________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૯ :
મોકાર મંત્રનો પાઠ ભેદ ખંડગામ ગ્રંથના મંગલાચરણ રૂપે રચિત આ મહામંત્રનો “અરિહંતાણ” પદની વ્યાખ્યામાં વીરસેન સ્વામીએ જે આ પાઠાન્તરોની ચર્ચા કરતા અરહંત, અરિહન્ત અને અર્જુન્ત પદોની વ્યાખ્યા કરેલ છે, એ આ પ્રકારે છે.
અરહંત અર્થાત્ દેવો દ્વારા પૂજ્ય, અરિહન્ત, અર્થાત્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અત્તરાય-આ ચાર ઘાતિયાકર્મ શત્રુઓના નાશક તેમજ “અહુન્ત” અર્થાત સંસાર રૂપી વૃક્ષના બીજને દગ્ધ કરવાવાળા અરહુન્ત ભગવાનને અમારા નમન હો.
શ્વેતામ્બર આમ્નાયના પાઠોમાં દિગમ્બર આમ્નાયના પાઠોની અપેક્ષા કોઇ મૌલિક ભેદ નથી. અન્તર કેવળ “ણમો” ની જગ્યાએ “ નમો” પાઠમાં છે પણ વૈજ્ઞાનિક દષ્ટિએ “ણમો” પાઠ જ સમીચીન છે, કેમ કે આ પાઠના ઉચ્ચારણમાં આત્માની શક્તિ વધારે લાગે છે, એટલે ઉપયોગની સ્થિરતા વધારે હોવાથી ફળની પ્રાપ્તિ શીધ્ર થાય છે. મોકાર મંત્રના ઉચ્ચારણમાં જે પ્રાણવાયુના સંચારની જરૂરત હોય છે એ “મોના ઘર્ષણથી જ ઉત્પન્ન થઇ શકે છે. એટલે “ણમો” બરાબર છે. આ સિવાય આઈરિયાણંની જગ્યાએ ક્યાંક ક્યાંક આરિયાણ પાઠ પણ મળે છે, પણ એના અર્થમાં કોઇ અન્તર નથી.
ચત્તારિ મંગલ” પાઠમાં પણ કોઇ પાઠ ભેદ છે, જે આ પ્રકારે છેલોગુત્તમાની જગ્યાએ લોગોત્તમા અને પધ્વજજામિની જગ્યાએ પવનજામિ જોવામાં આવે છે.
આ પાઠ-ભેદ પાઠકોની સામાન્ય જાનકારી માટે આપવામાં આવે છે, પણ એનાથી પાઠકોએ ભ્રમિત ન થવું જોઇએ. જે વ્યાકરણ સમ્મત મૂળ પાઠ આપેલ છે, એ જ બોલવા એને જ સાચું માની ઉચ્ચારણ કરવું જોઇએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com