સમજે છે. પરંતુ એવા જીવો તેમના લક્ષ્યથી ભ્રષ્ટ છે.
જેવી રીતે શીલવતી સ્ત્રીનાં જીવનમાં બે જ સાચા સહારા છે એક પિતાનું ઘર તથા બીજું પતિનું ઘર. પરંતુ જે સ્ત્રી આ વાતની અવહેલના કરી બીજાનાં ઘરમાં રહે છે. તેને ભ્રષ્ટ થએલી જ જાણો. તે જ પ્રકારે ધર્માત્માઓને બે જ સાચા શરણ છે. શુદ્ધાત્મા તથા પંચ પરમેષ્ઠી. પરંતુ જે જીવ આની ઉપેક્ષા અથવા અવહેલના કરી લૌકિક કામનાઓ માટે અન્ય મણિ-મંત્રાદિની સાધના તથા દેવી દેવતાઓની ઉપાસનામાં જ રાચ્યા રહે છે. તેઓને પણ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ જ જાણો.
વાસ્તવમાં સાચુ શરણ “ધન” નથી “ધર્મ” છે. દેવી –દેવતા નહીં પરંતુ પંચ પરમેષ્ઠી છે. જે એમની શરણમાં જાય છે. તેને અન્ય કોઇનું શરણ શોધવું પડતું નથી. તે એટલો મહાન બની જાય છે કે દેવ દેવતાઓના સ્વામી સો સો ઇન્દ્રો પણ તેને નમન કરે છે.
જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સાતિશય પુણ્યોદયનાં ફળ સ્વરૂપ, આ બધી લૌકિક અનુકૂળતાઓ પણ તેને સહજ જ ઉપલબ્ધ થાય છે, પરંતુ ધર્માત્મા તેની અપેક્ષા રાખતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નમોકાર મહામંત્ર પંચ પરમેષ્ઠીનો વાચક તથા પ્રતિપાદક છે એટલે કે જયારે આત્મામાં જવાનું તથા સ્થિર રહેવાનું સંભવ થતું નથી અને વિષય – કષાયમાં જોડાવું અત્યંત કષ્ટદાયક અનુભવાય છે ત્યારે તેમનાથી બચવા માટે એકમાત્ર પંચ પરમેષ્ઠી તથા નમોકાર મંત્ર જ શરણ છે. પાપોનો પુંજ પંચેન્દ્રિયો ના વિષયોથી બચવા માટે તથા રત્નત્રયની વૃદ્ધિ માટે, જ્ઞાની પણ નમોકાર મંત્ર દ્વારા પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરે છે.
આચાર્ય કુંદકુંદ દેવે પણ “પ્રવચનસાર” માં એજ કહ્યું છે કે “જો જાણદિ અરહંત, દધ્વન્તગુણત્તપન્જય તેહિં
સો જાણદિ અપાણે, મોહો ખલુ-જાદિ તસ્ય લય.” ૮૦.
જે પુરુષ અરહંત ભગવાનને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે તથા ઓળખે છે; તે પોતાના સ્વરૂપને જાણે છે નિશ્ચયથી તેના મોહ કર્મનો નાશ થાય છે.
એટલે જ આપણે આપણા મોહાલ્પકારનો અભાવ કરી સમ્યકજ્ઞાન સૂર્ય પ્રગટ કરવો હોય તો પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. તેને જાણ્યા-ઓળખ્યા વગર આત્માની ઉપલબ્ધિ સંભવ નથી.
તેથી જ જિનવાણીમાં દરેક ઠેકાણે નમોકાર મંત્રના જાપ કરવાની પ્રેરણા આપી છે. પરંતુ નમોકાર મંત્ર જપવાનો અર્થ એ નથી કે જેટલું જલ્દીથી બને તેમ માળા પુરી કરી લો અને જાપ થઇ ગયા. જો સમય ના હોય તો ભલે નવ વાર જ જાપ કરો, પરંતુ મંત્ર બોલતી વખતે એક એક પરમેષ્ઠીના સ્વરૂપનો વિચાર કરતાં જાપ કરવો. પ્રયત્ન એ કરવો કે આપણો ઉપયોગ પંચ પરમેષ્ઠિના સ્વરૂપથી હટીને વિષય કષાયમાં ન જ જાય. અને જો ત્યાંથી ખસે તો આત્મસન્મુખ જ જાય.
પ્રસ્તુત કૃતિમાં જુદા જુદા આચાર્યો તથા વિદ્વાન મહાનુભાવોના વિચારોની સહાયતા લઇને અત્યન્ત સરળ ભાષામાં પંચ પરમેષ્ઠીઓના
સ્વરૂપ વગેરેનું વિસ્તૃત રૂપથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. આશા છે કે વાચક લાભાન્વિત થશે.
૫. રતનચન્દ ભારિલ્લા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
L: ૫ : નમોકાર મહામંત્ર
મંગળાચરણ
નમન કર અરહંતને, નમું સિધ્ધ ભગવાન; આચારજ ઉવાઝાય, સર્વ સાધુ ગુણવત્ત. ૧ અરહંત અશરીરી મુનિ, આચારાજ ઉવઝાય; ઓંકાર ધ્વનિમાં કહે, પાંચે પદ સુખદાય. ૨ ગર્ભીત જેમાં સર્વ છે, દ્વાદશાંગ જિનવાણી; મહામંત્ર નવકારનો, જાપ જપું દિન-રાત, ૩ મંગળમય મંગળકરણ, મહામંત્ર નવકાર; ત્રણ લોક ત્રણ કાળમાં, સર્વ વસ્તુમાં સાર. ૪ સર્વ મંગળોમાં પ્રથમ, મંગળમય નવકાર; તેના ચિંતન મનનમાં, પાપ ન લે અવતાર. ૫ નિત્ય જપે નવકાર જે પ્રાતઃ માં પ્રતિબુદ્ધ અલ્પકાળમાં થઇ જશે, અત્તર બહાર શુદ્ધ. ૬
અન્તઃ સિદ્ધા આચાર્યા ઉપાધ્યાયા:સાધવઃ પંચ પરમેષ્ઠિનઃા તે અપિ ફૂટં તિષ્ઠતિ આત્મનિ તસ્માદાત્મા ફુટે મે શરણા
અર્વન્ત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ પંચ પરમેષ્ઠી છે તે છે તો ભગવાન આત્માની અવસ્થા તેથી મારો આત્મા જ મારા માટે શરણરૂપ છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પંચ પરમેષ્ઠીનું પ્રતીક “ૐ” પાંચ પરમેષ્ઠિઓનાં નામોના પ્રથમ અક્ષરોને લઇને ૩ૐ પદની રચના થઇ છે. અરહંત અને અશરીર (સિદ્ધ ) નો “અ” આચાર્યોનો “આ” ઉપાધ્યાયનો “ઉ” તથા મુનિનો “મ” આ પ્રમાણે અ + અ + આ = ઉ + મ = ઓમ = ૩ૐ પદનું નિર્માણ થયું છે. (બૃહદ્ દ્રવ્ય સંગ્રહ ગાથા૪૯ની બ્રહ્મદેવ કૃત ટીકા) જે નીચેની ગાથાથી સ્પષ્ટ થાય છે
“અરિહંતા અશરીરા આઇરિયા ત૭ ઉવજજાયા મુણિણો
પઢમકખર હિપ્પણો ઓંકારો પંચ પરમેષ્ઠી ” ૪૯
બ્રહ્મદેવે ઉપર પ્રમાણે પંચ પરમેષ્ઠી વાચક મંત્રના અર્થને સમજવા પર ભાર દેતા કહ્યું છે કે –
મંત્ર શાસ્ત્રનાં સર્વ પદોમાં સારભૂત આ લોક અને પરલોકમાં ઇષ્ટફળ આપનાર પંચ પરમેષ્ઠીના વાચક એવા આ પદોના અર્થ જાણીને તથા અંતરંગમાં અનંત જ્ઞાનાદિ ગુણોના સ્મરણરૂપ તથા બહારમાં વાણીના શુદ્ધ ઉચ્ચારણથી જાપ કરો. તથા શુભોપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌન પૂર્વક આ પદોનું ધ્યાન કરો. (બૃહદ્ દ્રવ્ય સંગ્રહ ગાથા ૯૪ ની બ્રહ્મદેવ કૃત ટીકા)
આ પ્રકારે 38 અક્ષર પણ પંચ પરમેષ્ઠીનો પ્રતિપાદક હોવાથી નમોકાર મંત્રની માફક એકાક્ષરી મંત્ર છે. આ મંત્રના માધ્યમથી પણ પંચ પરમેષ્ઠીનું ધ્યાન અને સ્મરણ કરી શકાય છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭ :
“ નમોકાર મહામંત્ર'
નમોકાર મહામંત્ર સમસ્ત જૈન ધર્માનુયાયીઓનો સર્વ માન્ય મહામંત્ર છે. અનેક સંપ્રદાયો તેમજ પેટા સંપ્રદાયોમાં વિભક્ત સંપૂર્ણ જૈન સમાજ તેને અત્યંત શ્રદ્ધાની દષ્ટિથી જુએ છે, આનો દરરોજ જાપ પણ કરે છે. પ્રત્યેક મંગળ અવસરે આનો પાઠ ઘણી જ શ્રદ્ધાથી કરવામાં આવે છે. ભાગ્યે જ કોઇ જૈન એવો હશે કે જેને આ મંત્ર કંઠસ્થ નહિં. હોય.
આ મહામંત્રમાં જૈનોના પરમ આરાધ્ય પંચ પરમેષ્ઠીઓને સામુહિક રીતે નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમાં કોઇ વ્યક્તિ વિશેષને નમસ્કાર ન કરતાં, એ પાંચ પરમપદોને નમસ્કાર કરવામાં આવ્યા છે જેઓ આ આત્મ આત્મઆરાધનાના પરમ પુરુષાર્થથી પ્રાપ્ત કરે છે. મોક્ષ અને મોક્ષમાર્ગ સ્વરૂપ આ પાંચ અવસ્થાઓ પ્રાપ્ત કરવાવાળા આત્મા જ આ મહામંત્રનાં આરાધ્ય છે.
આ મહામંત્રમાં પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવા સિવાય કંઇ જ કહ્યું નથી. ન તો કોઇ પ્રકારની આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી છે અને ન તો કોઇ ઇચ્છા કરવામાં આવી છે. નિષ્કામ વંદના એ જ તેની મહાનતા છે.
આ મંત્રની મહાનતાથી અભિભૂત જૈન જગતમાં તેના સંબંધમાં જેટલી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોવામાં આવે છે તેટલી ભ્રાન્તિપૂર્વકની ધારણાઓ પણ કંઇ ઓછી પ્રચલિત નથી. ભ્રાન્ત ધારણાઓનું નિરાકરણ અને જિજ્ઞાસા ની ઉપશાન્તી માટે તેનું જેટલું પરિશીલન કરવામાં આવે તેટલું ઓછું છે. આ પરિશીલન આત્મહિત માટે પણ અત્યંત ઉપયોગી છે. નમોકાર મહામંત્ર મૂળ આ પ્રકારે છે:
'
“ણમો અ૨હંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આઇરિયાણં
ણમો ઉવજઝાયાણં, ગ઼મો લોએ સવ્વ સાહૂણં ”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
.:૮: આનો સામાન્ય અર્થ એવો છે કે લોકમાં સર્વ અરહંતોને નમસ્કાર હો, સર્વ સિદ્ધોને નમસ્કાર હો. સર્વ આચાર્યોને નમસ્કાર હો, સર્વ ઉપાધ્યાયોને નમસ્કાર હો, સર્વ સાધુઓને નમસ્કાર હો.
અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ પરમેષ્ઠી કહેવાય છે. આ મંત્રમાં આ પાંચેય પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યા છે.
માત્ર વચન બોલવાથી તથા શરીર નમાવીને નમસ્કાર કરવા તે વાસ્તવિક નમસ્કાર નથી. પાંચેય પરમેષ્ઠીઓના સ્વરૂપ સમજી, તેમના ગુણોથી પૂર્ણ પરિચિત થવાથી તેમના પ્રત્યે જે ગુણાનુરાગ ઉત્પન્ન થાય છે, તેમના પ્રત્યે જે સર્મપણનો ભાવ ઉત્પન્ન થાય છે તે જ સાચા નમસ્કાર છે.
જે જીવ આ પાંચ પરમેષ્ઠીઓનાં સ્વરૂપને જાણીને ઓળખીને તેઓને નમન કરે છે, સ્મરણ કરે છે, તેઓએ બતાવેલ માર્ગ ઉપર ચાલી તેઓનું અનુકરણ કરે છે, તેઓને સાચું સુખ પ્રાપ્ત થાય છે. અને તેઓ પોતે જ પરમાત્મા બની જાય છે.
આ મંત્રમાં સૌ પ્રથમ પૂર્ણ વીતરાગી અને સર્વજ્ઞ અરહંત ભગવાન તથા સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. ત્યારબાદ વીતરાગ માર્ગ ઉપર ચાલવાવાળા સર્વે સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ સાધુઓના આચાર્ય, ઉપાધ્યાય અને સામાન્ય સાધુ બધા જ આવી જાય છે.
અરહંત, સિદ્ધ વગેરે પાંચે “પરમપદ” છે અને જેઓ આ પાંચ પરમપદમાં સ્થિત હોય તેને પરમેષ્ઠી કહે છે.
આ પરમેષ્ઠીઓનું સ્વરૂપ જુદું જુદું આગળ કહેવામાં આવે છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૯ :
“ અ૨હંત ૫૨મેષ્ઠિ
ણટઠચદુધાઇકમ્મો, હંસણ સુહણાણ વીરિયમઇયો;
સુહદેહત્થો અપ્પા સુદ્ધો અરિહો વિચિંતિજજો ”(બૃહૃદ દ્રવ્યસંગ્રહ ગાથા ૫૦)
જેઓએ ચાર ઘાતિયા કર્મોનો નાશ કર્યો છે, જેઓ ( અનંત ) દર્શન- જ્ઞાન-વીર્યવાન છે, જેઓ ઉત્તમ દેહધારી છે અને જેઓ શુદ્ધ ( અઢાર દોષ રહિત ) છે. એવા આત્માઓ અરહંત છે. તેઓનું ધ્યાન કરવા યોગ્ય છે.
ર
,,
આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીએ અરહંત પરમેષ્ઠીનું સ્વરૂપ અરહંત પદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાના રૂપમાં લખ્યું છે કે...
“ જે ગૃહસ્થપણું ત્યાગીને, મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવ સાધન દ્વારા ચાર ધાર્તિકમોનો નાશ કરીને અનંત ચતુષ્ટયરૂપ બીરાજમાન થયા છે. ત્યા અનંતજ્ઞાન દ્વારા તો પોતાના અનંત ગુણ પયાર્ય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપત વિશેષરૂપે પ્રત્યક્ષ જાણે છે, અનંત દર્શન દ્વારા તેઓનું સામાન્ય અવલોકન કરે છે, અનંત વીર્યદ્વારા એવા સામર્થ્ય ને ધારણ કરે છે, અનંત સુખ દ્વારા નિરાકુળ પરમાનંદનો અનુભવ કરે છે. વળી જે રાગ-દ્વેષ વિકારી ભાવોથી રહિત થઇને શાન્તરસ રૂપ પરિમિત થયા છે અને ભૂખ-તરસ આદિ સમસ્ત દોષોથી મુક્ત થઇ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. અને શસ્ત્ર વસ્ત્રાદિક તેમ જ અંગે વિકારાદિક કામ ક્રોધાદિ નિન્દ ભાવોના ચિન્હોથી રહિત જેઓનું ૫૨મ ઔદારિક શરીર થયું છે. વળી જેમની દિવ્યધ્વનિથી લોકમાં ધર્મતીર્થનું પ્રવર્તન થાય છે, જેમના દ્વારા જીવોનું કલ્યાણ થાય છે. તથા જેમની લૌકિક જીવો પર પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય અને ઘણા પ્રકારના વૈભવોનું સંયુક્ત પણું જોવામાં આવે છે. તથા જેઓને ઇન્દ્રો તથા ગણધરો પોતાના હિત માટે પૂજે છે એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરહંત દેવ છે.”
(મોક્ષમાર્ગ પ્રકાશન પાન (૨)) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૦:
પંડિત ટોડરમલજીનાં આ કથનમાં અરહંત પરમેષ્ઠીનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. એક સામાન્ય ગૃહસ્થ ગૃહસ્થપણું ત્યાગી, મુનિધર્મ ધારણ કરી, નિજ ભગવાન આત્માની ધ્યાન રૂપ “ઉત્કૃષ્ટ આરાધના કરી ચાર ઘાતિયા કર્મોનો નાશ કરતાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ રૂપ પરિણમીને અરહંત બને છે. આ પ્રકારે અરહંત બનવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેમાં અનંતજ્ઞાનાદિ રૂપ અનંત ચતુષ્ટયનાં સ્વરૂપને પણ સમજાવવામાં આવ્યું છે કે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય દ્વારા સંપૂર્ણ જગતને જાણે છે, દેખે છે, અનંત સુખનો ઉપભોગ કરે છે, જાણવા દેખવા તથા ઉપભોગ કરવા આદિ શક્તિથી સંપન્ન હોય છે.
આ ઉપરાંત અરહંત અવસ્થા વખતે અનુકૂળ સંયોગોના હોવાપણાનું જ્ઞાન પણ કરાવ્યું છે.
અરહંત પદનું સ્વરૂપ જાણવા માટે આચાર્ય સમન્તભદ્રનું નીચે મુજબનું કથન પણ મનન યોગ્ય છે:
“આપ્ટેનોચ્છિન્ન દોષણ સર્વશેનાગમ શિના
ભવિતવ્ય નિયોગેન નાન્યથા હ્યાપ્તતા ભવેત” નાપા જેઓ વીતરાગી, સર્વજ્ઞ તેમજ હિતોપદેશી હોય તેને આપ્ત કહે છે. આ ત્રણ ગુણો વગર કોઇને પણ આપ્તપણું સંભવતું નથી.
અરહંત ભગવાન પોતાની આ વીતરાગતા, સર્વજ્ઞતા તેમજ હિતોપદેશપણાના કારણે જ પૂજય છે, આરાધ્ય છે. દરેક આત્માર્થીઓ માટે આરાધના કરવા યોગ્ય છે. તેથી જ અહીં અરહંત ભગવાનની ઉપર મુજબની ત્રણે વિશેષતાઓ ઉપર વધુ સ્પષ્ટતા અપેક્ષિત છે.
આના સંદર્ભમાં ડો. હુકમચંદ ભારિલ્લ દ્વારા લખેલ “તીર્થંકર મહાવીર અને તેમનું સર્વોદય તીર્થ ” માં આવેલ નીચે મુજબનું કથન પણ જાણવા જેવું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧ :
સાચા દેવ એટલે કે આપ્તની પરિભાષામાં સમાએલ ત્રણે વિશેષણોને સાચા અર્થમાં જાણવા માટે તેઓનું સ્વરૂપ જાણવું જરૂરી છે.
પહેલું વિશેષણ વીતરાગ છે. જે રાગ-દ્વેષ-મોહ, જન્મ-મરણ, ભૂખ-તરસ વગેરે અઢાર દોષોથી રહિત છે. તેને વીતરાગ કહે છે. ૨)
વીતરાગી પરમાત્માનો ઉપાસક જ વીતરાગતાનો ઉપાસક હોય છે. લૌકિક સુખ (ભોગ-સામગ્રી) ની ઇચ્છાથી પરમાત્માની ઉપાસના કરવા વાળી વ્યક્તિ વીતરાગી સર્વજ્ઞ ભગવાનનો ઉપાસક ન હોઇ શકે ખરેખર તે ભગવાનનો ઉપાસક ન હોઇ ભોગોનો ઉપાસક જ છે.
વીતરાગી ભગવાનનું સાચું સ્વરૂપ નહિં સમજવાના કારણે આરાધના (ઉપાસના) માં અનેક વિકૃતિઓ આવવી સંભવ છે. અને તે જ કારણ છે કે આજે આપણે દેવ - મૂર્તિઓમાં વીતરાગતા ન જોતાં ચમત્કાર જોવા લાગ્યા છીએ. અને “ચમત્કાર ને નમસ્કાર” ની કહેવત પ્રમાણે જે મૂર્તિ અને મંદિર સાથે ચમત્કારીક કથાઓ જોડાએલી હોય છે. એવા મંદિરોમાં વિશેષ કરીને તે મૂર્તિઓ સમક્ષ કહેવાતા ભક્તોની ભીડ વધુમાં વધુ જોવા મળે છે. જેની સાથે લૌકિક સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિની કલ્પનાઓ સંકળાયેલી છે ત્યાં તો ઊભા રહેવાની જગ્યા પણ નથી મળતી અને તે સિવાયના મંદિરો ખંડેર થવા લાગ્યા છે. ત્યાંની મૂર્તિઓની ધૂળ સાફ કરવા પણ કોઇ દેખાતું નથી. (૧) જન્મ જરા તિરષા સુધા, વિસ્મય આરત ખેદ,
રોગ શોક મદ મોહ ભય, નિદ્રા ચિન્તા સ્વેદ, રાગ દ્વેષ અરુ મરણ જુત યહ અષ્ટાદસ દોષ,
નાહિં હોત અરહંત કે, સો છવિ લાયક મોષ | (૨) ક્ષુત્પિપાસાજરાતંક જન્માન્તકભયસ્મયા , ન રાગ દ્વેષ મોહાશ્ચ યસ્યાપ્તઃ સ પ્રક્રિીત્યંત.
રત્નકર૭ શ્રાવકાચાર, શ્લોક-૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૨ : એક ભગવાન મહાવીરની હજારો મૂર્તિઓ છે એ બધી જ મૂર્તિઓના માધ્યમથી આપણે મહાવીરની પૂજા કરીએ છીએ. જુદા જુદા મંદિરોમાં જુદી જુદી મૂર્તિઓનાં માધ્યમથી પૂજવામાં આવતા મહાવીર ભગવાન જુદા જુદા નહિં પણ એક જ છે. ભગવાન મહાવીર તેમની વીતરાગતા સર્વજ્ઞતા અને હિતોપદેશીપણાના કારણે પૂજ્ય છે કોઇ લૌકિક ચમત્કારો તથા સંતાન, ધન વગેરે આપવાના કારણે નહિં. જે મહાન આત્મા પોતે જ ધન આદિ તથા ઘરબાર છોડીને આત્મસાધનમાં મગ્ન થયા હોય તેમની પાસેથી જ ધન આદિની ઇચ્છા કરવી કેટલી હાસ્યાસ્પદ છે તેમને ભોગાદિ (સામગ્રી) આપવાવાળા કહેવા તે તેમની મૂર્તિને ખંડિત કરવા જેવું છે.
સત્ય તો એ છે કે વીતરાગી ભગવાન પ્રસન્ન થઇને કોઇને કાંઈ આપતા નથી તેમ જ અપ્રસન્ન થઇ કોઇનું નુકસાન પણ નથી કરતાં છતાં પણ જો ભોળા જીવોની કલ્પના અનુસાર તેમને સુખ દુઃખ દેનાર માની પણ લઈએ તોપણ અમુક મૂર્તિનાં માધ્યમથી જ કાંઇ આપશે, બીજી મૂર્તિના માધ્યમથી નહિ. તે કેવી રીતે સંભવે? વળી જો એમ કહેવામાં આવે કે તેઓ તો કાંઇ આપતા જ નથી, પરંતુ તેમના ઉપાસકને સ્વાભાવિક પુણ્યબંધ થાય છે, તો શું અમુક મૂર્તિની પૂજા કરવાથી અથવા અમુક મંદરમાં ઘી વગેરેનાં દીવા કરવાથી જ પુણ્ય બંધાશે. બીજા મંદિરોમાં કે બીજી મૂર્તિઓ સમક્ષ નહિ.
ભોળા ભક્તોએ પોતાની કલ્પના અનુસાર તીર્થકર ભગવંતોમાં પણ ભેદભાવ ઊભા કર્યા છે. તેઓની માન્યતા મુજબ પાર્શ્વનાથ રક્ષા કરે છે, તો શાન્તીનાથ શાન્તિ. તે જ પ્રમાણે શીતલનાથ શીતળા ને મટાડવાવાળા અને સિદ્ધ ભગવાન કોઢ (કૃષ્ટ) મટાડનાર કહેવામાં આવે છે. ખરેખર ભગવાન તો બધા જ વીતરાગી સર્વજ્ઞ એક જ પ્રકારની શક્તિ (અનંતવીર્ય) નાં ધણી છે. તેમના કાર્યોમાં આવા ભેદ કેવી રીતે સંભવે ? એક તો ભગવાન કાંઇ જ કરતા નથી અને જો કરે તો શું શાન્તીનાથ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૩ :
પાર્શ્વનાથ ના જેવી જ રક્ષા નથી કરી શકતા ? એવો કોઇ ભેદ તો અરહંત સિદ્ધ ભગવંતોમાં છે જ નહિ.
=
લૌકિક અનુકૂળતા – પ્રતિકૂળતા પોત-પોતાના ભાવોથી પૂર્વોપાર્જિત પુણ્ય-પાપનું ફળ છે. ભગવાન તેમાં કાંઇ કરતા નથી કેમ કે તેઓતો કૃતકૃત્ય છે તેઓ કાંઇ કરતા નથી કેમ તે તેઓને કાંઇ કરવાનું બાકી રહ્યું નથી તેમણે તો પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે.
ભગવાનને સાચા સ્વરૂપમાં ઓળખ્યા સિવાય સાચા અર્થમાં તેમની ઉપાસના પણ થઇ શકતી નથી. પરમાત્મા વીતરાગી તથા પૂર્ણજ્ઞાની હોય છે, તેથી તેમના ઉપાસક પણ વીતરાગતા તથા પૂર્ણજ્ઞાનના ઉપાસક જ હોવા જોઇએ. વિષય-કષાયના અભિલાષી વીતરાગના ઉપાસક હોઇ શકે નહિ. વિષય-કષાયની ઇચ્છાથી ભક્તિ કરવાથી તીવ્ર કષાયના કારણે પાપનો બંધ જ થાય છે. પુણ્યનો બંધ થતો નથી.
સાચાદેવનું ખરું સ્વરૂપ નહિ જાણવાવાળા ભક્તોની માનસીક સ્થિતિનું પૃથ્થકરણ કરતા પંડિત ટોડરમલજી લખે છે કે...
(૮
“વળી તે અરિહંતને સ્વર્ગ, મોક્ષદાતા, દીનદયાળ, અધમ ઉધ્ધારક અને પતિતપાવન માને છે, તે તો જેમ અન્યમતિ કર્તુત્વબુદ્ધિથી ઈશ્વરને માને છે, તેજ રીતે આ પણ અરિહંત ને માને છે. એમ નથી જાણતો કે ફળ તો પોતાના પરિણામોનું મળે છે. અરિહંત તો તેના નિમિત્ત માત્ર છે. તેથી ઉપચારથી તો એ વિશેષણો સંભવે છે, પરંતુ પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરહંત પણ મોક્ષાદિનાં દાતા નથી.’
k
“ વળી અરહંતાદિના નામ પૂજનાદિથી અનિષ્ટ સામગ્રીનો નાશ અને ઇષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી માની રોગાદિ મટાડવા તથા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે અને પૂજન આદિ ક્રિયા કરે છે. પણ ઇષ્ટઅનિષ્ટનાં કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરહંત તો કર્તા છે જ નહિં, અરહંતાદિકની
(મોક્ષમાર્ગ પ્રકાશક સાતમો અધિકાર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૪: ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણાદિ થઈ જાય છે, માટે ત્યાં અનષ્ટિ નાશ ને ઇષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરહંતાદિની ભક્તિ કહીએ છીએ; પણ જે જીવ પહેલાથી જે સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ અભિપ્રાય રહ્યો; કાંક્ષા, વિચિકિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વપાપનું સંક્રમણાદિ કેવી રીતે થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિં.
સાચા દેવનું બીજું વિશેષણ સર્વજ્ઞ છે. અલોકાકાશ સહિત ત્રણ લોક અને ત્રણ કાળના સમસ્ત પદાર્થોને એના ગુણ-પર્યાય સાથે એક જ, સમયમાં પૂર્ણ રૂપે જાણે છે તેને સર્વજ્ઞ કહે છે.
“સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલમ્ય,” તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય ૧, સૂત્ર ૨૯
લોકમાં બધા મળીને અનંત દ્રવ્ય છે, પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણ છે, અને પ્રત્યેક ગુણની ત્રિકાળવર્તી અનન્તાન્ત પર્યાયો હોય છે. એ સમસ્ત દ્રવ્યો, પર્યાયોને ગુણોને સર્વજ્ઞ ભગવાન એક સમયમાં ઈન્દ્રિયોની સહાયતા વગર પરિપૂર્ણ રૂપે જાણે છે. સમસ્ત જગતમાં જે કાંઇ થઇ ગયું છે. થાય છે, અને ભવિષ્યમાં જે કાંઇ થવાનું છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં બધુ વર્તમાનમાં સ્પષ્ટ જણાય છે.
“જે બધાને જાણે તે જ સર્વજ્ઞ’–સામાન્ય રીતે આ કથન સ્વીકાર કરવાં છતાં પણ સર્વજ્ઞત્વના પ્રતિ સાચું શ્રદ્ધાન-જ્ઞાન ન હોવાને કારણે એમના સમક્ષ આ વાત આવે છે કે –
“જો જો દેખી વીતરાગને, સો-સો હોસી વિરા રે,
અનહોની કબહું નહિં હોતી, કાહે હોત અધીરા રે.” વીતરાગી સર્વજ્ઞ દેવે ભવિષ્યનાં સંબંધમાં જે જે જોયું જાણું છે, એ જ થશે વિપરીત કાંઇ નથી થવાનું, એટલે અધીરા થવાની કોઇ આવશ્યકતા
નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૫ :
આ સાંભળીને તેઓ એકદમ ચોંકી ઊઠે છે કે એટલે અમારું પરિણમન ભગવાનના જ્ઞાનને આધીન થઈ ગયું છે, અમે જે ઇચ્છીએ એમ ના કરી શકીએ. અમે તો પરાધીન થઇ ગયા છીએ એમને એમ કેમ સમજમાં આવતું નથી કે ભગવાના જ્ઞાનને આધીન વસ્તુનું પરિણમન નથી થતું, જે સ્વરૂપ વસ્તુ સ્વયં પરિણમી હતી, પરિણમી રહી છે અને પરિણમશે, ભગવાને તો તેને તે સ્વરૂપે માત્ર જાણી છે.
જ્ઞાન તો “પર” ને માત્ર જાણે છે. પરિણમાવતું નથી. જે રીતે જ્ઞાનને આધીન પર વસ્તુ નથી, એ રીતે વસ્તુને આધીન જ્ઞાન નથી; બન્ને નું સ્વતંત્ર પરિણમન પોત-પોતાના કારણે થાય છે. જ્ઞાનને જાણી લેવાથી વસ્તુની સ્વતંત્રતા કેવી રીતે ખંડિત થઇ જશે? સ્વતંત્રતા જ્ઞાન થી નહિં પરંતુ આપણા અજ્ઞાન થી ખંડિત થાય છે. જ્ઞાન તો વસ્તુના પરિણમનમાં કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ કર્યા વગર જ માત્ર એને જાણે છે.
એમને સર્વજ્ઞતાની વાસ્તવિક શ્રદ્ધા તો હોતી જ નથી, પણ શાસ્ત્રોમાં લખેલ છે કે ભગવાન વીતરાગી અને સર્વજ્ઞ હોય છે; એટલે ભગવાનને સર્વજ્ઞ માન્યા વગર પણ રહેવાતું નથી. આ જ કારણ છે કે સર્વજ્ઞતામાં પોતાની રુચી અનુસાર કલ્પનાઓ કરે છે. કહે છે કે ભૂતકાળ અને વર્તમાનમાં તો જે કાંઈ થવાનું હતું તે થઇ ગયું છે, અને થઈ રહ્યું છે; એને તો ભગવાન નિશ્ચિત રૂપે જાણે છે. પણ ભવિષ્યમાં જે હજુ થયું જ નથી એના વિષયમાં એમ કેમ કહેવાય કે નિશ્ચિત આમ જ થશે. ભવિષ્યને નિશ્ચિત માનવામાં અને સ્વતંત્રતા ખંડિત થતી લાગે છે. કહે છે કે જ્યારે ભવિષ્યમાં નિશ્ચિત જ નથી, તો એને નિશ્ચિત કેમ કહેવાય, એટલે એને સર્વજ્ઞ સશર્ત જાણતા હશે.
જ્ઞાન અનિશ્ચયાત્મક ન હોતાં નિશ્ચયાત્મક હોય છે. ભવિષ્યને અનિશ્ચિત માનવાથી જ્યોતિષ આદિ નિમિત્ત જ્ઞાન પણ કાલ્પનિક સિદ્ધ થશે. જયારે સૂર્યગ્રહણ આદિની ઘોષણા હજારો વર્ષો પહેલાં કરવામાં આવે છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તે સત્ય હોય છે. લાખો વર્ષો પહેલા ભવિષ્યની નિશ્ચિત ઘોષણાઓથી આગમ ભરપૂર પડેલા છે. અને એ ઘોષણા “એમ જ થશે” એવી ભાષામાં છે. એટલે નિશ્ચિત ભવિષ્યજ્ઞતામાં શંકા થવાથી સંપૂર્ણ આગમ મહેલ વિધ્વંસ થતો નજરે જોવામાં આવશે. એટલે સાચા દેવનું સ્વરૂપ સમજવા માટે સર્વજ્ઞતાનો નિર્ણય અત્યન્ત આવશ્યક છે, કેમ કે એ જ ધર્મનું મૂળ છે.
સર્વજ્ઞની ત્રિકાળ સત્તાનાં સંબંધમાં કુન્દ કુન્દ્રાચાર્ય દેવનાં નીચે મુજબ કથન દ્રષ્ટવ્ય છે
જદિ પચ્ચકખમજાદ પજજાય મલિયદે ય થાણસ, ણ હવદિ વાત માણે દિવ્યં તિ હિ કે પરૂવંતિ.
(પ્રવચનસાર, ગાથા ૩૯ ) જો અનુત્પન્ન (ભવીષ્યની) અને વિનિષ્ટ (ભૂતની) પર્યાયો સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યક્ષ ન હોય તો એ જ્ઞાનને દિવ્ય કોણ કહેશે?
આચાર્ય અમૃતચન્દ્રએ સમસ્ત જ્ઞયોને ક્ષણમાં સંપૂર્ણ ગુણ અને પર્યાયો સહિત અત્યંત સ્પષ્ટ રૂપથી પ્રત્યક્ષ જાણવાની ચર્ચા આ પ્રકારે કરેલી છે. : -
એક જ્ઞાયક ભાવનો સમસ્ત યોને જાણવાનો સ્વભાવ હોવાથી અનુક્રમે પ્રવર્તમાન, અનંત, ભૂત, વર્તમાન, ભવિષ્યની વિચિત્ર પયાર્ય સમૂહવાળા, સ્વભાવ અને ગંભીર સમસ્ત દ્રવ્ય માત્રને માનો કે એ દ્રવ્ય જ્ઞાયકમાં ઉત્કીર્ણ થઇ ગયા હોય, ચિત્રિત થઈ ગયા હોય, અંદર ઘૂસી ગયા હોય, કીલિત થઇ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઇ ગયા હોય, પ્રતિબિંબીત થયા હોય એવી રીતે એક ક્ષણમાં જ જે (શુદ્ધાત્મા) પ્રત્યક્ષ કરે છે.” (પ્રવચનસાર ગાથા ૨૦૦ ની તત્ત્વ પ્રદીપિકા ટીકા)
આત્માનો સ્વભાવ સમસ્ત શેયોને એક સમયમાં જાણવાનો છે. એટલે જયારે આત્માના જ્ઞાનગુણની પૂર્ણ વિકસિત શુદ્ધ પયાર્ય કેવળજ્ઞાન પ્રગટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૭ :
થઇ જાય છે. ત્યારે એમાં સમસ્ત લોકલોક સહજ પણે પ્રતિબિંબીત થાય છે. સર્વજ્ઞતાની સિદ્ધિ આચાર્ય સમન્તભદ્ર આપ્તમીમાસામાં, એની ટીકા
અદૃશતી” માં આચાર્ય અકલંક દેવે અને “અષ્ટસહસ્ત્રી ” માં આચાર્ય વિદ્યાનન્દી એ વિસ્તાર થી કરેલ છે. અન્ય જૈન ન્યાય-ગ્રંથોમાં પણ એ વિષય પર પ્રકાશ આપેલ છે. જિજ્ઞાસુ ભાઈ બંધુઓએ પોતાની વિશેષ જિજ્ઞાસા ત્યાંથી શાન્ત કરવી જોઇએ.
આપ્તનું ત્રીજું વિશેષણ હિતોપદેશી છે. આત્માનું હિત સાચા સુખની પ્રાપ્તિમાં જ છે, અને સાચું સુખ નિરાકુળતામાં જ હોય છે. આકુળતા મુક્તિમાં નથી, એટલે મુક્તિના માર્ગમાં લાગવું એ પ્રત્યેક સુખાભિલાષીઓનું કર્તવ્ય છે. મુક્તિના માર્ગનો ઉપદેશ જ હિતોપદેશ છે. અરહંત ભગવાનની દિવ્ય વાણીમાં મુક્તિના માર્ગનો ઉપદેશ આવે છે, એટલે એ જ હિતોપદેશી છે. એમની વાણી અનુસાર સમસ્ત જિનાગમ લખેલ છે. એટલે શાસ્ત્રનું સાચું સ્વરૂપ જાણવું તે જ “હિતોપદેશી” વિશેષણનું સાચું જ્ઞાન છે.” (તીર્થંકર મહાવીર અને એમનું સર્વોદય તીર્થ, પાનું ૧૪૪ થી ૧૨૦)
આ પ્રકારે જે જીવ “ણમો અરહંતાણેનો અર્થ સમજીને અરહંત ભગવાનને નમસ્કાર કરે છે, તેના બધાં પાપોનો નાશ અવશ્ય થાય છે અને એક દિવસ એ પોતે અરહંત પદ ને પ્રાપ્ત કરે છે.
અરહંત ભગવાનનું સ્વરૂપ દ્રવ્ય ગુણ-પર્યાયથી જાણવાનું ફળ બતાવતા આચાર્ય કુન્દકુન્દ લખે છે.
“જો જાણદિ અરહંત દધ્વન્તગુણcપજજયન્તહિં, સો જાણદિ અધ્વાણ મોહો ખલુ જાદિ તસ્સ લય”
(પ્રવચનસાર ગાથા ૮૦) જે અરહંતને દ્રવ્યપણે, ગુણપણે, અને પર્યાય પણે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને એનો મોહ અવશ્ય નાશ થાય છે.
અમૃતચન્દ્રાચાર્ય ઉપરની ગાથાની ટીકા પૂર્ણ કરતાં અંતમાં લખે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૮ :
કે જો એવું છે તો મેં મોહની સેના ને જીતવાનો ઉપાય કરી લીધો છે. એટલે કે અ૨હંતના દ્રવ્ય-ગુણ પર્યાયનાં જ્ઞાનથી પોતાના આત્માનું જ્ઞાન થઇ જાય છે. અને આત્મ જ્ઞાનથી મોહ વિનાશ પામે છે. તો મેં મારા મોહને જીતવાનો ઉપાય કરી લીધો છે. એટલે જેમને મોહનો નાશ કરવો હોય, તેમણે અ૨હંત પરમેષ્ઠીનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઇએ.
શાસ્ત્રોમાં અ૨હંત પરમેષ્ઠીનાં ૪૬ ગુણો (વિશેષણો ) નું વર્ણન છે. એમાં કોઇ ગુણ (વિશેષણ ) તો શરીરાશ્રિત છે, કોઇ પુણ્યાશ્રિત છે અને કોઇ આત્મા સંબંધી છે.
૪૬ ગુણોમાં ૩૪ અતિશય, ૮ પ્રાંતિહાર્ય અને ૪ અનંતચતુષ્ટય છે. ૩૪ અતિશયોમાં ૧૦ જન્મના અતિશય તો શરીરથી સંબંધીત છે, ૧૦ કેવળજ્ઞાન અતિશય બાહ્ય પુણ્યસામગ્રીથી સંબંધીત છે, અને ૧૪ દેવકૃત તો સ્પષ્ટ દેવો વડે કરેલા જ છે. ૮ પ્રાતિહાર્ય પણ બાહ્ય વિભૂતિઓ જ છે કેવળ ૪ અનંતચતુષ્ટય જ આત્માના પોતાના ગુણ છે, જે બધાં અરહંતોને હોય છે, અનંત ચતુષ્ટય સિવાય ૪૨ ગુણ (વિશેષણ ) કેવળ તીર્થંકરઅરહંતો ને જ હોય છે, બધાં અરહંતોમાં નથી હોતા. ૪૬ ગુણોનો વિસ્તાર આ પ્રકારે છે. :
: જન્મના દશ અતિશય :
“અતિશય રૂપ સુગંધ તન, નાંહિ પર્સવ નિહા૨, પ્રિયતિવચન અતુલ્ય બલ, રુધિર શ્વેત આકાર; લચ્છન સહન રુ આઠ તન, સમ ચતુષ્ક સંઠાન, વજ્ર વૃભષ નારાચ જુત, યે જન્મત દશ જાન
'',
(૧) અત્યન્ત સુંદર શરીર (૨) અતિ સુગંધમય શરીર (૩)
મૂત્ર રહિત શરીર, (૫) હિત
મિત
પરસેવા રહિત શીર (૪) મળ
–પ્રિય વાણી
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
-
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૯:
બોલાવી, (૬) અતુલ્ય બળ, (૭) દૂધ જેવું સફેદ લોહી (રકત) (૮) શરીરમાં એક હજાર આઠ લક્ષણ, (૯) સમ ચોરસસંસ્થાન, (૧૦) વજવૃષભનારાચસંહનન આ દશ અતિશય જન્મથી જ હોય છે.
: કેવળજ્ઞાનના દશ અતિશય : “યોજન શત ઇક મેં સુભિખ ગગન-ગમન મુખ ચાર,
નહિં અદયા ઉપસર્ગ નહિં, નાહીં કવલાહાર સબ વિદ્યા ઈશ્વર પનો, નહિ બઢે નખ કેશ,
અનમિષ દૃગ છાયા-રહિત, દશ કેવલ કે વેશ.
(૧) એકસો યોજનમાં સુભિક્ષતા, (૨) આકાશમાં ગમન (૩) ચારેય બાજુમાં મોં દેખાવવું (૪) અદયાનો અભાવ (૫) ઉપસર્ગનું ના થવું (૬) કવલાહાર ન થવો (૭) સમસ્ત વિદ્યાઓનું સ્વામીત્વપણું, (૮) નખ-વાળ નું ન વધવુ, (૯) આંખની પલક ન ઝપકવી, (૧૦) શરીરનો પડછાયો ન પડવો, આ દશ અતિશય કેવળ જ્ઞાનનાં સમયે પ્રગટ થાય છે.
: દેવકૃત ચૌદ અતિશય : “દેવ રચિત હે ચારદશ, અર્ધમાગધી ભાષ, આપસ માંહિ મિત્રતા, નિર્મલ દિશ આકાશ; હોત ફૂલ-ફલ ઋતુ સર્બ, પૃથ્વી કાચ સમાન, ચરણ-કમલ તલ કમલ હૈ, નમસ્તે જય-જય બાન” મંદ-સુગંધ બયાર પુનિ, ગંધોદક કી વૃષ્ટિ, ભૂમિવિર્ષ કટંક નહીં, હર્ષમયી સબ સૃષ્ટિ ધર્મચક્ર આગે રહે, પુનિ વસુ મંગલસાર,
અતિશય શ્રી અરિહંત કે, યે ચૌંતીસ પ્રકાર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૦: (૧) ભગવાનની અર્ધમાગધી ભાષા હોવી, (૨) સમસ્ત જીવોમાં પરસ્પર મિત્રતા હોવી, (૩) દિશાઓનું નિર્મળ હોવું, (૫) બધા ઋતુના ફળ – ફૂલો એક સમયમાં થવા (૬) એક યોજન સુધીની પૃથ્વી દર્પણની જેમ સ્વચ્છ હોવી, (૭) ચાલતા સમયે ભગવાનના ચરણ-કમળના તળિયે સ્વર્ણ- કમળો હોવા, (૮) આકાશમાં જય – જય ધ્વનિ હોવી, (૯) મન્દ સુગંધિત પવનનું ચાલવું. (૧૦) સુગંધમય પાણીની વર્ષા થવી, (૧૧) જમીન કાંટાથી રહિત હોવી, (૧૨) સમસ્ત જીવ આનન્દમય હોવા (૧૩) ભગવાનના આગળ ધર્મચક્રનું ચાલવું (૧૪) છત્ર-જવર, ધ્વજ–ઘંટ-આદિ આઠ મંગળ દ્રવ્યોનું સાથે રહેવું. આ ચૌદ અતિશય દેવકૃત છે.
: આઠ પ્રાતિહાર્ય : તરુ અશોક કે નિકટમેં, સિંહાસન, છવિદાર, તીન છત્ર સિર પે લસે, ભામંડલ પિછવાર; દિવ્ય ધ્વનિ મુખ તે ખરે, પુષ્પવૃષ્ટિ સુર હોય,
ઢોર્વે ચોંસઠ ચમર જખ, બાજે દુદુભિ જોય. (૧) અશોક વૃક્ષનું હોવું, (૨) રત્ન જડિત સિંહાસન, (૩) ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્રોનું હોવુ, (૪) ભગવાનની પીઠ પાછળ ભામંડળનું હોવું (૫) ભગવાનના મુખેથી અક્ષર રહિત દિવ્ય ધ્વનિનું હોવું (૬) દેવો દ્વારા ફૂલોની વર્ષા થવી, (૭) યક્ષ દેવો દ્વારા ચોસઠ ચમરોનું ઢાળવું (૮) દુદુભિ વાજિંત્રોનું વાગવું, આ આઠ પ્રાતિહાર્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૧ :
: ચાર - અનંત ચતુષ્ટય : “જ્ઞાન અનંત અનંત સુખ, દરશ અનંત પ્રમાન,
બલ અનંત અરહંત સો, ઇષ્ટદેવ પહચાન” (૧) અનંત દર્શન (૨) અનંત જ્ઞાન (૩) અનંત સુખ (૪) અનંત વીર્ય આ ચાર અનંત ચતુષ્ટય છે.
આ પ્રમાણે જોઈએ છીએ કે ઉપર મુજબ ૪૬ ગુણોમાં નિશ્ચયથી આત્માના તો કેવળ (૪) અનંત ચતુષ્ટય જ છે.
બાકીના ૪૨ ગુણો તો માત્ર કથનથી જ આત્માના છે. વાસ્તવિક તો એ આત્માના ગુણ નથી. એ તો પુણ્યોદયથી પ્રાપ્ત વિશેષતા છે, જે પુણ્યની સાથે જ સમાપ્ત થઇ જાય છે. તેઓને જ અહીં વ્યવહારથી અરહંત પરમેષ્ઠીના ગુણોમાં ગણ્યા છે.
તીર્થકર કેવળીના સિવાય જે સામાન્ય કેવળી, મૂક કેવળી, ઉપસર્ગ કેવળી, અંત:કૃત આદિ હોય છે, એમને આ ઉપર મુજબના ૪૬ ગુણો ના હોઇ માત્ર અનંત ચતુષ્ટય રૂપ (૪) ગુણ જ હોય છે ઉપર મુજબ ૪૬ ગુણો તીર્થકર અરહંતોને જ હોય છે. અન્ય સામાન્ય અરતોને નહી.
જયારે સાધક જીવ આવા અનંત ચતુષ્ટય સ્વરૂપી અરહંત પરમેષ્ઠીના આલંબનથી પોતાના શુદ્ધાત્માની સાધના-આરાધના કરે છે. ત્યારે તેને ટૂંક સમયમાં આત્મોપલબ્ધિ થઇને સ્વાનુભૂતિ પ્રગટ થઈ જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:૨૨:
સિદ્ધ ૫૨મેષ્ઠી
‘ણટઠટઠકમ્મદેહો, લોયા લોયસ્સ જાણગો દટઠા,
પુરિસાયારો અપ્પા સિદ્ધો ઝાએહ લોયસિહરત્યો. (બૃહદ્ દ્રવ્ય સંગ્રહ, ગાથા-૫૧)
“ જેમણે આઠ કર્મ ને શરીરનો નાશ કર્યો છે, જે લોકાલોકના જ્ઞાતા-દષ્ટા છે, પુરુષાકાર છે, તે આત્મા સિદ્ધ છે. લોકના શિખર ઉપર રહેલા એ સિદ્ધ પરમેષ્ઠિનું તમે ધ્યાન કરો.
,,
แ
પં. ટોડરમલજી એ સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ પણ સિદ્ધ પદ પ્રાપ્ત થવાની પ્રક્રિયા રૂપે લખેલ છે, તે આ પ્રકારે છે:
“જે ગૃહસ્થ અવસ્થા ત્યાગી મુનિધર્મ સાધન વડે, ચાર ધાતિકર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય સ્વભાવ પ્રગટ કરી કેટલોક કાળ વીત્યે ચાર અઘાતિ કર્મો પણ ભસ્મ થતાં પરમ-ઔદારિક શરીરને પણ છોડી ઉર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્ર ભાગમાં જઇ બિરાજમાન થયાં છે, ત્યાં જેને સંપૂર્ણ પદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઇ છે; ચરમ ( અંતિમ ) શરીરથી કિંચિંત ન્યૂન પુરુષાકારવત્ જેના આત્માના પ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે, પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત સમ્યકત્વ-જ્ઞાન-દર્શનાદિક આત્મિક ગુણો જેને સંપૂર્ણપણે પોતાના સ્વભાવને પ્રાપ્ત થયા છે; કર્મનો સંબંધ દૂર થવાથી જેને સમસ્ત અમૂર્તત્વાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે, જેને ભાવ કર્મોનો અભાવ થવાથી નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વભાવ રૂપ પરિણમન થઇ રહ્યું છે, જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય-૫૨ દ્રવ્ય, ઔપાધિક ભાવ સ્વભાવનું વિજ્ઞાન થાય છે; જેના વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્યજે પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યંત રહે છે, એવી નિષ્પન્નતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૩ :
પામેલ સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો.”
(મોક્ષમાર્ગ પ્રકાશક), ઉપર કહેલ વ્યાખ્યામાં સિદ્ધોનાં સ્વરૂપનું ધ્યાન કરતાં મુખ્યરૂપથી નીચે મુજબ ચાર વાત કહેલ છે. :
(૧) પહેલા ત્રણ વાક્યોમાં સિદ્ધપદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનું વર્ણન કરેલ છે.
(૨) ત્યાર પછી પાંચ વાક્યોમાં પ્રતિપક્ષી કારણોનો અભાવ થવાના કારણે પ્રાપ્ત થતી સ્વભાવ ઉપલબ્ધિની ચર્ચા કરેલ છે.
(૩) ત્યારબાદ બે વાક્યોમાં કહેલ છે કે સિદ્ધોનું ધ્યાન ભવ્ય જીવોને સ્વયં સિદ્ધ બનવામાં સાધન છે.
(૪) અને અંતમાં કહેલ છે કે સિદ્ધ ભગવાન પોતાના શુદ્ધ સ્વભાવને દર્શાવવા માટે એક સ્વચ્છ પ્રતિબિંબ છે.
સાર એ છે કે જે જીવ સિદ્ધોના સ્વરૂપના ધ્યાનથી પોતાના સ્વરૂપને ઓળખી સિદ્ધો સમાન મોક્ષમાર્ગ ઉપર અગ્રસર થઇ પોતાના પ્રતિપક્ષી કર્મોનો અભાવ કરે છે. એમના સંપૂર્ણ આત્મિક ગુણ પ્રગટ થઇ જાય છે, જેનાથી તે અનંતકાળ સુધી અતીન્દ્રિય બાધા રહિત સુખ ભોગવે છે.
જો અતિ સંક્ષેપમાં સિદ્ધોનું સ્વરૂપ યાદ રાખવું હોય તો આચાર્ય નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીની ગાથાનું સ્મરણ કરવું જોઇએ. જે આ પ્રકારે છે :
“ણિકમ્મા અઠગુણા, કિંચૂણા ચરમદેહદો સિદ્ધા; લોયગ્ગાઠિદો સિચ્ચા ઉપ્પાદવએહિં મુંજત્તા.”
(બૃહદ દ્રવ્ય સંગ્રહ, ગાથા-૧૪) સિદ્ધ ભગવાન કર્મોથી રહિત છે. આઠગુણો ના ધારક છે. અંતિમ શરીરથી કાંઇક ઓછા આકારવાળા છે, લોકના અગ્ર ભાગમાં સ્થિત છે. નિત્ય છે અને ઉત્પાદ- વ્યયથી યુક્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૪ :
સિદ્ધના આઠ ગુણ કહેલ છે, જે આ પ્રકારે છે :
સમકિત દર્શન જ્ઞાન, અગુરુલઘુ અવગાહના,
સૂક્ષ્મ વીરજવાન નિરાબાધ ગુણ સિદ્ધકે. (૧) ક્ષાયિક સમ્યકત્વ, (૨) અનંત દર્શન, (૩) અનંત જ્ઞાન, (૪) અગુરુલઘુત્વ, (૫) અવગાહનત્વ, (૬) સૂક્ષ્મત (૭) અનંત વીર્ય અને (૮) અવ્યાબાધ આ સિધ્ધના આઠ મૂળ ગુણ હોય છે.
અહીં ધ્યાન દેવા યોગ્ય વિશેષ વાત એ છે કે જ્યાં અહિત પરમેષ્ઠીનાં સ્વરૂપનું વર્ણન કરતાં તેમની સર્વજ્ઞતા અને વીતરાગતા ઉપર ભાર મૂકવામાં આવેલ છે, ત્યાં સિદ્ધપરમેષ્ઠીના સ્વરૂપના નિરૂપણમાં સ્વભાવોપલબ્ધિથી ઉત્પન્ન તેઓનાં અતીન્દ્રિય આનંદ અને નિરાકુળ સુખ ઉપર બળ આપેલ છે.
કવિવર પંડિત દોલતરામજી એ કહુઢાળામાં પણ નિકલ પરમાત્મા અર્થાત્ સિદ્ધ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતાં લખ્યું છે કે -
“જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહેતા તે હૈ નિકલ અમલ પરમાતમ ભોગે શર્મ અનંન્તા.
(છહ ઢાળા, ત્રીજી ઢાળ, છન્દ- ૬) જ્ઞાન માત્ર જેઓનું શરીર છે અને જેઓ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ રૂપ મેલથી રહિત અતિ નિર્મળ અને મહાન સિદ્ધ પરમેષ્ઠી છે, તે અનંત કાળ સુધી અપરિમિત-અસીમ-અનંત સુખ ભોગવે છે.”
આવા સિદ્ધ પરમેષ્ઠીની જે કોઇ આરાધના કરે છે, એ પણ ટૂંક સમયમાં સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે, કેમ કે સિદ્ધોનું ધ્યાન ભવ્ય જીવોને સ્વયં સિદ્ધ બનવામાં સાધન છે. તથા સિદ્ધ ભગવાન પોતાના શુદ્ધ સ્વભાવને દર્શાવવા માટે સ્વચ્છ પ્રતિબિંબ સમાન છે. તેથી દરેક સાધક જીવોએ સિદ્ધની આરાધના અવશ્ય કરવી જોઇએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૫ :
આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - ત્રણે સાધુઓના પ્રકારે છે. આજ કારણ છે કે “ચત્તારિ મંગલમ વગેરે પાઠમાં આચાર્ય તેમ જ ઉપાધ્યાયને પૃથકથી વર્ણવ્યા નથી. એમને “સાહૂ” શબ્દમાં ગર્ભિત કરેલ છે.
મૂળ આઠ આ પ્રકારે છે. -
“અરહંતા મંગલમ્ સિદ્ધા મંગલમ્ સાહૂ મંગલમ કેવલિપસત્તા ધમ્મો મંગલમ્' .
તેથી સર્વ પ્રથમ જેમાં આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ – બધાં ગર્ભિત છે, એવાં સાધુઓના સામાન્ય સ્વરૂપ ઉપર વિચાર કરીએ છીએ.
સામાન્ય સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપઃ “દસણણણ સમગ્ગ મગ્ગ મોકખસ્સ જા હું ચારિત્ત; સાધયદિ સિચ્ચસુદ્ધ સાહૂ સ મુણી ણમો તસ્સ.
(બૃહદ દ્રવ્યસંગ્રહ ગાથા ૧૪) જેઓ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનથી પરિપૂર્ણ, મોક્ષમાર્ગ સ્વરૂપ રાગાદિ રહિત શુદ્ધ ચારિત્રને હંમેશા સાધે છે, તેવા મુનિ સાધુ છે. એમને અમારા નમસ્કાર હો.”
.ટોડરમલજીના અનુસાર સામાન્ય સાધુનું સ્વરૂપ. આ પ્રકારે છે
જે વીરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્ય વા તેના સ્વાભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરાં, પરંતુ ઇષ્ટઅનિષ્ટ માની તેમાં રાગદ્વેષ કરતા નથી, શરીરની અનેક અવસ્થા થાય છે- બાહ્ય અનેક પ્રકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:૨૬:
નાં નિમિત્ત બને છે પરંતુ ત્યાં કંઇપણ સુખદુ:ખ જે માનતા નથી તથા પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે પરંતુ તેની ખેચાતાણી જે કરતા નથી, પોતાના ઉપયોગને જેઓ બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઇ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે, કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે જે વડે તે શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનો છે તેમાં અનુરાગ કરે છે, પરંતુ એ રાગભાવને પણ હૈય જાણી દૂર કરવા ઇચ્છે છે, તીવ્રકષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ પરિણિતનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા છે, શરીર સંસ્કારાદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે, વનખંડાદિ વિષે જેઓ વસે છે, અઠ્ઠાવીસ મૂલગુણોને જેઓ અખંડિત પાલન કરે છે, બાવીસ પરિષહને જેઓ સહન કરે છે, બાર પ્રકારના તપને જેઓ આદરે છે, કદાચિત ધ્યાન મુદ્રાધારી પ્રતિમાવત નિશ્ચલ થય છે, કદાચિત અધ્યયાનાદિક બાહ્ય ધર્મ ક્રિયાઓમાં પ્રવર્તે છે, કોઇ વેળા મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર વિહારાદિ ક્રિયામાં સાવધાન થયા છે. એ પ્રમાણે જેઓ જૈનમુનિ છે તે સર્વની એવી જ અવસ્થા છે.
(મોક્ષ માર્ગ પ્રકાશક)
એમના સમતાભાવ અને એનાથી પ્રાપ્ત થતા અતીન્દ્રિય આનંદનું ચિત્રણ પંડિત દૌલતરામજીએ આ પ્રકારે કરેલ છે:
“અરિ-મિત્ર મહલ-મસાન કંચન-કાચ નિન્દન-શ્રુતિકરન, અર્ણવતારન અસિપ્રહારન મેં સદા સમતા ધરન. યો ચિન્ત્ય નિજમેં થિર ભયે તિન અકથ જો આનંદ લહ્યો, સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વાઅમિન્દ્ર ૐ નાહીં કહ્યો .
(છઠ્ઠ ઢાળા, છઠ્ઠી ઢાળ, છન્દ - ૧૧ )
સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે અરહંત અને સિદ્ધની સમાન સાધુનું સ્વરૂપ જાણવું પણ આવશ્યક છે. સાધુના સ્વરૂપને જાણવા અત્યન્ત સાવધાનીની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:૨૭:
આવશ્યકતા છે કેમ કે સાધુ તો ચાલતા ચાલતા સિદ્ધ છે. કહેલ પણ છે કે.... “ચલતે ફિરતે સિદ્ધોંસે ગુરુ ચરણો મેં શીશ ઝુકાતે હૈં.
'
હમ ચલે આપકે કદમોં ૫૨ નિત યહી ભાવના ભાતે હૈ ”. અને આ પણ જુઓ, ગુરુના સ્વરૂપનું કેવું સુંદર વર્ણન કરેલ છે :“હે ગુરુવર શાશ્વત સુખ દર્શક, યહુ નગ્નસ્વરૂપ તુમ્હારા હૈ,” જગકી નશ્વરતા કા સચ્ચા, દિગ્દર્શન કરને વાલા હૈ. જબ જગ વિષયોંમેં ૨ચ-૫ચ કર, ગાફિલ નિદ્રા મેં સોતા હો, અથવા વહ શિવકે નિષ્કંટક પથ મેં, વિષકંટક બોતા હો. હો અર્હ નિશાકા સન્નાટા, વનમેં વનચારી ચતે હો તબ શાંત નિરાકુલ માનસ તુમ, તત્ત્વોકા ચિન્તન કરતે હો. કરતે તપ શૈલ નદી તટ ૫૨, તરુ તલ વર્ષા કી ઝડીયોં મેં, સમતા રસપાન કિયા કરતે, સુખ દુ:ખ દોનોં કી ઘડીયોમેં ( શ્રી જુગલ કિશો૨ “ યુગલ ” દ્વારા લખેલ દેવશાસ્ત્ર ગુરુની પુજાની જયમાલામાંથી) આમ સાધુ અમારા પાવન પ્રેરણા મૂર્તિ છે, જીવન્ત તીર્થ અને મુક્તિમાર્ગના પ્રદર્શક છે.
સાધુના સ્વરૂપ વિષે જાણવામાં અત્યન્ત સાવધાનીની આવશ્યકતા છે. કેમ કે જો એમના સ્વરૂપ ને ભલી ભાંતી જાણ્યા વગર ખોટા ગુરુના સંયોગથી ભટકી જવાની સંભાવના વધારે છે.
કુન્દ કુન્દ્ર આચાર્ય દેવે અષ્ટ પાહુડમાં વિસ્તારપૂર્વક પ્રકાશ પાડેલ છે.
એ લખે છે કેઃ
—
સાધુના સ્વરૂપ ઉપર
દવ્હેણ સયલ ણગ્ગા ણાસ્યતિરિયા ય સયલસંઘાયા, પરિણામેણ અસુદ્ધા ણ ભાવ સવણત્તર્ણ પત્તા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૨૮ :
ણગ્યો પાવઇ દુકખં ણગ્યો સંસારસાયરે ભમઇ, ણગ્ગો ણ લહઇ બોહિં જિણભાવણવજિજઓ સુઇરું. ભાવેણં હોઇ ણગ્ગો મિચ્છત્તાઇ ય દોસ ચઇઉણું, પચ્છા દવેણ મુણી પયડદિ લિંગ જિણાણાએ.
( અષ્ટપાહુડ, ભાવ પાહુડગાથા-૬૭, ૬૮, ૭૩)
દ્રવ્યથી બહારમાં તો બધા પ્રાણી નગ્ન હોય છે નારકી જીવ અને તિર્યંચ જીવ તો નિરન્તર વસ્ત્રાદિથી રહિત નગ્ન જ હોય છે. મનુષ્યાદિ પણ કારણ સર નગ્ન થતા દેખાય છે, તોપણ એ બધાં પરિણામોથી અશુદ્ધ છે; એટલે ભાવશ્રમણપણાને પ્રાપ્ત થતા નથી.
જિન ભાવથી રહિત અર્થાત્ સમ્યકદર્શનથી રહિત નગ્ન શ્રમણ સદૈવ દુ:ખ પ્રાપ્ત કરે છે, સંસાર સાગરોમાં ભ્રમણ કરે છે અને એ બોધિ એટલે કે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને અનંકાળ સુધી પ્રાપ્ત કરતાં નથી.
પહેલાં મિથ્યાત્વાદિ દોષો છોડીને ભાવથી અતંરંગ નગ્ન થવું, પછી બાહ્યમાં દ્રવ્યલિંગ ધારણ કરવું આ જિન આજ્ઞા છે.
સાધુ આપણા પરમપૂજય પંચ પરમેષ્ઠીઓમાં સમાહિત છે, જેમને આપણે દ૨૨ોજ ણમોકાર મંત્રનાં રૂપમાં સવાર- સાંજ સ્મરણ કરીએ છીએ. એમના નામની માળા જપીએ છીએ, નમન કરીએ છીએ. એમનાં સંબંધમાં કોઇપણ પ્રકારની કરેલ અસાવધાની અથવા ઉપેક્ષા સન્માર્ગથી દૂર ભટકવામાં પ્રબળ કારણ બની શકે છે. એટલે આ સબંધમાં વિશેષ સાવધાની અને સર્તકર્તા વર્તવાની આવશ્યકતા છે.
આ સંબંધમાં ડો. હુકમચંદ ભારિલ્લનું નીચે મુજબનું કથન વધારે ગંભીરતાપૂર્વક વિચારવા યોગ્ય છે. :
“એ રત્નત્રયના ધારી પરમ વીતરાગી નગ્ન દિગંબર ભાવ લિંગી સંતોના પ્રતિ જો આપણા હૃદયમાં પંચમાત્ર પણ અવજ્ઞાનો ભાર ૨હેશે તો આપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૯:
મુક્તિમાર્ગથી વધારે દૂર રહીશું. અને સાથે સાથે જિનાગમમાં બતાવેલ ગુરુના સ્વરૂપને અનુરૂપ જો શ્રદ્ધાન-જ્ઞાન અને ચારિત્રના ધારક નહિ હોઇએ, જો આપણે એમને ભય-આશા-સ્નેહ અને લોભાદિકના કારણે ગુરુના સમાન પૂજય માનશું તો પણ આપણે મુક્તિમાર્ગની પાસે નહિં આવી શકીશ.”
(તીર્થંકર મહાવીર અને એમનું સર્વોદય તીર્થ) કુન્દકુન્દાચાર્યએ પણ આજ કહેલ છે:“જે વિ પંડતિ ચ તેસિં જાણતા લજજાગારવભર્યણ, તેસિ પિ સન્ધિ બોહિ, પાવ અણુમાંયમાણાણું.
(અષ્ટ પાહુડ દર્શન પાહુડ ગાથા ૧૩) જે વ્યક્તિ એ સમ્યક દર્શન રહિત સાધુઓને જાણવા છતાં લજજા, મોટાઇ અને ભયના કારણે નમનાદિ ક્રિયા કરે છે, એમને પૂજે છે, પાપની અનુમોદના કરવાને કારણે તે પણ સમ્યક દ્રષ્ટિ નથી.”
નિત્ય નિજાત્મામાં રમણ કરવાવાળા, શત્રુ-મિત્રોમાં સમતા ધારણ કરવાંવાળા, સમ્યકજ્ઞાની વીતરાગી ભાવલિંગી મુનિવરોને વારં-વારે નમન કરતા મહાકવિ ભૂધરદાસજીના સ્વરમાં સ્વર મેળવીને અમે પણ ભાવના ભાવીએ છીએ કે :
વે મુનિવર કબ મિલિ હૈ ઉપકારી. ટેક. સાધુ દિગંબર નગર નિરમ્બર સંવર ભૂષણધારી. વે (૧) કંચન- કાંચ બરાબર જિનકે, જયો રિપુ ત્યોં હિતકારી, મહલ-મસાન મરન અરુ જીવન, સમ ગરિમા અગારી વે (૨) સમ્યકજ્ઞાન પ્રધાન પવન બલ, તપ પાવક પરજારી, શોધત જીવ સુવર્ણ સદા જે, કાય કારિમા ટારી. વે (૩) જોરિ જુગલ કર “ભૂધર” વિનવું, તિનપદ ઢોક હમારી, ભાગ ઉદય દરસન જબપાઉં, તાદિન કી બલિહારી. હે (૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૦ :
આચાર્ય પરમેષ્ઠી | ઉપર મુજબ સામાન્ય સાધુઓના સ્વરૂપમાં બતાવેલ બધી વિશેષતાઓ તો આચાર્ય પરમેષ્ઠિમાં હોય જ છે; કેમ કે મૂળ તો તે સાધુજ
છે; પણ સંઘના વડા હોવાને કારણે એમનામાં બીજી પણ કોઇક એવી વિશેષતાઓ હોય છે, જેનાથી એ આચાર્ય પદના અધિકારી હોય છે.
જેવી રીતે ઘણાં વિદ્યાર્થીઓના વર્ગમાં એક વિદ્યાર્થી જે વર્ગનો વડો હોય છે. એ મૂળતો વિદ્યાર્થી જ છે, એટલે એને સારું ભણવું – ગણવું અને વિદ્યાલયની દિનચર્યાનું પાલન કરવું આદિક તો એક સામાન્ય વિદ્યાર્થીની માફક પૂરા કરવાના હોય છે. પણ વર્ગનો વડો હોવાને કારણે એને ભણવા- ગણવા અને દિનચર્યાના સિવાય શિક્ષક ન હોય ત્યારે વર્ગમાં અનુશાસન – પ્રસાશન આદિનું ઉત્તર-દાયિત્વ પણ કરવું પડે છે, એટલે વર્ગમાં એવો વિદ્યાર્થી કક્ષા વડો બનાવવામાં આવે છે કે જે સામાન્ય વિદ્યાર્થીઓથી પણ વધારે પ્રતિભાવાન હોય, પ્રભાવશાળી વ્યક્તિત્વનો ધની હોય, ધીર-વીર ગંભીર હોય, પોતાની દિનચર્ચામાં નિયમીત હોય, પોતાનું કામ પુરુ કરવાની સાથે સાથે બીજાઓને મદદ કરવામાં સમર્થ હોય, જેમાં સંગઠન શક્તિ હોય, જેને પોતાના ગુરુનો વિશ્વાસ મળેલ હોય, જે ઇમાનદાર હોય, નિષ્પક્ષ હોય. બરાબર એવી રીતે બધા સાધુઓના સંઘમાં એવા સાધુને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, જે સામાન્ય સાધુઓથી વધારે પ્રતિભાવાન હોય, પ્રભાવશાળી વ્યક્તિત્ત્વના ધની હોય, જોવામાં સુંદર હોય, સંસાર શરીર અને ભોગોથી વિશેષ વૈરાગી હોય, ધીર-વીર અને ગંભીર હોય, દયાળું અને ઉદાર હોય, મધુરભાષી બોલવાવાળા, શાસ્ત્રના મમર્શ અને લોક વ્યવહારમાં શ્રેષ્ઠ હોય. દૂરદર્શી અને કુશળ ઉપદેશક હોય, પંચાચારમાં પરાયણ અને પાંચ ઇન્દ્રિયો પર વિજયી હોય એવા સાધુ જ આચાર્ય પદ ને યોગ્ય હોય છે. શાસ્ત્રોમાં આચાર્ય પરમેષ્ઠીનું જ સ્વરૂપ બતાવેલું છે. એ મૂળતઃ આ પ્રકારે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૧ :
આચાર્યના સ્વરૂપનું કથન કરતાં કુન્દકુન્દાચાર્ય કહે છે :
“પંચાચાર સમગ્ગા પચિદિયદંતિ દમ્પ ણિદલણા, ધીરા ગુણગમ્ભીરા આયરિયા એરિસા હોંતિ.
(નિયમસાર ગાથા- ૭૩) આચાર્ય દર્શન જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય અને પાંચેય આચારોથી પરિપૂર્ણ પંચેન્દ્રિયો રૂપી મદમસ્ત હાથીને કાબૂમાં કરવામાં નિપુણ, ધીર અને ગુણ ગંભીર હોય છે.”
આ રીતે વાદિરાજ આચાર્યદેવે કહે છે: -
જે પંચાચારમાં નિપુણ છે, અકિંચનતાના સ્વામી છે, જેમણે કષાય સ્થાનોનો નાશ કર્યો છે અને જે પરિણમિત જ્ઞાનના બળ વડે પંચાસ્તિકાયના સ્વરૂપને સમજાવે છે અને વિકસિત સ્થિર સમાધિમાં જેમની બુદ્ધિ નિપુણ છે, એવા આચાર્યોને અમે ભવદુઃખ રાશિના નાશ કરવા માટે પૂજીએ છીએ.”
(નિયમ-સારમાંથી) પંડિત સદાસુખદાસજીએ આચાર્યના વિશેષ ગુણોનું વર્ણન કરતાં લખ્યું છે કે
આચાર્ય છે તે અનેક ગુણોની ખાણ છે, શ્રેષ્ઠ તપના ધારક છે... કેવા છે. આચાર્ય? જેઓ અનશનાદિ બાર પ્રકારના તપમાં નિરંતર ઉદ્યમી હોય છે, અને છહું આવશ્યક ક્રિયાઓમાં સાવધાન હોય છે, અને પંચાચારના ધારક છે, અને દશલક્ષણ ધર્મરૂપ છે જેમાં પરિણમન, અને મન-વચન-કાય ની ગુપ્તિ સહિત છે. આવા છત્રીસ ગુણોથી યુક્ત આચાર્ય હોય છે. એ સમ્યગ્દર્શનાચારને નિર્દોષ ધારે છે. અને સમ્યકજ્ઞાનની શુદ્ધતાથી યુક્ત છે. અને તે પ્રકારની ચારિત્રની શુદ્ધતાના ધારક, અને તપશ્ચરણમાં ઉત્સાયુક્ત, અને પોતાના વીર્યને છુપાવતા નથી બાવીશ પરિષહોને જીતવામાં સમર્થ – એવા નિરંતર પંચાચાર ધારક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩ર : અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત, નિગ્રંથ માર્ગમાં ગમન કરવામાં નિપુણ છે, અને બે-ત્રણ ઉપવાસ પંચોપવાસ પક્ષોપવાસ માસોપવાસ કરવામાં તત્પર છે, અને નિર્જન વનમાં, અને પર્વતના શિખરે અને ગુફાના સ્થાને નિશ્ચલ શુભ ધ્યાનમાં મનને એકાગ્ર કરે છે.
શિષ્યની યોગ્યતાને સારી રીતે જાણી દીક્ષા આપવામાં અને શિક્ષા કરવામાં નિપુણ છે, અને યુક્તિના નવ પ્રકારના નયને જાણવાવાળા છે, અને પોતાના શરીરનું મમત્વ છોડી રાતદિવસ બેસે છે, સંસાર સાગરમાં ભ્રમણ થવાથી ભયભીત છે મન-વચન-કાયાની શુદ્ધતાથી યુક્ત નાકના અગ્રભાગમાં સ્થાપિત કરેલ છે, નેત્રયુગલ જેમના-એવા આચાર્યને બધા અંગો વડે પૃથ્વી સુધી નમીને મસ્તક વડે નમન કરીએ છીએ.
અહીં એવું વિશેષ જાણવું કે – જે આચાર્ય છે એ સમસ્ત ધર્મના વડા છે. આચાર્યના આધારે બધો ધર્મ છે. એટલે એવા ગુણના ધારક જ આચાર્ય છે.
(રત્નકરંડ શ્રાવકાચાર) પંડિત સદાસુખદાસજીએ આગળ આચાર્ય પરમેષ્ઠીના બીજા અનેક ગુણોનું વર્ણન વિસ્તાર પૂર્વક કરેલ છે, જેનો ટૂંકમાં સાર આ પ્રમાણે છે:
“મુનિસંઘના નાયક આચાર્ય દેખાવમાં મનોહર કુલવાન, લૌકિક વ્યવહાર અને પરમાર્થના જ્ઞાતા, ઉત્તમ વિચારવાળા અને ઉત્કૃષ્ટ આચરણવાળા, સંસાર શરીર-ભગોથી સદા વિરકત રહેવાવાળા, પ્રૌઢ પ્રતિભાશાળી અને પ્રભાવક વ્યક્તિત્વના ધની હોવા જોઇએ. તથા મધુર ભાષા બોલવાવાળા, શાસ્ત્રના મર્મજ્ઞ, સ્વમત અને પરમતના જ્ઞાતા, અનેકાંત અને સ્યાદવાદ વિદ્યામાં નિપુણ, ધીર-વીર અને નિશ્ચલ હોવા જોઇએ.”
(રત્નકાંડ શ્રાવકાચાર) ૫. ટોડરમલજીના શબ્દોમાં આચાર્યનું સ્વરૂપ આ પ્રકારે છે :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૩: “જેઓ સમ્યગ્દર્શન જ્ઞાન- ચારિત્રની અધિકતા વડે પ્રધાન પદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે, મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે પરંતુ કદાચિત ધર્મ લોભી અન્ય યાચક જીવોને દેખી રાગઅંશના ઉદયથી કરૂણાબુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષ ગ્રાહકને દીક્ષા આપે છે તથા પોતાના દોષ પ્રગટ કરે છે તેને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધ કરે છે એવા આચરણ કરવા -કરાવવાવાળા શ્રી આચાર્ય પરમેષ્ઠીને અમારા નમસ્કાર હો.
(મોક્ષમાર્ગ પ્રકાશક) આચાર્ય પરમેષ્ઠીની ઉપર મુજબ વ્યાખ્યામાં નીચેની ચાર વાતો પર વિશેષ ધ્યાન આપેલ છે. એક તો–એમનામાં સામાન્ય સાધુઓ કરતા સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્રની અધિકતા હોય છે.
એ મુખ્ય રૂપથી તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણમાં જ લીન રહે છે; એમના અંતરંગમાં દીક્ષા, ધર્મોપદેશ અને પ્રાયશ્ચિત આદિની મુખ્યતા નથી રહેતી.
એમના માટે આચાર્ય પદ થોડું પણ ભારરૂપ કે બોજારૂપ નથી હોતું; કેમ કે એમને રાગના ઉદયથી સહજ કરુણા બુદ્ધિ થાય છે, ત્યારે જ એ પોતાના સંઘના સાધુઓ અને ધર્મના જિજ્ઞાસુઓને ધર્મોપદેશ આપે છે, દીક્ષા ગ્રાહકોને દિક્ષા આપે છે અને પોતાની ઇચ્છાથી પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે.
તેઓ કોઇ પણ કામ માટે કોઇના બંધાયેલા નથી અને ઉપર મુજબના કાર્યોમાં પણ તેઓ પોતાના ઉપયોગને વધુ ભમાવતા નથી.
તેઓ પોતાની આત્મસાધનમાં મગ્ન રહેતા જ યથાયોગ્ય કેવળ મુનિસંઘની પ્રશાસન વ્યવસ્થા સંભાળે છે. ગૃહસ્થો અને તેમના ધાર્મિક સ્થળ મંદિર આદિની વ્યવસ્થાઓમાં કોઇ પણ રસ રાખતા નથી. માત્ર મુનિસંઘના નાયક મુનિરાજ જ વાસ્તવિકમાં આચાર્ય પરમેષ્ઠી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૪ :
ણમો આઇરિયાણં મા એવા જ આચાર્યોને નમસ્કાર કરેલ છે. જયારે જયારે પણ ણમોકા૨ મંત્ર વાંચીએ, ત્યારે આચાર્યોનું આ સ્વરૂપ આપણા ધ્યાનનું ધ્યેય અને જ્ઞાનનું જ્ઞેય બનવું જોઇએ. જયારે આચાર્ય પરમેષ્ઠીનું આવું યથાર્થરૂપ આપણા ધ્યાનનું ધ્યેય બનશે ત્યારે આપણું ‘ણમો આઇરિયાણં ’ બોલવું સાર્થક થશે.
22
આ પ્રકારે છે. :
પંચાચાર,
66 દાદ્દેશ તપ દશ ધર્મ, જુત, પાલે ષટ આશિ ત્રય ગૃપ્તિ ગુન, આચારજ પદ સાર.
,,
(૧) બાર તપ, (૨) દશ ધર્મ, (૩) પાંચ આચાર (૪) છ આવશ્યક (૫) ત્રણ ગુપ્તિ; આચાર્ય પરમેષ્ઠીના આ ૩૬ મૂળગુણ હોય છે.
બાર તપ
અનશન ઉનોદર કરે, વ્રત સંખ્યા ૨સ છોર, વિવિત શયનાસન ધરે, કાય ક્લેશ સુઠોર. પ્રાયશ્મિત ધર વિનયુ જુત, વૈયાવૃત, સ્વાધ્યાય,
પુનિ ઉપસર્ગ વિચાર કૈ, ધરૈ ધ્યાન મન લાય.
(૧) અનશન (૨) ઉત્તોદર (૩) વ્રતપરિસંખ્યાન (૪) રસ પરિત્યાગ (૫) વિવિકત શય્યાસન (૬) કાયકલેશ (૭) પ્રાયશ્ચિત, (૮) વિનય (૯) વૈયાવ્રત (૧૦) સ્વાધ્યાય (૧૧) વ્યુત્સર્ગ (૧૨) ધ્યાન- આ બાર પ્રકારના તપ છે.
આચાર્ય પરમેષ્ઠીના ૩૬ મૂલગુણ હોય છે, જે
દશ ધર્મ :- “ છિમા માદવ આરજવ, સત્યવચન ચિત્તપાગ,
સંયમ તપ ત્યાગી સરબ, આકિંચન તિયત્યાગ,
(૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ માર્દવ (૩) ઉત્તમ આર્જવ, (૪) ઉત્તમ સત્ય (૫) ઉત્તમ શૌચ (૬) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આકિંચન (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય આ દશ ધર્મ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
1;
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:૩૫ : પંચાસાર – દર્શન જ્ઞાન ચરિત્ર તપ વીરજ પંચાચાર.
(૧) દર્શનાચાર (૨) જ્ઞાનાચાર, (૩) ચારિત્રાચાર, (૪)તપાચાર (૫) વીર્યાચાર, આ પાંચ આચાર છે. છ આવશ્યક :
સમતા ઘર વંદન કરે, નાના થતિ બનાય.
પ્રતિક્રમણ સ્વાધ્યાય જુત, કાયોત્સર્ગ લગાય. (૧) સમતા (૨) વંદના (૩) સ્તવન (૪) પ્રતિક્રમણ (૫) સ્વાધ્યાય (૬) કાયોત્સર્ગ આ છે આવશ્યક છે.
ત્રણ ગુપ્તિ – મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આ ત્રણ ગુપ્તિઓ છે.
આ બધાં મળીને આચાર્ય પરમેષ્ઠીનાં (૩૬) મૂળગુણ છે.
અથવા સ્વાનુભૂતિથી ઉછળતાં સુખ સાગરમાં લીન રહેવાવાળા અતિન્દ્રિય આનંદના ઝૂલો ઝૂલવાવાળા આચાર્ય પરમેષ્ઠી જયારે જયારે શુભ ભાવની ભૂમિમાં આવે છે ત્યારે ત્યારે એમને ઉપર મુજબ (૩૬) મૂળગુણોનું નિરતિચાર પાલન કરવાનો જ ભાવ આવે છે. અને બહારથી આ બાહ્ય લક્ષણોથી એમનાસ્વરૂપને જાણી-ઓળખી શકાય છે. સ્વભાવમાં અને પરિણતિમાં તો બધા સાધુ એક સમાન જ હોય છે. માત્ર શુભભાવોમાં હિનાધિકતા હોવાથી જ એમના ભેદ પડે છે. જેમાં નાનામોટાપણાની ઓળખાણ થાય છે.
સર્વે આચાર્ય પરમેષ્ઠીને નમસ્કાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૬ :
ઉપાધ્યાય ૫૨મેષ્ઠી
ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ નિરુપણ કરતાં આચાર્ય કુન્દ કુન્દ કહે
છે કે...
66
૨યણત્તય સંજુતા જિણકિય પયત્થ દેસયા સૂરા,
ણિખભાવ સહિયા ઉવજજાયા એરિસા હોતિ.
(નિયમસાર ગાથા ૭૪)
જે રત્નત્રયથી સંયુક્ત છે, જિનકથિત બૃહ્દ શૂરવીર ઉપદેશક છે અને નિઃકાક્ષભાવ સહિત છે, એને ઉપાધ્યાય કહે છે.”
ઉપાધ્યાયનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં બૃહદ દ્રવ્ય સંગ્રહના ટીકાકાર બ્રહ્મદેવ લખે છે :
“ જે બાહ્ય અને અત્યંતર રતન્ત્રયના આચરણ સહિત છે અને જિનેન્દ્ર કથિત છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોમાં નિજ શુદ્ધાત્મ દ્રવ્ય, નિજ શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધાત્મ તત્ત્વ અને નિજ શુદ્ધાત્મ પદાર્થ જ ઉપાદેય છે અને બીજા બધા હોય છે--જે આ જિનવાણીના સારભૂત પદાર્થોનો અને ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મોનો ઉપદેશ આપે છે. એ ઉપાધ્યાય છે.”
(બૃહદ દ્રવ્ય સંગ્રહ) પં. ટોડરમલજીના શબ્દોમાં ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ આ પ્રકાર છે:
“વળી જે પુરુષ ઘણા જૈન શાસ્ત્રોનો જ્ઞાતા થઇને સંઘમાં પઠન પાઠનનો અધિકારી બન્યો હોય, સમસ્ત શાસ્ત્રના પ્રયોજન ભૂત અર્થને જાણી એકાગ્ર થઇને જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે, ઘણું કરીને તેમાંજ લીન રહે છે, પરંતુ કદાચિત કષાય અંશના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે છે વા અન્ય ધર્મ બુદ્ધિવાનને ભણાવે છે. એ ઉપાધ્યાય છે તે મુખ્યતઃ દ્વાદશાંગના અભ્યાસી છે.”
(મોક્ષમાર્ગ પ્રકાશક પાના નં.૪) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૭ :
ઉપાધ્યાય પરમેષ્ઠીના ર૫ મૂળગુણ હોય છે તે આ પ્રકારે છે :અગિયાર અંગ :“પ્રથમહિ આચારાંગ ગનિ, દુજે, સૂત્ર કૃતાંગ, ઠાણ અંગ તીજો સુભગ, ચોથો સમવાયાંગ, વ્યાખ્યા પપ્પતિ પાંચવો, જ્ઞાતૃકથા પટ જાન, મુનિ ઉપાસકાધ્યયન હૈ, અન્તઃકૃત દશ ઠાન. અનુત્તરણ ઉત્પાદ દશ, સૂત્રવિપાક પિછાન,
બહુરિ પ્રશ્ન વ્યાકરણ જૂત, ગ્યારહ અંગ પ્રમાન. (૧) આચારાંગ, (૨) સૂત્ર કૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગ (૬) જ્ઞાતૃકથાગ (૭) ઉપાસકાધ્યયનાંગ, (૮) અન્તઃકૃત દશાંગ, (૯) અનુત્તરોત્પાદક દશાંગ, (૧૦) પ્રશ્ન વ્યાકરણાંગ, (૧૧) વિપાકસૂત્રાંગ – આ અગિયાર અંગ છે. ચૌદ પૂર્વ
ઉત્પાદપૂર્વ અગ્રાયણી, તીજો વીરજવાદ, અસ્તિનાસ્તિ પ્રવાદ પૂનિ, પંચમ જ્ઞાન પ્રવાદ. છઠ્ઠો કર્મ પ્રવાદ હૈ, સતપ્રવાદ પહચાન, અષ્ટ આત્મપ્રવાદ પુનિ, નવમો પ્રત્યાખ્યાન. વિધાનુવાદ પૂરવ દશમ, પૂર્વ કલ્યાણ મહંત,
પ્રાણવાદ કિરિયા બહુલ, લોક બિન્દુ હૈ અન્ત. (૧) ઉત્પાદ પૂર્વ (૨) અગ્રાયણી પૂર્વ (૩) વીર્યાનુવાદ પૂર્વ (૪) અસ્તિ નાસિત પ્રવાદ પૂર્વ (૫) જ્ઞાન પ્રવાદ પૂર્વ (૬) કર્મપ્રવાદ પૂર્વ (૭) સત્યપ્રવાદ પૂર્વ, (૮) આત્મપ્રવાદ પૂર્વ (૯) પ્રત્યાખ્યાન પૂર્વ (૧૦) વિદ્યાનુવાદ પૂર્વ (૧૧) કલ્યાણવાદ પૂર્વ, (૧૨) પ્રાણાનુવાદ પૂર્વ (૧૩) કિયાવિશાલપૂર્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૮: (૧૪) લોક બિન્દુસાર પૂર્વ - ચૌદ પૂર્વ છે.
અગિયાર અંગ અને ચૌદ પૂર્વ મળીને ઉપાધ્યાય પરમેષ્ઠીના ૨૫ મૂળગુણ હોય છે.
ઉપર મુજબની વ્યાખ્યામાં ઉપાધ્યાયના સ્વરૂપને સ્પષ્ટ કરતાં નીચે મુજબ કથનોની તરફ અમારું સ્પષ્ટ ધ્યાન આકર્ષિત કરેલ છે. :
પહેલા તો ઉપાધ્યાય પરમેષ્ઠી અંતરંગ અને બહિરંગ રત્નત્રયના ધારી હોય છે.
બીજું, એ જિનેન્દ્ર - કથિત તત્ત્વાર્થના ઉપદેશક હોય છે.
ત્રીજું – એ મુખ્યરૂપે તો દ્વાદશાંગરૂપ દ્રવ્ય શ્રુતનાપાઠી હોય છે. પણ એ જરૂરી નથી કે બધાં ઉપાધ્યાય દ્રવ્ય શ્રુતરૂપ દ્વાદશાંગના પાઠી જ હોય. ભાવશ્રુતજ્ઞાન તો તેનું દ્વાદશાંગરૂપ જ છે, પણ સંપૂર્ણ દ્રવ્યકૃતના જાણકાર હોવાનો નિયમ નથી.
ચોથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે એ મુખ્ય રૂપથી તો બધાં શાસ્ત્રો ના સારરૂપ નિજાત્મદ્રવ્યમાં જ મગ્ન રહે છે. કોઈ કોઈ વાર કપાયાંશના ઉદયથી જો ત્યાં ઉપયોગ સ્થિર ન રહે તો એ શાસ્ત્રોનો પોતે અભ્યાસ કરે છે અને બીજાને ભણાવે છે.
તાત્પર્ય એ છે કે ઉપાધ્યાય પરમેષ્ઠી પણ પૂર્ણ સ્વાધીન અને સ્વાવલમ્બી છે. એમનું શિષ્યોને ભણાવવું ભારરૂપ નથી હોતું. જો કે એમનું બધુ કામ સ્વાન્તઃ સુખાય હોય છે, પણ એમાં શિષ્યોનું હીત પણ નિહિત (ગર્ભિત) હોય છે.
સર્વે ઉપાધ્યાય પરમેષ્ઠીને નમસ્કાર |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૩૯ :
“સાધુ પરમેષ્ઠી” સાચા સાધુ પરમેષ્ઠીનાં સ્વરૂપનું વર્ણન કરતાં આચાર્ય સમન્ત ભદ્ર સ્વામી લખે છે :
“વિષયાશાવશાતીતો નિરારમ્ભોડપરિગ્રહ,
જ્ઞાનધ્યાન તપોરક્તસ્તપસ્વી સ પ્રશસ્યતે.” “જેઓના વિષયોની ઇચ્છા મૂળથી જ સમાપ્ત થઈ ગઈ છે, જેઓ હિંસોત્પાદક આરંભ અને પરિગ્રહ થી સર્વથા દૂર રહે છે અને ધ્યાન તેમજ તપમાં લીન રહેતાં નિરન્તર નિજ સ્વભાવને સાધે છે એ સાધુ પરમેષ્ઠી છે.”
(રત્નકરષ્ઠ શ્રાવકાચાર શ્લોક ૧૦) સાધુ પરમેષ્ઠીના ૨૮ મૂળગુણ હોય છે, તે આ પ્રકારે છે –
પંચ મહાવ્રત પંચ સમિતિ, પંચ ઇન્દ્રિય, રોધ;
પટ આવશ્યક નિયમ ગુણ, અષ્ટવિશંતિ બોધ. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય વિજય, છ આવશ્યક અને સાત શેષ ગુણ – આ બધાં મળીને સાધુ પરમેષ્ઠીના (૨૮) મૂળગુણ હોય છે. સાધુ આનું નિરતિચાર પાલન કરે છે. પાંચ મહાવ્રતઃ હિંસા અમૃત તસ્કરી, અબ્રહ્મ પરિગ્રહ પાપ;
મન-વચનૂતન સે ત્યાગ કરી, પંચ મહાવ્રત થાય. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન-માયા-લોભ-કષાયોના અભાવપૂર્વક મન- વચન- કાયથી હિંસાદિ પાંચે પાપોનો સર્વથા ત્યાગ- પંચમહાવ્રત છે.
મિથ્યાત્વ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ રૂપ મોહ - રાગ - દ્વેષના અભાવથી ઉત્પન્ન વીતરાગ પરિણતિ મહાવ્રતિ મુનિરાજોની ભાવ-અહિંસા છે અને તે પ્રમાણે ત્ર-સ્થાવર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૦ :
જીવોની વિરાધના ન થવી, દ્રવ્ય અહિંસા છે. આ બે પ્રકારની અહિંસા જ સાધુ પરમેષ્ઠીના અહિંસા મહાવ્રત નામનો પ્રથમ મૂળગુણ છે.
આ જ પ્રમાણે સત્યાદિ મહાવ્રતો વગેરેના સંબંધમાં સમજવું જોઇએ.
મિથ્યાત્વ તેમજ અનંતાનુંબધી આદિ ત્રણ પ્રકારની ચારે કષાયોના અભાવપૂર્વક સાચું બોલવાનું પરિણામ તેમ જ સાચું બોલવું અને સ્થૂળ – સૂક્ષ્મ કોઇ પણ પ્રકારે જુઠું ન બોલવું તે સત્ય મહાવ્રત છે.
ઉપર મુજબ મિથ્યાત્વ તેમજ કષાયોના અભાવપૂર્વક સ્થૂળ તેમજ સૂક્ષ્મ કોઇ પણ પ્રકારની ચોરીના પરિણામ અને ચોરી ન કરવી તે અચોર્ય મહાવ્રત છે. આ મહાવ્રતના ધારી મુનિરાજ વગર આપે કોઇ વસ્તુને ગ્રહણ કરવાની વાત તો ઘણી દૂર, પણ પાણી અને માટી પણ આપ્યા વગર ગ્રહણ નથી કરતાં.
પ્રત્યેક અન્તર્મુહર્તમાં થવાવાળી આત્મરમણતાપૂર્વક, સ્વસ્ત્રી તેમ જ ૫૨સ્ત્રી આદિના સેવનનો મન-વચન-કાયાથી પૂર્ણતઃ ત્યાગ કરવો જ બ્રહ્મચર્ય મહાવ્રત છે.
સાધુ પરમેષ્ઠી સંયમના ઉપકરણ પીંછી, શુદ્ધિનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ (સાધન ) શાસ્ત્રને છોડી બીજા કોઇ પણ પ્રકારના વસ્ત્રાદિ વગેરે પરિગ્રહ પોતાની પાસે નથી રાખતા.
66
આ સંદર્ભમાં કવિવર દૌલતરામજીનાં નીચે મુજબ કથન વર્ણવેલ છેઃ
પટકાય જીવ ન હનત તૈ, સબ વિધ દરબ હિંસા ટી, રાગાદિ ભાવ નિવારતેં, હિંસા ન ભાવિત અવતરી, જિનકે ન લેશ મૃષા ન જલ, ભૃણ હૂ બિના દીયો ગહૈ, અદશ સહસ વિધ શીલ ધર, ચિદ્ બ્રહ્મમેં નિત રમિ રહૈ, અન્તર ચતુદર્શ ભેદ બાહિર, સંગ દસધાતૈ ટલૈં.’
,,
(છઢાળા; છઠ્ઠી ઢાળ, છન્દ ૧, ૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
.: ૪૧ : આ પ્રમાણે સાધુ પરમેષ્ઠીના આ પાંચ મહાવ્રત રૂપ પાંચ મૂલગુણ હોય છે. પાંચ સમિતિ :- “ઇર્યા ભાષા એષણા, પુનિ પણ આદાન,
પ્રતિષ્ઠાપના યુત ક્રિયા, પાંચો સમિતિ વિધાન.” ઇર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન – નિક્ષેપણ સમિતિ અને પ્રતિષ્ઠાપન સમિતિ - આ પાંચ સમિતિ છે. આ સમિતિ મુખ્યતઃ અહિંસા અને સત્ય મહાવ્રતની સાધનભૂત જ છે.
અનંતાનુબંધી, અપ્રત્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ-ક્રોધ-માનમાયા-લોભનો અભાવ થઈ જવાથી મુનિરાજ જયારે પણ આહાર-વિહારનિહાર અને દેવદર્શન, તીર્થવન્દના વગેરે પ્રશસ્ત પ્રયોજનથી ગમન કરે છે તો ચાર હાથ આગળની જમીન જોઇને, દિવસમાં પ્રાસુક માર્ગથી જ ગમન કરે છે, એમની આ ક્રિયાને ઇર્ષા સમિતિ કહે છે.
આજ પ્રકારે ઉપર મુજબની કષાયોનો અભાવ થઇ જવાથી મુનિરાજ, બીજાને પીડાદાયક - કર્કશ-નિદ્ય વચન ક્યારેય બોલતા નથી. જયારે પણ બોલે છે ત્યારે હિત-મિત–પ્રિય અને સંશય રહિત, મિથ્યાત્વરૂપી રોગનો વિનાશ કરવાવાળું વચન જ બોલે છે. તેઓની આ પ્રકારની બોલવાની ક્રિયાને ભાષા સમિતિ કહે છે.
ધ્યાનઅધ્યયન અને તપમાં વિક્ષેપ ઉત્પન્ન કરવાવાળી સુધા-તૃષા લાગે ત્યારે તપશ્ચરણ વગેરેની વૃદ્ધિ માટે મુનિરાજ (૪૬) દોષોથી રહિત, (૩ર) અંતરાય અને (૧૪) મલદોષ ટાળીને કુલવાન (શ્રેષ્ઠ) શ્રાવકના ઘરે દિવસમાં ઉભા – ઉભા એક વાર અનુદિષ્ટ આહાર ગ્રહણ કરે છે એને એષણા સમિતિ કહે છે.
મુનિરાજ પોતાની શુદ્ધિ, સંયમ ને જ્ઞાન સાધનના ઉપકરણ (સાધન) પીછી અને શાસ્ત્રને સાવધાની પૂર્વક એવી રીતે જોઈને ઉઠાવે તથા મૂકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૨ : છે કે જેથી કોઇપણ જીવને જરાપણ વિપ્ન ઉત્પન્ન ન થાય. મુનિની આ પ્રમાદ-વગરની ક્રિયાને આદાન નિક્ષેપણ સમિતિ કહે છે.
સાધુ એવી જગ્યા ઉપર મલ-મૂત્ર અને કફ વગેરે ક્ષેપણ કરે છે, જે જંતુ રહિત હોય, અચિત હોય, એકાંત હોય, નગરથી દૂર નિર્જન હોય, પરના (બીજાના) અવરોધથી રહિત હોય અને જ્યાં દર કે છેદ ન હોય, એમની આ ક્રિયાને પ્રતિષ્ઠાપના સમિતિ કહે છે.
આ સંદર્ભમાં કવિવર પંડિત દોલતરામજીના નીચે મુજબ કથન વર્ણવેલ છે:
“પરમાદ તજિ ચૌકર મહી લખિ, સમિતિ ઇર્યા તે ચલે, જગ સુહિતકર સબ અહિતહર, શ્રુતિ સુખદ સબ સંશય હરે, ભ્રમરોગહર જિનકે વચન મુખચંદ તેં અમૃત ઝરે. છયાલીસ દોષ બિના સુકુલ, શ્રાવક તનૈ ઘર અશન કો, લે તપ બઢાવન હેતુ, નહિં તન પોષતે તજિ રસન કો. શુચિ જ્ઞાન સંયમ ઉપકરણ લખિકે ગહૈ લેખિકે ઘરે, નિર્જન્તુ થાન વિલોકિ, તન-મલ-મૂત્ર-શ્લેષમ પરિહરે”
(છ ઢાળા છન્દ ૨, ૩) પંચેન્દ્રિયજય :- રસ, રૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ શુભ અસુહાવને, વિનમેં ન રાગ-વિરોધ પંચન્દ્રિય જયન દદ પાવને”
(છ ઢાળા છન્દ ૪) સ્પર્શન વગેરે પંચેન્દ્રિયનાં ઇટાનિષ્ટ વિષયોમાં રાગ-દ્વેષ વગરના થઇ જવું એ પંચેન્દ્રિયજય અથવા પંચેન્દ્રિય નિરોધ કહેવાય છે.
મુનિરાજ પોતાની રુચિ અનુકૂળ-સરસ લાગવાવાળા સ્પર્શન, રસના ઘાણ, ચા અને કર્મેન્દ્રિયના વિષયોમાં અનુરાગ નથી કરતાં, ખુશ નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૩:
થતાં અને પ્રતિકૂલ – સરસ ન લાગવાવાળા વિષયોથી દ્રષ-ધૃણા અથવા અસંતોષ પ્રગટ નથી કરતાં, પરંતુ બન્ને પરિસ્થિતિઓમાં એક સામ્યભાવ રાખે છે. એમનાં આ ઇન્દ્રિય વિષયોના સંબંધીત સમતાભાવને પંચેન્દ્રિયજય મૂળગુણ કહેવામાં આવે છે. પટું આવશ્યક - સમતા આહારે, થુતિ ઉચારે વંદના જિનદેવ કો, નિત કરે શ્રુતિ રતિ, કરે પ્રતિક્રમ તર્જ તથા અહમેવ કો.
(છ ઢાળા, છઠ્ઠી ઢાળ, છન્દ ૫) વીતરાગી મુનિરાજ સદાય ત્રિકાળ સામાયિક, સ્તુતિ, વંદના, સ્વાધ્યાય, પ્રતિક્રમણ અને કાર્યોત્સર્ગ કરે છે. એમને આ ક્રિયાઓ દરરોજ અવશ્ય કરવા યોગ્ય છે, એટલે આવશ્યક કહેવાય છે, પણ મુનિરાજ એને પોતાના વિશે થઇને કરે છે, એમને આ ખેંચીને નથી કરવી પડતી. મૂલાચાર ગ્રંથમાં મુનિના પટ આવશ્યકોનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે છે:(૧) પરદ્રવ્યોથી રાગદ્વેષ રહિત થઇને સામ્યભાવ રાખવો સામાયિક છે. (૨) ઋષભ, અજીત વગેરે ૨૪ તીર્થકરોમાંથી કોઇ એક તીર્થંકરના અથવા બધા તિર્થકરોના ગુણોની સ્તુતિ કરવી તેમજ મન-વચન-કાયાની વિશુદ્ધિ પૂર્વક તેઓને નમન કરવાં એ સ્તવન છે.
ઋષભાદિજિનવરાણાં નામનિરુકિત ગુણાનુકીર્તિ ચ,
કૃત્વા અર્ચયિતા ચ ત્રિશુદ્ધિપ્રણામ: સ્તવો શેયઃ ”(મૂલાચાર-ર૬ ) (૩) અરહંત અને સિદ્ધોના પ્રતિબિમ્બોના દર્શન – પૂજન તેમજ શ્રતધર તથા તપમાં વિશેષ ગુરુઓને મન-વચન-કાયાથી સ્તુતિપૂર્વક નમન કરવું એ વંદના છે.
અર્હત્સિદ્ધપ્રતિમાતપશ્રુતગુણગુરુગુરણાં રાત્રયધિકાનાં,
કૃતિકર્મણા ઇતરણ ચ ત્રિકરણસંકોચન પ્રણામઃ ' મૂલચાર-૨૭) (૪) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ – ભાવના આશ્રયથી અંહિસા વગેરે વ્રતોમાં લાગેલા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૪:
દોષોની આલોચના દ્વારા પરિત્યાગ (નાશ) કરવો તે પ્રતિક્રમણ છે.
દ્રવ્ય ક્ષેત્રે કાલે ભાવે ચ કૃતાપરાધશોધનકે,
નિંદન”હણયુક્તો મનોવચ: કાન પ્રતિક્રમણ.” ( મુલચાર શાસ્ત્ર ૨૮) (૫) વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષ તે આમનાય અને ધર્મોપદેશરૂપ શાસ્ત્રોનું અધ્યયન અને આત્મચિંતન તે સ્વાધ્યાય છે. (૬) નિત્ય તેમજ નૈમિત્તિક કિયાઓમાં જિનેન્દ્ર દેવના ગુણોનું સ્મરણ કરતાં જે શરીરના પ્રત્યે મમત્વનો ત્યાગ થાય છે, એને કાર્યોત્સર્ગ કહે છે.
દૈવસિકનિયમાદિષુ યથોકતમાનેન ઉકતકાલે, જિનગુણચિંતનયુક્તઃ કાયોત્સર્ગ સ્તનુ વિસર્ગ. (મુલચાર શાસ્ત્ર ૩૦)
અહીં સ્તવન અને વંદનાનાં સંબધમાં ધ્યાન દેવા જેવી વાત એ છે કે સ્તવનમાં તો ઋષભ વગેરે ચોવીસ તીર્થંકરોના વ્યક્તિગત નામના ઉચ્ચારણ પૂર્વક એમના ગુણોની સ્તુતિ કરવામાં આવે છે. અને વંદનામાં અરહંત સિદ્ધોની પ્રતિમાના માધ્યમથી તેમજ આચાર્ય વગેરેના વિશેષ ગુણોના સ્મરણ કરતાં નમન કરવામાં આવે છે. એકમાં વ્યક્તિ વિશેષની મુખ્યતા છે અને બીજામાં કોઇ વ્યક્તિ વિશેષ નહીં-- -પણ ગુણો અથવા પદ- વિશેષની મુખ્યતાથી સ્તુતિ કરવામાં આવે છે.
આ સિવાય મુનિના નીચે મુજબ સાત મુળગુણ બીજા હોય છેઃ –
(૧) સ્નાનનો ત્યાગ, (૨) દંતધાવનનો ત્યાગ, (૩) જમીન ઉપર એક પાસાથી રાત્રિના છેલ્લા પહરમાં અલ્પ નિંદ્રા લેવી (૪) વસ્ત્રનો સર્વથા ત્યાગ (૫) કેશલોચન કરવા, (૬) ત્રણ ઘડી દિવસ નિકળ્યા પછી ને ત્રણ ઘડી બાકી રહે તે પહેલા એક વાર આહાર લેવો (૭) ઉભા-ઉભા હાથને જ પાત્ર બનાવી અર્થાત્ હાથની આંગળીઓમાં જ અલ્પ આહાર લેવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates : ૪૫ :
આ પ્રકારે બધાં સાધુઓના (૨૮) મૂળગુણ હોય છે મુનિરાજ તેનું નિરતિચાર પાલન કરે છે.
66
,,
“ણમો લોએ સવ્વ સાહૂણં ” માં આજ સાધુઓને નમન કરવામાં આવે છે. જયારે આપણે “ણમો લોએ સવ્વ સાહૂણં વાક્ય બોલીએ ત્યારે સાચા સાધુનું સ્વરૂપ આપણના માનસ પર ઉ૫૨ અંકિત થતું ભાસિત થવું જોઇએ.
એવા મુનિધર્મના ધારક આચાર્ય, ઉપાધ્યાય અને સામાન્ય સાધુ મુખ્ય રૂપથી તો આત્મસ્વરૂપને જ સાધે છે અને બાહ્યમાં (૨૮) મુળગુણોનું અખંડિત પાલન કરે છે. બધા આરંભ અને અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે, હંમેશા જ્ઞાન-ધ્યાનમાં લવલીન રહે છે, સાંસારિક પ્રપંચોથી હંમેશા દૂર રહે છે. આચાર્ય અને ઉપાધ્યાય તો મુનિસંઘની વ્યવસ્થાના અંર્તગત પ્રશાસનિક તેમજ શૈક્ષણિક પદ છે. જે સાધુ પોતાના મૂળ પ્રયોજનને સાધતા તેના યોગ્ય થાય છે, તેઓને આ પદ પ્રાપ્ત થાય છે. છેલ્લે સમાધિના હેતુથી આચાર્ય ઉપાધ્યાય પણ પોતાના યોગ્ય શિષ્યોને પોતાનું પદ આપને, પોતે એ પદોથી નિવૃત્ત થઇ નિજ સ્વભાવની સાધનામાં લાગી જાય છે.
66
ણમો લોએ સવ્વ સાહૂણ માં સ્મરણ
,,
આવા સાધુ પરમેષ્ઠીને જ
અને નમન કરેલ છે બીજા કોઇને નહિં.
આમ આપણે જોઇએ છીએ કે ણમોકારમંત્રમાં પંચપરમેષ્ઠીઓને નમન કરવામાં આવ્યા છે અને તેમનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે. વીતરાગ-વિજ્ઞાનમય પંચપરમેષ્ઠીઓના સ્વરૂપને સમજીને, એમનું સ્મરણ કરતાં ણમોકારમંત્રનો પાઠ કરવો જ ણમોકારમંત્રનું સ્મરણ છે અને આ પ્રકારના સ્મરણથી જીવ પાપભાવો અને પાપકર્મોથી બચી શકે છે.
સર્વે સાધુઓને નમસ્કાર હો:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૬ :
ચન્તારિ મંગલમ (ચાર મંગળ) ચતારિ મંગલ, અરહંતા, મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેવલિ પષ્ણતો ધમ્મો મંગલ.
- ચત્તારિ લોગુત્તમા, અરહંતા લાગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમાં, કેવલિ પષ્ણતો ધમ્મો લાગુત્તમો,
ચતારિ શરણે પબ્લજજામિ, અરહંત શરણે પબ્લજજામિ, સિદ્ધ શરણે પધ્વજજામિ, સાહૂ શરણે પબ્લજજામિ, કેલિપણાં ધમ્મ શરણે પબ્લજજામિ.
લોકમાં ચાર મંગળ છે. અરહંત ભગવાન મંગળ છે, સિદ્ધ ભગવાન મંગળ છે સાધુ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) મંગળ છે તથા કેવળી ભગવાન દ્વારા બતાવેલ ધર્મ મંગળ છે.
જે મોહ – રાગ – દ્વેષ રૂપી પાપોને ગાળે અને સાચું સુખ ઉત્પન્ન કરાવે, તેને મંગળ કહે છે. અરહંતાદિક સ્વયં મંગળમય છે અને તેમનામાં ભક્તિ ભાવ હોવાથી પરમ મંગળ થાય છે.
લોકમાં ચાર ઉત્તમ છે. અરહંત ભગવાન ઉત્તમ છે. સિદ્ધ ભગવાન ઉત્તમ છે. સાધુ (આચાર્ય ઉપાધ્યાય અને સાધુ) ઉત્તમ છે. તથા કેવળી ભગવાને બતાવેલ ધર્મ ઉત્તમ છે.
લોકમાં બધાથી મહાન હોય, તેને ઉત્તમ કહે છે. લોકમાં આ ચારેય બધાથી મહાન છે, એટલે ઉત્તમ છે.
હું ચારેયની શરણમાં જાઉ છું, અરહંત ભગવાનની શરણમાં જાઉં છું. સિદ્ધ ભગવાનની શરણમાં જાઉં છું, સાધુઓ (આચાર્ય ઉપાધ્યાયની અને સાધુ) ની શરણમાં જાઉં છું, અને કેવળી ભગવાને બતાવેલ વીતરાગી ધર્મની શરણમાં જાઉં છું.
શરણ સહારાને કહે છે. પરમેષ્ઠી દ્વારા બતાવેલ માર્ગ ઉપર ચાલી ને પોતાના આત્માની શરણ લેવી જ પંચપરમેષ્ઠીની શરણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[: ૪૭ :
જે વ્યક્તિ પંચ પરમેષ્ઠીનું શરણ લે છે, એનું કલ્યાણ થાય છે અર્થાત્ દુઃખ (ભવ-ભ્રમણ ) મટી જાય છે.
પ્રત્યક્ષ જિનેન્દ્ર દેવના દર્શન- પૂજન કરતી વખતે અને પરોક્ષ ત્રિકાળ વંદના-સામાયિક વગેરે કરતી વખતે તથા સાંજ –સવાર, ઉઠતા- બેસતા જયારે પણ ણમોકાર મંત્ર બોલાય છે, તે સમયે તેની સાથે ઉપર મુજબ ચત્તારિ મંગલ પાઠ પણ બોલાય છે. આ પાઠમાં પાંચ પરમેષ્ઠીઓ અને તેમના દ્વારા દર્શાવેલ વીતરાગ ધર્મને મંગલ, ઉત્તમ અને શરણ કહેલ છે.
મંગળ મંગળ” શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી લખે છે કે:
મંગ” એટલે સુખ તેને “લાતિ” એટલે આપે, અથવા “મ” એટલે પાપ તેને “ગાલયતિ” એટલે ગાળે તેનું નામ મંગળ છે. હવે એ વડે અરિહંતાદિ દ્વારા પૂર્વોક્ત પ્રકારથી બન્ને કાર્યોની સિદ્ધિ થાય છે. માટે તેમનામાં પરમ મંગળપણું સંભવે છે.”
લોકમાં શ્રીફળ, સ્વસ્તિક, કળશ, કુંકુમ (કંકુ ), અક્ષત, (ચોખા), હળદળ, મહેંદી તેમજ મગળ સૂત્ર વગેરે ને માંગલિક અથવા મંગળરૂપ મનાય છે, સૌભાગ્યનું પ્રતીક ગણવામાં આવે છે, પણ એ વાસ્તવિક માંગલિક અથવા મંગળમય નથી, કેમ કે એક તો એ પોતે સુખમય નથી, બીજું એ સુખના કારણ પણ નથી, કેમ કે આ બધાના ભાવમાં પણ અમંગળ અથવા દુઃખી થતા જોવાય છે. મંગળસૂત્ર ગળામાં પડ્યું રહે છે અને પતિદેવ પરલોક પહોંચી જાય છે, આ કેવું મંગળસૂત્ર છે જે સ્વયં અમંગળ રૂપ વૈધવ્યને દેખતાં કાયમ માટે વિદાય લઈ લે છે. જે સ્વયં મંગળ મય નથી તથા અમંગળથી બચાવી નથી શકતું, એ મંગળકારી કેવી રીતે હોઇ શકે ? આશય એમ છે કે લોકમાં આ મંગળના પ્રતિક ભલે જ હોય;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૮: પણ મંગળમય નથી, મંગળકરણ પણ નથી.
અહીં કોઈ એમ કહી શકે છે કે આતો ઠીક છે પણ લોકવ્યવહાર પણ જોવો પડે છે. જયારે આખુ લોક એને માંગલિક માને છે તો અમે તેને મંગળ કેમ ન માનીયે?
સમાધાન આ છે કે વસ્તુ સ્વરૂપની સાચી સમજણ પૂર્વક લોક વ્યવહારનો નિર્વાહ કરવામાં કોઇ દોષ નથી, પણ સર્વથા મંગળમય માની લેવામાં તથા અન્ય વિશ્વાસ પૂર્વક ધર્મની ક્રિયા માની સ્વીકાર કરવું સારું નથી. અને ઉપર મુજબના “ચારમંગળ” પણ છે તો વ્યવહારથી જ, નિશ્ચયથી તો એક પોતાનો આત્મા જ મંગળમય, મંગળ સ્વરૂપ અને મંગળ કારી છે.
એટલે જેને પોતાના જીવનને મંગળમય (સુખી) બનાવવું હોય, તેણે “ચત્તારિ મંગળના પ્રતિપાદ્ય અરહંત વિગેરેનું આલમ્બન લઇને પોતે મંગલમય આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ઉત્તમ
જે લોકમાં બધાથી મહાન હોય, તેને ઉત્તમ કહે છે. લોકમાં અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ જ બધાથી મહાન છે, એટલે તેજ ઉત્તમ છે.
જયસેન આચાર્ય “મહાત્મા’ શબ્દની વ્યાખ્યા કરતા લખે છે. :
મોક્ષલક્ષણમહાર્થસાધકન્વેન મહાત્મા” અર્થાત્ મોક્ષ લક્ષણવાળા મહાપ્રયોજનને સાધવાને કારણે જ અરહંત, સિદ્ધ ને સાધુ સાચા અર્થમાં મહાન છે.
ઉપર મુજબના કથનથી સ્પષ્ટ છે કે સાંસારિક દુઃખોથી છૂટવા અને અતીન્દ્રિય આનંદરૂપ મોક્ષસુખના પ્રયોજનને સાધવામાં પ્રયત્નશીલ સાધુ અને પ્રયોજનને સાધીને પૂર્ણતા પ્રાપ્ત કરવાવાળા, અરહંત અને સિદ્ધ ભગવાન તથા આ પ્રયોજનની સિદ્ધિ જે ધર્મના માધ્યમથી થાય છે, એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૪૯ :
વીતરાગ ધર્મ જ લોકમાં મહાન હોય છે. આના સિવાય જે અન્યને મહાન કહેવાનો લોક વ્યવહાર છે, એ પણ લૌકિક દૃષ્ટિએ ઠીક છે, પણ એને જ બધુ માનીને સાચી મહાનતા ઉપેક્ષિત કે વિસ્મૃત ન થઇ જાય તે માટે દરરોજ “ચત્તારિ લોગુત્તમા” પાઠનું સ્મરણ આવશ્યક છે, અનિવાર્ય છે.
શરણ” ચત્તારિ શરણે પધ્વજ્જામિ” કહેવાનો “આસ્તિપરક” અર્થ તો એ છે કે હું અરહંત, સિદ્ધ તેમ જ સાધુ (આચાર્ય- ઉપાધ્યાય – સાધુ) ની શરણમાં જાઉં છું, પણ એમાંથી એક નાસ્તિપરક ધ્વનિ આ પણ નિકળે છે કે જેને સુખી થવું હોય એ આ ચારે સિવાય અન્ય કોઇની પણ શરણ ગોતવામાં પોતાની શક્તિ અને સમયને વ્યર્થ ન કરે, કેમ કે આ જગતમાં એના સિવાય અન્ય કોઇ શરણ નથી. અશરણ ભાવનાના માધ્યમથી આપણને આચાર્ય કુન્દ કુન્દથી લઈને આજ સુધીના લગભગ બધાં જ આચાર્ય તેમજ વિદ્વાન દિશાસૂચન કરતાં આવ્યા છે.
કુન્દ કુન્દ્રાચાર્ય કહે છે – “સગ્ગો હવે હિ દુર્ગ ભિચ્ચા દેવા ય પહરણે વજર્જ, આઇરાવણો ગંઇદો ઇદસ્ય વિજજદે સરણે. ણવણિહિ ચઉદહરયણે હય મત્તગંઇદ ચાઉરંગબલ, ચકકેસસ્સ ણ સરણે પેચ્છતો કદિયે કાલે.
(બારસ અણુવેખા (દ્વાદશાનુપ્રેક્ષા) ગાથા ૯ તથા ૧૦) સ્વર્ગ જેનો કિલ્લો છે, દેવ જેના સેવક છે, વજ જેનું હથિયાર છે. ઐરાવત હાથી જેનુ વાહન છે, એવા ઇન્દ્રને પણ કોઇ શરણ નથી. આશય એ છે જેની પાસે સુરક્ષાના આટલા અને આ પ્રકારના સાધન છે, જયારે એને પણ સમય આવવા પર શરીરનો ત્યાગ કરવો પડે છે, ત્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૦:
સામાન્ય માણસની શું વાત? આ પ્રકારે કાળ આવે ત્યારે નવ નિધિઓ, ચૌદ રત્ન, ઘોડા અને મદોન્નમત હાથી તેમજ સુસજિજત ચતુરંગ સેના પણ ચક્રવર્તીને શરણ નથી આપી શકતા, ત્યારે સાધારણ માણસને કોણ શરણ આપે ?”
આજ વાતને કવિવર ભૂધરદાસજીએ પોતાની બાર ભાવનામાં અત્યંત સંક્ષેપમાં અને કડી (સશકત) ભાષામાં કહેલ છે એ કહે છેઃ“દલબલ દેઇ – દેવતા, માત-પિતા પરિવાર,
મરતી બિરિયાઁ જીવકો, કોઇ ન રાખનહાર.
આ જીવને મરણકાળ આવે ત્યારે સેનાની શક્તિ, દેવી-દેવતા, માતા-પિતા અને પરિવાર જન કોઇપણ બચાવી શકતો નથી.
,,
પંડિત દૌલતરામજીએ છ ઢાળાની પાંચમી ઢાળમાં કહ્યું છે :
સુર અસુર ખગાધિપ જે તે, મૃગ જયોં હરિકાલ દલેં તે, મણિ-મંત્ર-તંત્ર બહુ હોઇ, મરતે ન બચાવે કોઇ. આ વાતને નીચેના છન્દમાં હજુ વધારે સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
66
કાલસિંહ ને મૃગચેતન કો ઘે૨ા ભવવન મેં, નહીં બચાવનહારા કોઇ યોં સમજો મન મે, મંત્ર-તંત્ર સેના ધન સમ્પતિ રાજપટ છૂટે, વશ નહીં ચલતા કાલ લુટેરા કાય નગરી લૂટે. ચક્રરતન હલધર-સા ભાઈ કામ નહિં આયા, એક તીર કે લગત કૃષ્ણ કી વિનશ ગઇ કાયા. દેવ-ધર્મ-ગુરુ શરણ જગતમેં ઔર નહીં કોઇ, ભ્રમ સે ફિર ભટકતા ચેતન ચ્ હી ઉમર ખોઇ.
(બાર ભાવના વિવર મંગતરાય )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૧:
કાલરૂપી સિંહે જીવરૂપી મૃગને આ સંસાર રૂપી વનમાં ઘેરી લીધો છે. આ જીવરૂપી મૃગને કાલરૂપી સિંહથી બચાવનાર કોઇ નથી આ વાત બરાબર સમજી લેવી જોઇએ. જયારે કાલરૂપી લુટેરો કાયારૂપી નગરી લૂટે છે, ત્યારે કોઇનો વશ નથી ચાલતો, મંત્ર-તંત્ર બધું એમ જ પડી રહે છે, સેના ઉભી જોતી જાય છે અને રાજપાટ તેમ જ ધન-સમ્પતિ બધુ લુંટાઇ જાય છે.
જુઓ! ચક્રરત્ન અને બલદેવ જેવા ભાઈ પણ કામ ન આવ્યા અને શ્રીકૃષ્ણની કાયા માત્ર એક તીર લાગવાથી નાશ થઇ ગઈ. એટલે આ જગતમાં એક દેવ-ગુરુ અને ધર્મ જ પરમ શરણ છે, અન્ય કોઇ નહિં. શરણની ખોજમાં આ જીવે સંપૂર્ણ આયુષ્ય ભૂલથી ભટકતાં વ્યર્થમાં ગુમાવી દીધું છે.”
છેલ્લે ડો. ભારિલ્લની અત્યંત ભાવવાહી નીચે મુજબની કડીઓ પણ આ સંદર્ભમાં લખેલ છે:
“જિન્દગી ઇક પલ કભી કોઇ બઢા નહીં પાયગા, રસ રસાયન સુત સુભટ કોઇ બચા નહીં પાયગા. સત્યાર્થ હૈ બસ બાત યહ કુછ ભી કહો વ્યવહાર મેં, જીવન-મરણ અશરણ શરણ કોઇ નહીં સંસાર મેં, નિજ આત્મા નિશ્ચય-શરણ વ્યવહાર સે પરમાત્મા જો ખોજતા પર કી શરણ વહુ આત્મા બહિરાત્મા.
(બાર ભાવના ડો. હુકમચંદ ભારિલ્લ) આ જીવન જ્યાં સુધી છે, ત્યાં સુધી જ છે, તેની એક ક્ષણ પણ કોઇ વધારી નથી શકતું, જયારે મૃત્યુ આવશે ત્યારે રસ-રસયાન નહીં બચાવી શકે. અને ન પુત્ર, ન સુભટ અથવા ન તો સુભટ સુત (પુત્ર). વ્યવહારથી કાંઇ પણ કહો, પણ સત્ય વાત તો એ છે કે જીવન – મરણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨૨ :
અશરણ છે, સંસારમાં કોઈપણ શરણ નથી.
નિશ્ચયથી વિચાર કરો તો એક પોતાનો આત્મા જ શરણ છે, પણ વ્યવહારથી પંચ પરમેષ્ઠીને પણ શરણ કહેવાય છે. એમને છોડીને જે બીજાની શરણ શોધે છે, બીજાની શરણમાં જાય છે, એ આત્મા બહિરાત્મા છે, મૂઢ છે, મિથ્યાદષ્ટિ છે.”
સંસારી જીવ સન્માર્ગથી ન ભટકી જાય, ઉન્માર્ગમાં ન અટકી જાય, સાચી શરણને પ્રાપ્ત થાય, એટલે આ “ચત્તારિ શરણે પવ્રજજામિ” મહામંત્રનો પણ નિયમીત જાપ કરો, પાઠ કરો.
આ પ્રકારે આપણે જોઈએ છીએ કે લોકમાં પરમ મંગળ, પરમોત્તમ અને પરમશરણભૂત જો કોઈ હોય તો એક માત્ર પંચપરમેષ્ઠી જ છે. ણમોકાર મહામંત્રમાં પરમ મંગલમય, પરમોત્તમ અને પરમશરણભૂત આ પંચપરમેષ્ઠીઓને જ નમસ્કાર કર્યા છે, સ્મરણ કરવામાં આવ્યા છે. એટલે આ સિદ્ધ છે કે જૈનીઓનો આ મહામંત્ર લૌકિક ઉપલબ્ધિઓ માટે નથી અને ન તો એમાં આ પ્રકારની કોઇ કામના કરેલ છે. આ તો પરમ ભક્તિનું સહજ સ્કૂરણ છે, જે કામનાઓનો નાશ કરવાવાળો છે, વાસનાઓનું દમન કરવાવાળો છે, લૌકિક ઉપલબ્ધિઓના ત્યાગની પ્રેરણા દેવાવાળો છે કામનાઓ તેમજ વાસનાઓની પૂર્તિ માટે તેનો ઉપયોગ કરવો તે કાગડાને ઉડાડવા માટે બહુ મૂલ્ય રત્નને ફેકવા જેવી બાલચેષ્ટા છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: પ૩: મોકાર મંત્રનું મહાભ્ય”
હવે ણમોકાર મંત્રના મહાભ્યને દર્શાવનારી એ મહાન ગાથા ઉપર વિચાર કર્યો જાય જે હજારો વર્ષોથી આ મહામંત્રની સાથે બોલવામાં આવે છે, એ ગાથા આ પ્રકારે છે: –
એસો પંચ ણમોયારો, સબ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વસિં, પઢમં હો હિ મંગલ.” આ પંચ નમસ્કાર મંત્ર બધા પાપોનો નાશ કરવાવાળો છે તથા બધાં મંગળોમાં પહેલો (સર્વ શ્રેષ્ઠ) મંગળ છે.
ણમોકાર મંત્રની મહિમા બતાવવાવાળી આ પ્રસિદ્ધ ગાથામાં બે વાતો કહેલ છે. એક તો એક આ મંત્ર બધા પાપો નો નાશ કરવાવાળો છે અને બીજી એ કે આ મંત્ર બધા મંગળોમાં પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગળ છે.
પહેલી વાત ઉપર ટીકા-ટિપ્પણી કરતાં કેટલાંક લોકો કહે છે કે જો મોકાર મંત્ર બધા પાપોનો નાશ કરવાવાળો છે, તો જે લોકો હંમેશા જ નિયમિત રૂપથી ત્રિકાળ ણમોકાર મંત્રનો જાપ કરે, પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે છે, એમના જીવનમાં ઘણાં દુ:ખો કેમ જોવાય છે. અથવા જે પોતે પંચપરમેષ્ઠીમાં છે, એવા પાંચ પાંડવો ઉપર એવો ભયંકર ઉપસર્ગ કેમ થયો? તેઓને આગથી બળતા લોખંડના કડા કેમ પહેરાવવામાં આવ્યા?
એક નહીં એવા તો ઘણા પૌરાણિક ઉદાહરણ આપી શકાય તેમ છે, જેમણે હૃદયથી પંચપરમેષ્ઠીની આરાધના કરી, દરરોજ ણમોકાર મંત્રનો જાપ કર્યો અને પોતે પણ પંચપરમેષ્ઠી પદ ઉપર વિરાજમાન રહ્યા, તો પણ ઘણા પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડયો. ભાવલિંગી તદ્દભવ મોક્ષગામી સુકુમાલ મુનિને શિયાળીનિએ ખાધા, સુકૌશલ મુનિરાજને સિંહણોએ ખાધા, ગજકુમાર મુનિરાજના માથા ઉપર બળતી સગડી મૂકી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૪ : દીધી, રાજા શ્રેણિકના દ્વારા મુનિરાજના ગળામાં મરેલો સર્પ નાખવાથી મુનિરાજને લાખો લાલકીડીઓ કરડી, શ્રીપાલને કુષ્ઠ રોગે ઘેર્યો, પાર્શ્વનાથ ભગવાનને કમઠકૃત ઉપસર્ગને સહન કરવો પડ્યો, આદિનાથ ભગવાનને છ મહિના સુધી રોજ આહારની ચર્યા પર નિકળવા છતાં આહાર ન મળ્યો, મહાસતી સીતાને બે બે વાર વનવાસના દુઃખ ઉઠાવવા પડ્યા, રામ પણ ૧૪ સુધી વન-વન એકલા ફર્યા, પ્રદ્યુમનકુમાર ને ઘણાં સંકટોનો સામનો કરવો પડ્યો, જીવન્ધર અને તેના માતા – પિતા રાણી વિજયાં ને સત્યન્જરને મરણાન્તક કષ્ટ સહવા પડ્યા, મહાસતી મનોરમા ને મજૂરી કરવી પડી, સુદર્શન શેઠને સૂળી પર ચડવું પડ્યું, સેંકડો મુનિઓને ઘાણીમાં પીલાવું પડ્યું, અકંપનાચાર્ય વગેરે ૭00 મુનિઓને બલિ વગેરે મંત્રિયો – કૃત ઉપસર્ગ સહન કરવા પડયા, છેવટે આવું કેમ થયું?
ધ્યાન છે કે આ બધા પંચ નમસ્કાર મંત્રના આરાધક તો હતા જ, એમાંથી ઘણાખરા તદ્ભવ મોક્ષગામી અને ભાવલિંગી સંત પણ હતા. અને આદિનાથ તેમ જ પાર્શ્વનાથ સાક્ષાત્ તીર્થકર ભગવાનની ભૂમિકામાં હતાં, તો પણ એમના ઉપર ઉપસર્ગ થયા.
આ બધા ઉદાહરણોના સંદર્ભમાં ણમોકાર મંત્રની મહિમા વાચક આ કથન ઉપર પ્રશ્ન ચિન્હ નથી લાગતો ?
આવી ટીકા-ટિપ્પણી કરવાવાળાઓને ણમોકાર મંત્રની મહિમા વાચક રજૂ કરેલ કથન ઉપર ઉંડાણથી વિચાર કરવો જોઇએ. શું એમાં એમ કહેવામાં આવ્યું છે કે ણમોકાર મંત્ર બોલવાથી સંયોગોમાં ફેરફાર થાય છે, પ્રતિકૂળ પ્રસંગોનો અભાવ થાય છે? લૌકિક સુખ સુવિધાઓ મળી જાય છે? સિંહ-સર્પશિયાળ ભાગી જાય છે? વિરોધી પોતાનો વેર ભાવ ભૂલી જાય છે? એવું તો કાંઇ પણ નથી કહેવાયું, પણ એ કહેવાયું કે બધાં પાપોનો નાશ થઇ જા છે. તો શું ણમોકાર મંત્રનો જાપ, સ્મરણ અથવા ધ્યાન કરતાં કોઇના મનમાં હિંસા, જુઠ, ચોરી, કુશીલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૫ :
વગેરેના પાપ પરિણામ રહી શકે છે? શું તે સમયે તેના મનમાં તીવ્ર ક્રોધમાન-માયા-લોભ, મોહ – રાગ- ઢષના ભાવ રહી શકે છે?
પાપ તો હિંસાદિ જ છે અને પાપ ભાવ ક્રોધાદિ છે આ બધાની તીવ્રતાનો અભાવ જ બધા પાપોનો નાશ છે.
ણમોકાર મંત્રના પાઠના કાળમાં ન તો મનમાં હિંસાદિ પાપ ભાવ રહે છે, ન તો વાણીથી વ્યક્ત થાય છે અને ન તો કાયાથી પણ હિંસા વગેરે પાપ થાય છે. એટલે ણમોકાર મંત્રથી મન-વચન-કાયકૃત બધા પાપોનો નાશ થવો – આ કથન પૂર્ણ રીતે સાચું જ છે.
સોલહ કારણ ભાવનાની પૂજામાં પણ આ જ ભાવ વ્યક્ત કર્યો છે“જો અરહંત ભગતિ મન આર્ન, સો જન વિષય કષાય ન જાનૈ.
જેના હૃદયમાં અરહંત ભગવાનની ભક્તિ વસે છે, એને વિષય – કષાયની ઉત્પત્તિ જ નથી થતી.”
ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે છેદમસ્થ (ક્ષયોપશમ જ્ઞાનિઓ) નો ઉપયોગ કે ધ્યાન એક સમયમાં એક વિષય ઉપર જ રહે છે. આ કારણે જ્યાં સુધી તેનું ધ્યાન ણમોકાર મંત્ર ઉપર રહેશે, ત્યાં સુધી બીજા ઈન્દ્રિય વિષયોમાં અથવા પાપભાવોમાં ઉપયોગ જશે જ નહિં. એટલે પાપભાવોની ઉત્પત્તિ જ નહીં થશે. આ બધું પાપોના નાશનું સ્વરૂપ છે.
બીજી વાત એ છે કે જે વ્યક્તિ ણમોકાર મંત્રના માધ્યમથી પંચપરમેષ્ઠીના સ્વરૂપને બરાબર જાણીને તેનું સ્મરણ કરે છે, ભક્તિ કરે છે, બહુમાન કરે છે, એ જરૂર જ તેના દ્વારા બતાવેલ મુક્તિના માર્ગ ઉપર અવશ્ય ચાલશે. જયારે એ તેમના બતાવેલ મુક્તિના માર્ગ ઉપર સ્વયં ચાલશે ત્યારે પોતે પણ પંચ પરમેષ્ઠી પદમાં સામેલ થઇ જશે. એવી સ્થિતિમાં એ પૂર્વકૃત પાપોથી બાંધેલા કર્મોની નિર્જરા પણ કરશે. આ અપેક્ષાને ધ્યાનમાં રાખીને ણમોકાર મંત્રના જાપ ને સર્વ પાપોનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૬:
નાશ કરવાવાળો કહેવાય છે.
અહીં જો કોઇ કહે કે મોકાર મંત્રનો સાક્ષાત્ લાભ તો વર્તમાન પાપભાવો તેમજ પાપોથી બચવું તે જ છે, તો વર્તમાન પાપોથી તેમ જ પાપભાવોથી તો અમે કોઇ બીજાના સ્મરણથી પણ બચી શકીએ છીએ.
એમાં ણમોકાર મંત્રની શું વિશેષતા રહી?
સમાધાન - તમારું આમ વિચારવું સાચું નથી, કેમ કે રાગીઓના ચિંતન-સ્મરણથી રાગભાવોની મહાનતા જ તેની દૃષ્ટિમાં રહે છે, વીરાગતા નહિં. વીતરાગની મહિમા આવ્યા વગર કામનાઓનો અભાવ નથી થતો. પણ ઇચ્છાઓની પૂર્તિની ઇચ્છા જ જાગૃત થાય છે, જે પોતે પાપભાવ છે, પાપનું કારણ છે.
પંચપરમેષ્ઠીની મહાનતા વીતરાગતાની વૃદ્ધિમાં છે. આ પ્રસંગે પં. ટોડરમલજીના નીચે મુજબ વિચાર વર્ણવેલ છે –
પૂજયત્વનું કારણ વીતરાગ-વિજ્ઞાન જ છે. આ અરહંતાદિક વીતરાગ-વિજ્ઞાનમય હોવાથી જ સ્તુતિયોગ્ય મહાન થયા છે, કેમ કે રાગાદિ વિકાર વડે અથવા જ્ઞાનની હીનતા વડે તો નિંદા યોગ્ય થાય છે તથા રાગાદિની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડ સ્તુતિ વા પ્રશંસા યોગ્ય થાય છે. હવે અરહંત – સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગ-વિજ્ઞાનભાવ સંભવે છે તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એકદેશ વીતરાગ-વિજ્ઞાન ભાવ છે માટે એમને સ્તુતિ યોગ્ય મહાન જાણવા.”
(મોક્ષમાર્ગ પ્રકાશક ) નિત્યનિયમ પૂજાની પીઠિકામાં આપણે દરરોજ બોલીએ છીએઃ -
અપવિત્ર: પવિત્રો વા સુસ્થિતો દુ:સ્થિતોડપિ વા,
ધ્યાયપંચનમસ્કાર સર્વ પાપ: પ્રમુચ્યતે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૭ :
અપરાજિત મંત્રોડયું સર્વ વિઘ્ન વિનાશનઃ,
મંગલેષુ ચ સર્વપુ પ્રથમ મંગલ મતઃ. ભલે બાહ્યમાં અપવિત્ર હોય કે પવિત્ર, સુસ્થિત હો કે દુઃસ્થિત, કોઈપણ હાલતમાં કેમ ન હો, જે નમસ્કાર મંત્રનું ધ્યાન કરે છે, એ બધા પાપોથી મુક્ત થઇ જાય છે અને અંતરંગથી તથા બહિરંગથી બધાં જ પ્રકારે પવિત્ર થઈ જાય છે.
આ મોકાર મહામંત્ર અપરાજિત છે, બીજા કોઇ મંત્ર દ્વારા એની શક્તિ પ્રતિત-અવિરૂદ્ધ નથી થઇ શકતી. એમાં અસીમ સામર્થ્ય ગર્ભિત છે. બધા વિનોને ક્ષણભરમાં નષ્ટ કરવાવાળો છે. અને બધા મંગળોમાં પહેલો (શ્રેષ્ઠ) મંગળ મનાય છે.
આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ણમોકાર મહામંત્રની મહિમા સમ્યકજ્ઞાનની વૃદ્ધિ તેમ જ મો-રાગ-દ્વેષની હીનતામાં જ છે, વિષયકષાયથી બચવામાં છે, પાપભાવ તેમજ પાપકર્મથી બચવામાં છે. વિષયભોગોની પ્રાપ્તિ વગેરેથી તો એને દૂરનો પણ સંબંધ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૮ :
ણમોકાર મંત્ર :- અનાદિ કે સાદિ
ઐસો અણાઇ કાલો, અણાઇ જીવો અણાઇ જિણધમ્મો,
તઇયા વિ તે પઢતા એસચ્ચિય જિણ ણમુકકારો ।।૧૬।। સિદ્ધાંતાચાર્ય પં. કૈલાશચંદ શાસ્ત્રીએ આ ગાથા “ લઘુનવકાર નામના ગ્રંથમાંથી લીધેલ છે. આમાં કહેવામાં આવ્યું છે કે -કાલ અનાદિ છે, જીવ અનાદિ છે, જિનધર્મ પણ અનાદિ છે, ત્યારથી જ એ બધા આ ણમોકાર મંત્રને બોલતા આવી રહ્યાં છે. એટલે આ મહામંત્ર પણ અનાદિ છે.
એક હિન્દી કવિએ પણ કહ્યું છે કે :
“ આગે ચોબીસી હુઇ અનન્તી, હોસી બાર અનંત.,
ણમોકા૨ તણી કોઇ આદિ ન જાને, ઇમ ભાખે અરહંત.
અરહંત ભગવાને કહ્યું છે કે ભૂતકાળમાં અનંત ચૌવીસી થઇ ગઇ છે, ભવિષ્યમાં પણ અનંત થશે, પણ ણમોકા૨ મંત્રની આદિને કોઇએ જાણી નથી એટલે આ મંત્ર અનાદિ છે.
,,
22
ખરેખર વાત એમ છે કે આ મહામંત્રમાં જે પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યા છે, સ્મરણ કરવામાં આવ્યા છે. એ પંચપરમેષ્ઠી અનાદિ કાળથી થતાં આવ્યા છે અને તેઓને સ્મરણ કરવાવાળા, નમસ્કાર કરવાવાળા ભક્તજન પણ અનાદિથી થતા આવ્યા છે, એટલે ભાવાપેક્ષા આ ણમોકાર મહામંત્ર અનાદિ જ છે.
વર્તમાનમાં પ્રાકૃતભાષામાં ગાથાબદ્ધ જે ણમોકાર મંત્ર પ્રાપ્ત થાય છે, એની ગાથારૂપ રચના લગભગ બે હજાર વર્ષ પહેલા ધરસેન આચાર્યના પટ્ટશિષ્ટ આચાર્ય પુષ્પદંતે ષટખંડાગમમાં મંગલાચરણના રૂપમાં કરેલ છે, એટલે એને સાદિ પણ કહી શકાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
.: ૫૯:
પટખંડાગમના સમર્થ ટીકાકાર આચાર્ય વીરસેન સ્વામીએ ઉપર કહેલ મંગલાચરણની ટીકા લખતા ધવલાટીકામાં આ સંદર્ભમાં જે વિચાર વ્યક્ત કરેલ છે તે આ પ્રકારે છે :
“તે મંગળ બે પ્રકારનું છે. નિબદ્ધમંગળ અને અનિબદ્ધમંગળ. ગ્રંથના પ્રારંભમાં ગ્રંથકારના દ્વારા જે ઇષ્ટ દેવતાને નમસ્કાર નિબદ્ધ કરવામાં આવે છે. અર્થાત્ શ્લોક વગેરે રૂપથી રચના થાય છે, એને નિબદ્ધ મંગળ કહે છે. જે અન્ય-રચિત પદ્ય ગ્રંથમાં કહેવામાં આવે છે. અથવા મૌખિક કહેવામાં આવે છે. એને અનિબદ્ધ મંગળ કહે છે. આ વ્યવસ્થા અનુસાર ણમોકાર મંત્ર નિબદ્ધમંગળ છે.”
(પટખંડાગમ :- જીવસ્થાનસત પ્રરૂપણ ભાગ-૧) આ દષ્ટિ એ તો આ ણમોકાર મહામંત્ર સાદિ છે અને એના વાચ્ય પંચપરમેષ્ઠી અનાદિથી થતાં આવ્યા છે – એ દષ્ટિએ આ મંત્ર અનાદિ છે આશય એ છે ખરેખર આ મંત્રની અર્થ યોજના તો અનાદિ છે અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ ણમોકારમંત્રના રૂપમાં આ ગાથા છન્દની શબ્દયોજનામાં સાદિ છે.
ભગવતી આરાધનાની ટીકામાં અને ગણધરકૃત કહ્યું છે. આ કથનની અપેક્ષા પણ આ છે કે અનાદિથી પંચ પરમેષ્ઠી થતા આવ્યા છે, અને બધા તીર્થકરો ને ગણધર પણ અનાદિથી થતા આવ્યા છે. અને બધા ગણધર પંચ પરમેષ્ઠીને નમન કરે છે. આ અપેક્ષાથી મોકાર મંત્ર અનાદિ જ થયો. અને પ્રાકૃત ભાષામાં રચાયેલું આ ગાથા છન્દ આચાર્ય પુષ્પદન્ત સ્વામીની રચના છે – આ અપેક્ષા એ સાદિ પણ કહેવાય છે – એટલે બંને કથન પોત – પોતાના સ્થાને યથાર્થ છે.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૦ :
સમોકાર મંત્રનો પદક્રમ ણમોકારમંત્રના પદકમ ઉપર વિવેચન કરતાં ઘવલાકાર વીરસેનાચાર્ય લખે છેઃ
શંકા- બધા પ્રકારના કર્મ લેપથી રહિત સિદ્ધ પરમેષ્ઠી હોવા છતાં અઘાતિકર્મોના લેપથી યુક્ત અરહંતોને પહેલા નમન કેમ કરવામાં આવ્યા છે?
સમાધાનઃ- આ કોઇ દોષ નથી, કેમ કે બધાથી વધારે ગુણવાળા સિદ્ધોમાં શ્રદ્ધાની મુખ્યતાનું કારણ અરહંત પરમેષ્ઠી જ છે, એટલે કે અરહંત પરમેષ્ઠીના નિમિત્તથી જ અધિક ગુણવાળા સિદ્ધોમાં બધાથી વધારે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જો અરહંત પરમેષ્ઠી ન હોત તો આપણને બધાને આપ્ત, આગમ અને પદાર્થનું પરિજ્ઞાન ન થઈ શકત. પણ અરહંતોના પ્રતાપથી આપણને આ બોધની પ્રાપ્તિ થઇ છે. આ ઉપકારની અપેક્ષા એ પણ પહેલા અરહંતોને નમસ્કાર કરવામાં આવે છે.
જો કોઇ કહે કે આ પ્રકારે પહેલાં અરહંતોને નમસ્કાર કરવા તે તો પક્ષપાત છે? આ વિષય ઉપર આચાર્ય જવાબ આપે છે કે આવો પક્ષપાત દોષોત્પાદક નથી. પણ શુભપક્ષમાં રહેવાથી એ કલ્યાણનું જ કારણ છે.
આપ્તની શ્રદ્ધાથી જ આપ્ત, આગમ અને પદાર્થના વિષયમાં દઢ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, આ વાતને પ્રસિદ્ધ કરવા માટે પણ પહેલા અરહંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે જેની પાસે ધર્મમાર્ગ પ્રાપ્ત કરીએ, એની પાસે વિનય યુક્ત થઇને પ્રવૃત્તિ કરવી જોઇએ.”
(પટખંડાગમ જીવસ્થાનસત પ્રરૂપણા) આ જ સંદર્ભમાં બ્રહ્મદેવ સૂરી એ પણ લખ્યું છે :
“અહીં અધ્યાત્મ શાસ્ત્રમાં ભલે પહેલા સિદ્ધ પરમેષ્ઠીને નમસ્કાર કરવા યોગ્ય છે તો પણ વ્યવહાર નયનો આશ્રય લઇને ઉપકાર સ્મરણ કરવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૧ :
માટે અરહંત પરમેષ્ઠીને જ નમસ્કાર કર્યા છે. કહ્યું પણ છે કે અરહંત પરમેષ્ઠીના પ્રતાપથી મોક્ષમાર્ગની સિદ્ધિ થાય છે, એટલે મુનિવરોએ શાસ્ત્રના શરૂઆતમાં અરહંત પરમેષ્ઠીના ગુણોની સ્તુતિ કરી છે.”
(બર્ફી દ્રવ્ય સંગ્ર) અરહંત ભગવાનથી સાક્ષાત્ દિવ્ય ધ્વનિનો લાભ મળે છે. જો અરહંત ભગવાન ન હોત તો આપણને આપ્ત, આગમ અને પદાર્થોનું વિશેષજ્ઞાન ન થઇ શકત અરહંતોના પ્રસાદથી જ આપણને રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. એના વગર આપણને દુઃખથી છૂટવાનો ઉપાય અને સુખની પ્રાપ્તિનો ઉપાય ક્યાંથી પ્રાપ્ત થાય? એટલે અરહંત આપણા પરમ ગુરુ છે, આ કારણે સિદ્ધોના પહેલા અરહંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે.
બીજી વાત એ છે કે બધાથી વધારે ગુણવાળા સિદ્ધ પરમેષ્ઠીમાં શ્રદ્ધા ભક્તિ ઉત્પન્ન કરાવવાવાળા, તેઓની મહિમા બતાવવાવાળા તો અરહંત જ છે જો અરહંત ભગવાન પોતાની દિવ્ય ધ્વનિ દ્વારા સિદ્ધોનું સ્વરૂપ ન સમજાવતાં, તેમની મહિમાથી આપણને પરિચિત ન કરાવતા, એમના ગુણોનું આપણને જ્ઞાન ન કરાવતા તો આપણને કેવી રીતે ખબર પડે કે સિદ્ધ કોણ છે, તેમનું સ્વરૂપ શું છે, અને તેમનું અનુસરણ કરવાથી આપણને સિદ્ધ દશા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? એટલે અરહંત ભગવાન આપણા સન્માર્ગ દર્શક – તત્ત્વોપદેશક પરમગુરુ છે. આ અપેક્ષાથી અરહંત ભગવાન જ અમારા પહેલા વંદનીય છે.
પંચ પરમેષ્ઠીમાં રત્નત્રય તેમજ વીતરાગ-વિજ્ઞાનની પૂર્ણતા તેમજ અપૂર્ણતાની દૃષ્ટિએ પંચ પરમેષ્ઠીઓને બે વિભાગોમાં વર્ગીકૃત કરતા ડો. નેમીચન્દજી શાસ્ત્રીએ લખ્યું છે કે :
અરહંત અને સિદ્ધમાં નમસ્કારનો ઉપર મુજબ ક્રમ માનતાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને નમસ્કારમાં એ ક્રમનો નિર્વાહ કેમ કરવામાં આવ્યો નથી? અહીં પણ બધાથી પહેલા સાધુ પરમેષ્ઠી ને નમસ્કાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૨ :
કરવામાં આવે, પછી ઉપાધ્યાય અને ત્યારબાદ આચાર્ય પરમેષ્ઠી ને નમસ્કાર હોવા જોઇતા હતા, પણ એવો પદક્રમ કેમ ન રાખવામાં આવ્યો?
ઉપર મુજબની શંકા ઉપર વિચાર કરવાથી એવું લાગે છે કે આ મહામંત્રમાં પરમેષ્ઠીઓને રત્રય ગુણની પૂર્ણતા અને અપૂર્ણતાના કારણે બે ભાગોમાં વિભાજીત કરેલા છે. પહેલા વિભાગમાં અરહંત અને સિદ્ધ છે. બીજા વિભાગમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. પહેલા વિભાગના પરમેષ્ઠીઓમાં રત્નત્રય ગુણની ન્યૂનતાવાળા પરમેષ્ઠીને પહેલા અને રત્નત્રય ગુણની પૂર્ણતાવાળા પરમેષ્ઠીને પછી રાખવામાં આવે છે. આ ક્રમાનુસાર અરહંત ને પહેલા અને સિદ્ધને પછી પઠિત કર્યા છે. બીજા વિભાગના પરમેષ્ઠીઓમાં પણ આ ક્રમ છે. આચાર્ય અને ઉપાધ્યાયની અપેક્ષા મુનિનું સ્થાન ઊંચું છે, કેમ કે ગુણસ્થાન- આરોહણ મુનિપદથી જ થાય છે, આચાર્ય અને અને ઉપાધ્યાય પદથી નહિં. અને આ કારણ છે કે અંતિમ સમયમાં આચાર્ય અને ઉપાધ્યાય ને પોત – પોતાના પદ છોડીને મુનિ પદ ધારણ કરવું પડે છે. મુક્તિ પણ મુનિ પદથી જ થાય છે અને રત્નત્રયની પૂર્ણતા આ પદમાં સંભવ છે. એટલે બંને વિભાગોમાં શ્રેષ્ઠ આત્માઓને પાછળથી પાઠ કરાવવામાં આવ્યો છે.
એક બીજું સમાધાન એ પણ છે કે જે પ્રકારે પહેલા વિભાગના પરમેષ્ઠીઓમાં ઉપકારી પરમેષ્ઠીને પહેલા રાખ્યા છે, તેવી રીતે બીજા વિભાગના પરમેષ્ઠીઓમાં પણ ઉપકારી પરમેષ્ઠીને પહેલું સ્થાન આપેલ છે. આત્મ કલ્યાણની દૃષ્ટિએ સાધુ પદ ઉત્તમ છે, પણ લોકોપકારની દષ્ટિથી આચાર્ય પદ શ્રેષ્ઠ છે. આચાર્ય સંઘના વ્યવસ્થાપક જ નથી હોતા, પણ પોતાના સમયના ચતુર્વિધ સંઘના રક્ષણની સાથે ધર્મ-પ્રસાર તેમજ ધર્મપ્રચારનું કાર્ય પણ કરે છે. ધાર્મિક દ્રષ્ટિથી ચતુર્વિધ સંઘની બધી વ્યવસ્થા તેમના ઉપર રહે છે. તેઓ લોક વ્યવહારના જાણકાર પણ હોવા જોઇએ, જેથી લોકમાં તીર્થકર દ્વારા પ્રવર્તિત ધર્મનું ભવિભૉતિ સંરક્ષણ કરી શકે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
: ૬૩ :
એટલે જનતાના ઉત્કર્ષની સાથે આચાર્યનો સંબંધ છે. એ પોતાના ધર્મોપદેશ દ્વારા લોકોને તીર્થંકર દ્વારા દર્શાવેલ માર્ગનું અવલોકન કરાવે છે. ભૂલ્યા ભટક્યાંને ધર્મપંથ બતાવે છે. એટલે લોકોના ધાર્મિક નેતા હોવાનું કારણ આચાર્ય વધારે ઉપકારી છે. એટલે બીજા વિભાગના પરમેષ્ઠીઓમાં આચાર્ય પદને પહેલું સ્થાન આપ્યું છે.
આચાર્યથી ઓછા ઉપકારી ઉપાધ્યાય છે. આચાર્ય સર્વ સાધારણને પોતાના ધર્મોપદેશથી ધર્મ માર્ગમાં લગાવે છે, પણ ઉપાધ્યાય એ જિજ્ઞાસુઓને અધ્યયન કરાવે છે, જેમના હૃદયમાં જ્ઞાન પિપાસા છે. એમનો સંબંધ સર્વ સાધારણથી નથી, પણ મર્યાદિત અધ્યયનાર્થિઓ સાથે છે. એટલે આચાર્યના પછી ઉપાધ્યાય પદનો પાઠ પણ ઉપકારગુણની ન્યૂનતાને કારણે જ રાખ્યો છે.
છેલ્લે મુનિપદ અથવા સાધુ પદ નો પાઠ આવે છે સાધુ બે પ્રકારના છે–દ્રવ્યલિંગી અને ભાવલિંગી. આત્મકલ્યાણ કરવાવાળા ભાલિંગી સાધુ છે એ અંતરંગ-કામ-ક્રોધ, માન, માયા, લોભરૂપી પરિગ્રહથી તથા બહિરંગ ધન, ધાન્ય વસ્ત્ર વગેરે સર્વ પરિગ્રહથી રહિત થઇને આત્મચિંતનમાં લીન રહે છે. તેઓ હંમેશ લોકોપકારથી અલગ રહી આત્મસાધનામાં લીન રહે છે. જો કે એમની સૌમ્ય મુદ્રા અને તેમના અહિંસક આચરણનો પ્રભાવ પણ સમાજ ઉપર વિશેષ પડે છે. પણ તેઓ આચાર્ય અથવા ઉપાધ્યાયની માફક લોક-કલ્યાણમાં સંલગ્ન નથી રહેતા. એટલે “સવ્વ સાધુ ” પદને બધાથી અંતિમ રાખવામાં આવ્યા છે.”
k
આ પ્રકારે જઇએ છીએ કે ણમોકાર મંત્રના પદક્રમમાં ઉપકારની અપેક્ષાને જ વધારે મહત્ત્વ આપેલ છે.
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૪:
મોકાર મંત્ર અને શબ્દ શક્તિ શબ્દબ્રહ્મ પરબ્રહ્મ કે, વાચક વાચ્ય નિયોગ, મંગલરૂપ પ્રસિદ્ધ હૈ, નમો ધર્મ-ધન ભોગ.
(સમયસાર મંગળાચરણ હિન્દી ટીકા) પંડિત જયચંદજી છાબડા એ જે રીતે ઉપરના દોહામાં શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં પરસ્પર વાચક–વાચ્ય સંબંધ બતાવ્યો છે, તેવી રીતે વાચકરૂપ, ણમોકાર મંત્ર અને તેના વાચ્યરૂપ પંચપરમેષ્ઠીમાં પણ વાચકવાચ્ય સંબંધ છે.
મંત્રોનું મનન બે પ્રકારથી થાય છે. અન્તર્જલ્પ અને બહિર્શલ્પ.
અત્તેજલ્પ :- અનુભવ પૂર્વક મંત્રના અભિપ્રાયને અથવા તેના વાચ્યનાં સ્વરૂપનું ચિંતન કરવું અન્તર્જલ્પ છે.
બર્ફિજલ્પ:- જીભથી મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું બહિર્શલ્પ છે. ડો. નેમીચન્દજી શાસ્ત્રીએ “મંત્ર” શબ્દની વ્યુત્પત્યર્થ ત્રણ પ્રકારે કરેલ છે:
(૧) “દિવાદિગણની જ્ઞાનાર્થક મન ધાતુથી “ત્ર” પ્રત્યય લગાવી બનાવેલ. મંત્ર શબ્દની વ્યુત્પત્તિના અનુસાર “મન્યતે જ્ઞાયતે આત્મદેશોડન ઇતિ મંત્ર: “અર્થાત્ જેના દ્વારા આત્માનો નિજાનુભવ જણાય, એ મંત્ર છે.
(૨) “તનાદિ ગણની અવબોધનાર્થક “મન” ધાતુથી “ત્ર” પ્રત્યય લગાવી બનાવેલ મંત્રની વ્યુત્પત્તિના અનુસાર- મન્યતે વિચાર્ય આત્મદેશોયેન સ મ7” અર્થાત્ જેના દ્વારા આત્માના સ્વરૂપ ઉપર વિચાર થાય. એ મંત્ર છે.
(૩) “સમાનાર્થક “મન” ધાતુથી “ત્ર” પ્રત્યય લગાવી મંત્ર શબ્દ બને છે. આ વ્યુત્પત્યર્થ છે - “સલ્કિયન્ત પરમપદે સ્થિતા: આત્મનઃ અનેન ઇતિ મંત્ર.” અર્થાત્ જેના દ્વારા પરમ પદમાં સ્થિત પંચપરમેષ્ઠી સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૫ :
આત્માઓનો સત્કાર કરવામાં આવે તે મંત્ર છે.”
અહીં જાણવામાં આવે છે કે મંત્રની ઉ૫૨ મુજબ ત્રણેય વ્યાખ્યાઓમાં આત્મા પરમાત્માની જ મુખ્યતા છે. એટલે એને લૌકિક પ્રયોજનોથી જોડવું યોગ્ય નથી.
આ પ્રકારે મંત્રની ઉપર મુજબ ત્રણે વ્યુત્પત્તિ૫૨ક વ્યાખ્યાઓની કસોટી ઉ૫૨ ણમોકાર મંત્ર સાચો ઉતરે છે, કેમ કે પહેલા તો આ મંત્ર દ્વારા આત્માનો નિજાનુભવ થાય છે. અથવા આત્માનું સ્વરૂપ જણાય છે. બીજું, પંચપરમેષ્ઠીના સ્વરૂપના વિચારના માધ્યમથી આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને ત્રીજું, આ મંત્ર દ્વારા પરમપદમાં સ્થિત પંચપરમેષ્ઠીનો સત્કાર કર્યો છે.
મંત્ર માત્ર કોઇ સ્વર વિશેષમાં શબ્દોનો અથવા ધ્વનિઓનું ઉચ્ચારણ નથી, અને ન તો માત્ર વિચારને જ મંત્રની સંજ્ઞા આપી શકાય છે. મંત્ર ધ્વનિ અને જ્ઞાનાનુભૂતિ નુ એ સુંદર સમાયોજન છે, જે સ્મરણ કર્તા અથવા જાપ કરવાવાળા ઉપર પોતાની એક અભીટ છાપ છોડી દે છે. શાબ્દિક ધ્વનિઓ મંત્રનું શરી૨ છે અને જ્ઞાનાનુભૂતિ એનો આત્મા છે.
પં. જયચન્દજી છાબડાએ ઉપર મુજબ પઘમાં બ્રહ્મ અને પરબ્રહ્મમાં આ પ્રકારનો વાચક-વાચ્ય સંબંધ સ્વીકાર કર્યો છે.
જેવી રીતે ચેતનથી શૂન્ય શરીર કેવળ મરેલું છે, એવી રીતે ભાવશૂન્ય શબ્દોનું પણ કાંઇ મૂલ્ય હોતું નથી. કલ્યાણ મન્દિર સ્તોત્રમાં પણ કહેલ
છે:
66
યસ્માત્ ક્રિયા પ્રતિફલન્તિ ન ભાવ શૂન્યઃ
ભાવ શૂન્ય ક્રિયાઓ ફલદાયક હોતી નથી.
માત્ર શબ્દોના મૂળમાં એવી કોઇ ચમત્કારિક શક્તિ નથી, જેનો વિસ્ફોટ પાપોને ભસ્મ કરી દે. અથવા એવા વિદ્યુત તરંગો નથી જે અણજાણને
,,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬ :
પણ વિદ્યુત કરન્ટની માફક સ્પર્શ માત્રથી પ્રભાવિત કરી શકે. જેવી રીતે આમલીના સ્વાદથી પરિચિત વ્યક્તિનાં મોઢામાં આમલીના નામ સાંભળવાથી પાણી આવી શકે. પરંતુ જેણે કોઇપણ આમલી ચાખી પણ ન હોય, તે કેટલું પણ આમલીનું નામ બોલે કે સાંભળે, તેના મોઢામાં પાણી નહિ આવે. એવી જ રીતે જેને ણમોકાર મંત્રના વાચ્ય પરમેષ્ઠીનું સ્વરૂપ ધ્યાનમાં હોય તેનું હૃદય કમળ જ ણમોકાર મંત્રને સાંભળવાથી ખીલી ઊઠે છે, બીજાનું નહિ.
ઘણા લોકો કહે છે કે ણમોકાર મંત્રને વારંવાર વાચવાથી તેની શબ્દ-શક્તિ બેટરીની માફક રિ-ચાર્જ થઇ જાય છે અને એમાં બીજાને પ્રભાવિત કરવાની અદ્ભુત ક્ષમતા આવી જાય છે. પણ એનો શબ્દાર્થ નહી અભિપ્રાય ગ્રહણ કરવો જોઇએ.
આ કથનનો પણ આજ અભિપ્રાય છે કે જયારે ણમોકા૨ મંત્રને વારંવાર બોલવામાં આવે છે ત્યારે નિશ્ચિત જ બોલાવાવાળાના આત્મામાં તેના માધ્યમથી પંચપરમેષ્ઠીના સ્વરૂપની ધારણા મજબુત થઇ જાય છે. ખાલી શબ્દોની એવી કોઇ સ્વતંત્ર શક્તિ નથી, જે ૫૨ ને પ્રભાવિત કરી શકે. હા, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અવશ્ય છે, તો તેમાં નૈમિત્તિકની પણ પોતાની સમજરૂપ પોતાની યોગ્યતા અને એ રૂપ પરિણમવાની શક્તિ હોય છે, ત્યારે મંત્રની શક્તિ શક્તિરૂપમાં ગતિમાન થઇને સાર્થક સિદ્ધ થાય છે.
ખરેખર વાચ્યરૂપ પંચપરમેષ્ઠીની મહિમા અને શક્તિથી પણ વાચક ણમોકાર મંત્રની મહિમા અને શક્તિ માપી શકાય છે. પંચ પરમેષ્ઠીની મહિમાથી જ ભગવાન બનાય છે તો પંચપરમેષ્ઠી રૂપ પરબ્રહ્મના વાચક શબ્દ શબ્દ બ્રહ્મ ” સંજ્ઞાને પ્રાપ્ત કેમ ન કરી શકે?
66
અર્થાત્ કરી શકે જ...
***
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૭ :
ણમોકા૨ મંત્ર અને મનો૨થ પૂર્તિ
જો કે આચાર્યોએ ણમોકાર મંત્રના મહાત્મ્યનું વર્ણન અને એ સંબંધી વાર્તાઓમાં ઘણી જગ્યાએ એવા ભાવ પણ પ્રગટ કરેલ છે કે આ મહામંત્રના સ્મરણથી સમસ્ત લૌકિક કામાનાઓ, સુખ-સમૃદ્ધિઓની પૂર્તિ થાય છે. તથા પરલોકની સ્વર્ગાદિસુખ સંપદાઓ પ્રાપ્ત થાય છે. છતાં લૌકિક વિષય-કષાય સહિત ઇચ્છાઓની પૂર્તિનો મંત્ર નથી, પણ એને પૂર્ણ કરવાવાળો મહામંત્ર છે. ખરેખર તો આ મહામંત્રના વિવેકી આરાધકોને લૌકિક કામનાઓ થતી નથી. પંચપરમેષ્ઠીની શરણમાં આવવાથી જયારે લૌકિક કામનાઓ સ્વતઃ ક્ષીણ થાય છે ત્યારે પણ એની પૂર્તિનો પ્રશ્ન જ ક્યાં રહી જાય છે ?
એ વાત જુદી છે કે પંચપરમેષ્ઠીના ઉપાસકોને લૌકિક અનુકૂળતાઓ સ્વતઃ મળતી જોવામાં આવે છે અને એઓ તે અનુકૂળતાઓ તેમ જ સુખ-સુવિધાઓને સ્વીકાર કરતા જોવામાં પણ આવે છે. પરંતુ સહજ પ્રાપ્ત ઉપલબ્ધિઓનો સ્વીકાર કરવો જુદી વાત છે અને એની કામના કરવી અલગ વાત છે. બન્નેમાં જમીન-આસમાનનું અંતર છે. જુઓ આતિથ્ય સત્કારમાં અનેક મિષ્ઠાનોનું પ્રાપ્ત થવું અને એનો સહજ સ્વીકાર કરી લેવો જુદી વાત છે. અને તેની યાચના કરવી જુદી વાત છે. બન્ને ને એક નજરથી નથી જોવાતું જ્ઞાની પોતાની વર્તમાન પુરુષાર્થની હિનતાને કા૨ણે પુણ્યોદયથી પ્રાપ્ત અનુકૂળતાની સાથે સમજૂતિ તો સહર્ષ સ્વીકાર કરી લે છે, પણ એ પુણ્યની કે પુણ્યના ફળની ભીખ ભગવાન પાસે ક્યારેય નથી માંગતાં. મંત્રની આરાધનાના કાળમાં સંયોગવશાત જયારે કોઇને લૌકિક સુખ સામગ્રી અથવા સમૃદ્ધિ પ્રાપ્ત થઇ જાય છે તો બન્નેનો સમકાળ હોવાથી આવી ભ્રાન્તિ થવી સ્વાભાવિક છે કે આ સમૃદ્ધિ આ મંત્રના પ્રસાદથી પ્રાપ્ત થાય છે. બિલાડીનું ઝપટવું અને જૂના-પુરાના શીકાનું તૂટવું કોઇ કોઇ વખતે એક સમયમાં થઇ જાય છે. ત્યારે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૮:
એમ જ કહેવાય છે કે બિલાડી એ શીકું તોડી નાખ્યું બિલાડી તો દરરોજ ઝપાટા મારતી હતી આજ સુધી ન તૂટયું જો તેના ઝપટવાથી જ શીકું તૂટયું છે તો ગઇકાલ સુધી કેમ ન તૂટયું? એવી જ રીતે આજ મંત્ર વર્ષોથી બોલતા આવીએ છીએ અને આજ સુધી કોઇ લૌકિક લાભ ન થયા. જો એનાથી જ થાય તો અત્યાર સુધી કયારનો થઇ જવો જોઇતો હતો.
હાં, આ વાત અવશ્ય છે કે મંત્રારાધનાના કાળમાં સહજ જ શુભોપયોગ હોવાથી સાતિસય પુણ્યનો બંધ થાય છે, એ પુણ્યના ઉદયકાળમાં ધર્માચરણના માટે લૌકિક અનુકૂળતા સહજ જ પ્રાપ્ત થઇ જાય છે.
ણમોકાર મંત્રની આરાધનાનું છેલ્લું ફળ તો આપવર્ગની ઉપલબ્ધિજ છે, પણ એની આરાધનાના માર્ગમાં ઘણી સારી લૌકિક ઉપબ્ધિઓ પણ પ્રાપ્ત થતી રહે છે, જે સમય- સમય પર એની મહિમા વધારવામાં લાગી રહે છે. એ ઉપલબ્ધિઓનું મૂળ કારણ પંચપરમેષ્ઠીના પ્રસાદથી પ્રાપ્ત વિષય કષાયની સહજ મંદતા તેમજ તેનાથી પ્રાપ્ત પુણ્યનો ઉદય છે. બસ આજ ણમોકાર મંત્ર ચમત્કાર છે.
-: મંત્રરાજ મન ધાર :બૈઠતે ચલતે સોવતે, આદિ અંત લો ધીર; ઇસ અપરાજિત મંત્ર કો, મત વિસરો હે વીર. સકલ લોક સબ કાલમે, સર્વાગમમેં સાર; ‘ભધૂર” કબહૂ ન ભૂલિયે, મંત્રરાજ મન ધાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૯ :
મોકાર મંત્રનો પાઠ ભેદ ખંડગામ ગ્રંથના મંગલાચરણ રૂપે રચિત આ મહામંત્રનો “અરિહંતાણ” પદની વ્યાખ્યામાં વીરસેન સ્વામીએ જે આ પાઠાન્તરોની ચર્ચા કરતા અરહંત, અરિહન્ત અને અર્જુન્ત પદોની વ્યાખ્યા કરેલ છે, એ આ પ્રકારે છે.
અરહંત અર્થાત્ દેવો દ્વારા પૂજ્ય, અરિહન્ત, અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અત્તરાય-આ ચાર ઘાતિયાકર્મ શત્રુઓના નાશક તેમજ “અહુન્ત” અર્થાત સંસાર રૂપી વૃક્ષના બીજને દગ્ધ કરવાવાળા અરહુન્ત ભગવાનને અમારા નમન હો.
શ્વેતામ્બર આમ્નાયના પાઠોમાં દિગમ્બર આમ્નાયના પાઠોની અપેક્ષા કોઇ મૌલિક ભેદ નથી. અન્તર કેવળ “ણમો” ની જગ્યાએ “ નમો” પાઠમાં છે પણ વૈજ્ઞાનિક દષ્ટિએ “ણમો” પાઠ જ સમીચીન છે, કેમ કે આ પાઠના ઉચ્ચારણમાં આત્માની શક્તિ વધારે લાગે છે, એટલે ઉપયોગની સ્થિરતા વધારે હોવાથી ફળની પ્રાપ્તિ શીધ્ર થાય છે. મોકાર મંત્રના ઉચ્ચારણમાં જે પ્રાણવાયુના સંચારની જરૂરત હોય છે એ “મોના ઘર્ષણથી જ ઉત્પન્ન થઇ શકે છે. એટલે “ણમો” બરાબર છે. આ સિવાય આઈરિયાણંની જગ્યાએ ક્યાંક ક્યાંક આરિયાણ પાઠ પણ મળે છે, પણ એના અર્થમાં કોઇ અન્તર નથી.
ચત્તારિ મંગલ” પાઠમાં પણ કોઇ પાઠ ભેદ છે, જે આ પ્રકારે છેલોગુત્તમાની જગ્યાએ લોગોત્તમા અને પધ્વજજામિની જગ્યાએ પવનજામિ જોવામાં આવે છે.
આ પાઠ-ભેદ પાઠકોની સામાન્ય જાનકારી માટે આપવામાં આવે છે, પણ એનાથી પાઠકોએ ભ્રમિત ન થવું જોઇએ. જે વ્યાકરણ સમ્મત મૂળ પાઠ આપેલ છે, એ જ બોલવા એને જ સાચું માની ઉચ્ચારણ કરવું જોઇએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૦ :
દ્રવ્યશ્રુત અને ણમોકાર મંત્ર દેવયોગથી આ પણ એક સહજ સંયોગ જ સમજવો જોઇએ કે આ મહામંત્રની શાબ્દિક સંરચના પણ આ પ્રકારની સંગઠીત થઇ છે કે જેમાં દ્રવ્યશ્રુતના બધા વર્ણ (અક્ષર) આવી જાય છે.
પ્રાકૃત ભાષાનાં નિયમાનુસાર તો આ મહામંત્રમાં આ ભાષાના ચારે મૂળ સ્વર (અ, ઇ, ઉ અને એ) અને બાર વ્યંજન (જ, ઝ, ણ, ત, દ, ધ, ય, ૨, લ, વ, સ, અને હું) નિહિત જ છે, સંસ્કૃત વર્ણ માળા અનુસાર પણ “અહંતાણું” ના “અહું” પદમાં વર્ણમાળાના પ્રારંભિક “અ” તેમજ અન્તિમ વર્ણ હું વર્ણ આવી જવાથી સંપૂર્ણ વર્ણમાળાનું પ્રતિનિધિત્વ થઇ જાય છે.
આના સિવાય આ મહામંત્રમાં પાંચ પદ અને એ પાંચ પદોમાં પાંત્રિસ અક્ષર છે. પહેલા ણમો અરિહંતાણં પદમાં ૭, બીજા રૂમો સિદ્ધાણંમાં ૫, ત્રીજા ણમો આઇરિયાણમાં ૭, ચોથા ણમો ઉવજ્જાયાણ માં ૭ અને પાંચમા ણમો લોએ સવ્વ સાહૂણં માં ૯ અક્ષર છે. આ પ્રકારે કુલ ૭ + ૫ + ૭ + ૭ + ૮ = ૩૫ અક્ષર થયા. એમાં ૩૦ તો સ્વરસંયુક્ત વ્યંજન છે અને પ સ્વતંત્ર સ્વર છે. એના સ્વર તેમજ વ્યંજનોનું વિશ્લેષણ કરીને જોઇએ તો એમાંથી મંત્રશાસ્ત્રના વ્યાકરણના નિયમાનુસાર પહેલા પદના અરહંતાણં ને “અ” નો લોપ થઇ જાય, એટલે સ્વર ૩૪ તેમજ વ્યંજન ૩૫, કુલ મળીને આ મંત્રમાં ૬૪ અક્ષર થાય છે અને પૂરી વર્ણમાળામાં પણ ૬૪ અક્ષર થાય છે.
આ પ્રકારે વર્ણમાળાની સંખ્યાની અપેક્ષાએ પણ આ મહામંત્રમાં દ્રવ્યશ્રતની પૂરી વર્ણમાળા આવી જાય છે.
એટલે દ્રવ્યશ્રતની પૂર્ણમાળાની દષ્ટિએ પણ ણમોકાર મંત્રનો જાપ કરવાથી દ્વાદશાંગનો પરાયણ (પાઠ) થઇ જાય છે. આ અપેક્ષાએ પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૧ :
મોકાર મંત્રને સંપૂર્ણ દ્વાદશાંગનું ટૂંકું સંસ્કરણ કહેવાય છે.
પણ આ અપેક્ષા જિનાગમમાં અત્યંત ગૌણ છે, કેમ કે જૈન ધર્મ આત્માનો ધર્મ છે, એમાં ભાવોની પ્રધાનતા છે, તત્ત્વજ્ઞાનની મુખ્યતા છે. આત્માનો યોગ તેમજ ઉપયોગ સ્વભાવ સન્મુખ થયા વગર, તત્ત્વજ્ઞાન થયા વગર કેવળ માંત્રોચારણ વધારે કાર્યકારી નથી. એટલે ણમોકાર મંત્રના માધ્યમથી પંચપરમેષ્ઠીના સ્વરૂપનું અવલંબન લઇને જે વ્યક્તિ પોતે આત્મામાં પોતાનો ઉપયોગ સ્થિર કરે છે, એ જ આ મંત્રના યોગ્ય લાભથી લાભાવિત થાય છે. - આ મૂળ વાતને ક્યારેય ન ભૂલવી જોઇએ.
*
*
*
-: જો પરમાતમ સો હી મૈ :
જિન સુમરો ચિત્તવો, જિન ધ્યાવો મન શુદ્ધ; લહો પરમ પદ ક્ષણિક મેં, હોકર કે પ્રતિબદ્ધ. જિનવર અરુ શુદ્ધાત્મ મેં, કિચિત ભેદ ન જાન; મોક્ષ અર્થ હૈ યોગિજન, નિશ્ચય સે યહુ માન. જો જિન સો આતમ લખો, નિશ્ચય ભેદ ન રંગ; યહી સાર સિદ્ધાંત કા, છોડો સર્વ પ્રપંચ. જો પરમાતમ સો હી મેં, મૈ જો વહી પરમાતમ; ઐસા જાન જુયોગિજન, કરિએ કછુ ન વિકલ્પ.
-યોગસાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૨ :
“ ઉપસંહાર ”
સંપૂર્ણ જૈન સમાજમાં સર્વાધિક શ્રદ્ધાસ્પદ, કરોડો કંઠેથી દરરોજ અનેકાનેક વા૨ ઉચ્ચારિત આ ણમોકાર મહામંત્રમાં સીધા-સાદા અનલંકૃત શબ્દોમાં વીતરાગી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરેલ છે ન તો તેમાં બીજાક્ષરોનો પ્રયોગ છે અને ન તો કાંઇ ગંભીર પણ છે. બધું એકદમ સ્પષ્ટ છે.
લૌકિક કામનાઓના લોલુપી, ચમત્કાર પ્રિય, જગતને એવું લાગે છે કે આ કેવો મહામંત્ર છે, જેમાં ન તો ૐ હ્લ હૈં વગેરે બીજાક્ષરોની ઘટપટ છે. અને ન સંકટોનો ઉપાય તેમજ સંપત્તિઓની પ્રાપ્તિની વિચારણા છે. સર્વસુલભ આ મહામંત્રમાં એવું શું છે, જેના કારણે આ સાધારણ જેવું મંગલાચરણ સર્વમાન્ય મહામંત્ર બની ગયું કરોડો-કરોડો કંઠોનો કંઠહાર બની ગયો?
એ તો પહેલા જ સ્પષ્ટ થઇ ગયું છે કે આ મહામંત્રની સરળતા, સહજગ્રાહ્યતા તેમજ નિષ્કામ વન્દના જ આની મહાનતાનું મૂળ કારણ છે. માત્ર મહામંત્રની જ નહિ, પણ સંપૂર્ણ વીતરાગી જૈન દર્શનની પણ આ મહાનતા છે કે એ ઇચ્છાઓની પૂર્તિમાં નહિં. નાશમાં આનંદ માને છે; વિષય ભોગોની ઉપલિબ્ધિમાં નહિ, ત્યાગમાં આનંદ માને છે. જગતના સહજ સ્વાભાવિક પરિણમનને વસ્તુનો સ્વભાવ માનવાવાળા અકર્તાવાદી જૈન દર્શનમાં ચમત્કારોનું કોઇ સ્થાન નથી. વીતરાગી પંચ પરમેષ્ઠીઓના ઉપાસક સાચા જૈન વીતરાગી ભગવાન પાસેથી વીતરાગતા સિવાય બીજું કશું નથી ચાહતા– જૈન દર્શનનું આ પરમ સત્ય જ મહામંત્રમાં પ્રગટ થાય છે.
આ મહામંત્રની મહિમાવાચક જે સર્વાધિક પ્રાચીન તેમજ સર્વાધિક પ્રચલિત ગાથા પ્રગટ છે, એમાં પણ આ કહ્યું છે કે, આ મહામંત્ર બધા પાપોનો નાશ કરવાવાળો અને બધા મંગળોમાં પહેલો મંગળ છે. આ ગાથામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૩ :
કોઇપણ શબ્દથી એ વ્યક્ત નથી થતું કે આ મહામંત્ર શત્રુવિનાશક અથવા વિષયભોગનો દાતા છે. આ મહામંત્ર શત્રુનાશક તો નથી, શત્રુતા નાશક અવશ્ય છે; આ પ્રકારે વિષયભોગ દાતાતો નથી, વિષયવાસના વિનાશક અવશ્ય છે.
આ મહામંત્ર ભૌતિક મંત્ર નથી, આધ્યાત્મિક મહામંત્ર છે, કેમ કે તેમાં આધ્યાત્મિક પરાકાષ્ઠાને પ્રાપ્ત પંચ પરમેષ્ઠીઓનું સ્મરણ કરવામાં આવ્યું છે. એટલે એની મહાનતા પણ ભૌતિક ઉપલબ્ધિઓમાં નહીં, અધ્યાત્મિક ચરણોપલબ્ધિમાં છે. એટલે એનો ઉપયોગ પણ ભૌતિક ઉપલબ્ધિઓની કામનાથી ન કરવામાં આવે પરંતુ, આધ્યાત્મિક ઉપલબ્ધિઓ માટે કરવામાં આવે છે અને કરવો જોઇએ. ભૌતિક અનુકૂળતાની ઇચ્છાથી એનો ઉપયોગ કરવો એ કાગડાને ઉડાડવા માટે ચિન્તામણિ રત્નને ફેકવા બરાબર છે.
આધ્યાત્મિક વ્યાધિ મોહ-રાગ-દ્વેષનો નાશ કરવા માટે આ પરમઔષધિ છે, વિષય-વાસના રૂપી વિષને ઉતારવા માટે આ નાગદમનની જડી-બુટી છે, ભવસાગરથી પાર ઉતારવા માટે અભૂત અપૂર્વ જહાજ છે. વધારે શું કહે, નિજાત્માને ધ્યાનથી વ્યુત થવા પર એકમાત્ર શરણભૂત આ મહામંત્ર છે, એમાં જેઓને નમન કરવામાં આવ્યા છે, એ પાંચ પરમેષ્ઠી જ છે. વિષય વાસનાઓથી વિરકત જ્ઞાની ધર્માત્માઓને શરણભૂત એકમાત્ર આ મહામંત્ર છે, જેમાં નિષ્કામ ભાવથી આધ્યાત્મિક ચરમોપલબ્ધિના પ્રતિ નતમસ્તક થયા છે.
ભલે આ ગાથાબધ્ધ મહામંત્રની શાબ્દિક રચના કોઇ કાળ વિશેષમાં કોઇ વ્યક્તિ વિશેષના દ્વારા કરેલ હોય, તો પણ આ મહામંત્ર પોતાની વિષય વસ્તુ તથા ભાવનાની દષ્ટિથી સર્વકાલિક અને સર્વભૌમિક છે, કેમ કે એમાં કોઇ વ્યક્તિ વિશેષને નમસ્કાર ન કરતાં પંચપરમપદોને નમસ્કાર કરેલ છે. આ પરમપદ સર્વકાલિક છે. એટલે આ મહામંત્ર પણ સર્વકાલિક જ છે. બધાના માટે અત્યંત ઉપયોગી હોવાથી સર્વભૌમિક પણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭૪ : બધાં ક્ષેત્રોમાં અને બધા કાળોમાં રહેવાવાળા પ્રત્યેક પ્રાણીઓને સમાનરૂપ શાંતિ પ્રદાન કરવાવાળો મહામંત્ર બધા જીવો માટે પરમ મંગળ હો. પરમોત્તમ હો, તથા પરમ શરણભૂત હો – આ કામનાની સાથે વિરામ લઉં છું.
શાન્તિનો આધાર ? ણમોકાર મંત્રનાં રટણથી ક્યારેક કોઇ ધર્માત્માની રક્ષા કરવા દેવતાઓ આવ્યા હતા – આ પૌરાણિક કથા સત્ય હોય શકે છે, તે બાબતમાં શંકા કરવાની કોઇ આવશ્યકતા નથી, પરંતુ તેનાથી એવો નિયમ તો નથી થતો કે જયારે જયારે કોઈ સંકટમાં આવી પડે ત્યારે મોકાર મંત્રનું રટણ કરશે તો ત્યારે દેવતાઓ આવશે અને સહાય કરશે અથવા અતિશય થશે જ.
શાસ્ત્રોમાં તો માત્ર જે ઘટના બની હતી તેનો ઉલ્લેખ છે તેમાં એવું જણાવેલ નથી કે આવે સમયે આવું જ બને છે આતો આપણે પોતે સમજી લીધું છે પરંતુ આ સમજ ઉપર પણ આપણને વિશ્વાસ ક્યાં છે? ખરેખર વિશ્વાસ હોય તો આકુળતા કેમ કરે, ભયભીત કેમ થાય?
જ્ઞાની જીવ પણ મોકાર મંત્ર બોલે છે અને શાંત પણ છે પરંતુ તેની શાંતી નો આધાર એ નથી કે ણમોકાર મંત્રના પ્રભાવે કોઇ દેવતા સહાય કરવા આવશે. પરંતુ સમોકાર મંત્ર બોલવાનું કારણ તો તેઓ અશુભ ભાવથી તથા આકુળતાથી બચવા ઇચ્છે છે.
- ક્રમબદ્ધ પર્યાય
– ક્રમબ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મુનિરાજો, વિદ્વાનો તથા પાલીક તેમજ માસીક પત્રિકાઓની
દ્રષ્ટિમાં આ પ્રકાશન
* પંડિત રતનચન્દ ભારિલ્લ દ્વારા લખાયેલ આ પુસ્તક આગમ સમ્મત છે. અનેક ભ્રાન્તિઓનાં નિરાકરણમાં પણ આ પુસ્તક ઉપયોગી છે. દરેકે “ણમોકાર મહામંત્ર” પુસ્તકનો સ્વાધ્યાય અવશ્ય કરવો જોઇએ.
- આચાર્ય શ્રી શાંતિસાગર મહારાજ. * “ણમોકાર મંત્ર” નાં વિવિધ પાસાઓ ઉપર ખુલાશા વાળું આ પુસ્તક ઘણું જ ઉપયોગી પ્રકાશન છે. લૌકીક કામના તથા જન્ન-મન્ત્રતન્ન પર અંધ શ્રદ્ધા રાખવાવાળાઓને દિશા દેખાડવા માટે આ પુસ્તક ઘરે પહોચાડવું જોઇએ.
- ઉપાધ્યાય મુનિ ચન્દ્રસાગર મહારાજ. * “ણમોકાર મહામંત્ર” પુસ્તક હૃદયનાં દ્વાર ખોલવા વાળું પ્રકાશન છે. સમસ્ત જૈન સમાજનો દરેક બાળક સુદ્ધાં અવશ્ય વાંચે.
- મુનિશ્રી સૂર્ય સાગર મહારાજ. * પંડિત શ્રી રતનચન્દ ભારિલ્લજીએ “મોકાર મહામન્ન” નું સાંગોપાંગ વર્ણન આ પુસ્તકમાં કર્યું છે. લૌકીક વાંછાથી પંચ પરમેષ્ઠીના જાપ તથા પૂજન કરવા તથા અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરવાવાળાઓને ઇચ્છા (વાંછા) રહિત જાપ તથા પૂજન કેમ કરવા જોઇએ? આ વિષય વસ્તુ પણ યોગ્ય પ્રકારે સમજાવ્યું છે. મુખ્ય પૃષ્ઠ પર ઓકાર માં પંચ પરમેષ્ઠીનું ચિત્ર આકર્ષણ પેદા કરે છે. આ પ્રકાશન ઘણું ઉત્તમ છે.
- બ્ર. પંડિત જગમોહનલાલ શાસ્ત્રી, કટની.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* અનેક બ્રાન્ત ધારણાઓને સમાપ્ત કરવાનાં સાર્મથ્યવાળું આ લઘુકાય પ્રકાશન દરેક જૈનો માટે વાંચવા યોગ્ય છે. એમાં દર્શાવેલ મંગળ, ઉત્તમ તથા શરણની વ્યાખ્યા અત્યન્ત ઉપયોગી છે. વળી સાદિ – અનાદિની અપેક્ષાઓને તર્ક પૂવર્ક સમજાવ્યાં છે. સ્વયં શંકાઓ ઉઠાવીને તેનું સમાધાન કરવાની પદ્ધતિનો ઘણો પ્રયોગ કર્યો છે. આ પુસ્તક દરેક વ્યક્તિનાં હાથમાં પહોંચે એવી મારી ભાવના છે.
- બ્ર. યશપાલ જૈન, એમ. એ. * કૃતિમાં ણમોકાર મ7 ઉપર દરેક દ્રષ્ટિએ પૂરી મહેનત તથા આગમ સમ્મત સર્વાગ વિવેચન પ્રસ્તુત કર્યું છે. ખરેખર આજના યુગમાં જયારે ણમોકાર મન્ત્ર જેવા લોકોત્તર મંત્રનો ઉપયોગ કેવળ ભૌતિક રહ્યો છે ત્યારે આવા પ્રકાશનની અત્યંત આવશ્યકતા હતી. આશા છે કે લૌકીક ઇચ્છા માટે સમાજમાં થઇ રહેલા ણમોકાર મંત્રના દુરપયોગને આ પ્રકાશનથી સાચી દિશા મળશે.
- શ્રી બાબુ જુગલકિશોર “યુગલ” કોટા. * સરળ તથા સુબોધ ભાષામાં લખાયેલું આ પુસ્તક ખરેખર સુંદર લાગ્યું.
- ડો. પન્નાલાલ સાહિત્યાચાર્ય, સાગર. * પ્રાથમિક અભ્યાસિઓ માટે આ પુસ્તક ઉપાદેય છે.
- ડો. દરબારીલાલ કોઠિયા, બીના. * ણમોકાર મન્ત્ર સાથે જોડાયેલી અનેક ભ્રાન્ત ધારણાઓનું સમાધાન કરવાવાળી તથા ણમોકાર મ7માં દર્શાવેલ પંચ-પરમેષ્ઠીઓનાં સ્વરૂપ વિશે સાચો (સમ્યક) પ્રકાશ ફેલાવનારી આ પુસ્તીકા ઘરે- ઘરે પહોંચાડવી જોઈએ. જેના કારણે દરેક વ્યક્તિ ણમોકાર મ7નાં સાચા મહિમાથી પરિચિત થાય. મુમુક્ષુ મહાનુભાવોની વિશેષ જવાબદારી છે કે આ પ્રકાશન ઘરે-ઘરે પહોંચાડે.
- ડો. હુકમચન્દ્ર ભારિલ્લ સમ્પાદક- વીતરાગ વિજ્ઞાન. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પંડિત રતનચન્દ ભારિલ્લ દ્વારા રચિત “ણમોકાર મંત્ર” પુસ્તક વાચ્યું. પંચ-પરમેષ્ઠી પર આવું જ્ઞાન વર્ધક પુસ્તક પ્રકાશન કરવા બદલ હાર્દિક વધાઇ.
- અક્ષયકુમાર જૈન, મુ. પૂ. સમ્પાદક, નવભારત ટાઇમ્સ, દિલ્હી.
* ણમોકાર મહામંત્ર વાસ્તવમાં યથાર્થ મંત્ર છે. પંડિત રતનચંદ ભારિલ્લજીએ સંક્ષિપ્ત તથા સ્મરણીય વિવેચન કરીને આ પ્રકાશનને લોકોપયોગી બનાવ્યું છે એમાં કોઈ સંદેહ નથી.
- ડો. દેવેન્દ્રકુમાર શાસ્ત્રી, નીમચ. * પંડિત રતનચન્દ ભારિલ્લ કૃત “ણમોકાર મન્ત્ર' પુસ્તક સારું છે. સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલી હોવાથી લોકોપયોગી છે.
- ડો. જ્યોતિ પ્રસાદ જૈન, લખનૌ. * જિનધર્મમાં આત્મિક ગુણોની વંદનાનું વિધાન છે. આવા આત્મિક ગુણોનું ગુણધામ પંચપરમેષ્ઠિ છે. આ ગુણોના ચિંતન માટે જ મંત્ર બન્યો. જેનું આદિ રૂપ પ્રાકૃત ભાષામાં વિદ્યમાન છે. આનું જ સંક્ષિપ્ત રૂપ “38” શબ્દમાં વ્યાપ્ત છે. વિદ્વાન લેખક શ્રી ભારિલ્લજીએ આ તાત્ત્વિક વાતોનું આ ગ્રંથમાં સુંદર વિશ્લેષણ કર્યું છે.
- ડો. મહેન્દ્ર સાગર પ્રચન્ડિયા, અલીગઢ. * પુસ્તક આધોપાત્ત વાંચી પ્રસન્નતા થઇ, આરાધ્યની ઓળખાણ આરાધના માટે આવશ્યક છે. જન સાધારણ માટે આ પુસ્તકનું પ્રકાશન સમયને અનુકૂળ છે. લેખકે સરળ સુબોધ ભાષામાં, હિત - મિત પ્રિય વાણીમાં પુસ્તકને સુંદર સ્વરૂપ આપ્યું છે. સમાજ જરૂરથી આનું સ્વાગત કરશે એવો મારો વિશ્વાસ છે.
- ડો કસ્તુરચન્દ સુમન, શ્રી મહાવીરજી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
* આ ‘ણમોકા૨ મહામન્ત્ર' પુસ્તક પ્રત્યેક ભવ્ય મુમુક્ષુને આત્મોદ્વા૨ માટે અત્યન્ત ઉપયોગી છે. લેખક મહોદયે આ પુસ્તકની રચના કરી દિગમ્બર જૈન સાહિત્યની શોભા વધારી છે.
પંડિત નરેન્દ્રકુમાર ભિસિકર શાસ્ત્રી, સોલાપુર.
* પુસ્તક ઘણું જ સુંદર છે. લેખકે ઘણીજ મહેનત કરી છે. મારી શુભેચ્છા છે.
પંડિત રતનલાલ કટારિયા, કેકડી.
* લઘુકાય પુસ્તકમાં ણમોકાર મહામન્ત્રની વિસ્તૃત તથા વ્યવસ્થિત વ્યાખ્યા કરવામાં આવી છે. કેવળ જૈનો જ નહિ પરંતુ જૈનેતર જિજ્ઞાસુઓને આ મહામન્ત્રના અર્થ, અભિપ્રયા, અને મહાત્મ્યને સમજવામાં આ પુસ્તક ચોક્કસ મદદરૂપ થશે જ.
ખરેખર કષાયાદિ રોગોથી છુટકારો મેળવવા માટે તથા અધ્યાત્મ આંગણમાં વિચરણ કરવા માટે લઘુકાય, આકર્ષક આવરણવાળું તથા મોહક મુદ્રણ કળાવાળું આ પુસ્તક “ફર્સ્ટ એઇડ બોકસ ” નું કામ કરશે. વિદ્વાન લેખકનો પરિશ્રમ સાર્થક છે.
7)
—
ડો. આદિત્ય પ્રચન્ડિયા ‘દીતિ ’, અલીગઢ.
* ‘ણમોકાર મન્ત્ર' પ્રકાશન ખરેખર ‘ગાગરમાં સાગર’ ઉકિતને ચરિતાર્થ કરે છે. પ્રખ્યાત વિદ્વાન લેખકે પંચ પરમેષ્ઠીઓના સ્વરૂપાદિ પર તો પ્રકાશ કર્યો છે જ. સાથે સાથે ણમોકાર મન્ત્ર સંબંધી દરેક દ્રષ્ટિકોણથી સ્પર્શ કરતાં ઉપયોગી વિવેચન રજુ કર્યું છે. પૂર્ણ પ્રકાશન મનનીય તથા સંગ્રહ કરવા જેવું છે.
ડો. દામોદર શાસ્ત્રી, અધ્યક્ષ જૈન દર્શન વિભાગ લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, નવી દિલ્હી ૧૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * આ પુસ્તક સર્વ સાધારણ જન સમાજને ‘ણમોકાર મહામન્ત્ર' વિશે જાણવા અત્યન્ત ઉપયોગી છે. લેખકશ્રી ભારિલ્લજીની સમજાવવાની શૈલી સારી છે. જે કંઇ પણ લખ્યું છે તે આગમોના આધારથી લખ્યું છે. જિન-પૂજન રહસ્ય પ્રકાશનની માફક આ પુસ્તક પણ અત્યન્ત લોકપ્રિય થશે.
-
ડો. રમેશ જૈન, સમ્પાદક પાર્શ્વજ્યોતિ, બિજનૌર.
* ણમોકા૨ મન્ત્ર ૫૨ સર્વાંગીણ અધ્યયન પ્રસ્તુત કરવાવાળું સરળ ભાષામાં આ એક ઉપયોગી પુસ્તક છે. જેમાં ણમોકા૨ મન્ત્ર તથા પંચ પરમેષ્ઠીનાં સ્વરૂપનું વિસ્તારથી વિવેચન કર્યું છે. સાથે સાથે મન્ત્રનું મહાત્મ્ય, શબ્દ શક્તિ, પાઠભેદ વગેરે પહેલુઓ ઉપર પણ સારું વિવેચન કર્યું છે. અંધ શ્રદ્ધા તથા પ્રચલિત ભ્રાન્તિઓ દૂર કરતાં વિષય વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાનો આ પુસ્તકમાં સુંદર પ્રયત્ન કર્યો છે. લઘુકાય એવું આ પ્રકાશન અત્યન્ત ઉપયોગી છે.
જૈન જગત (માસિક) જાન્યુઆરી ૧૯૮૮. *ણમોકા૨ મહામન્ત્ર એવું પ્રકાશન છે જે આબાલ-વૃદ્ધ દરેકે મનોયોગ પૂર્વક વાંચવું જોઇએ. પુસ્તકમાં મહામન્ત્રનું મહાત્મ્ય બતાવતાં ‘સર્વ પાપેઃ પ્રમુચ્યતે ’ નુ ટીકા સાથે સ્પષ્ટીકરણ કર્યું છે જે ખરેખર ધ્યાન દેવા યોગ્ય છે.
,
– પ્રો. ઉદયચંન્દ્ર જૈન, સર્વદર્શનાચાર્ય, વારાણસી.
* પં. રતનચન્દ ભારિલ્લજીએ, ણમોકાર મંન્ત્ર ૫૨ સર્વાંગીણ વિવેચન કરીને એક આવકાર દાયક કાર્ય કર્યું છે. જેનાથી આ મંત્ર સંબંધી ભ્રાન્તિઓ દૂર થશે તથા સમ્યબોધ પણ થશે.
—
સુર્દશનલાલ જૈન, રીડર સંસ્કૃત વિભાગ બી. એચ.,વારાણસી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * ણમોકાર મહામત્રમાં વિષય વસ્તુની શોધ પૂર્ણ તથા સાર ગર્ભિત છે. પુસ્તકમાં “ૐ” તથા પરમેષ્ઠીનાં સ્વરૂપ સમજાવી લેખકે મુમુક્ષોઓ માટે મોક્ષમાર્ગ, તેનું ફળ, તથા સાધકોનું સાચું સ્વરૂપ બતાવીને એ માર્ગ ઉપર ચાલવા પ્રેરણા આપી છે. પુસ્તકની ભાષા ભાવ અનુકૂળ છે. - ડો. રાજેન્દ્ર બસંલ, અમલાઇ. * આ પુસ્તક પ્રત્યેક જૈનોએ વાંચવું જોઇએ જેથી ણમોકાર મન્ટની પ્રભાવના સંબંધમાં પ્રચલિત અંધશ્રદ્ધા દૂર થઈ સાચી શ્રદ્ધા થશે. - બિરધીલાલ શેઠી, જયપુર * “ણમોકાર મહામત્ર' વિષય ઉપર આવું વિશાળ વિવેચન પહેલા ક્યારેય વાંચવા મળ્યું નથી. મન્ન તન્ન સંબંધી ભ્રાન્તિઓનાં નિરાકરણ માટે લેખકે ઘણો જરૂરી પરિશ્રમ કર્યો છે. પંચપરમેષ્ઠીનાં સાચા સ્વરૂપનું દિગ્દર્શન કરવાવાળી આ અનુપમ કૃતિ છે. - અખિલ બંસલ, સમ્પાદક- માર્મિક ધારા, જયપુર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com