________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૬૭ :
ણમોકા૨ મંત્ર અને મનો૨થ પૂર્તિ
જો કે આચાર્યોએ ણમોકાર મંત્રના મહાત્મ્યનું વર્ણન અને એ સંબંધી વાર્તાઓમાં ઘણી જગ્યાએ એવા ભાવ પણ પ્રગટ કરેલ છે કે આ મહામંત્રના સ્મરણથી સમસ્ત લૌકિક કામાનાઓ, સુખ-સમૃદ્ધિઓની પૂર્તિ થાય છે. તથા પરલોકની સ્વર્ગાદિસુખ સંપદાઓ પ્રાપ્ત થાય છે. છતાં લૌકિક વિષય-કષાય સહિત ઇચ્છાઓની પૂર્તિનો મંત્ર નથી, પણ એને પૂર્ણ કરવાવાળો મહામંત્ર છે. ખરેખર તો આ મહામંત્રના વિવેકી આરાધકોને લૌકિક કામનાઓ થતી નથી. પંચપરમેષ્ઠીની શરણમાં આવવાથી જયારે લૌકિક કામનાઓ સ્વતઃ ક્ષીણ થાય છે ત્યારે પણ એની પૂર્તિનો પ્રશ્ન જ ક્યાં રહી જાય છે ?
એ વાત જુદી છે કે પંચપરમેષ્ઠીના ઉપાસકોને લૌકિક અનુકૂળતાઓ સ્વતઃ મળતી જોવામાં આવે છે અને એઓ તે અનુકૂળતાઓ તેમ જ સુખ-સુવિધાઓને સ્વીકાર કરતા જોવામાં પણ આવે છે. પરંતુ સહજ પ્રાપ્ત ઉપલબ્ધિઓનો સ્વીકાર કરવો જુદી વાત છે અને એની કામના કરવી અલગ વાત છે. બન્નેમાં જમીન-આસમાનનું અંતર છે. જુઓ આતિથ્ય સત્કારમાં અનેક મિષ્ઠાનોનું પ્રાપ્ત થવું અને એનો સહજ સ્વીકાર કરી લેવો જુદી વાત છે. અને તેની યાચના કરવી જુદી વાત છે. બન્ને ને એક નજરથી નથી જોવાતું જ્ઞાની પોતાની વર્તમાન પુરુષાર્થની હિનતાને કા૨ણે પુણ્યોદયથી પ્રાપ્ત અનુકૂળતાની સાથે સમજૂતિ તો સહર્ષ સ્વીકાર કરી લે છે, પણ એ પુણ્યની કે પુણ્યના ફળની ભીખ ભગવાન પાસે ક્યારેય નથી માંગતાં. મંત્રની આરાધનાના કાળમાં સંયોગવશાત જયારે કોઇને લૌકિક સુખ સામગ્રી અથવા સમૃદ્ધિ પ્રાપ્ત થઇ જાય છે તો બન્નેનો સમકાળ હોવાથી આવી ભ્રાન્તિ થવી સ્વાભાવિક છે કે આ સમૃદ્ધિ આ મંત્રના પ્રસાદથી પ્રાપ્ત થાય છે. બિલાડીનું ઝપટવું અને જૂના-પુરાના શીકાનું તૂટવું કોઇ કોઇ વખતે એક સમયમાં થઇ જાય છે. ત્યારે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com