________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૮:
એમ જ કહેવાય છે કે બિલાડી એ શીકું તોડી નાખ્યું બિલાડી તો દરરોજ ઝપાટા મારતી હતી આજ સુધી ન તૂટયું જો તેના ઝપટવાથી જ શીકું તૂટયું છે તો ગઇકાલ સુધી કેમ ન તૂટયું? એવી જ રીતે આજ મંત્ર વર્ષોથી બોલતા આવીએ છીએ અને આજ સુધી કોઇ લૌકિક લાભ ન થયા. જો એનાથી જ થાય તો અત્યાર સુધી કયારનો થઇ જવો જોઇતો હતો.
હાં, આ વાત અવશ્ય છે કે મંત્રારાધનાના કાળમાં સહજ જ શુભોપયોગ હોવાથી સાતિસય પુણ્યનો બંધ થાય છે, એ પુણ્યના ઉદયકાળમાં ધર્માચરણના માટે લૌકિક અનુકૂળતા સહજ જ પ્રાપ્ત થઇ જાય છે.
ણમોકાર મંત્રની આરાધનાનું છેલ્લું ફળ તો આપવર્ગની ઉપલબ્ધિજ છે, પણ એની આરાધનાના માર્ગમાં ઘણી સારી લૌકિક ઉપબ્ધિઓ પણ પ્રાપ્ત થતી રહે છે, જે સમય- સમય પર એની મહિમા વધારવામાં લાગી રહે છે. એ ઉપલબ્ધિઓનું મૂળ કારણ પંચપરમેષ્ઠીના પ્રસાદથી પ્રાપ્ત વિષય કષાયની સહજ મંદતા તેમજ તેનાથી પ્રાપ્ત પુણ્યનો ઉદય છે. બસ આજ ણમોકાર મંત્ર ચમત્કાર છે.
-: મંત્રરાજ મન ધાર :બૈઠતે ચલતે સોવતે, આદિ અંત લો ધીર; ઇસ અપરાજિત મંત્ર કો, મત વિસરો હે વીર. સકલ લોક સબ કાલમે, સર્વાગમમેં સાર; ‘ભધૂર” કબહૂ ન ભૂલિયે, મંત્રરાજ મન ધાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com